YouTube ચૅનલ પર કમાણી કરવાની પૉલિસીઓ

જ્યારે તમે લાંબા ફૉર્મેટના વીડિયોમાં ડ્રીમ ટ્રૅક દ્વારા જનરેટ કરેલા મ્યુઝિકનો ઉપયોગ કરો છો, ત્યારે (YouTube Premium)ની આવકની વહેંચણીની જાહેરાતો અથવા સબ્સ્ક્રિપ્શન દ્વારા તમારા વીડિયોમાંથી કમાણી કરવામાં આવશે નહીં.

10 માર્ચ, 2022: રશિયામાં Google જાહેરાત સિસ્ટમના હાલના સસ્પેન્શનને જોતાં, અમે AdSense, YouTube માટે AdSense, AdMob અને Google Ad Manager પર નવા રશિયન એકાઉન્ટ બનાવવાનું થોભાવીશું. આ ઉપરાંત, અમે રશિયામાં સ્થિત જાહેરાતકર્તાઓ માટે વિશ્વભરમાં Google સંપત્તિઓ અને નેટવર્ક પર જાહેરાતો થોભાવીશું. પરિણામે, રશિયામાં નિર્માતાઓ આ સમયે નવા YPP સાઇન-અપ પૂર્ણ કરી શકશે નહીં.

3 માર્ચ, 2022: યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લીધે, અમે રશિયામાં સ્થિત વપરાશકર્તાઓને Google અને YouTube જાહેરાતો બતાવવાનું હંગામી રીતે થોભાવીશું. ઉપરાંત, અમે રશિયામાં દર્શકો માટે તમામ કમાણી કરવાની પ્રક્રિયાની સુવિધાઓ (જેમ કે ચૅનલની મેમ્બરશિપ, Super Chat, Super Stickers અને વ્યાપારી સામાન)નો ઍક્સેસને અટકાવી રહ્યા છીએ. વધુ જાણો.

25 ફેબ્રુઆરી, 2022: યુક્રેનમાં યુદ્ધની સ્થિતિમાં, અમે રશિયન ફેડરેશનની સરકારી-ભંડોળવાળી મીડિયા ચૅનલની YouTubeની કમાણી કરવાની પ્રક્રિયાને થોભાવી રહ્યા છીએ. 

અમે સ્થિતિનું સક્રિયપણે સતત નિરીક્ષણ કરીશું અને જરૂરિયાત મુજબ ગોઠવણો કરીશું.

એપ્રિલ 2024માં અપડેટ કરવામાં આવી છે: નિર્માતાઓ માટે પુનરાવર્તિત અને પુનઃઉપયોગમાં લેવાયેલા કન્ટેન્ટના અર્થની સ્પષ્ટતા કરવા માટે, અમારી પ્રોગ્રામ પૉલિસીઓમાં ભાષા અપડેટ કરવામાં આવી છે. પુનરાવર્તિત અને પુનઃઉપયોગમાં લેવાયેલા કન્ટેન્ટ સંબંધિત અમારી પૉલિસીઓમાં ફેરફાર થયો નથી.

જો તમે YouTube પર કમાણી કરવાની પ્રક્રિયા લાગુ કરી હોય, તો એ મહત્ત્વનું છે કે તમારી ચૅનલ દ્વારા YouTubeની કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓનું અનુપાલન કરવામાં આવે. આમાં નીચે વર્ણવેલી પૉલિસીઓ તેમજ YouTubeના સમુદાયના દિશાનિર્દેશો, સેવાની શરતો, કૉપિરાઇટ, રાઇટ ક્લિયરન્સ ઍડ્જસ્ટમેન્ટ પૉલિસીઓ અને અમારી પ્રોગ્રામ પૉલિસીઓનો સમાવેશ થાય છે.

આ પૉલિસીઓ YouTube પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ કોઈ પણ વ્યક્તિને, અથવા તેમાં અરજી કરવા માગતી હોય તેને લાગુ પડે છે. જો તમે Shorts દ્વારા YouTube પર કમાણી કરવાની પ્રક્રિયા કરી રહ્યા હો તોYouTube Shortsની કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓ પણ લાગુ પડશે.

જાહેરાતો વડે કમાણી કરનારા પ્રત્યેક કન્ટેન્ટ દ્વારા અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાઓનું અનુપાલન આવશ્યક રીતે થવું જ જોઈએ. ફૅન ફંડિંગની સુવિધાઓમાંથી આવકની કમાણી કરવા માટે, પ્રથમ વખતના વપરાશકર્તાઓએ વ્યક્તિગત સુવિધાઓ ચાલુ કરતા કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ (CPM) સ્વીકારવું આવશ્યક છે. ફૅન ફંડિંગની સુવિધાઓ સાથે કમાણી કરવાની પ્રક્રિયા કરતી વખતે તમારે કૉમર્સ પ્રોડક્ટની કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓનું પણ અનુપાલન કરવું આવશ્યક છે.

ચાલો બધી મુખ્ય પૉલિસીનો ઝડપથી ઓવરવ્યૂ કરીએ ખાતરી કરો કે તમે દરેક પૉલિસીને સંપૂર્ણપણે વાંચો છો, કારણ કે આ પૉલિસીઓ ચૅનલ કમાણી કરવા માટે યોગ્ય છે કે કેમ તે ચેક કરવા માટે વપરાય છે. અમારા રિવ્યૂઅર નિયમિતપણે તે જોવા માટે ચેક કરે છે કે કમાણી કરતી ચૅનલ આ પૉલિસીઓનું અનુપાલન કરે છે કે નહીં. અમે અમારી પૉલિસીઓને કેવી રીતે લાગુ કરીએ છીએ તે વિશે વધુ જાણો..

ધ્યાનમાં રાખો કે જ્યારે આપણે આ પેજ પર વીડિયો શબ્દનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે Shorts, લાંબા સ્વરૂપના વીડિયો અને લાઇવ સ્ટ્રીમિંગનો સંદર્ભ આપે છે. આ પૉલિસીઓ જ્યાં પણ વીડિયો જોવામાં આવે ત્યાં લાગુ પડે છે જેમાં જોવાનું પેજ (YouTube, YouTube Music અથવા YouTube Kidsની અંદરના પેજ), YouTube વીડિયો પ્લેયર (પ્લેયર કે જે અન્ય સાઇટ પર YouTube કન્ટેન્ટ શામેલ કરે છે) અને YouTube Shorts પ્લેયર (પ્લેયર જે Shorts ઉપલબ્ધ કરાવે છે)નો સમાવેશ થાય છે.

જ્યારે અમે તમારી ચૅનલનો રિવ્યૂ કરીએ છીએ, ત્યારે અમે શું ચેક કરીએ છીએ

જો તમે YouTube પર નાણાં કમાતા હો, તો તમારું કન્ટેન્ટ ઑરિજિનલ અને પ્રમાણભૂત હોવું જોઈએ. આનો અર્થ એ કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે તમારું કન્ટેન્ટ: 

  • તમારી પોતાની ઑરિજિનલ રચના હોય. તમે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી કન્ટેન્ટ ઉછીનું લીધું હોય, તો તેને તમારું પોતાનું કન્ટેન્ટ બનાવવા માટે તમારે તેમાં નોંધપાત્ર ફેરફાર કરવો જરૂરી છે.
  • ડુપ્લિકેટ અથવા રિપીટ થતું ન હોય. તમારું કન્ટેન્ટ વ્યૂ મેળવવાના એક માત્ર ઉદ્દેશથી નહીં, પરંતુ દર્શકોના મનોરંજન અથવા શિક્ષણ માટે બનાવેલું હોવું જોઈએ. 

અમારા રિવ્યૂઅર અમારી પૉલિસીઓને ધ્યાનમાં રાખીને તમારી ચૅનલ અને કન્ટેન્ટ ચેક કરશે. અમારા રિવ્યૂઅર દરેક વીડિયો ચેક કરી શકતા ન હોવાથી, તેઓ તમારી ચૅનલની આ બાબતો પર ફોકસ કરી શકે છે:

  • મુખ્ય થીમ
  • વધુ જોવાયેલા વીડિયો
  • નવા વીડિયો
  • જોવાયાનો સમયનો સૌથી મોટો હિસ્સો
  • વીડિયોનો મેટાડેટા (શીર્ષકો, થંબનેલ, અને વર્ણનો સહિત)
  • ચૅનલનો “વિશે” વિભાગ

ઉપર આપેલા ઉદાહરણો ફક્ત એવા કન્ટેન્ટના છે જેનું અમારા રિવ્યૂઅર મૂલ્યાંકન કરી શકે છે. નોંધ લેશો કે અમારા રિવ્યૂઅર તમારી ચૅનલના અન્ય ભાગોને પણ ચેક કરી શકે છે અને જુએ છે કે તે અમારી પૉલિસીઓ સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે કે કેમ.

YouTube સમુદાયના દિશાનિર્દેશોનું અનુપાલન કરો

આ દિશાનિર્દેશો YouTubeને દર્શકો, નિર્માતાઓ અને જાહેરાતકર્તાઓ માટે એક બહેતર સમુદાય બનાવવામાં મદદ કરે છે. YouTube પરની કોઈ પણ વ્યક્તિને અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરવાની જરૂર છે, અને તમે પોસ્ટ કરો એવું કોઈ પણ કન્ટેન્ટ અમારા તમામ સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરતું હોવું જોઈએ.

કમાણી કરનારા નિર્માતાઓએ જાણવું જોઈએ કે આ દિશાનિર્દેશો માત્ર વ્યક્તિગત વીડિયો પર જ નહીં, પરંતુ એકંદરે તમારી ચૅનલને પણ લાગુ પડે છે. YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ કમાણી કરવાની પ્રક્રિયા માટે યોગ્યતા ધરાવતું નથી અને તેને YouTube પરથી કાઢી નાખવામાં આવશે.
અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું અનુપાલન કરો
YouTube માટે AdSense દ્વારા YouTube પાર્ટનરને તેમના વીડિયો વડે કમાણી કરવાની મંજૂરી આપવામાં આવે છે. અમારી પ્રોગ્રામ પૉલિસીઓ અને YouTubeની સેવાની શરતોનું અનુપાલન કરવાની ખાતરી કરો.

રિપીટ થતું કન્ટેન્ટ

રિપીટ થતું કન્ટેન્ટ એવી ચૅનલનો સંદર્ભ આપે છે જ્યાં કન્ટેન્ટ એટલું મળતું આવતું હોય કે દર્શકોને બે વીડિયો વચ્ચે તફાવત શોધવામાં મુશ્કેલી પડે. આમાં એવા કન્ટેન્ટનો સમાવેશ થાય છે જે તમામ વીડિયોમાં ખૂબ થોડા કે કોઈ જ ફેરફાર કર્યા વિના જાણે નમૂનામાંથી બનાવ્યું હોય તેવું લાગતું હોય અથવા તો એવું કન્ટેન્ટ જેનું સ્કેલ અનુસાર સરળતાથી અનુકરણ કરી શકાતું હોય.

આ પૉલિસી સંપૂર્ણપણે તમારી ચૅનલને લાગુ પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો તમારી પાસે એવા ઘણા વીડિયો હોય જે અમારા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા હોય, તો તમારી સમગ્ર ચૅનલમાંથી કમાણી કરવાની પ્રક્રિયા દૂર થઈ શકે છે.

કમાણી કરવા માટે શેની મંજૂરી આપવામાં આવે છે

આ પૉલિસી સુનિશ્ચિત કરે છે કે કમાણી માટેનું કન્ટેન્ટ દર્શકોને જોવા માટે કંઈક આકર્ષક અને રસપ્રદ પ્રદાન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો એક સામાન્ય દર્શક તમારી ચૅનલ પરના અલગ-અલગ વીડિયોના કન્ટેન્ટમાં સ્પષ્ટપણે તફાવત કાઢી શકે છે, તો કમાણી કરવાની સુવિધા શરૂ કરી શકાશે. અમે જાણીએ છીએ કે ઘણી ચૅનલ એવું કન્ટેન્ટ બનાવે છે જે સમાન પૅટર્નને ફૉલો કરે છે. મહત્વની વાત એ છે કે દરેક વીડિયોનો સારાંશ પ્રમાણમાં વિવિધ હોવો જોઈએ.

કયા કન્ટેન્ટથી કમાણી કરવાની મંજૂરી છે તેના ઉદાહરણો (આ શામેલ છે પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી):

  • તમારા વીડિયો માટે એક જ પ્રસ્તાવના અને સારાંશનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, પરંતુ તમારું મોટાભાગનું કન્ટેન્ટ અલગ પ્રકારનું હોય
  • એકસમાન કન્ટેન્ટ, જેમાં દરેક વીડિયો તમે બતાવી રહેલા વિષયની ક્વૉલિટી વિશે ચોક્કસપણે વાત કરતા હોય
  • એકસમાન વીડિયો ઑબ્જેક્ટની નાની નાની ક્લિપ, જેમાં એકસાથે ફેરફાર કરવામાં આવ્યો હોય અને તે કેવી રીતે એકબીજાથી સંબંધિત છે તે સમજાવ્યું હોય

કન્ટેન્ટ જે દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું હોય

જ્યારે કોઈ ચૅનલનું કન્ટેન્ટ એકસમાન હોય છે, ત્યારે તે YouTube પર આકર્ષક અને રસપ્રદ વીડિયો જોવા માટે આવતા દર્શકોને નિરાશ કરી શકે છે. આનો અર્થ એ થાય છે કે એવી ચૅનલ જેના કન્ટેન્ટમાં કોઈ એક વીડિયોની સરખામણીમાં બીજા વીડિયોમાં માત્ર નજીવો તફાવત હોય, તેને કમાણી કરવાની મંજૂરી નથી. બીજી રીતે કહીએ, તો તમારી ચૅનલમાં એવું કન્ટેન્ટ ન હોવું જોઈએ જે કોઈ નમૂનાનો ઉપયોગ કરીને બનાવાયું હોય અને જે સ્કેલ પર રિપીટ થતું હોય.

કયા કન્ટેન્ટથી કમાણી કરવાની મંજૂરી નથી તેના ઉદાહરણો (આ સૂચિ સંપૂર્ણ નથી):

  • વીડિયોમાં માત્ર એવા કન્ટેન્ટનું વાંચન થતું બતાવ્યું હોય કે જે ઑરિજિનલ તમે બનાવ્યું ન હોય, જેમ કે વેબસાઇટ અથવા ન્યૂઝ ફીડની ટેક્સ્ટ
  • એવા ગીતો જેની પિચ અથવા ઝડપમાં ફેરફારો કરવામાં આવ્યા હોય, પરંતુ તે સિવાય તે ઑરિજિનલ ગીત જેવું જ હોય
  • રિપીટ થતું સમાન કન્ટેન્ટ અથવા ખૂબ ઓછું શૈક્ષણિક મૂલ્ય, ઓછી કૉમેન્ટરી અથવા ઓછા વર્ણનો ધરાવતું અવિચારી કન્ટેન્ટ
  • મોટા જથ્થામાં બનાવેલું અથવા એકથી વધુ વીડિયોમાં સમાન નમૂનાનો ઉપયોગ કરીને બનાવેલું કન્ટેન્ટ
  • છબીના સ્લાઇડશો અથવા ઓછામાં ઓછા વર્ણન, કૉમેન્ટરી કે શૈક્ષણિક મૂલ્ય સાથે અથવા કોઈપણ વર્ણન, કૉમેન્ટરી કે શૈક્ષણિક મૂલ્ય વિના સ્ક્રોલ થતી ટેક્સ્ટ

ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ

ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ એવી ચૅનલનો સંદર્ભ આપે છે કે જે પહેલેથી YouTube કે અન્ય ઑનલાઇન સૉર્સ પર રહેલા કન્ટેન્ટનો કોઈ અર્થસભર ઑરિજિનલ કૉમેન્ટરી, નોંધપાત્ર ફેરફારો અથવા શૈક્ષણિક કે મનોરંજનલક્ષી મૂલ્ય ઉમેર્યા વગર ફરીથી ઉપયોગ કરતી હોય. ફરીથી ઉપયોગમાં લેવાયેલા કન્ટેન્ટને ડુપ્લિકેટ કે સ્ક્રૅપ કરેલા કન્ટેન્ટ તરીકે પણ ઓળખી શકાય (અન્ય વેબસાઇટ પરથી અનન્ય અથવા ઑરિજિનલ કન્ટેન્ટને લઈને તેને તમારા પોતાના કન્ટેન્ટ તરીકે પબ્લિશ કરવું). 

તમારું કન્ટેન્ટ ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ છે કે કેમ તે જાણવા માટે, અમારા રિવ્યૂઅર તમારી ચૅનલ ચેક કરશે જેથી તમે કેવી રીતે તમારું કન્ટેન્ટ બનાવ્યું, તેમાં ભાગ લીધો કે તેનું નિર્માણ કર્યું તે સમજી શકાય. અમારા રિવ્યૂઅર તમારી ચૅનલની નીચેની બાબતો ચેક કરી શકે છે: 

  • વીડિયો 
  • ચૅનલનું વર્ણન
  • વીડિયોનું શીર્ષક
  • વીડિયોના વર્ણનો

ફરીથી ઉપયોગમાં લેવાયેલા કન્ટેન્ટ અંગેની અમારી પૉલિસી તમારી સમગ્ર ચૅનલ પર લાગુ થાય છે. જો તમારા વીડિયો અમારા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા હોય અથવા અમે સ્પષ્ટ રીતે જણાવી ન શકીએ કે કન્ટેન્ટ તમે બનાવ્યું છે, તો તમારી સમગ્ર ચૅનલમાંથી કમાણી કરવાની પ્રક્રિયા કાઢી નાખવામાં આવે તેવું બની શકે છે.

કમાણી કરવા માટે શેની મંજૂરી આપવામાં આવે છે

દર્શકોને કંઈક મૂલ્યવાન આપી શકે તેવા ઑરિજિનલ અને પ્રમાણભૂત કન્ટેન્ટ બદલ અમે નિર્માતાઓને રિવૉર્ડ આપવા માગીએ છીએ. ઑરિજિનલ તમે ન બનાવ્યું હોય તેવા કન્ટેન્ટમાં જો તમે (અમારા નીચે આપેલા દિશાનિર્દેશો અનુસાર) કોઈ રમૂજી કે વિચારશીલ ફેરફાર કરો, તો તમે કન્ટેન્ટમાં અમુક રીતે રૂપાંતરણ કર્યું છે એમ કહી શકાય. તમારી ચૅનલ પર આ પ્રકારનું કન્ટેન્ટ હોવું ઠીક છે, પરંતુ વ્યક્તિગત વીડિયો કૉપિરાઇટ જેવી અન્ય પૉલિસીઓને આધીન હોઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો દર્શકો કહી શકે કે ઑરિજિનલ વીડિયો અને તમારા વીડિયો વચ્ચે અર્થપૂર્ણ તફાવત છે તો અમે ફરીથી વપરાયેલા કન્ટેન્ટને મંજૂરી આપીએ છીએ.

નોંધ: જ્યારે આ ઉદાહરણો ફરીથી વપરાયેલા કન્ટેન્ટની કમાણી કરવાની પ્રક્રિયા માટેની પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા નથી, ત્યારે અન્ય પૉલિસીઓ, જેમ કે કૉપિરાઇટ, પણ લાગુ પડે છે.

કયા કન્ટેન્ટથી કમાણી કરવાની મંજૂરી છે તેના ઉદાહરણો (આ શામેલ છે પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી):

  • ગંભીર રિવ્યૂ માટે ક્લિપ વાપરવી
  • કોઈ મૂવીનું દૃશ્ય કે જેમાં તમે સંવાદ ફરી લખ્યો હોય અને વૉઇસઓવર બદલ્યું હોય
  • રમતગમતની ટૂર્નામેન્ટ ફરીથી ચલાવવી કે જેમાં સ્પર્ધકે સફળ થવા માટે શું કર્યું તે તમે સમજાવતા હો
  • પ્રતિક્રિયાના વીડિયો કે જેમાં તમે ઑરિજિનલ વીડિયો વિશે કૉમેન્ટ કરતા હો
  • અન્ય નિર્માતાઓનો ફેરફાર કરાયેલો ફૂટેજ કે જેમાં તમે કોઈ સ્ટોરીલાઇન અને કૉમેન્ટરી ઉમેરતા હો
  • Shorts પર રિમિક્સ કરેલા કન્ટેન્ટમાં કરેલા ફેરફારો જેમ કે અમારી લાઇબ્રેરીમાંથી કોઈ ગીતમાં ઑરિજિનલ કન્ટેન્ટ ઉમેરવું અથવા તમારા કન્ટેન્ટમાં અન્ય વીડિયોમાંથી ઑરિજિનલ ઑડિયો કે વીડિયો સેગ્મેન્ટ ઉમેરવું
  • એવું કન્ટેન્ટ જે વીડિયોમાં મુખ્યત્વે અપલોડ કરનારા નિર્માતાને રજૂ કરતું હોય
  • અન્ય ઑનલાઇન સૉર્સમાંથી ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ જેમાં નિર્માતા કન્ટેન્ટમાં દેખાતા હોય અથવા નિર્માતાએ કેવી રીતે કન્ટેન્ટમાં ઉમેરો કર્યો તે સમજાવવામાં આવ્યું હોય
  • વીડિયોના ફરીથી ઉપયોગમાં લેવાયેલા કન્ટેન્ટની ઉપર ઑડિયો અને વિઝ્યુઅલ ઇફેક્ટવાળો, ફેરફાર કરેલો ફૂટેજ જે નોંધપાત્ર ફેરફારો દર્શાવતો હોય અને તે તમારી ચૅનલનો અનન્ય વીડિયો હોવાનું બતાવતો હોય

કન્ટેન્ટ જે દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું હોય

બીજાનું કન્ટેન્ટ લેવું, ઓછામાં ઓછા ફેરફારો કરવા અને તેને તમારું પોતાનું ઑરિજિનલ કાર્ય કહેવું એ આ દિશાનિર્દેશનું ઉલ્લંઘન ગણાશે. જો અમે કહી ન શકીએ કે કન્ટેન્ટ તમારું છે, તો તે અમારી ફરીથી ઉપયોગમાં લેવાયેલા કન્ટેન્ટ અંગેની પૉલિસીને આધીન હોઈ શકે છે. જો તમારી પાસે ઑરિજિનલ નિર્માતાની પરવાનગી હોય તો પણ આ પૉલિસી લાગુ થાય છે. ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ, YouTubeના કૉપિરાઇટના અમલીકરણથી અલગ છે, જેનો અર્થ એ છે કે તે કૉપિરાઇટ, પરવાનગી અથવા ઉચિત ઉપયોગ પર આધારિત નથી. આ દિશાનિર્દેશોનો અર્થ એ છે કે કેટલીક વાર, તમે તમારા કન્ટેન્ટ સામે દાવો ન પણ મેળવી શકો, પરંતુ તમારી ચૅનલ હજી પણ અમારા ફરીથી ઉપયોગમાં લેવાયેલા કન્ટેન્ટના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરી શકે છે.

કયા કન્ટેન્ટથી કમાણી કરવાની મંજૂરી નથી તેનાં વધુ ઉદાહરણો (આ સૂચિ સંપૂર્ણ નથી):

  • થોડા વર્ણન સાથે અથવા બિલકુલ વર્ણન વિનાની, તમારા મનપસંદ શોની યાદગાર પળોની એકસાથે ફેરફાર કરાયેલી ક્લિપ
  • તમે અન્ય સોશિયલ મીડિયા વેબસાઇટમાંથી સંકલિત કરેલા Short વીડિયો
  • વિભિન્ન કલાકારોના ગીતોનો સંગ્રહ (પછી ભલે તમારી પાસે તેમની પરવાનગી હોય)
  • અન્ય નિર્માતાઓએ ઘણી બધી વખત અપલોડ કરેલું કન્ટેન્ટ
  • અન્ય લોકોના કન્ટેન્ટનું પ્રમોશન કરવું (તમારી પાસે પરવાનગી હોય તો પણ)
  • કોઈપણ નોંધપાત્ર ફેરફાર વિના અન્ય ઑનલાઇન સૉર્સમાંથી ડાઉનલોડ કે કૉપિ કરેલું કન્ટેન્ટ 
  • વૉઇસ કૉમેન્ટરી ઉમેર્યા વિના, તમારા વીડિયો પર મોટા ભાગે ન બોલાયેલી પ્રતિક્રિયાઓમાંથી વ્યૂ મેળવતું કન્ટેન્ટ
બાળકો અને ફૅમિલી કન્ટેન્ટ માટેના ક્વૉલિટી સિદ્ધાંતો
અમારો ઉદ્દેશ બાળકો અને પરિવારોને YouTube પર સલામત અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરવાનો છે, સાથે પ્લૅટફૉર્મ પર ઉચ્ચ ક્વૉલિટીના કન્ટેન્ટનું યોગદાન આપનારા નિર્માતાને રિવૉર્ડ આપવાની નવી રીતો શોધવાનો પણ છે.

જો તમારી ચૅનલમાં "બાળકો માટે યોગ્ય” કન્ટેન્ટ હોય, તો અમે તે કન્ટેન્ટના કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ નક્કી કરવા માટે YouTubeના બાળકો અને ફૅમિલી કન્ટેન્ટ માટે ક્વૉલિટી સિદ્ધાંતોનો ઉપયોગ કરીશું.

કોઈ ચૅનલનું મુખ્ય ધ્યેય નિમ્ન-ક્વૉલિટીના "બાળકો માટે યોગ્ય" કન્ટેન્ટ પર હોય તો તેને YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી સસ્પેન્ડકરવામાં આવી શકે છે. કોઈ ચોક્કસ વીડિયો ક્વૉલિટીના આ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતો જોવા મળે, તો તે મર્યાદિત જાહેરાતો જુએ કે કોઈ જાહેરાત ન જુએ. તેમ બની શકે.

તમારા "બાળકો માટે યોગ્ય" કન્ટેન્ટ નિમ્ન કે ઉચ્ચ ક્વૉલિટીના છે કે કેમ તે જોવા માટે ચેક કરતી વખતે, લાક્ષણિકતાઓ અને સંદર્ભ મહત્વપૂર્ણ છે. માર્ગદર્શિકાઓ અને ઉદાહરણો માટે અમારા બાળકો અને ફૅમિલી કન્ટેન્ટ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓના પેજની મુલાકાત લો.

કમાણી કરવાની પ્રક્રિયાની યોગ્યતા માટે ક્વૉલિટી સિદ્ધાંતોની ઉપયોગીતા

કેટલાક નિમ્ન-ક્વૉલિટી સિદ્ધાંતો છે જે ચોક્કસ વીડિયોની એકંદર ગુણવત્તાને અસર કરી શકે છે. અમે આવશ્યકતા પ્રમાણે કમાણી કરવાની પ્રક્રિયા માટે યોગ્યતા માટેના પરિબળ તરીકે દરેક સિદ્ધાંતને ધ્યાનમાં લઈશું. હાલમાં અમે બાળકો અને ફૅમિલી કન્ટેન્ટ માટે નિમ્ન-ક્વૉલિટી સિદ્ધાંતો પર નીચે આપેલી સૂચિ પ્રમાણે અમલીકરણ કરીએ છીએ. અમે સમય જતાં વધુ ક્વૉલિટી સિદ્ધાંતોનો સમાવેશ કરવાની તકમાં વધારો કરી શકીએ છીએ.

  • નકારાત્મક વર્તણૂંકો અથવા વલણને પ્રોત્સાહન આપવું: એવું કન્ટેન્ટ જે જોખમી પ્રવૃત્તિઓ, બગાડવૃત્તિ, ધમકી, અપ્રમાણિકતા અથવા અન્ય પરત્વે આદરના અભાવને પ્રોત્સાહન આપતું હોય.(દા.ત. જોખમી/અસુરક્ષિત મજાક, બિનઆરોગ્યપ્રદ આહારની ટેવો)
  • અતિશય વ્યાવસાયિક કે પ્રચારાત્મક: એવું કન્ટેન્ટ જેનું મુખ્ય ધ્યેય પ્રોડક્ટ ખરીદવા અથવા બ્રાંડ અને લોગોના પ્રચારનું હોય (દા. ત. રમકડાં અને ખોરાક). તેમાં એવા કન્ટેન્ટનો પણ સમાવેશ થાય છે જે વધુ પડતા ઉપભોક્તાવાદની આસપાસ કેન્દ્રિત હોય. YouTube Kids માટે વધુ પડતા વ્યાવસાયિક કન્ટેન્ટ વિશે વધુ જાણો.
  • શૈક્ષણિક હોવાનો ભ્રમ રચતું:એવું કન્ટેન્ટ જેના શીર્ષક અથવા થંબનેલમાં તે શૈક્ષણિક હોવાનો દાવો કરાતો હોય, પરંતુ તેમાં કોઈ માર્ગદર્શન કે સ્પષ્ટતાનો અભાવ હોય અથવા તે બાળકોને સંબંધિત ન હોય. ઉદાહરણ તરીકે, શીર્ષક કે થંબનેલ દર્શકોને "રંગો શીખવા" અથવા "અંક શીખવા"માં સહાય કરવાનું વચન આપતું હોય પણ તેને બદલે વીડિયોમાં ખોટી માહિતી આપેલી હોય.
  • ગ્રહણશક્તિને અવરોધતું: વિચારશૂન્ય, સંયોજક વર્ણનના અભાવવાળું અથવા અગ્રાહ્ય કન્ટેન્ટ, જેમ કે સાંભળી ન શકાય તેવો ઑડિયો ધરાવતું. આ પ્રકારનો વીડિયો મોટે ભાગે સમૂહ પ્રોડક્શન કે ઑટોજનરેશનનું પરિણામ હોય છે.
  • સનસનાટીભર્યું કે ગેરમાર્ગે દોરતું: એવું કન્ટેન્ટ જે ખોટું, અતિશયોક્તિ ભરેલું, વિચિત્ર અથવા મંતવ્ય-આધારિત હોય અને જે યુવા ઑડિયન્સને મૂંઝવણમાં મૂકી શકે તેમ હોય. જેમાં "કીવર્ડ સ્ટફિંગ"નો અથવા બાળકો માટે રસપ્રદ હોય તેવા લોકપ્રિય કીવર્ડનો વારંવાર, બદલાવ કરીને કે અતિશયોક્તિયુક્ત ઉપયોગ કરવાની પ્રણાલીનો પણ સમાવેશ થઈ શકે છે. કીવર્ડનો ઉપયોગ કંઈ અર્થ સરતો ન હોય તે રીતે પણ થઈ શકે.
નિર્માતાની જવાબદારી
તમારી ચૅનલ અને YouTube પાર્ટનર પ્રોગ્રામની સફળતા જાહેરાતકર્તાઓની YouTube કન્ટેન્ટ સાથે તેમની બ્રાંડને સાંકળવાની ઇચ્છા પર આધારિત છે. જ્યારે જાહેરાતકર્તાઓ વિશ્વાસ ગુમાવે છે ત્યારે બધા YouTube નિર્માતાની કમાણી પર નકારાત્મક અસર પડે છે.
અમે ખરાબ વર્તનની મંજૂરી આપતા નથી જેની સમુદાય પર મોટી નકારાત્મક અસર પડે. આ પૉલિસીનો અર્થ એ છે કે તમારે તમારા દર્શકો, તમારા સાથી નિર્માતા અને અમારા જાહેરાતકર્તાનો - YouTube પર અને બહાર બંને જગ્યાએ આદર કરવો જોઈએ.
જો તમે આ પૉલિસીનું ઉલ્લંઘન કરશો તો અમે તમારી કમાણી કરવાની પ્રક્રિયા કામચલાઉ ધોરણે બંધ કરી શકીએ છીએ અથવા તમારા એકાઉન્ટને સમાપ્ત કરી શકીએ છીએ. તમારી હાલની ચૅનલ, તમે બનાવશો તે નવી ચૅનલ અને જેના પર નિયમિતપણે દેખાતા હો, એ બધી ચૅનલ પર આ લાગુ થઈ શકે છે.
જો તમારી કોઈપણ ચૅનલની કમાણી કરવાની પ્રક્રિયા બંધ કરવામાં અથવા સમાપ્ત કરવામાં આવી હોય, તો આ પ્રતિબંધો ટાળવા માટે તમારે નવી ચૅનલ બનાવવી ન જોઈએ (અથવા હાલની ચૅનલનો ઉપયોગ ન કરવો) અથવા તમારા સસ્પેન્શનના સમયગાળા દરમિયાન કોઈ સંબંધિત ચૅનલ વડે YPPમાં અરજી કરવી નહીં. આમ કરવાથી બધી ચૅનલને સમાપ્ત કરવામાં આવી શકે છે.
નિર્માતાની જવાબદારી.વિશે વધુ જાણો.
નિર્માતાની પ્રામાણિકતા

અમે અપેક્ષા રાખીએ છીએ કે YouTube પાર્ટનર પ્રોગ્રામના નિર્માતા તેઓ જે કહે છે તે જ હોય અને તેમની પ્લૅટફૉર્મ પરની પ્રવૃત્તિમાં ભ્રામક માહિતી આપીને અથવા છેતરામણા આચરણોમાં શામેલ રહીને પોતાને ખોટી રીતે રજૂ ન કરે.

આનો અર્થ એ છે કે નિર્માતાઓએ ચૅનલની એંગેજમેન્ટને કૃત્રિમ રીતે વધારવી જોઈએ નહીં, જેમ કે વ્યૂ, સબ્સ્ક્રિપ્શન, પસંદ, જોવાયાનો સમય અને જાહેરાતની ઇમ્પ્રેશન. તેવી જ રીતે, નિર્માતાઓએ તે કન્ટેન્ટ ડિલીટ કરવા કે જોવામાં મુશ્કેલ બનાવવા પહેલાં આવા અનુપાલન ન કરતા કન્ટેન્ટ માટે કોઈ ઑર્ગેનિક એંગેજમેન્ટને પ્રોત્સાહન આપવું ન જોઈએ. આવા પ્રકારની વર્તણૂકમાં સમ્મિલિત થવા બદલ તમારી તમામ ચૅનલ YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી કાઢી નાખવામાં અથવા તેની સમાપ્તિમાં પરિણમી શકે છે. વધુ માહિતી માટે, અમારી પ્રોગ્રામ પૉલિસીઓ જુઓ

નિર્માતાઓ દ્વારા ગેરકાનૂની, કપટપૂર્ણ અથવા છેતરામણા વ્યવહારો માટે અમારી કમાણી કરવાની પ્રક્રિયાની સુવિધાઓનો ઉપયોગ કરવા જેવી નાણાકીય દુરુપયોગ આચરનારી વર્તણૂકોમાં સહભાગી થઈને વપરાશકર્તાઓ કે YouTubeને ગેરમાર્ગે પણ દોરવું નહીં. જો તમે આ પૉલિસીનું ઉલ્લંઘન કરશો તો અમે તમને YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી કાઢી નાખી શકીએ છીએ અથવા તમારી ચૅનલને સમાપ્ત કરી શકીએ છીએ.

પૉલિસીમાં ફેરફારોની અમે તમને કેવી રીતે જાણ કરીશું

YouTube સતત સેવામાં ફેરફાર કરતું રહે છે અને સાથે જ તેને બહેતર બનાવતું રહે છે અને આપણી આસપાસની દુનિયાને અનુકૂળ થાય છે. અમારી સેવાના અથવા કાનૂની, નિયમનકારી અથવા સુરક્ષા કારણોથી થતા ફેરફારોને પ્રતિબિંબિત કરવા માટે અમારે સેવાના તમારા ઉપયોગને લાગુ પડતા નિયમો અને શરતો અથવા પૉલિસીઓમાં ફેરફારો કરવાની જરૂર પડી શકે છે જેમાં સેવાની શરતો અને YouTube પાર્ટનર પ્રોગ્રામની શરતો, અમારી પૉલિસીઓ અને અન્ય કરારના દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે.

જ્યારે અમે એવા ફેરફારો કરીએ જે તમને અસર કરી શકે છે ત્યારે અમે તમને લેખિતમાં જણાવીશું. જો તમે સુધારેલી શરતો સાથે સંમત ન થાઓ તો તમે સંબંધિત સુવિધાનો ઉપયોગ કરવાનું બંધ કરી શકો છો અથવા અમારી સાથેની તમારી સમજૂતીને સમાપ્ત કરી શકો છો.

અમારી પૉલિસીઓ સાથે તમને અપ ટૂ ડેટ રહેવામાં મદદ કરવા માટે, અમે અપડેટનો કાયમી લૉગ પણ જાળવીએ છીએ. અમારા બદલાતા લૉગ અહીં જુઓ.

અમે કેવી રીતે YouTube કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓનો અમલ કરીએ છીએ

YouTube પર કમાણી કરનાર કોઈપણ વ્યક્તિએ YouTubeની ચૅનલ માટેની કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓનું અનુપાલન કરવું આવશ્યક છે. જો તમે અમારી કોઈ પણ પૉલિસીઓનું ઉલ્લંઘન કરશો તો YouTube નીચે જણાવેલા પગલાં લઈ શકે છે.

કમાણીને અથવા ચુકવણીને વિથ્હોલ્ડ કરવી, ગોઠવવી, ચુકવેલી રકમ પાછી મેળવવી અથવા ઑફસેટ કરવી

YouTube ચૅનલ પર કમાણી કરવાની પૉલિસીઓના ઉલ્લંઘનો સાથે સંકળાયેલી તમારી કોઈપણ કમાણી અમે રોકી શકીએ છીએ કે તેમાં કોઈ વધઘટ કરી શકીએ છીએ. YouTube માટે AdSenseના કોઈપણ બૅલેન્સ જેને હજી પણ વિતરિત કરવામાં આવ્યું ન હોય અથવા તમને ચુકવવાપાત્ર ભાવિ કમાણી સામે આવી રકમને તમારી સંકળાયેલી કમાણી સામે ઑફસેટ કરવા અમે તમારી પાસેથી ચૂકવેલી રકમ પાછી પણ મેળવી શકીએ છીએ.

આવા કોઈપણ ઉલ્લંઘન માટે કમાણીને અટકાવવા, વધઘટ કરવા કે ઑફસેટ કરવાની કોઈ જરૂર છે કે નહીં, તેની તપાસ કરવા માટે અમારે થોડો સમય લેવો જરૂરી રહેશે. આના પરિણામે અથવા જ્યાં સુધી અમે ત્રીજા પક્ષના અધિકારોના મતભેદનું નિરાકરણ ન લાવીએ ત્યાં સુધી ચુકવણીમાં 90 દિવસ સુધીનો વિલંબ થઈ શકે છે.

ઉલ્લંઘનના ઉદાહરણો જ્યાં અમારે તમારી આવકને અટકાવવાની કે ગોઠવણ કરવાની જરૂર પડી શકે છે તેમાં નીચેના ઉદાહરણોનો સમાવેશ થાય છે (તે પૂરતું મર્યાદિત નથી):

જો તમારી ચૅનલને YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી સમાપ્ત કે સસ્પેન્ડ કરવામાં આવી હોય, તો તમે કોઈ કમાણી મેળવવા હવે કોઈ અધિકાર ધરાવતા નથી. જ્યાં યોગ્ય અને શક્ય હોય, ત્યાં YouTube કમાણી પર રોક લગાવી શકે છે અને જાહેરાતકર્તાઓ કે દર્શકોને ખરીદીઓ માટે રિફંડ પણ આપી શકે છે.

જ્યારે અમારે અમારી પૉલિસીઓનો અમલ કરવો જરૂરી હોય, ત્યારે પ્રોડક્ટમાં અથવા ઇમેઇલ મારફતે અમે તમને લેખિતમાં જાણ કરીશું. અમે તમને એ પણ જણાવીશું કે તમારા માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે.

તમારી વીડિયોમાંથી જાહેરાતની આવક મર્યાદિત કરો

YouTube પાર્ટનર પ્રોગ્રામના સભ્ય તરીકે, જો તમારા વીડિયો અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા પૂર્ણ કરે તો તમારા વીડિયોને જાહેરાતની આવક કમાણી કરવા યોગ્ય બનાવી શકો છો. જો કે, જો તમારા વીડિયો અમારા જાહેરાતકર્તા માટે ઉપયોગી દિશાનિર્દેશોને પુરા કરતા ન હોવાનું જણાય, અથવા જો તે અન્ય પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી હોય, જેમ કે ઉંમર પ્રતિબંધ અથવા કૉપિરાઇટના દિશાનિર્દેશો, તો તમારા વીડિયો મર્યાદિત અથવા જાહેરાતની આવક બિલકુલ નહીં કરી શકે.

કન્ટેન્ટ કમાણી કરવાની પ્રક્રિયા માટે શું કામ યોગ્ય નથી તેના કારણો વિશે વધુ માહિતી મેળવવા, YouTube Studio માટે કમાણી કરવાની પ્રક્રિયાના આઇકનની માર્ગદર્શિકા જુઓ :

YouTube પાર્ટનર પ્રોગ્રામમાં તમારી સહભાગિતા સસ્પેન્ડ કરો

અમારી YouTube ચૅનલ પર કમાણી કરવાની પૉલિસીઓના ઉલ્લંઘનને પરિણામે કમાણી કરવાની પ્રક્રિયા સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અથવા તમારા દરેક કે કોઈ પણ એકાઉન્ટ કાયમી ધોરણે બંધ કરવામાં આવી શકે છે. તે નિર્ધારિત કરવામાં આવ્યું છે કે તમારી ચૅનલ હવે કમાણી કરવાની પ્રક્રિયા માટે યોગ્ય નથી અને તમારી ચૅનલ પાસે હવે YouTube પાર્ટનર પ્રોગ્રામ સાથે સંકળાયેલા તમામ કમાણી કરવાની પ્રક્રિયાના ટૂલ સુવિધાઓ અને મૉડ્યૂલનો ઍક્સેસ નથી. તમે નિર્માતા માટે સપોર્ટ ટીમનો સંપર્ક કરીને કોઈપણ સમયે કમાણી કરવાની પ્રક્રિયાના મૉડ્યૂલને નાપસંદ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

ડેટાની જાળવણી

જો YouTube સાથેની તમારી કમાણી કરવાની પ્રક્રિયાનો કરારનો અંત આવે, તો પણ તમે નિર્માતા માટે સપોર્ટનો સંપર્ક કરીને પ્રોગ્રામમાં હતા ત્યારથી તમારા YouTube Analytics ડેટાની વિનંતી કરી શકો છો.

સસ્પેન્શન વિશે વધુ માહિતી માટે, સમસ્યા નિવારણ ટિપ અને પ્રોગ્રામમાં જોડાવા માટે ફરીથી કેવી રીતે અરજી કરવી તે વિશેની વિગતો માટે, જુઓ: મારી ચૅનલ માટે કમાણી કરવાની પ્રક્રિયા બંધ છે

તમારી YouTube ચૅનલને સસ્પેન્ડ અથવા સમાપ્ત કરવી

અપવાદના સંજોગોમાં અમારે કોઈ ચૅનલ કે એકાઉન્ટ સમાપ્ત કરવાની અથવા કોઈ વપરાશકર્તાના સેવાના ઍક્સેસને બંધ કરવો જરૂરી હોઈ શકે છે, જેથી પ્લૅટફૉર્મની પ્રામાણિકતાનું રક્ષણ કરી શકાય અથવા અમારા વપરાશકર્તાઓનું નુકસાન થતા ટાળી શકાય. જો તમે માનતા હો કે તમારી ચૅનલ અથવા એકાઉન્ટ ભૂલથી સમાપ્ત કરવામાં આવ્યું છે, તો તમે શું કરી શકો તે સહિત ચૅનલની સમાપ્તિઓ અને બંધ કરેલા Google એકાઉન્ટ વિશે વધુ જાણો.

તમારી કમાણી કરવાની પ્રક્રિયાને અસર કરતી ક્રિયાઓ વિશે તમને જાણ કરવાની અમારી રીતો

જ્યારે અમારે અમારી પૉલિસીઓનો અમલ કરવો જરૂરી હોય, ત્યારે પ્રોડક્ટમાં અથવા ઇમેઇલ મારફતે અમે તમને લેખિતમાં જાણ કરીશું. અમે તમને એ પણ જણાવીશું કે તમારા માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે.

તમને અસર કરતી સમસ્યાઓમાં મદદ કેવી રીતે મેળવવી

જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાંહો, તો તમે અમારી નિર્માતા સપોર્ટ ટીમનો ઍક્સેસ મેળવી શકો છો.

તમે કોઈ ચોક્કસ સમસ્યાનો સામનો કરી રહ્યા હો અથવા તમે એક નિર્માતા તરીકે YouTubeનો મહત્તમ લાભ કેવી રીતે મેળવવો તે શોધવા માગતા હો, તમને સહાય કરવા માટે અમે અહીં ઉપલબ્ધ છીએ:

  • YouTubeનો ઉપયોગ કરવાની તમારી રીતને ઑપ્ટિમાઇઝ કરો
  • અમારા Analytics ટૂલનો શ્રેષ્ઠ લાભ લેવાની રીત સમજો
  • YouTubeના ટેક્નિકલ અથવા સેવાના પાસાંઓ વિશે ટિપ મેળવો
  • પૉલિસી અને કૉપિરાઇટ દિશાનિર્દેશોને કેવી રીતે નૅવિગેટ કરવા તે શોધો
  • એકાઉન્ટ અને ચૅનલ મેનેજમેન્ટ વિશે પ્રશ્નોના જવાબો મેળવો
  • Content ID અને અધિકારોના મેનેજમેન્ટની સમસ્યાઓનું નિરાકરણ કરો
  • સમસ્યા નિવારણ અને ખામીને અથવા તમારા એકાઉન્ટ સાથેની સમસ્યાઓ ઠીક કરો

નિર્માતા માટે સપોર્ટનો સંપર્ક કરવા અને YouTube નિર્માતા તરીકે મદદ કેવી રીતે મેળવવી તે માટે તમે વધુ વિગતવાર સૂચનાઓ શોધી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13145808395322028049
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false