YouTube પર વીડિયો અપલોડ કરો

તમે અમુક સરળ પગલાંમાં YouTube પર વીડિયો અપલોડ કરી શકો છો. કમ્પ્યુટર અથવા મોબાઇલ ડિવાઇસ પરથી તમારા વીડિયોને અપલોડ કરવા માટે નીચેની સૂચનાનો ઉપયોગ કરો. YouTube પર નિરીક્ષિત અનુભવ સાથે અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ ન પણ હોય. અહીં વધુ જાણો.

YouTube Studioમાં વીડિયો અપલોડ કરવા માટે

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. સૌથી ઉપર જમણા ખૂણામાં, બનાવો  અને પછી વીડિયો અપલોડ કરો  પર ક્લિક કરો.
  3. તમે અપલોડ કરવા માગતા હો તે ફાઇલ પસંદ કરો. તમે એક સમયે વધુમાં વધુ 15 વીડિયો અપલોડ કરી શકો છો. તમારા વીડિયોની વિગતોમાં ફેરફાર કરવા માટે, દરેક ફાઇલ પર ફેરફાર કરો પર ક્લિક કરવાની ખાતરી કરો.

નોંધ: અલગ-અલગ ડિવાઇસ અને નેટવર્ક પર તમારા વીડિયોની સફળ પ્લેબૅકની ખાતરી કરવા માટે, તેને ઉપલબ્ધ ઉચ્ચતમ રિઝોલ્યુશનમાં બદલવામાં આવશે. તમે SD, HD અને 4K વીડિયો માટે અંદાજિત પ્રક્રિયા સમય જોઈ શકો છો. 4K અથવા HD જેવી ઉચ્ચ ક્વૉલિટી પર પ્રક્રિયા કરવામાં વધુ સમય લાગી શકે છે. અપલોડ કર્યા પછી વીડિયોની ક્વૉલિટી અને વીડિયોના રિઝોલ્યુશન અને સાપેક્ષ ગુણોત્તર વિશે વધુ જાણો. જો તમને કોઈ સમસ્યા આવી રહી હોય, તો અપલોડ કરતી વખતે થતી સામાન્ય ભૂલો વિશેની અમારી માર્ગદર્શિકા જુઓ.

તમે તમારા સેટિંગ પસંદ કરવાનું સમાપ્ત કરતા પહેલાં જો અપલોડ અનુભવ બંધ કરો, તો તમારા વીડિયોને તમારા કન્ટેન્ટ પેજ પર ખાનગી તરીકે સાચવવામાં આવશે.

વિગતો
તમારી વીડિયોમાં મહત્ત્વપૂર્ણ વિગતો ઉમેરો. નોંધ: તમે અગાઉ અપલોડ કરેલા વીડિયોમાંથી પસંદગીની વિગતો કૉપિ કરવા માટે, વિગતોનો ફરીથી ઉપયોગ કરો પર ક્લિક કરી શકો છો.
શીર્ષક

તમારા વીડિયોનું શીર્ષક.

નોંધ: વીડિયોના શીર્ષકો માટે 100 અક્ષરની વર્ણ મર્યાદા છે અને તેમાં અમાન્ય અક્ષરોનો સમાવેશ કરી શકાતો નથી.

વર્ણન

તમારા વીડિયોની નીચે બતાવવામાં આવતી માહિતી. વીડિયો એટ્રિબ્યુશન માટે, નીચેના ફૉર્મેટનો ઉપયોગ કરો: [ચૅનલનું નામ] [વીડિયોનું શીર્ષક] [વીડિયો ID]

તમારા વીડિયોમાં સુધારાઓ કરવા માટે, "Correction:" અથવા "Corrections:" ઉમેરો, વીડિયોની ભાષા અથવા બાકીનું વર્ણન ભલે કોઈપણ ભાષામાં હોય, પણ સુધારો અથવા સુધારાઓ અંગ્રેજીમાં હોવા જોઈએ. કોઈ અલગ લાઇન પર, તમે ટાઇમસ્ટેમ્પ અને તમારા સુધારાની સ્પષ્ટતા ઉમેરી શકો છો. ઉદાહરણ તરીકે:

સુધારો:

0:35 સુધારા માટેનું કારણ

આ વિભાગ કોઈપણ વીડિયો ચૅપ્ટર પછી દેખાવો જોઈએ. જ્યારે તમારા ઑડિયન્સ તમારો વીડિયો જુએ છે, ત્યારે સુધારાઓ જુઓનું માહિતી કાર્ડ દેખાશે.

તમારા વર્ણનમાંની ફૉર્મેટ કરેલી ટેક્સ્ટ માટે, વર્ણન બૉક્સની સૌથી નીચે આપેલા વિકલ્પોમાંથી બોલ્ડ, ઇટાલિક અથવા સ્ટ્રાઇકથ્રૂ પસંદ કરો.

વીડિયોના વર્ણનો માટે 5,000 અક્ષરની વર્ણ મર્યાદા છે અને તેમાં અમાન્ય અક્ષરોનો સમાવેશ કરી શકાતો નથી.

નોંધ: જો ચૅનલ પર કોઈપણ સક્રિય સ્ટ્રાઇક હોય અથવા જો કન્ટેન્ટ અમુક દર્શકો માટે કદાચ અયોગ્ય હોય, તો સુધારાઓ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.

થંબનેલ તમારા વીડિયો પર ક્લિક કરતા પહેલા દર્શકોને આ ચિત્ર દેખાશે.
પ્લેલિસ્ટ તમારા હાલના પ્લેલિસ્ટમાંથી એકમાં તમારો વીડિયો ઉમેરો અથવા પ્લેલિસ્ટ બનાવો.
ઑડિયન્સ બાળકોની ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA)નું પાલન કરવા માટે, તમારે અમને તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં તે જણાવવું જરૂરી છે.
ઉંમર પ્રતિબંધ અમુક ઑડિયન્સ માટે યોગ્ય ન હોય તેવા ઉંમર-પ્રતિબંધિત વીડિયો.

તમારી ચૅનલમાંનો વીડિયો કે જે દર્શકોને તમારા Short પરથી તમારા અન્ય YouTube એકાઉન્ટ પર દોરી જવામાં સહાય કરવા માટે Shorts પ્લેયરમાં ક્લિક કરી શકવા યોગ્ય લિંક છે. 

વિગતવાર સુવિધાઓના ઍક્સેસ વડે, તમારી ચૅનલમાંના વીડિયોમાં લિંક શામેલ કરવા માટે તેમ Shortમાં ફેરફાર કરી શકો છો. વીડિયો, Short અને લાઇવ કન્ટેન્ટ લિંક કરી શકાય છે.

નોંધ: તમે પસંદ કરેલો વીડિયો સાર્વજનિક અથવા ફક્ત લિંક સાથે દેખાતો હોવો જોઈએ અને તે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરતો હોવો જોઈએ.

વિગતો પેજમાં સૌથી નીચે, તમારા વિગતવાર સેટિંગ પસંદ કરવા માટે વધુ બતાવો પસંદ કરો.

પેઇડ પ્રમોશન દર્શકો અને YouTubeને જણાવે છે કે તમારી વીડિયોમાં પેઇડ પ્રમોશન છે.
ફેરફાર કરેલું કન્ટેન્ટ YouTubeની પૉલિસીનું પાલન કરવા માટે, તમારે અમને એ જણાવવું આવશ્યક છે કે તમારું કન્ટેન્ટ ફેરફાર કરેલું કે કૃત્રિમ છે અને તે વાસ્તવિક જેવું લાગે છે કે કેમ. ફેરફાર કરેલા અથવા કૃત્રિમ કન્ટેન્ટનો ઉપયોગ જાહેર કરવાની રીત વિશે વધુ જાણો.
ઑટોમૅટિક ચૅપ્ટર

તમે તમારા વીડિયોને જોવામાં સરળ બનાવવા માટે વીડિયો ચૅપ્ટરના શીર્ષકો અને ટાઇમસ્ટેમ્પ ઉમેરી શકો છો. તમે તમારા પોતાના વીડિયો ચૅપ્ટર બનાવી શકો છો અથવા 'ઑટોમૅટિક ચૅપ્ટરને મંજૂરી આપો (જ્યારે ઉપલબ્ધ હોય અને યોગ્ય હોય ત્યારે)' ચેકબૉક્સને ચેક કરીને ઑટોમૅટિક રીતે જનરેટ થયેલા ચૅપ્ટરનો ઉપયોગ કરી શકો છો.

દાખલ કરેલા કોઈપણ વીડિયો ચૅપ્ટર ઑટોમૅટિક રીતે જનરેટ થયેલા વીડિયો ચૅપ્ટરને ઓવરરાઇડ કરશે.

વૈશિષ્ટિકૃત જગ્યાઓ વૈશિષ્ટિકૃત જગ્યાઓ (જ્યારે ઉપલબ્ધ હોય અને યોગ્ય હોય ત્યારે) તમારા વીડિયોના વર્ણનમાં કરાઉઝલમાં મુખ્ય જગ્યાઓને હાઇલાઇટ કરવા માટે તમે તમારા વર્ણન, વીડિયોના ટ્રાન્સક્રિપ્ટ અને વીડિયો ફ્રેમમાં પ્રાધાન્ય સાથે હાઇલાઇટ કરેલી નિર્ધારિત જગ્યાનો ઉપયોગ કરે છે. ઑટોમૅટિક વૈશિષ્ટિકૃત જગ્યાઓને નાપસંદ કરવા માટે, 'ઑટોમૅટિક વૈશિષ્ટિકૃત જગ્યાઓને મંજૂરી આપો' ચેકબૉક્સને નાપસંદ કરો. નોંધ: વૈશિષ્ટિકૃત જગ્યાઓ તમારા ડિવાઇસના લોકેશન ડેટાનો ઉપયોગ કરતી નથી અથવા તમારા વીડિયોમાં કઈ જાહેરાતો બતાવવામાં આવે છે તેને અસર કરતી નથી (જો તમે કમાણી કરી રહ્યા હો).
ટૅગ

શોધની ભૂલોને ઠીક કરવામાં સહાય માટે વર્ણનાત્મક કીવર્ડ ઉમેરો

જો તમારા વીડિયોના કન્ટેન્ટમાં સામાન્ય રીતે જોડણીની ભૂલ હોય, તો ટૅગ ઉપયોગી થઈ શકે છે. અન્યથા, ટૅગ તમારા વીડિયોની વિસ્તૃત શોધમાં મામૂલી ભૂમિકા ભજવશે.

ભાષા અને કૅપ્શનનું સર્ટિફિકેટ ઑરિજિનલ વીડિયોની ભાષા અને કૅપ્શનનું સર્ટિફિકેટ પસંદ કરો.
રેકૉર્ડિંગની તારીખ અને લોકેશન વીડિયો રેકોર્ડ કરવામાં આવી હતી તે તારીખ અને જ્યાં તમારા વીડિયોનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું તે લોકેશન દાખલ કરો.
લાઇસન્સ અને ડિસ્ટ્રિબ્યૂશન જો તમારી વીડિયોને કોઈ અલગ વેબસાઇટ પર શામેલ કરી શકાય તો પસંદ કરો. જો તમે તમારા નવા વીડિયો માટે તમારા સબ્સ્ક્રાઇબરને નોટિફિકેશન મોકલવા માગો છો કે નહીં તે સૂચવે છે.
Shorts રિમિક્સ વિશે અન્ય લોકોને તમારા વીડિયોના ઑડિયોનો ઉપયોગ કરીને Shorts બનાવવાની મંજૂરી આપે છે.
કૅટેગરી

કૅટેગરી પસંદ કરો જેથી દર્શકો તમારા વીડિયોને વધુ સરળતાથી શોધી શકે. શિક્ષણ માટે, તમે નીચેના વિકલ્પો પસંદ કરી શકો છો:

  • પ્રકાર: તમારા શિક્ષણના પ્રકાર તરીકે પ્રવૃત્તિ, કલ્પના ઓવરવ્યૂ, કેવી રીતે કરવું, વ્યાખ્યાન, સમસ્યાનો ડેમો, વાસ્તવિક જીવનમાં ઉપયોગ, વિજ્ઞાનના પ્રયોગ, ટિપ અથવા અન્ય પસંદ કરો.
  • સમસ્યા: ટાઇમસ્ટેમ્પ અને તમારા વીડિયોમાં જવાબ આપવામાં આવેલ પ્રશ્ન ઉમેરો. નોંધ: આ વિકલ્પ ફક્ત સમસ્યાના ડેમોના શિક્ષણ પ્રકાર માટે જ ઉપલબ્ધ છે.
  • શૈક્ષણિક સિસ્ટમ:  તમારો વીડિયો સંરેખિત હોય તે દેશ/પ્રદેશ પસંદ કરો. આ તમને લેવલ અને પરીક્ષા, અભ્યાસક્રમ અથવા શૈક્ષણિક સ્ટૅન્ડર્ડને વધુ સ્પષ્ટ કરવાની મંજૂરી આપે છે. નોંધ: તમારી ચૅનલના ડિફૉલ્ટ દેશ/પ્રદેશના આધારે આ ઑટોમૅટિક રીતે પસંદ કરવામાં આવી શકે છે.
  • લેવલ: તમારા વીડિયો માટે લેવલ પસંદ કરો, જેમ કે ગ્રેડ 9 અથવા અદ્યતન.
  • પરીક્ષા, અભ્યાસક્રમ અથવા સ્ટૅન્ડર્ડ: તમારા વીડિયો સાથે સંબંધિત શૈક્ષણિક સ્ટૅન્ડર્ડ, પરીક્ષા અથવા અભ્યાસક્રમ ઉમેરવા માટે અમારા ડેટાબેઝમાં શોધો.
કૉમેન્ટ અને રેટિંગ દર્શકો વીડિયો પર કૉમેન્ટ કરી શકે છે કે નહીં તે પસંદ કરો. દર્શકો તમારી વીડિયો પર કેટલા પસંદ છે તે શોધી શકે છે કે નહીં તે પસંદ કરો.
કમાણી કરવાની પ્રક્રિયા
જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો, તો તમે
જાહેરાત માટેની અનુકૂળતા

જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં છો, તો તમે અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા સામે તમારા વીડિયોને રેટ કરવા માટે જાહેરાત માટેની અનુકૂળતા પેજનો ઉપયોગ કરી શકો છો. આ ક્રિયા અમને કમાણી કરવાની પ્રક્રિયાના નિર્ણયો ઝડપી અને સચોટ રીતે લેવામાં સહાય કરે છે. પોતે કરેલા પ્રમાણીકરણ વિશે વધુ જાણો.

Copyright & Ad-Suitability "Checks" in Upload Flow: Address Issues Before Your Video Goes Public

વીડિયોના એલિમેન્ટ
તમારા ઑડિયન્સને સંબંધિત વીડિયો, વેબસાઇટ અને કૉલ-ટુ-ઍક્શન બતાવવા માટે કાર્ડ અને સમાપ્તિ સ્ક્રીન ઉમેરો.
સબટાઇટલ અને કૅપ્શન તમારા વીડિયોમાં સબટાઇટલ અને કૅપ્શન ઉમેરો અને વધુ ઑડિયન્સ સુધી પહોંચો.
સમાપ્તિ સ્ક્રીન તમારી વીડિયોના અંતમાં વિઝ્યુઅલ એલિમેન્ટ ઉમેરો. સમાપ્તિ સ્ક્રીન ઉમેરવા માટે તમારી વીડિયો 25 સેકન્ડની અથવા વધુ હોવી આવશ્યક છે.
કાર્ડ તમારા વીડિયોમાં ક્રિયાપ્રતિક્રિયાત્મક કન્ટેન્ટ ઉમેરો.
તપાસ

કૉપિરાઇટની સમસ્યાઓ અને જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં છો, તો જાહેરાત માટેની અનુકૂળતા માટે તમારા વીડિયોને સ્ક્રીન કરવા માટે તપાસ પેજનો ઉપયોગ કરો.

આ તપાસ તમને સંભવિત પ્રતિબંધો વિશે જાણવામાં મદદ કરે છે જેથી કરીને તમારો વીડિયો પબ્લિશ થાય તે પહેલાં તમે સમસ્યાઓને ઠીક કરી શકો. તપાસમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તે બૅકગ્રાઉન્ડમાં ચાલે છે, જેથી તમે પછીથી પ્રક્રિયા પર પાછા આવી શકો. તપાસ ચાલી રહી હોય ત્યારે તમે તમારા વીડિયોને પબ્લિશ પણ કરી શકો છો અને પછીથી સમ્સ્યાઓને ઠીક કરી શકો છો.

નોંધ: કૉપિરાઇટ અને જાહેરાત માટેની અનુકૂળતા ચેક કરવાના પરિણામો અંતિમ હોતા નથી. ઉદાહરણ તરીકે, ભાવિ મેન્યુઅલ Content IDના દાવાઓ, કૉપિરાઇટ સ્ટ્રાઇક અને તમારા વીડિયો સેટિંગમાંના ફેરફારો તમારા વીડિયોને અસર કરી શકે છે.

દૃશ્યતા

દૃશ્યતા પેજ પર, તમે તમારી વીડિયો ક્યારે પબ્લિશ કરવા માગો છો અને કોણ તમારો વીડિયો શોધે તે પસંદ કરો. તમે તમારા વીડિયોને ખાનગી રીતે પણ શેર કરી શકો છો.
નોંધ: 13–17 વર્ષની ઉંમરના નિર્માતાઓ માટે વીડિયોનું પ્રાઇવસી સેટિંગ, ડિફૉલ્ટ તરીકે ખાનગી પર સેટ હોય છે. જો તમે 18 વર્ષથી વધુ ઉંમરના હો, તો તમારા વીડિયોનું પ્રાઇવસી સેટિંગ, ડિફૉલ્ટ તરીકે સાર્વજનિક પર સેટ હોય છે. દરેક વ્યક્તિ આ સેટિંગ બદલી શકે છે જેથી તેઓ તેમના વીડિયોને સાર્વજનિક, ખાનગી કે ફક્ત લિંક સાથે દેખાતો વીડિયો બનાવી શકે.
  • સાચવો અથવા પબ્લિશ કરો: તમારો વીડિયો હમણાં પબ્લિશ કરવા માટે, આ વિકલ્પ પસંદ કરો અને તમારા વીડિયોના પ્રાઇવસી સેટિંગ તરીકે ખાનગી, ફક્ત લિંક સાથે દેખાતો અથવા સાર્વજનિક પસંદ કરો. જો તમે તમારો વીડિયો સાર્વજનિક બનાવવાનું પસંદ કરો, તો તમે તમારા વીડિયોને કોઈ ઝટપટ પ્રીમિયર તરીકે પણ સેટ કરી શકો છો.
    • નોંધ:
      • એકવાર SD પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, તે પછી તમારો વીડિયો પબ્લિશ કરી શકાય છે.
      • 13-17 વર્ષની ઉંમરના નિર્માતાઓ માટે, "આગલા અપલોડ માટે આ સેટિંગ યાદ રાખો" બૉક્સ પર ચેક માર્ક કરીને તમે આગલી વખત માટે તમારા દૃશ્યતા સેટિંગ સાચવી શકો છો.
  • શેડ્યૂલ: તમારા વીડિયોને પછીથી પબ્લિશ કરવા માટે, આ વિકલ્પ પસંદ કરો અને તમારા વીડિયોને પબ્લિશ કરવાની તારીખ પસંદ કરો. તે તારીખ સુધી તમારી વીડિયો ખાનગી રહેશે. તમે તમારા વીડિયોને પ્રીમિયર તરીકે પણ સેટ કરી શકો છો.
તમારા ફેરફારોનું પ્રીવ્યૂ કરો અને તેઓ YouTube પૉલિસીનું પાલન કરે છે તેની ખાતરી કરો, પછી સાચવો પર ક્લિક કરો.
નોંધ: જો તમારા એકાઉન્ટને સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક મળી હોય, તો દંડની અવધિ દરમિયાન શેડ્યૂલ કરેલો તમારો વીડિયો પબ્લિશ કરવામાં આવશે નહીં. દંડની અવધિ દરમિયાન તમારો વીડિયો 'ખાનગી' પર સેટ કરવામાં આવે છે અને જ્યારે થોભાવવાની અવધિ સમાપ્ત થાય, ત્યારે તમારે તેને ફરીથી શેડ્યૂલ કરવો જરૂરી રહે છે. સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક વિશેની મૂળભૂત બાબતો વિશે વધુ જાણો.
નિર્માતાઓ માટે વીડિયો અપલોડ કરવા માટેની ટિપ મેળવો.

વીડિયો અપલોડ કરવાની રીત જુઓ

YouTube Studio વડે વીડિયો અપલોડ કરવાની રીત

વીડિયો અપલોડ કરવા વિશે વધુ જાણો

તમે દરરોજ કેટલા વીડિયો અપલોડ કરી શકો છો

ડેસ્કટૉપ, મોબાઇલ અને YouTube API પરથી ચૅનલ દરરોજ કેટલા વીડિયો અપલોડ કરી શકે છે તેની સંખ્યા મર્યાદિત છે. તમારી દૈનિક મર્યાદા વધારવા માટે આ લેખ જુઓ.

ઑડિયો ફાઇલ અપલોડ કરો

તમે YouTube વીડિયો બનાવવા માટે ઑડિયો ફાઇલ અપલોડ કરી શકતા નથી. YouTube પર અપલોડ કરી શકાય તેવા કન્ટેન્ટ માટે અહીં સપોર્ટ કરવામાં આવતા ફાઇલના ફૉર્મેટની સૂચિ છે.

YouTube પર તમારું કન્ટેન્ટ ઉમેરવા માટે, તમારી ઑડિયો ફાઇલને એક છબી ઉમેરીને વીડિયો ફાઇલમાં બદલવાનો પ્રયાસ કરો. YouTube પાસે ઑડિયો ફાઇલ અપલોડ કરવા માટે કોઈ ટૂલ નથી, પરંતુ તમે અન્ય વીડિયોમાં ફેરફાર કરનારા સૉફ્ટવેરને અજમાવી શકો છો.

"અપલોડ કરો" અને "પબ્લિશ કરો" વચ્ચેનો તફાવત જાણો

જ્યારે તમે વીડિયો અપલોડ કરો છો, ત્યારે વીડિયો ફાઇલને YouTube પર આયાત કરવામાં આવે છે.
જ્યારે તમે વીડિયો પબ્લિશ કરો છો, ત્યારે વીડિયો કોઈપણને જોવા માટે ઉપલબ્ધ કરવામાં આવે છે.

વર્ટિકલ વીડિયો અપલોડ કરો

જ્યારે તમે તમારા વીડિયોને અપલોડ અને પબ્લિશ કરો છો, ત્યારે YouTube કન્ટેન્ટને ડિસ્પ્લે કરવાની શ્રેષ્ઠ રીત શોધી કાઢશે. શ્રેષ્ઠ અનુભવ માટે, તમારા વર્ટિકલ વીડિયોની બાજુઓમાં કાળા પટ્ટા ઉમેરશો નહીં. વીડિયો વર્ટિકલ, સ્કવેર કે આડો, જે રીતે પણ હોય તે સ્ક્રીન પર ફિટ થાય તે રીતે આવે છે.

તમારા વીડિયોની અપલોડ કર્યાની તારીખ અને પબ્લિશ કર્યાની તારીખ શા માટે અલગ હોય છે, તે જાણો

  • અપલોડની તારીખ: તમે તમારો વીડિયો અપલોડ કર્યો તે તારીખ. તમારા કન્ટેન્ટ પેજ પર તમારા ખાનગી અથવા ફક્ત લિંક સાથે દેખાતા વીડિયોની બાજુમાં દેખાય છે.
  • પબ્લિશની તારીખ: તમારો વીડિયો સાર્વજનિક બન્યો તે તારીખ. તમારા લાઇવ વીડિયોની નીચે દેખાય છે અને તે પેસિફિક સ્ટૅન્ડર્ડ ટાઇમ (PST) પર સેટ હોય છે.

જો તમે તમારો વીડિયો ખાનગી અથવા ફક્ત લિંક સાથે દેખાવવું તરીકે અપલોડ કર્યો હોય અને તેને પછીથી સાર્વજનિક કર્યો હોય તો આ બે તારીખો અલગ હોઈ શકે છે.

ટિપ: તમે વિશિષ્ટ સમયે તમારો વીડિયો પબ્લિશ કરવા માટે શેડ્યૂલ કરી શકો છો.

સંબંધિત લિંક

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9240498133647870956
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false