તમારા માટે YouTubeની કાર્ય કરવાની રીત વિશે વધુ જાણો

તમે શોખથી કરતા હો કે વ્યવસાયિક ઉદ્દેશ્યથી, અમે જાણીએ છીએ કે YouTube જતા બધા કન્ટેન્ટને બનાવવામાં તમે ખૂબ સમય અને ઊર્જાનું રોકાણ કરો છો. તમારું કન્ટેન્ટ કેવી રીતે શોધાય છે અને તે કઈ રીતે કાર્યપ્રદર્શન કરે છે તે સમજવું તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. નિર્માતાઓ તરીકે, તમે અમારા સમુદાયના કેન્દ્રમાં છો, તેથી તમારી સાથે કમ્યુનિકેશન અને પારદર્શિતા રાખવી અમારા માટે પ્રાધાન્યતા ધરાવે છે. અમે તમારી સફળતાને સપોર્ટ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. તેથી જ અમે કેટલાક શ્રેષ્ઠ સંસાધનો ભેગા કર્યા છે જે નિમ્નલિખિત મુદ્દા સમજાવે છે:

YouTube પર તમારું કન્ટેન્ટ

YouTube શોધ

YouTube શોધ સુસંગતતા, એંગેજમેન્ટ અને ક્વૉલિટી સહિત શ્રેષ્ઠ પરિણામો આપવા માટે કેટલાક મુખ્ય એલિમેન્ટને પ્રાધાન્યતા આપે છે. સુસંગતતાનો અંદાજ કાઢવા માટે અમે ઘણા પરિબળોને ધ્યાનમાં લઈએ છીએ, જેમ કે દર્શકની શોધ ક્વેરી સાથે શીર્ષક, ટૅગ, વર્ણન અને વીડિયો કન્ટેન્ટ કેટલી સારી રીતે મેળ ખાય છે. એંગેજમેન્ટના સિગ્નલ સુસંગતતા નક્કી કરવા માટેની મહત્ત્વની પદ્ધતિ છે અને અમે વપરાશકર્તાઓ પાસેથી ઍગ્રિગેટ એંગેજમેન્ટ સિગ્નલનો સમાવેશ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, વિશેષ ક્વેરી માટે વિશેષ વીડિયોના જોવાયાના સમયને ધ્યાને લઈને નક્કી કરીએ છીએ કે અન્ય વપરાશકર્તાઓ વીડિયોને ક્વેરી સાથે સુસંગત માને છે કે નહીં. ક્વૉલિટીની બાબતે, કઈ ચૅનલ આપેલા કોઈ વિષય પર કુશળતા, અધિકૃતતા અને વિશ્વસનીયતા દર્શાવે છે એ નક્કી કરવામાં સહાય કરી શકતા સિગ્નલને ઓળખવા માટે અમારી સિસ્ટમની રચના કરવામાં આવી છે. ઑર્ગેનિક શોધ પરિણામોમાં બહેતર સ્થાન નિયોજન માટે, YouTube કોઈ ચુકવણીનો સ્વીકાર કરતું નથી.

મ્યુઝિક અથવા મનોરંજન જેવા ક્ષેત્રોમાં, અમે ઘણી વખત તાજગી અથવા લોકપ્રિયતા જેવા વધારાના પરિબળોનો ઉપયોગ કરીએ છીએ જેથી વપરાશકર્તાઓને આનંદ આવે તેવા ક્વૉલિટીવાળા કન્ટેન્ટ સાથે જોડવામાં અમારી સિસ્ટમને મદદ મળે. ન્યૂઝ, રાજકારણ અને તબીબી કે વૈજ્ઞાનિક માહિતી સહિતના અન્ય વિસ્તારો કે જ્યાં વિશ્વસનીયતા મુખ્ય બાબત છે ત્યાં અમે સખત કાર્ય કરીને ખાતરી કરીએ છીએ કે અમારી શોધ સિસ્ટમ વિશ્વસનીય સૉર્સમાંથી ઉચ્ચ ક્વૉલિટી અને આધિકારિક કન્ટેન્ટને ઉપર લાવવાને પ્રાધાન્યતા આપે છે.

આધિકારિક કાર્ડ વપરાશકર્તા માટે YouTube શોધમાં સત્તાવાર કન્ટેન્ટને હાઇલાઇટ કરીને કન્ટેન્ટ શોધવાનું સરળ બનાવે છે. આ કાર્ડમાં ટોચના YouTube નિર્માતા, સેલિબ્રિટીઓ અને મ્યુઝિક કલાકારોની જેમ ટોચની ચૅનલના અધિકૃત વીડિયો અને પોસ્ટનો સમાવેશ થાય છે. રમતગમતની ટીમ, મૂવી અને ટીવી, મ્યુઝિક અને વિશિષ્ટ ઇવેન્ટને લગતા કન્ટેન્ટમાંથી વીડિયો અને પોસ્ટનો પણ સમાવેશ થાય છે. આ કાર્ડ ઑટોમૅટિક રીતે જનરેટ થાય છે અને કસ્ટમાઇઝેશનની મંજૂરી આપતા નથી.

અમારો ધ્યેય વપરાશકર્તાઓ માટે શ્રેષ્ઠ શોધ પરિણામો આપવા માટે અમે ધ્યાને લઈએ છીએ તે પરિબળોને સમજવામાં તમારી સહાય કરવા માટે તમને સંસાધનો આપવાનો છે.

વધુ સંસાધનો

સુઝાવ આપેલા વીડિયો

અમે એ માહિતીથી શરૂઆત કરીએ છીએ કે દરેક વ્યક્તિની જોવાની આદતો અનન્ય હોય છે. ત્યાર પછી અમારી સિસ્ટમ જોવાની સમાન આદત ધરાવતા વપરાશકર્તાઓની જોવાની આદતોની તુલના કરે છે. સિસ્ટમ એ માહિતીનો ઉપયોગ કરીને દર્શકને જોવું ગમી શકે તેવું અન્ય કન્ટેન્ટ સૂચવે છે.

અમારી સુઝાવ સિસ્ટમ સતત વિકસતી રહે છે, અમે જેને સિગ્નલ કહીએ છીએ તે 8 અબજથી વધારે સંખ્યામાં મળતા માહિતીના ભાગમાંથી દરરોજ શીખે છે, જેમાં પ્રાથમિક આ છે:

  • જોવાયાનો ઇતિહાસ: અમારી સિસ્ટમ YouTube વીડિયોને દર્શકો દ્વારા જોવાયાનો ઉપયોગ કરીને તેમને બહેતર સુઝાવ આપે છે, તેમણે વીડિયો ક્યાં અધૂરો મૂક્યો હતો તે યાદ કરાવે છે અને અન્ય માહિતી આપે છે.
  • શોધ ઇતિહાસ:  અમારી સિસ્ટમ દર્શક YouTube પર શું શોધે છે તેનો ઉપયોગ ભવિષ્યના સુઝાવો પર પ્રભાવ પાડવા માટે કરે છે.
  • ચૅનલનાં સબ્સ્ક્રિપ્શન: દર્શકે જે YouTube ચૅનલને સબ્સ્ક્રાઇબ કરી હોય તેના વિશેની માહિતીનો ઉપયોગ કરીને અમારી સિસ્ટમ તેમને ગમી શકે તેવા અન્ય વીડિયોના સુઝાવ આપે છે.
  • પસંદ: અમારી સિસ્ટમ પસંદની માહિતીનો ઉપયોગ કરીને, દર્શકને ભવિષ્યમાં ગમી શકે તેવા સમાન વીડિયોની સંભાવનાનું અનુમાન કરવાનો પ્રયાસ કરે છે.
  • નાપસંદ: અમારી સિસ્ટમ દર્શકે નાપસંદ કરેલા વીડિયોનો ઉપયોગ કરીને ભવિષ્યમાં સુઝાવ આપવા માટે શું ટાળવું તેની માહિતી આપે છે.
  • “રુચિ નથી” પ્રતિસાદની પસંદગીઓ: અમારી સિસ્ટમ દર્શકોએ "રુચિ નથી" માર્ક કરેલા વીડિયોનો ઉપયોગ કરીને ભવિષ્યમાં શેનો સુઝાવ આપવાનું ટાળવું તેની માહિતી આપે છે. 
  • “આ ચૅનલનો સુઝાવ ન આપશો” પ્રતિસાદવાળી પસંદગીઓ: અમારી સિસ્ટમ “આ ચૅનલનો સુઝાવ ન આપશો” પ્રતિસાદવાળી પસંદગીઓનો એવા સિગ્નલ તરીકે ઉપયોગ કરે છે જે જણાવે છે કે આ ચૅનલનું કન્ટેન્ટ એવું નથી જેમાં દર્શકને આનંદ આવ્યો હોય.
  • સંતોષ સંબંધિત સર્વેક્ષણો: અમારી સિસ્ટમ એ વપરાશકર્તા સર્વેક્ષણોનો ઉપયોગ કરે છે જે દર્શકોને તેમણે જોયેલા વીડિયોને રેટ કરવાનું કહે, જે સિસ્ટમને માત્ર જોવાયાનો સમય જ નહીં પણ જોયા પછી થયેલો સંતોષ સમજવામાં સહાય કરે છે.

YouTubeની વિવિધ સુવિધાઓ અમુક ચોક્કસ સુઝાવો પર અન્ય સુઝાવો કરતાં વધારે વિશ્વાસ રાખે છે. ઉદાહરણ તરીકે, ચલાવવાનો આગલો વીડિયો સૂચવતી વખતે અમે મુખ્ય સિગ્નલ તરીકે દર્શક હાલમાં જોઈ રહ્યા હોય તે વીડિયોનો ઉપયોગ કરીએ છીએ. હોમપેજ પર વીડિયોના સુઝાવો આપવા માટે, અમે દર્શકના જોવાના ઇતિહાસ પર પ્રાથમિક ધોરણે વિશ્વાસ રાખીએ છીએ. જો દર્શકો તેમના હોમપેજ પર સુઝાવો જોવા ન ઇચ્છતા હોય તો તેઓ તેમનો જોવાયાનો ઇતિહાસબંધ અને સાફ કરી શકે છે. YouTube જોવાયાનો ઇતિહાસ બંધ રાખતા અને અગાઉ કોઈ નોંધપાત્ર ઇતિહાસ ન ધરાવતા લોકો માટે, હોમપેજ પર શોધ બાર અને ડાબા હાથે માર્ગદર્શિકા મેનૂ બતાવતું રહેશે. 

ઉલ્લંઘનની સંભાવનાવાળા કન્ટેન્ટનો અને હાનિકારક ખોટી માહિતીનો ફેલાવો ઘટાડવો 

નિખાલસતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો અર્થ છે કે અમારી પાસે પ્લૅટફૉર્મ પર એવું કન્ટેન્ટ ઉપલબ્ધ હોઈ શકે છે જે અમારી પૉલિસીઓના ઉલ્લંઘનની નજીક છે પરંતુ તે રેખાને પાર કરતું નથી. અમને લાગે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવું મહત્ત્વપૂર્ણ છે, પરંતુ અમે YouTube હોમપેજ પર અથવા "આગલો વીડિયો" પૅનલ દ્વારા અમારી ભલામણોમાં કયા વીડિયોને પ્રદર્શિત કરીએ છીએ તેના માટે અમે એક ઉચ્ચ બાર સેટ કરીએ છીએ. 

તેથી જ અમે દર્શકોને ન્યૂઝ, રાજકારણ, તબીબી અને વૈજ્ઞાનિક માહિતી જેવા વિષયો વિશે દર્શકોને આધિકારિક વીડિયોનો સુઝાવ આપવાનું વધારાનું પગલું લઈએ છીએ.

અમે માનવ મૂલ્યાંકનકર્તાઓ પર વિશ્વાસ રાખીએ છીએ, જેમને સાર્વજનિક ધોરણે ઉપલબ્ધ માર્ગદર્શિકાઓનો ઉપયોગ કરીને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હોય છે અને જેઓ દરેક ચૅનલ અને વીડિયોમાં માહિતીની ક્વૉલિટીનું મૂલ્યાંકન કરે છે. વીડિયો આધિકારિક છે કે નહીં તે નક્કી કરવા માટે, મૂલ્યાંકનકર્તાઓ સ્પીકર અથવા ચૅનલની નિપુણતા અને પ્રતિષ્ઠા, વીડિયોનો મુખ્ય વિષય અને કન્ટેન્ટ વચન આપ્યા પ્રમાણે પરિણામ આપે છે કે નહીં અથવા તેનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે કે નહીં તેના જેવા પરિબળો પર ધ્યાન આપે છે. વીડિયો જેટલો વધુ આધિકારિક હશે, તેટલો વધારે તેનો સુઝાવ આપવામાં આવશે. અમે ન્યૂઝ આઉટલેટ અને આરોગ્યની સંસ્થાઓ જેવા આધિકારિક સૉર્સમાંથી કન્ટેન્ટ લેવા માટે અમારી સિસ્ટમને બહેતર બનાવવા માટે નિરંતર કાર્ય કરીએ છીએ. 

વધુ સંસાધનો

YouTube સાથેનો તમારો સંબંધ

YouTube સાથે તમારો કરાર

સેવાનો તમામ ઉપયોગ YouTube સેવાની શરતો, અમારા સમુદાયના દિશાનિર્દેશો અને અમારી પ્લેટફોર્મ પૉલિસીને આધીન છે.

નોંધ કરો કે જ્યારે તમે કમાણી કરવાની પ્રક્રિયા, લાઇવ સ્ટ્રીમિંગ અથવા શૉપિંગ જેવી અમુક ચોક્કસ સુવિધાઓ ચાલુ કરો ત્યારે વધુ પૉલિસીઓ પણ લાગુ થશે. ભૂલશો નહીં કે જો તમે સેવાને જાહેરાત અથવા સ્પૉન્સરશિપ આપો અથવા તમારા કન્ટેન્ટમાં પેઇડ પ્રમોશનનો સમાવેશ કરો, તો તમે જાહેરાતકર્તાઓ માટે અમારી જાહેરાતની પૉલિસીઓ સાથે પણ બંધાયેલા છો. તમે અમારા સહાયતા કેન્દ્ર પર શોધ કરીને કોઈપણ સમયે અમારી બધી પૉલિસીઓ જોઈ શકો છો.

તમે YouTube Studioમાં સૌથી તાજેતરમાં સ્વીકારાયેલા ઑનલાઇન કૉન્ટ્રૅક્ટ શોધો સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

YouTube સાથે વાતચીત

પાર્ટનર સાથે અમારી પારદર્શિતા અને કમ્યુનિકેશનને બહેતર બનાવવાના અમારા ચાલુ ધ્યેયના ભાગ તરીકે, અમે તમને અસર થાય તેવા ફેરફારોથી અપ ટૂ ડેટ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. તમે કોઈ ચોક્કસ સમસ્યાનો સામનો કરી રહ્યા હો, ટેક્નિકલ સમસ્યાઓના નિરાકરણમાં મદદની જરૂર હોય અથવા YouTubeનો સૌથી વધુ લાભ કેવી રીતે મેળવવો તે શીખવા માગતા હો, તો તમારી સહાય કરવા માટે અમે અહીં ઉપલબ્ધ છીએ. તમે નિર્માતા માટે સપોર્ટ અથવા તમારા પાર્ટનર મેનેજરનો સંપર્ક કરી શકો છો. અમે તમારી સાથે કઈ રીતે સંદેશાવ્યવહાર કરીએ છીએ તેના વિશે તમે અહીં વધુ જાણી શકો છો.

YouTube પર કમાણી કરવી

YouTube પાર્ટનર પ્રોગ્રામ

અમે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)નો વધુ નિર્માતાઓ સુધી વિસ્તાર કરી રહ્યાં છીએ, જેમાં ફૅન ફંડિંગ અને શૉપિંગની સુવિધાઓના વહેલા ઍક્સેસનો સમાવેશ છે. વિસ્તારેલો YouTube પાર્ટનર પ્રોગ્રામ યોગ્યતા ધરાવતા નિર્માતાઓ માટે આ દેશો/પ્રદેશોમાં ઉપલબ્ધ છે. વિસ્તરણ આવતા મહિના દરમિયાન યોગ્યતાપ્રાપ્ત નિર્માતાઓ માટે AE, AU, BR, EG, ID, KE, KY, LT, LU, LV, MK, MP, MT, MY, NG, NL, NO, NZ, PF, PG, PH, PT, QA, RO, RS, SE, SG, SI, SK, SN, TC, TH, TR, UG, VI, VN અને ZAમાં સાર્વજનિક ધોરણે રિલીઝ થશે. YPPના ફેરફારો વિશે વધુ જાણવા માટે આ લેખ જુઓ.

જો તમે ઉપરોક્ત દેશો/પ્રદેશોમાંથી કોઈ એકમાં ન હો, તો તમારા માટેના YouTube પાર્ટનર પ્રોગ્રામમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. YPPના ઓવરવ્યૂ, યોગ્યતા અને તમારા માટે સંબંધિત અરજીની સૂચનાઓ માટે, તમે આ લેખ જોઈ શકો છો.

વિસ્તૃત YouTube પાર્ટનર પ્રોગ્રામ માટે, તમારી યોગ્યતા ચેક કરો. જો તમે હજી સુધી યોગ્યતા ન ધરાવતા હોવ, તો YouTube Studioના કમાણી કરો વિસ્તારમાં નોટિફિકેશન મેળવો પસંદ કરો. એકવાર અમે તમારા માટે વિસ્તૃત YPP પ્રોગ્રામ સાર્વજનિક રીતે રિલીઝ કરી દઈએ અને તમે યોગ્યતાની મર્યાદાઓ સુધી પહોંચી જાઓ, ત્યારે અમે તમને ઇમેઇલ મોકલીશું. 


YouTube પાર્ટનર પ્રોગ્રામના ભાગ રૂપે, જ્યાં સુધી તમારા દેશમાં ઉપલબ્ધ હોય અને તમે યોગ્ય માપદંડને પૂર્ણ કરો ત્યાં સુધી તમે એક કરતાં વધારે આવકના સ્રોતનો ઉપયોગ કરવા માટે યોગ્યતા ધરાવો છો. તમને નિર્માતા માટે સપોર્ટ અને Copyright Match Toolનો ઍક્સેસ પણ મળશે. તમે પ્રોગ્રામ વિશે, તેની કાર્યપદ્ધતિ અને અરજી કરવાની રીત વિશે અહીં વધુ જાણી શકો છો.

YouTube Music ચૅનલમાં કમાણી કરવી

ભલે તમે લેબલ, પબ્લિશર, વિતરક અથવા સ્વતંત્ર સંગીતકાર હો તો YouTube તમને વધુ ચાહકો સુધી પહોંચવામાં અને આવક વધારવામાં મદદ કરી શકે છે. YouTube કેવી રીતે જાહેરાતો, સબ્સ્ક્રિપ્શન્સ અને અન્ય આવકના સ્ત્રોતો દ્વારા તમારા મ્યુઝિકમાંથી કમાણી કરવામાં તમારી મદદ કરી શકે છે તે વિશે વધુ અહીં જાણો. તમારું મ્યુઝિક ડિલિવર કરવા અને YouTube પર તમારા ડિજિટલ અધિકારોને મેનેજ કરવા માટે વિસ્તૃત કરવા યોગ્ય ટૂલ અને વ્યૂહરચનાઓ વિશે અહીં વધુ જાણો.

ફૅન ફંડિંગ 

Super Chat અને Super Stickers એ નિર્માતાઓ માટે લાઇવ સ્ટ્રીમ અને પ્રિમિયર દરમિયાન ચાહકો સાથે કનેક્ટ થવાની રીત છે. ચાહકો લાઇવ ચૅટમાં તેમના મેસેજને હાઇલાઇટ કરવા માટે Super Chats ખરીદી શકે છે અથવા લાઇવ ચૅટમાં દેખાતી ઍનિમેટેડ છબી મેળવવા માટે Super Stickers ખરીદી શકે છે. જો તમે યોગ્યતા ધરાવતા હો, તો કઈ રીતે Super Chat અથવા Super Stickers ચાલુ કરવા અને તમે કઈ રીતે આ સુવિધાઓને મેનેજ કરી શકો તે વિશે વધુ જાણો.

Super Thanks થકી નિર્માતાઓ તેમના Shorts અને લાંબા વીડિયો માટે વધારાનો આભાર દર્શાવવા ઇચ્છતા દર્શકો પાસેથી વધુ આવક મેળવી શકે છે. ચાહકો એક-વખતનું ઍનિમેશન ખરીદી શકે છે અને વીડિયો અથવા Shortના કૉમેન્ટ વિભાગમાં રંગીન અને કસ્ટમાઇઝ કરી શકાય તેવી કૉમેન્ટ પોસ્ટ કરી શકે છે. જો તમે યોગ્યતા ધરાવતા હો, તો તમારી ચૅનલ માટે Super Thanks ચાલુ અને મેનેજ કરવાની રીત જાણો.

ચૅનલની મેમ્બરશિપ દર્શકોને માસિક ચુકવણી દ્વારા તમારી ચૅનલમાં જોડાવાની અને બૅજ, ઇમોજી તથા અન્ય ડિજિટલ કન્ટેન્ટ જેવા માત્ર-સભ્યો માટેના લાભ મેળવવાની મંજૂરી આપે છે. જો તમે યોગ્યતા ધરાવતા હો, તો કઈ રીતે મેમ્બરશિપ ચાલુ કરવી અને તમે કઈ રીતે તમારી ચૅનલ માટે મેમ્બરશિપને મેનેજ કરી શકો તે વિશે વધુ જાણો.

YouTube પર વેચાણ કરવું

અમે યોગ્યતાપ્રાપ્ત ચૅનલ માલિકોને YouTube પર તેમની પોતાની પ્રોડક્ટ અને અધિકૃત બ્રાન્ડવાળો વ્યાપારી સામાન પ્રદર્શિત કરવાની તક પણ આપીએ છીએ. YouTube પર શૉપિંગની શરૂઆત કરો.

અને જો તમે YouTube પર મ્યુઝિક કલાકાર હો તો તમે YouTube પર તમારી આગામી કોન્સર્ટ સૂચિ પ્રદર્શિત કરવા માટે પણ યોગ્ય હોઈ શકો છો. અહીં વીડિયોમાં તમારી ટૂર તારીખ માટે ટિકિટ કેવી રીતે ઉમેરવી તે વિશે વધુ જાણો.

YouTube પર તમારું પ્રદર્શન

YouTube એ Google નો એક ભાગ છે અને Googleની પ્રાઇવસી પૉલિસી અને સિદ્ધાંતોનું પાલન કરે છે. વપરાશકર્તા તરીકે કે પાર્ટનર તરીકે, જ્યારે પણ તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો, ત્યારે તમે તમારી માહિતી માટે અમારા પર વિશ્વાસ કરો છો. અમે સમજીએ છીએ કે YouTube પર તમારી સફળતાને માપવા માટે ડેટા કેટલો મહત્ત્વપૂર્ણ છે. અમારા વપરાશકર્તાઓ અને પાર્ટનરની પ્રાઇવસી અને સલામતીના રક્ષણ માટે અમારી પદ્ધતિઓ અમારી પ્રાઇવસી પૉલિસી સાથે સુસંગત હોવાની ખાતરી કરીએ છીએ.

તમારા ડેટાનો મહત્તમ લાભ મેળવવામાં તમારી સહાય કરવા માટે YouTube તમારું પર્ફોર્મન્સ માપવા તમને વિવિધ ટૂલનો સ્યૂટ ઑફર કરે છે. જો તમે મંજૂરી આપો, તો અમે YouTube ચૅનલ અને કન્ટેન્ટના માલિકોને YouTube Analyticsના ડેટાનો ઍક્સેસ આપીએ છીએ. YouTube ચૅનલ અને કન્ટેન્ટના માલિકો આ APIs દ્વારા ઍક્સેસ કરી શકે તેવા રિપોર્ટના પ્રકારો વિશે વધુ જાણો. અમારી પાસે વિશ્લેષણની સુવિધા પણ છે, YouTube Analytics અને કલાકારો માટે YouTube Analytics, જે સીધી પ્લૅટફૉર્મમાં બનેલી છે અને તમને પર્ફોર્મન્સ મેટ્રિકને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે, જેમ કે: 

  • જોવાયાનો સમય: દર્શકોએ વીડિયો જોયો તેટલો સમય.
  • સબ્સ્ક્રાઇબર: તમારી ચૅનલ પર સબ્સ્ક્રાઇબ કરેલા દર્શકોની સંખ્યા.
  • વ્યૂ: તમારી ચૅનલ અથવા વીડિયો માટે કાયદેસર વ્યૂની સંખ્યા.
  • ટોચના વીડિયો: કયા વીડિયો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરી રહ્યા છે.
  • ઑડિયન્સ રિટેન્શન: જુઓ કે તમારો વીડિયો તમારા ઑડિયન્સની રુચિ કેટલી સારી રીતે જાળવી રાખે છે.
  • લાઇવ સ્ટ્રીમ ડેટાતમારા સંપૂર્ણ વીડિયો દરમિયાન કેટલા દર્શકો તમારું સ્ટ્રીમ જોઈ રહ્યા હતા તે જુઓ.
  • વસ્તી વિષયક માહિતી: તમારા દર્શકો કોણ છે, જેમાં તેમની ઉંમર, જાતિ અને લોકેશન વિશેની આંકડાકીય માહિતીનો સમાવેશ થાય છે.
  • ટ્રાફિક સૉર્સ: દર્શકોને તમારું કન્ટેન્ટ કેવું લાગે છે તે સમજવામાં આ તમારી સહાય કરે છે.

અમે તમારા ચૅનલના પેજ પર, જોવાના પેજ પર, YouTube ટ્રેન્ડિંગ સાઇટ, કલાકારો માટે YouTube Analytics, મ્યુઝિક ચાર્ટ અને જાણકારીs અને API સેવાઓ દ્વારા સાર્વજનિક રીતે સબ્સ્ક્રાઇબરની સંખ્યા અને વીડિયો વ્યૂ જેવા કેટલાક ચૅનલ અને વીડિયો Analytics પણ પ્રકાશિત કરીએ છીએ. અમે Googleની પ્રાઇવસી પૉલિસી મુજબ, જાહેરાતકર્તા, વેચાણના પાર્ટનર અને અધિકાર ધારકો સાથે એકીકૃત, અનામી કરેલી ચૅનલ અને વીડિયોનો ડેટા પણ શેર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, છેલ્લા વર્ષ દરમિયાન અમુક દેશ અથવા પ્રદેશમાં ફિટનેસ વીડિયોની સંખ્યા બમણી થઈ હોવાનું અમે જણાવી શકીએ છીએ.

જ્યારે તમે અમુક YouTube સુવિધાઓનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો ત્યારે ચોક્કસ પ્રકારનો ડેટા પણ શેર કરવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા અધિકૃત વ્યાપારી સામાનના છૂટક વેપારી અને તમારી YouTube ચૅનલને કનેક્ટ કરો તો વેચાણ અને મુલાકાતો સંબંધિત વિશ્લેષણ ડેટા Google અને છૂટક વેપારી વચ્ચે શેર કરવામાં આવશે. તમારા પ્રોગ્રામની શરતો સાથે ડેટા કેવી રીતે શેર કરી શકાય તે વિશે અમે તમને હંમેશા જણાવીશું.

અમુક YouTube ટીમો, જેમ કે YouTubeના વિશ્વાસ અને સલામતીની સમસ્યા ઉકેલમાં સામેલ હોય તેઓને એવી ચૅનલ અને વીડિયો Analyticsનો ઍક્સેસ હોઈ શકે છે જે YouTube Analytics પ્લૅટફૉર્મ અથવા API સેવાઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલા કરતાં અલગ અથવા વધુ વિગતવાર હોય છે. ઉદાહરણ તરીકે, YouTubeની સ્પામ અને સલામતી-ભંગ સંબંધિત શોધ પ્રણાલીઓ અનિયમિત વર્તણૂક શોધવા માટે વિગતવાર સાઇટ ટ્રાફિક અને વિશ્લેષણને રિવ્યૂ કરી શકે છે અને YouTube સેવાની શરતોનું ઉલ્લંઘન કરીને વીડિયો જોવાયાની સંખ્યા અથવા સબ્સ્ક્રાઇબરની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહેલા લોકોને પકડી શકે છે.

ખાસ કરીને વિવિધ પ્લૅટફૉર્મ અને ડિવાઇસ વચ્ચે દર્શકોની સંખ્યા બદલાતી રહેતી હોવાને કારણે, વ્યવસાયિકો અને જાહેરાતકર્તાઓ માટે ચોક્કસ અને પગલાં લઈ શકાય તેવી જાણકારી વિતરિત કરવા માટે નવી પદ્ધતિઓ પર અમે નિરંતર કાર્ય કરીએ છીએ. અમે વપરાશકર્તાઓની ગોપનીયતા અને સલામતીના રક્ષણ માટે આ પદ્ધતિઓ અમારી પ્રાઇવસી પૉલિસી સાથે સુસંગત હોવાની ખાતરી કરીએ છીએ. જો તમે અમારી ધારણા પૉલિસીના ભાગ તરીકે અમારી સેવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરો તો અમે આ ડેટાને કેવી રીતે જાળવી રાખીએ છીએ તે વિશે તમે વધુ માહિતી વાંચી શકો છો.

નિર્માતા માટે સપોર્ટનો સંપર્ક કરીને તમારા ડેટાનો મહત્તમ લાભ મેળવવાની રીત વિશેની સહાય તમે ઍક્સેસ કરી શકો છો. તમને સૌથી વધુ મૂલ્યવાન લગતા હોય તેવા ટૂલ વિશે તમારા પ્રતિસાદને અમે હંમેશાં આવકારીએ છીએ.

નવી પ્રતિભાને સપોર્ટ કરવાની અમારી રીત

અમારા ઉભરતા નિર્માતા અને કલાકારોને મદદ કરવાની અમારી પ્રતિબદ્ધતાના ભાગ તરીકે, અમે તેમના વિકાસને સપોર્ટ કરવા માટે નિયમિતપણે કાર્યક્રમો ચલાવીએ છીએ. આમાં YouTube સ્પેસ પર અમારા અદ્ભુત સ્ટુડિયોના ઍક્સેસ, NextUp જેવી પ્રશિક્ષણ શિબિરો અને નવા કન્ટેન્ટને વિકસાવવા સપોર્ટ કરવા માટે વિશેષ સીડ ફંડિંગનો સમાવેશ થઈ શકે છે. આ સપોર્ટના બદલામાં, અમારા નિર્માતાઓ અને કલાકારો અમારા વપરાશકર્તાઓને આનંદ માણી શકે તે માટે YouTube-વિશિષ્ટ કન્ટેન્ટ બનાવવાનું વચન આપે છે.

વધુ સંસાધનો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10431704798504836141
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false