YouTube પર NFL Sunday Ticket જોવી

YouTube Primetime ચૅનલ પર NFL Sunday Ticket તમારા માટે તમારા વિસ્તારમાં સ્થાનિક બ્રોડકાસ્ટ પર ઉપલબ્ધ ન થતી રવિવારની બપોરની નિયમિત સીઝનની NFL ગેમ લાવે છે, જેના માટે તમારે YouTube TVના બેઝ પ્લાનનું સબ્સ્ક્રિપ્શન ખરીદવું જરૂરી નથી. YouTube પર NFL Sunday Ticket મેળવવાની રીત વિશે વધુ જાણો.

YouTube પર NFL Sunday Ticket ગેમ જુઓ - માત્ર યુએસ માટે જ છે

NFL Sunday Ticket Primetime ચૅનલ વડે, તમે તમારા બ્રોડકાસ્ટ વિસ્તારની બહાર ઉપલબ્ધ હોય એવી રવિવાર બપોરની નિયમિત સીઝનની ગેમ જોઈ શકો છો, જે તમારા સ્થાનિક વિસ્તારમાં ઉપલબ્ધ ન હોય એવી ચૅનલ પર CBS અને FOX પર બતાવવામાં આવે છે. YouTube પર NFL Sunday Ticketમાં NBC પર બતાવવામાં આવતી Sunday Night Football, ESPN પર બતાવવામાં આવતી Monday Night Football, પસંદગીની માત્ર ડિજિટલ ગેમ અને આંતરરાષ્ટ્રીય ગેમ અને સીઝન પહેલાં અને સીઝન પછીની ગેમ શામેલ હોતી નથી. નિયમિત સીઝનની ગેમનું સ્ટ્રીમિંગ 10 સપ્ટેમ્બર, રવિવારે શરૂ થાય છે.

આ લેખમાં તમે ગેમ ક્યાં શોધવી, તેને તમારા સ્માર્ટ ટીવી પર કેવી રીતે સ્ટ્રીમ કરવી તેમજ કેવી રીતે રેકોર્ડ કરવી વગેરે વિશે જાણી શકો છો.

તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર NFL Sunday Ticket જોવી

તમે તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર NFL Sunday Ticket જુઓ તે પહેલાં ખાતરી કરો કે: 

તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર જોવાનું શરૂ કરવા માટે:

  1. YouTube ઍપ ખોલો અને પછી તમે NFL Sunday Ticket ખરીદવા માટે ઉપયોગ કર્યો હોય તે એકાઉન્ટ વડે સાઇન ઇન કરો. તમારા ટીવી પર YouTube ઍપ ડાઉનલોડ કરવા અને તેમાં સાઇન ઇન કરવાની રીત વિશે જાણો.
  2. તમારા વિસ્તારમાં ઉપલબ્ધ લાઇવ અને આગામી NFL ગેમ તમારા હોમ  ટૅબ પર અને NFL ચૅનલના પેજ પર દેખાશે. તમે શોધ બારમાં “NFL” દાખલ કરીને NFL ચૅનલનું પેજ શોધી શકો છો.
    1. જો ગેમ લાઇવ હોય, તો ગેમ જોવાનું શરૂ કરવા માટે ગેમ પસંદ કરો.
    2. જો ગેમ પછીથી રમવાનું શેડ્યૂલ કરાયું હોય, તો ગેમ લાઇવ થાય ત્યારે તમારા ફોન પર અલર્ટ મેળવવા માટે, ગેમ પસંદ કરો અને પછી મને નોટિફિકેશન આપો પસંદ કરો.
NFL Sunday Ticket જોવા માટે તમારો પ્લેબૅક એરિયા કન્ફર્મ કરવો
 
ગેમ જોતી વખતે તમને તમારો પ્લેબૅક એરિયા કન્ફર્મ કરવાનું કહેવામાં આવી શકે છે. આમ કરવા માટે, તમારે એ ખાતરી કરવી આવશ્યક છે કે ચકાસણી કરવા માટે તમે ઉપયોગમાં લેવા માગતા હોય તે મોબાઇલ ડિવાઇસ અને મોબાઇલ વેબ બ્રાઉઝરમાં લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરેલી છે. તમારા મોબાઇલ ડિવાઇસ પર લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવાની રીત વિશે જાણો.

તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર ગેમનું નિયંત્રણ કરવું

ગેમનું નિયંત્રણ કરવા માટે તમારા ડિવાઇસના રિમોટનો ઉપયોગ કરો:

  • થોભાવવા માટે, પસંદ કરો દબાવો.
  • રિવાઇન્ડ કરવા માટે, ડિરેક્શનલ પેડ પર ડાબી બાજુએ દબાવો. તમે માત્ર તે પૉઇન્ટ પર જ રિવાઇન્ડ કરી શકો છો જ્યાંથી તમે જોવાનું શરૂ કર્યું છે. જો તમે ગેમ વચ્ચે સ્વિચ કરતા હો, તો તમે જે પૉઇન્ટ પર રિવાઇન્ડ કરી શકો તે રીસેટ થશે.
  • ફાસ્ટ ફૉરવર્ડ કરવા માટે, ડિરેક્શનલ પેડ પર જમણી બાજુએ દબાવો. ફાસ્ટ ફૉરવર્ડ માત્ર લાઇવ પ્રોગ્રામિંગ જોવા માટે, DVR દ્વારા રેકોર્ડ કરાયેલી ગેમ પર (YouTube TV ઍપ પર ઉપલબ્ધ છે) અને અગાઉ પ્રસારિત માગ પર જ ઉપલબ્ધ છે.

એકવારમાં એકથી વધુ NFL ગેમ જોવી

Attention: NFL Sunday Ticket subscribers without NFL RedZone.
 
If you purchased NFL Sunday Ticket without NFL RedZone, you may still see multiview options that include NFL RedZone. Choosing these multiviews won't work without an NFL RedZone subscription.

મલ્ટિવ્યૂ વડે તમે સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર એક જ સમયે વધુમાં વધુ ચાર NFL ગેમ જોઈ શકો છો. તમે YouTube પર ગેમ શરૂ કરશો તે પહેલાં તમને લગભગ 20 મિનિટ સુધી મલ્ટિવ્યૂના વિકલ્પો દેખાશે.

ગેમના પસંદગીના સંયોજન માટે મલ્ટિવ્યૂ શોધવાની સૌથી વધુ ઝડપી રીત એ છે કે:

  1. તમારી મનપસંદ ટીમની ગેમમાંથી કોઈ એક ગેમ જોવાનું શરૂ કરો.
  2. જ્યાં સુધી તમને મલ્ટિવ્યૂના સંયોજનો ન દેખાય ત્યાં સુધી તમારા રિમોટનું બટન દબાવી રાખો.
  3. તમારી પસંદગીનું ગેમ સંયોજન પસંદ કરો.

જ્યારે તમે લાઇવ ગેમ જોઈ રહ્યાં હો, ત્યારે મલ્ટિવ્યૂ તમને હોમ  ટૅબ પર, NFL ચૅનલના પેજ પર અને આગળ શું જોવું તેના સુઝાવો તરીકે જોવા મળી શકે છે. YouTube પર મલ્ટિવ્યૂ વિશે વધુ જાણો.

NFL ગેમ રેકોર્ડ કરવી

તમને YouTube પર NFL Sunday Ticket સાથે અમર્યાદિત ડિજિટલ વીડિયો રેકોર્ડિંગ (DVR) સ્ટોરેજ મળે છે. પણ ગેમ રેકોર્ડ કરવા અને તમારા રેકોર્ડિંગ જોવા માટે, તમારે YouTube TV ઍપ પર જવું જરૂરી છે. DVR YouTube TV મારફતે NFL Sunday Ticket Primetime ચૅનલના સબ્સ્ક્રાઇબર માટે ઉપલબ્ધ થાય છે, તેના માટે YouTube TVના માસિક બેઝ પ્લાન સબ્સ્ક્રિપ્શનની પણ જરૂર નથી.

તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર શરૂ કરવાની રીત અહીં આપી છે:

  1. YouTube TV ઍપ ખોલો અને પછી તમે NFL Sunday Ticket ખરીદવા માટે જેનો ઉપયોગ કર્યો હોય તે Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરો. તમારા ટીવી પર YouTube TV ઍપ ડાઉનલોડ કરવા અને તેમાં સાઇન ઇન કરવાની રીત વિશે જાણો.
  2. તમારા ઘરનું લોકેશન સેટ કરો:
    1. તમારા કમ્પ્યૂટર અથવા મોબાઇલ બ્રાઉઝર પર, tv.youtube.com પર જાઓ અને પછી સાઇન ઇન કરો પસંદ કરો.
    2. એકવાર તમે સાઇન ઇન કરી લો, તે પછી "YouTube TVમાં સ્વાગત છે" પેજ પર હમણાં નહીં પસંદ કરો અને પછી જો પ્રૉમ્પ્ટ આપવામાં આવે તો તમારો પિન કોડ દાખલ કરો.
  3. એકવાર તમે તમારા કમ્પ્યૂટર અથવા મોબાઇલ ડિવાઇસ પર સાઇન ઇન કરી લો અને તમારા લોકેશનની ચકાસણી કરી લો, તે પછી તમે તમારી YouTube TV લાઇબ્રેરીમાં તમે ટીમ અને NFL ઉમેરી શકો છો. તમારી લાઇબ્રેરીમાં NFL ઉમેરવાથી તમારા માટે ઉપલબ્ધ હોય એવી NFL ગેમના વર્તમાન અને ભાવિ પ્રસારણોને NFL Sunday Ticket Primetime ચૅનલ મારફતે રેકોર્ડ કરવામાં આવશે. YouTube TV પર રેકોર્ડ કરવાની રીત વિશે વધુ જાણો.

રેકોર્ડિંગને ઑટોમૅટિક રીતે તમારી YouTube TV લાઇબ્રેરીમાં ઉમેરવામાં આવશે, જેથી તમે તેને તમારા ટીવી, મોબાઇલ ડિવાઇસ પર YouTube TV ઍપ પર અથવા કમ્પ્યૂટરમાંથી tv.youtube.com પર જોઈ શકશો. રેકોર્ડિંગને તમારા ડિવાઇસ પર સ્ટોર કરવામાં આવતા નથી, તેથી તે ડિવાઇસની મેમરી વાપરશે નહીં, પણ તે જોવા માટે તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.

તમારા મોબાઇલ ડિવાઇસ પર NFL ગેમ ડાઉનલોડ કરો

તમારા મોબાઇલ ડિવાઇસ પર રેકોર્ડિંગ ઑફલાઇન જોવા માટે, તમે તેને YouTube TV ઍપમાં ડાઉનલોડ કરી શકો છો:

  1. YouTube TV ઍપ ખોલો અને પછી તમે NFL Sunday Ticket ખરીદવા માટે જેનો ઉપયોગ કર્યો હોય તે Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.
  2. તમારી લાઇબ્રેરી પર જાઓ.
  3. તમે ડાઉનલોડ કરવા માગતા હો તે ગેમ શોધો અને પછી ડાઉનલોડ કરો પર ટૅપ કરો .

પૂર્ણ થયેલા ડાઉનલોડ તમારી લાઇબ્રેરીમાં “ડાઉનલોડ” ટૅબ હેઠળ દેખાશે.

અગાઉ પ્રસારણ કરાયેલી ગેમ માગ પર જોવી (VOD)

YouTube પર NFL Sunday Ticket મારફતે ઉપલબ્ધ થતી બધી ગેમ તમારા માટે ગેમના પ્રસારણ પછી મધ્યરાત્રે પૂર્વી માનક સમય અનુસાર ઉપલબ્ધ રહેશે. આ ગેમ પછીના બુધવારે પેસિફિક સમય અનુસાર સાંજે 11:59 વાગ્યે સંક્ષિપ્ત રીપ્લે તરીકે માગ પર જોવા માટે ઉપલબ્ધ રહેશે, તે જાહેરાતો સાથે આશરે 45 મિનિટ લાંબા હોય છે અને રમતો વચ્ચેનો ડાઉનટાઇમ કાઢી નાખવામાં આવે છે.

VOD ગેમ શોધવા માટે, NFL ચૅનલના પેજ પર જાઓ. શોધ બારમાં “NFL” દાખલ કરવાથી પણ તમને NFL ચૅનલનું પેજ જોવા મળી શકે છે.

YouTube પર NFL Sunday Ticket જોવા વિશે જાણવું

મને ઉપલબ્ધ NFL ગેમ અને મારા લોકેશન વિશે પ્રશ્નો છે.

તમે જુઓ છો તે ગેમ તમને તમારા વર્તમાન પ્લેબૅક એરિયાના આધારે જોવા મળે છે. જો તમે જ્યાં રહો છો ત્યાં માર્કેટમાં કોઈ સ્થાનિક ચૅનલ પર કોઈ ગેમ ઉપલબ્ધ હોય, તો તમને તે ગેમ “અનુપલબ્ધ” તરીકે સૂચિબદ્ધ દેખાશે. NFL Sunday Ticketમાં માત્ર તમારા બ્રોડકાસ્ટ વિસ્તારની બહાર ઉપલબ્ધ NFL ગેમનો સમાવેશ હોય છે. NFL Sunday Ticketમાં NBC પર બતાવવામાં આવતી Sunday Night Football, ESPN પર બતાવવામાં આવતી Monday Night Football, પસંદગીની માત્ર ડિજિટલ ગેમ અને આંતરરાષ્ટ્રીય ગેમ અને સીઝન પહેલાં અને સીઝન પછીની ગેમ શામેલ હોતી નથી.

NFL Sunday Ticket Primetime ચૅનલ વડે, તમે તમારા બ્રોડકાસ્ટ વિસ્તારની બહાર ઉપલબ્ધ હોય એવી રવિવાર બપોરની નિયમિત સીઝનની ગેમ જોઈ શકો છો, જે તમારા સ્થાનિક વિસ્તારમાં ઉપલબ્ધ ન હોય એવી ચૅનલ પર CBS અને FOX પર બતાવવામાં આવે છે. તમારા વિસ્તારમાં ઉપલબ્ધ લાઇવ અને આગામી NFL ગેમ તમારા હોમ  ટૅબ પર અને NFL ચૅનલના પેજ પર દેખાશે. તમે શોધ બારમાં “NFL” દાખલ કરીને NFL ચૅનલનું પેજ શોધી શકો છો.

તમારા વર્તમાન પ્લેબૅક એરિયાની ચકાસણી કરવાની રીત

તમારા ટીવી પર Primetime ચૅનલ જોવા માટે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવાની રીત

YouTube પર NFL ગેમ જોવા માટે, તમારા લોકેશનની ચકાસણી કરવા માટે 2 પગલાં જરૂરી છે:

  1. તમારે તમારા મોબાઇલ ડિવાઇસ અને મોબાઇલ વેબ બ્રાઉઝર પર લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવી જરૂરી છે.
  2. તમારા લોકેશનની ચકાસણી કરવા માટે તમારે તમારા ટીવી પર YouTube ઍપનો ઉપયોગ કરવો જરૂરી છે.

1. તમારા મોબાઇલ વેબ બ્રાઉઝર પર લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરો

તમારા વર્તમાન પ્લેબૅક એરિયાની ચકાસણી કરવા માટે, તમારે સૌથી પહેલા તમારા મોબાઇલ ડિવાઇસ અને મોબાઇલ વેબ બ્રાઉઝર પર લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવી આવશ્યક છે. લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવાના પગલાં ડિવાઇસ મુજબ અલગ હોય છે, પણ તમે તેને અહીં શોધી શકો છો:

2. તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર પ્લેબૅક એરિયાની ચકાસણી કરવી

જ્યારે તમે લોકેશનની ચકાસણીની જરૂરિયાતવાળો કોઈ પ્રોગ્રામ જોવાનું પસંદ કરો, જેમ કે NFL Sunday Ticket પર લાઇવ અથવા આગામી ગેમ, ત્યારે તમને મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરીને તમારા લોકેશનની ચકાસણી કરવાની સૂચના આપતો એક પ્રૉમ્પ્ટ દેખાશે. તમે તમારા લોકેશનની ચકાસણી કરવાનો પ્રયાસ કરો તે પહેલાં ખાતરી કરો કે તમારા મોબાઇલ ડિવાઇસ પર લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરેલી છે. પ્રૉમ્પ્ટ આપવામાં આવે, ત્યારે આ પગલાં અનુસરો:

  1. મોબાઇલ બ્રાઉઝરમાંથી youtube.com/locate પર જાઓ અને પછી તમે NFL Sunday Ticket ખરીદવા માટે જેનો ઉપયોગ કર્યો હતો તે જ Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો અને તમારા ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર YouTube ઍપમાં સાઇન ઇન કરો. ટિપ: તમારા ટીવીની સ્ક્રીન પર તમને તમારા એકાઉન્ટનું ઇમેઇલ ઍડ્રેસ દેખાવું જોઈએ.
  2. એકવાર સાઇન ઇન કરી લો, પછી તમને તમારા બ્રાઉઝર માટે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવા માટે પૉપઅપ દેખાવું જોઈએ. આગળ  પર ટૅપ કરોઅને પછી મંજૂરી આપો પર ટૅપ કરો.
  3. તમારા મોબાઇલ ડિવાઇસ પર youtube.com/locate પેજ રિફ્રેશ કરો અને પછી તમારા ટીવી પર ઍપ બંધ કરો અને ફરી ખોલો.

જો તમને હજી પણ તમારા ટીવી પર તમારું લોકેશન અપડેટ થયેલું ન દેખાય, તો તમે મોબાઇલ બ્રાઉઝર પર અને તમારા ટીવી પર યોગ્ય Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું હોવાની ખાતરી કરવા માટે બે વાર ચેક કરો. પછી, તમારા ટીવી પર ઍપ બંધ કરીને ફરીથી ખોલવાનો પ્રયાસ કરો.

લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવા અને તમારા પ્લેબૅક એરિયાની ચકાસણી કરવાની રીત વિશે વધુ જાણો.

YouTube પર NFL Sunday Ticket જોવા માટે હું કયા ડિવાઇસનો ઉપયોગ કરી શકું?
ગેમ કન્સોલ
  • PlayStation 5
  • PlayStation 4
  • PlayStation 4 Pro
  • Xbox Series X
  • Xbox Series S
  • Xbox One X
  • Xbox One S
  • Xbox One
સ્માર્ટ ડિસ્પ્લે
  • Nest Hub Max
  • Nest Hub
સ્માર્ટફોન અને ટૅબ્લેટ Android 6.0 Marshmallow અથવા તેના પછીના વર્ઝન પર ચાલતા ફોન અને ટૅબ્લેટ
iOS 12 અથવા તે પછીના વર્ઝન પર ચાલતા iPhones અને iPad
સ્માર્ટ ટીવી Hisense સ્માર્ટ ટીવી (મૉડલ પસંદ કરો)
LG સ્માર્ટ ટીવી (માત્ર 2016+ મૉડલ)
Roku ટીવી (બધા મૉડલ)
Samsung સ્માર્ટ ટીવી (માત્ર 2017+ મૉડલ)
Sharp સ્માર્ટ ટીવી (મૉડલ પસંદ કરો)
Sony સ્માર્ટ ટીવી (મૉડલ પસંદ કરો)
Vizio SmartCast ટીવી (મૉડલ પસંદ કરો)
Android TV બિલ્ટ-ઇન અને NVIDIA શીલ્ડ ધરાવતા ટીવી પસંદ કરો
Fire TV Edition સ્માર્ટ ટીવી પસંદ કરો
સ્ટ્રીમિંગ ડિવાઇસ Apple TV (ચોથી જનરેશન અને 4K)
Chromecast with Google TV
  • Fire TV Stick (ત્રીજી જનરેશન)
  • Fire TV Stick Lite
  • Fire TV Stick (બીજી જનરેશન)
  • Fire TV Stick 4K
  • Fire TV Cube
  • Fire TV Cube (પહેલી જનરેશન)
કેબલ ટીવી ડિવાઇસ પસંદ કરો (જેમ કે Xfinity X1)

મને સ્ટ્રીમિંગ મર્યાદાઓ વિશે પ્રશ્નો અથવા સમસ્યાઓ છે.

NFL Sunday Ticketના વિદ્યાર્થી માટેના પ્લાનના સબ્સ્ક્રાઇબર જેનાથી સાઇન ઇન કર્યું હોય તે એક ડિવાઇસ અને એક સમયે એક સ્ટ્રીમ સુધી મર્યાદિત છે. વધુ જાણો.

તમારા ઘરે NFL Sunday Ticket જોતી વખતે તમને મળતા સ્ટ્રીમની સંખ્યાની કોઈ મર્યાદા નથી. ઉદાહરણ તરીકે, તમે તમારા લિવિંગ રૂમના ટીવી પર જોઈ શકો છો, જ્યારે કુટુંબનો સભ્ય કોઈ બીજા રૂમમાંથી તેમના ટૅબ્લેટ પર જુએ છે અને અન્ય સભ્ય તે જ સમયે તમારા ઘરના વાઇ-ફાઇ સાથે કનેક્ટ કરેલા તેમના ફોન પર જોતા હોય છે. તમે સાઇન ઇન કરવા માટે કેટલા ડિવાઇસનો ઉપયોગ કરી શકો તેની કોઈ મર્યાદા નથી.

તમારા ઘરની બહાર, તમે વધુમાં વધુ બે અલગ અલગ સ્ટ્રીમ પર જોઈ શકો છો.

ઘરનું નેટવર્ક સેટ કરવું

જો તમે સ્થાન બદલો અથવા તમને ઘરમાં અમર્યાદિત સ્ટ્રીમમાં સમસ્યા આવી રહી હોય, તો તમે અમર્યાદિત સ્ટ્રીમનો આનંદ માણવા માટે YouTube TV ઍપનો ઉપયોગ કરીને “ઘરનું નેટવર્ક સેટ કરવા”ની ખાતરી કરો.

નોંધ: YouTube TV એ YouTube ઍપથી અલગ છે. તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસના ઍપ મેનૂ પર “YouTube TV” શોધો. એકવાર તમે તમારી YouTube TV ઍપનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક તમારા ઘરનું નેટવર્ક સેટ કરી લો, પછી તમે આ નેટવર્ક પર અમર્યાદિત NFL Sunday Ticket સ્ટ્રીમનો આનંદ માણી શકો છો, પછી ભલે તમે કોઈપણ ઍપ/વેબસાઇટનો ઉપયોગ કરતા હો (YouTube અથવા YouTube TV).

તમે માત્ર સ્માર્ટ ટીવી પર જ તમારા ઘરના નેટવર્કનું સેટઅપ કરી શકો છો. તમારા વર્તમાન વાઇ-ફાઇ નેટવર્કને તમારા YouTube TV ઘરના નેટવર્ક તરીકે સેટ કરવા માટે, નીચે જણાવેલા પગલાં અનુસરો:

  1. સ્માર્ટ ટીવીને તમારા ઘરના વાઇ-ફાઇ સાથે કનેક્ટ કરો.
  2. તમારા સ્માર્ટ ટીવી પર YouTube TV ઍપ ડાઉનલોડ કરો અને ખોલો.
  3. YouTube TV ઍપમાં સાઇન ઇન કરો.
  4. તમારો પ્રોફાઇલ ફોટો અને પછી સેટિંગ અને પછી સ્ટ્રીમિંગ મર્યાદાઓ પસંદ કરો.
  5. સૌથી નીચે, વર્તમાન નેટવર્કને ઘર તરીકે સેટ કરો.
  6. કન્ફર્મ કરો કે તમે "ઘરના નેટવર્ક સાથે કનેક્ટેડ છો" તે જણાવતું લીલા રંગનું ટિક જોઈ રહ્યાં છો.
નોંધ: જો તમે ફૅમિલી ગ્રૂપ મારફતે ઍક્સેસ ધરાવતા હો, તો માત્ર કૌટુંબિક ગ્રૂપના મેનેજર જ વર્તમાન નેટવર્કને ઘર તરીકે સેટ કરી શકશે. કુટુંબના અન્ય સભ્યો આ વિકલ્પ જોઈ શકશે નહીં.

જો તમને “ઘરનું નેટવર્ક સેટ કરો” અથવા “ઘરના નેટવર્કથી કનેક્ટેડ છો” વિકલ્પ ન દેખાય, તો:

  • ખાતરી કરો કે તમે યોગ્ય ઍપ (YouTube TV અને ન કે YouTube)નો ઉપયોગ કરી રહ્યાં છો અને ઍપને સ્માર્ટ ટીવી પર ઍક્સેસ કરી રહ્યાં છો, ન કે મોબાઇલ ડિવાઇસ કે કમ્પ્યૂટર પર.
  • તમે NFL Sunday Ticketની મેમ્બરશિપ ધરાવતા હોય એવા યોગ્ય એકાઉન્ટમાં લૉગ ઇન કર્યું છે કે કેમ તે ચેક કરો.
  • તમે તમારા ઘરના લોકેશનની બહાર છો કે કેમ તે ચેક કરો. જો તમે ઘરે હો અને ઘરના તમારી પસંદગીના વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટેડ હો, તો તમારે માત્ર આ પગલાં અનુસરવા જોઈએ.

જો તમને લીલા રંગનું ટિક ન દેખાય અથવા એવો કહેતો કોઈ ભૂલનો મેસેજ દેખાય “અપડેટ કરી શકાયું નથી“. તો, ફરી પ્રયાસ કરો અને ઉપર આપેલા પગલાં ફરી કરો.

હું NFL Sunday Ticketને મારા કુટુંબ સાથે શેર કરવા માગું છું.

NFL Sunday Ticketના વિદ્યાર્થી માટેના પ્લાનમાં ફૅમિલી શેરિંગ શામેલ નથી. વધુ જાણો.

હા. જ્યારે તમે કોઈ Google ફૅમિલી ગ્રૂપ બનાવો, ત્યારે તમે કોઈ વધારાના શુલ્ક વિના તમારા પરિવારના અન્ય 5 જેટલા સભ્ય સાથે NFL Sunday Ticket જેવી Primetime ચૅનલનો ઍક્સેસ શેર કરી શકો છો.

મહત્ત્વપૂર્ણ: તમે Google Workspace એકાઉન્ટનો ઉપયોગ કરીને Google ફૅમિલી ગ્રૂપ શરૂ કરી કે તેમાં જોડાઈ શકશો નહીં. તમારા ફૅમિલી ગ્રૂપ સાથે NFL Sunday Ticket શેર કરવા માટે, એક એકાઉન્ટ બનાવો અથવા તમારા નિયમિત Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો.

ફૅમિલી શેરિંગ વિશે વધુ જાણવા માગો છો? આના વિશે વધુ જાણો:

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15606001489806141863
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false