નિર્માતા માટે અપડેટ

નિર્માતા માટેની નવીનતમ અપડેટ અંગે અપ ટૂ ડેટ રહેવા માટે, આ લેખનો ઉપયોગ કરો. અન્ય વિષયો માટે, આ લેખો જુઓ:

નવીનતમ અપડેટ

છેલ્લા 2 અઠવાડિયાના અપડેટ

YouTube Studio
  • ફેરફાર કરેલા કન્ટેન્ટનું સેટિંગ: 18 માર્ચ, 2024થી વૈશ્વિક સ્તરે તમારે અપલોડ ફ્લોમાં એ સ્પષ્ટતા કરવી જરૂરી રહેશે કે તમે અપલોડ કરી રહ્યાં છો તે કન્ટેન્ટ અર્થપૂર્ણ રીતે ફેરફાર કરવામાં આવેલું અથવા કૃત્રિમ રીતે જનરેટ કરવામાં આવ્યું છે કે નહીં. સૌથી પહેલા આ ટૂલ કમ્પ્યૂટર પર YouTube Studioમા ઉપલબ્ધ થશે અને પછી તેને મોબાઇલ પર વીડિયોની રચના માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુ જાણો.
  • "સમુદાયની લોકપ્રિય ક્લિપનો વિભાગ: તમે તમારી ચૅનલના હોમ ટૅબ પર તમારા વીડિયોની લોકપ્રિય ક્લિપ બતાવી શકો છો. આ ક્લિપ કદાચ તમારા અથવા તમારા સમુદાય દ્વારા બનાવવામાં આવી હોઈ શકે છે. એકવાર તમારા હોમ ટૅબમાં ઉમેરવામાં આવે, પછી ક્લિપને સાર્વજનિક રીતે જોઈ શકાય છે અને લોકપ્રિયતા તથા તેને તાજેતરમાં ક્યારે બનાવવામાં આવી હતી એ સમય મુજબ ગોઠવવામાં આવે છે. વધુ જાણો.
  • Studio મોબાઇલમાં અપલોડ કરો: તમે હવે તમારા મોબાઇલ ડિવાઇસ પર સીધા YouTube Studioમાં વીડિયો અને Shorts અપલોડ કરી શકો છો અને તેનું કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ સેટ કરી શકો છો. YouTube Studioનો ઉપયોગ કરીને વીડિયો અને Shorts અપલોડ કરવાની રીત વિશે જાણો. 
  • કૉમેન્ટ થોભાવો: તમે કૉમેન્ટ સેટિંગ હેઠળ 'થોભાવો' સુવિધાનો ઉપયોગ કરીને નવી કૉમેન્ટને પબ્લિશ થવાથી રોકી શકો છો, પરંતુ હાલની કૉમેન્ટને જાળવી રાખી શકો છો. કૉમેન્ટ થોભાવવાની રીત વિશે વધુ જાણો.
YouTube Analytics
  • વર્ટિકલ લાઇવ માટે ટ્રાફિક: ટ્રાફિક સૉર્સ વડે દર્શકો વર્ટિકલ લાઇવ કેવી રીતે શોધે છે, તેના વિશે વધુ માહિતી મેળવો. તમે તમારા પબ્લિશ થયેલા વર્ટિકલ લાઇવનું પ્લેબૅક લોકેશન અને તમારા દર્શકોના સૉર્સ વર્ટિકલ લાઇવ ફીડના ટ્રાફિક સૉર્સ વિભાગમાં શોધી શકો છો.
YouTube Shorts
  • ડ્રીમ ટ્રૅક: Shortsમાં ડ્રીમ ટ્રૅક, ગીત બનાવવા માટેનું એવું પ્રાયોગિક ટૂલ છે, જે નિર્માતાઓને આ પ્રયોગમાં સહભાગી થનારા કલાકારોના વૉઇસ વડે 30-સેકન્ડનો અનોખો સાઉન્ડટ્રૅક બનાવવાની મંજૂરી આપે છે. Shorts પર નિર્માતાઓને કલાકારો સાથે મળીને સર્જનાત્મક વીડિયો બનાવવાની અને તેમની સાથે જોડાયેલા રહેવાની નવી રીતો પ્રદાન કરવા માટે આ ટૂલ, મ્યુઝિક ઉદ્યોગના અમારા પાર્ટનર તેમજ Google DeepMind અને YouTubeના સૌથી વધુ સર્જનાત્મકતા ધરાવતા સંશોધકોની કુશળતાને એક સાથે લાવે છે. આ સુવિધા અત્યારે માત્ર યુનાઇટેડ સ્ટેટ્સના નિર્માતાઓના મર્યાદિત સેટ તથા અમુક ચોક્કસ મોબાઇલ ડિવાઇસ માટે જ ઉપલબ્ધ છે. અમે આશા કરીએ છીએ કે આ પ્રયોગ વિશે મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને અમે આગળ એવી બહેતર પ્રોડક્ટ બનાવી શકીએ જેનો લાભ કલાકારો અને નિર્માતાઓ બન્નેને મળી રહે. વિશ્વભરના ઑડિયન્સ કોઈપણ સાઉન્ડટ્રૅકનો ઉપયોગ સીધે સીધો કરીને, તેને પોતાના Shortsમાં રિમિક્સ કરી શકે છે.

અન્ય અપડેટ

YouTube નિર્માતાની ચૅનલ તરફથી માસિક રાઉન્ડઅપ

YouTube Creatorsનું માસિક રાઉન્ડઅપ

 

અગાઉના અપડેટ

છેલ્લા 6 મહિનાની અપડેટ

નવેમ્બર 2023

YouTube Music
  • RSS ફીડનો ઉપયોગ કરીને પૉડકાસ્ટ ડિલિવર કરો: જો તમે ઑડિયો-ફર્સ્ટ પૉડકાસ્ટના નિર્માતા હો, તો તમે YouTube પર તમારા પૉડકાસ્ટ અપલોડ કરવા માટે YouTube Studioના RSS ઇન્જેશન ટૂલનો ઉપયોગ કરી શકો છો. YouTube પર RSS ફીડ વિશે જાણો અને તમારું ફીડ કનેક્ટ કરો.

YouTube Analytics

  • કન્ટેન્ટના પ્રકાર અનુસાર મેટ્રિક: તમે હવે કન્ટેન્ટના પ્રકાર અનુસાર નવા અને પાછા આવનારા દર્શકોના વિશ્લેષણો જોઈ શકો છો જેથી તેઓ તમારી ચૅનલ પર કયા પ્રકાર(પ્રકારો)ના કન્ટેન્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તે જાણી શકાય. વધુ જાણો.
YouTube Studio
  • "તમારા માટે" વિભાગ: તમારી ચૅનલના હોમ ટૅબ પરનો "તમારા માટે" વિભાગ, તમને વ્યક્તિગત દર્શકો માટે મનગમતું બનાવેલું તમારી ચૅનલમાંનું મિક્સ કન્ટેન્ટ શેર કરવાની સુવિધા આપે છે. 8 નવેમ્બર, 2023ના રોજથી તમે તમારી ચૅનલ પર "તમારા માટે" વિભાગ બનાવવાનું શરૂ કરી શકો છો. 20 નવેમ્બર, 2023ના રોજથી તમારા ઑડિયન્સ તેને જોઈ શકશે. વધુ જાણો.
  • Studio ઍપમાં નવી ચુકવણીની માહિતી: અમે નવું બીટા વર્ઝન રજૂ કરી રહ્યાં છીએ જે ચુકવણીની વિગતોને YouTube Studio મોબાઇલ ઍપના Earn ટૅબ પર લાવે છે. યોગ્યતા ધરાવતા નિર્માતાઓ આગલી ચુકવણી તરફની તેમની પ્રગતિ અને તેમનો ચુકવણી ઇતિહાસ જોઈ શકે છે. અમારી ચર્ચામંચની પોસ્ટમાં બીટા વિશે વધુ જાણો.
  • YouTube ચૅનલનું સરળ બનાવેલું હોમ ટૅબ: YouTube ચૅનલનું અપડેટ કરેલું હોમ ટૅબ, ખાલી ટૅબને છુપાવે છે અને સરળ બનાવેલા વપરાશકર્તા અનુભવ માટે "વિશે" અને "ચૅનલ" ટૅબ કાઢી નાખે છે. આ ટૅબ પર અગાઉ ઉપલબ્ધ માહિતી, તમારી ચૅનલ પર અન્ય જગ્યાઓએ ઉપલબ્ધ છે. તમે તમારી ચૅનલનું વર્ણન ચૅનલ હેડરમાં અને હોમ ટૅબ પરની વૈશિષ્ટિકૃત કોઈપણ ચૅનલ પર જોઈ શકો છો.
  • તમારી ચૅનલ પર Showcase લિંક: ચૅનલના હોમ ટૅબ પર નિર્માતાની લિંક હવે "સબ્સ્ક્રાઇબ કરો" બટનની નજીક ચૅનલના પ્રોફાઇલ હેડર પર સ્પષ્ટપણે બતાવવામાં આવે છે. નિર્માતાઓ હવે બૅનરમાં લિંક બતાવી શકશે નહીં.
  • તમારું કલાકાર Recap જુઓ: તમારા કલાકાર Recapનો ઉપયોગ કરીને આખા વર્ષ દરમિયાન પાર કરેલા માઇલસ્ટોનની ઉજવણી કરો અને YouTube પર ચાહકો તમારા મ્યુઝિક સાથે કેવી રીતે જોડાય છે તે જાણો. પછી, કસ્ટમ ડેટા કાર્ડનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર તમારી સિદ્ધિઓ શેર કરો. તમારા કલાકાર Recap વિશે વધુ જાણો.

ઑક્ટોબર 2023

કમાણી કરવાની પ્રક્રિયા

  • YouTube માટે 'Google પર ખરીદો' સુવિધા બંધ થઈ રહી છે: 26મી ઑક્ટોબર, 2023ના રોજથી, YouTube પરની ઍપમાંથી ચેકઆઉટની સુવિધા, YouTube માટે 'Google પર ખરીદો' સુવિધા હવેથી યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉપલબ્ધ રહેશે નહીં. જોકે 25મી ઑક્ટોબર, 2023ના રોજ કે તે પહેલાં કરવામાં આવેલા કોઈપણ ઑર્ડર પૂર્ણ કરવામાં આવશે. અમે નજીકના ભવિષ્યમાં અમારા છૂટક વેપારીઓ, નિર્માતાઓ અને દર્શકોને ઑનસાઇટ ચેકઆઉટના સહાયરૂપ અનુભવો આપી રહ્યાંની ખાતરી કરવા માટે અન્ય રીતોને પ્રાધાન્યતા આપીશું.

સપ્ટેમ્બર 2023

YouTube Studio
  • YouTube Studioમાંની ક્લિપ: YouTube Studioમાં નિર્માતાઓ હવે ક્લિપ જોઈ શકે છે, તેને મેનેજ અને શેર પણ કરી શકે છે. વધુ જાણો.

ઑગસ્ટ 2023

અન્ય અપડેટ

  • YouTube પર લિંકને લગતા ફેરફાર: સ્પામ અને સ્કૅમના પ્રયાસો ઘટાડવા માટે, YouTube Shortsની કૉમેન્ટ અને Shortsના વર્ણનોમાંની લિંક પર 31 ઑગસ્ટ, 2023ના રોજથી ક્લિક કરી શકાશે નહીં–આ ફેરફાર તબક્કાવાર સાર્વજનિક રીતે રિલીઝ કરવામાં આવશે. અમે 10 ઑગસ્ટ 2023ના રોજથી બૅનરની લિંક પણ કાઢી નાખી રહ્યાં છીએ અને તમારી ચૅનલના પેજ પર મહત્ત્વપૂર્ણ લિંક દર્શાવવાની નવી રીત રજૂ કરી રહ્યાં છીએ. તમે 10 ઑગસ્ટના રોજથી ચૅનલની પ્રોફાઇલની લિંક બનાવવાનું શરૂ કરી શકો છો અને 23 ઑગસ્ટના રોજથી તમારા ઑડિયન્સ તેને જોઈ શકશે. આ ફેરફાર વિશે વધુ જાણો.
  • YouTube પર નવી વિગતવાર સુવિધા: 17 ઑગસ્ટ, 2023ના રોજથી, તમે તમારી ચૅનલ પરના કોઈ વીડિયોની લિંક શામેલ કરવા માટે તમારા Shortsમાં ફેરફાર કરી શકો છો. દર્શકોને તમારા Shorts પરથી YouTubeના તમારા અન્ય કન્ટેન્ટ પર લઈ જવામાં સહાય કરવા માટે આ લિંક Shorts પ્લેયરમાં દેખાશે. વધુ જાણો.

જુલાઈ 2023

YouTube Studio
  • ચૅનલની પરવાનગીઓનું વિસ્તરણ: પરવાનગી ધરાવતા વપરાશકર્તાઓ YouTube Studio ઉપરાંત YouTube પર સીધા તમારી ચૅનલ માટે પગલાં લઈ શકે છે. હવે, મેનેજર અથવા એડિટર ઍક્સેસ ધરાવતા નિયુક્ત થયેલા વપરાશકર્તાઓ માલિક તરીકે Short બનાવી શકે, પોસ્ટ ઉમેરી શકે, પ્લેલિસ્ટ મેનેજ કરી શકે અથવા કોઈપણ YouTube વીડિયો પર કૉમેન્ટ કરી શકે છે. વધુ જાણો.

જૂન 2023

કમાણી કરવાની પ્રક્રિયા
  • YouTube Shopping આનુષંગિક પ્રોગ્રામ હવે યોગ્યતા ધરાવતા યુએસના બધા નિર્માતાઓ માટે ઉપલબ્ધ છે: 13 જૂન, 2023ના રોજથી, YouTube Shopping આનુષંગિક પ્રોગ્રામ હવે યુએસમાં યોગ્યતાના માપદંડની પૂર્તિ કરતા બધા નિર્માતાઓ માટે ઉપલબ્ધ છે. બૅકગ્રાઉન્ડ માટે, YouTube Shopping આનુષંગિક પ્રોગ્રામ નિર્માતાઓને લોકપ્રિય બ્રાંડ અને છૂટક વેપારીઓના તેમના વીડિયોમાં બતાવવામાં આવેલી પ્રોડક્ટને ટૅગ કરવાની મંજૂરી આપે છે. વધુ જાણો.
YouTube Analytics
YouTube Analyticsમાં નવું 'વિવિધ ફૉર્મેટ પરના દર્શકો' કાર્ડ: YouTube Analyticsમાં કન્ટેન્ટ ટૅબમાં, તમારા પાછા આવનારા દર્શકોમાંથી કોઈ એકથી વધુ ફૉર્મેટ જુએ છે કે કેમ અને કેટલા જુએ છે તે તેમજ ઓવરલેપ કેટલો મોટો છે તે તમે હવે જોઈ શકો છો. આ વીડિયો, Shorts અને લાઇવ માટે ઉપલબ્ધ છે. વધુ જાણો.
Studioમાં નવા ખરીદી આનુષંગિક મેટ્રિક: કમ્પ્યૂટર અથવા મોબાઇલ ડિવાઇસના આવક ટૅબ અંતર્ગત, તમને હવે "આનુષંગિક" ટૅબ હેઠળ વધુ ખરીદી આનુષંગિક ડેટા મળી શકે છે. આ નવા મેટ્રિક તમારી અંદાજીત આવક, કુલ વેચાણ, ઑર્ડરની સંખ્યા અને એકંદર પ્રોડક્ટ પર્ફોર્મન્સ અંગે જાણકારી આપશે. વધુ જાણો.

મે 2023

કમાણી કરવાની પ્રક્રિયા
  • તમારા Spring સ્ટોરમાંની પ્રોડક્ટ પર 25%ની છૂટ: અમે તમારા Spring સ્ટોરમાંની કોઈપણ પ્રોડક્ટ પર 25%ની છૂટ આપી રહ્યાં છીએ. આ પ્રમોશન ‘વહેલો તે પહેલો’ના ધોરણે છે અને માત્ર મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે. આ પ્રમોશનનો લાભ લેવા માટે, તમારો કોડ મેળવો અને ચાહકો સાથે પ્રોમો શેર કરવા માટે કન્ટેન્ટમાં તમારી પ્રોડક્ટને ટૅગ કરવાનું શરૂ કરો.

  • સમાપ્તિ સ્ક્રીન પર વ્યાપારી સામાન બતાવવાની સુવિધા બંધ થઈ રહી છે: YouTube પર, અમે એ ખાતરી કરવા માગીએ છીએ કે તમે એવી સુવિધાઓનો ઉપયોગ કરો કે જે તમારી પ્રોડક્ટના એંગેજમેન્ટમાં વધારો કરે, જેથી તમારા વ્યવસાયની વૃદ્ધિ થઈ શકે. નિર્માતાઓ અને દર્શકોના શૉપિંગના અનુભવને બહેતર બનાવવાનું ચાલુ રાખવા માટે, સમાપ્તિ સ્ક્રીનને હવેથી સપોર્ટ આપવામાં આવશે નહીં. તમારી પ્રોડક્ટ સાથે એંગેજમેન્ટ મેળવવા માટે, તેનું મહત્ત્વ બતાવતું હોય તેવું કન્ટેન્ટ બનાવો અને બતાવેલી પ્રોડક્ટને ટૅગ કરો કે જેથી કરીને તમારા ઑડિયન્સ તેની ખરીદી કરી શકે.

YouTube Analytics
  • YouTube Analyticsમાં આવકના નવા બ્રેકડાઉન: જોવાના પેજની જાહેરાતો, Shorts ફીડ પરની જાહેરાતો, મેમ્બરશિપ, Supers, કનેક્ટ કરેલા સ્ટોર અને Shopping આનુષંગિકો મુજબ વિભાજિત તમારી આવક જોવા માટે, તમે હવે YouTube Analyticsમાં આવકના ટૅબ પર જઈ શકો છો. વધુ જાણો.

  • YouTube Studioમાં તમારા દર્શકો દ્વારા જોવામાં આવતા રિપોર્ટના નવા ફૉર્મેટ: ઑડિયન્સ ટૅબમાં, તમે હવે છેલ્લા 28 દિવસમાં અન્ય ચૅનલ પર તમારા ઑડિયન્સ દ્વારા કયા ફૉર્મેટ (વીડિયો, Shorts અને લાઇવ) સૌથી વધુ પ્રમાણમાં જોવામાં આવ્યા, તે બતાવતો કોઈ રિપોર્ટ જોઈ શકો છો. આ ડેટા તમારા કન્ટેન્ટની વ્યૂહરચનાની જાણકારી આપવામાં સહાય કરી શકે છે. વધુ જાણો.

અન્ય અપડેટ
  • 26 જૂનના રોજથી સ્ટોરી હવે ઉપલબ્ધ રહેશે નહીં: S26મી જૂનના રોજથી, સ્ટોરી હવે ઉપલબ્ધ રહેશે નહીં અને 26મી જૂનના રોજે તમે પોસ્ટ કરેલી કોઈપણ સ્ટોરીની સમયસીમા મૂળ રીતે શેર કરવામાં આવી હોય તેના 7 દિવસ પછી સમાપ્ત થઈ જશે. તમને વધુ સફળ થવામાં અને તમારા સમુદાયને વધારવામાં સહાય કરવા માટે, YouTube અન્ય મુખ્ય સુવિધાઓને પ્રાધાન્યતા આપશે. સ્ટોરીમાંથી મેળવેલા વ્યૂ YouTube Analyticsમાં હજી પણ બતાવવામાં આવશે. વધુ જાણો.

એપ્રિલ 2023

YouTube Music લાઇવ સ્ટ્રીમિંગ
  • iPhones અને iPads પર લાઇવ ચૅટમાં ઉપલબ્ધ પ્રતિક્રિયાઓ: દર્શકો iPhone અથવા iPad પર લાઇવ સ્ટ્રીમ જોતા હોય ત્યારે તેઓ કેવો અનુભવ કરી રહ્યાં છે, તેને અનુરૂપ પ્રતિક્રિયા પર ટૅપ કરીને પળભરમાં પ્રતિસાદ આપી શકે છે. વધુ જાણો.
YouTube Shorts
  • ક્લિપનું રિમિક્સ: તમે હવે Shortsમાં ક્લિપને રિમિક્સ કરી શકો છો. રિમિક્સ કરેલા કન્ટેન્ટ વડે Shorts બનાવવા વિશે જાણવા માટે, અહીં ક્લિક કરો.

માર્ચ 2023

YouTube Studio
  • YouTube Studio ઍપમાં ચૅનલની પરવાનગીઓ ઉપલબ્ધ છે: તમે હવે YouTube Studio ઍપમાં ચૅનલની પરવાનગીઓ મારફતે તમારી નિયુક્તિઓ મેનેજ કરી શકો છે. નિયુક્ત થયેલા લોકો હવે કોઈ કમ્પ્યૂટર પર Studioમાં, Studioની ઍપમાં અથવા YouTube ઍપમાં પગલાં લઈ શકે છે. વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5646575546234495913
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false