નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

પૉલિસીઓ

Google Publisherના પ્રતિબંધો

અમે તમામ Google Publisher પૉલિસીઓ અને Google Publisherના પ્રતિબંધોને નવા Publisher પૉલિસીઓ માટે સહાયતા કેન્દ્ર પર સ્થાનાંતર કરવાની અને સંયોજન કરવાની પ્રક્રિયા કરી રહ્યાં છીએ. હાલ પૂરતું, તમે હજુ પણ AdMob, AdSense અને જાહેરાત મેનેજર સહાયતા કેન્દ્રોમાંની તમામ પૉલિસીઓ જોઈ શકો છો. 

Google પ્રકાશકોને તેમના કન્ટેન્ટ વડે કમાણી કરવાની ક્ષમતા પ્રદાન કરીને અને જાહેરાતકર્તાઓને ઉપયોગી, સંબંધિત પ્રોડક્ટ અને સેવાઓ સાથે સંભવિત ગ્રાહકો સુધી પહોંચાડીને મફત અને અવરોધ વિનાનું ઇન્ટરનેટ ઉપલબ્ધ કરવામાં સહાય કરે છે.

Publisherના પ્રતિબંધો એવા કન્ટેન્ટને ઓળખી કાઢે છે જેના પર જાહેરાતના ચોક્કસ સૉર્સ મેળવવા સામે પ્રતિબંધ છે. જો તમારા કન્ટેન્ટ પર ઇન્વેન્ટરી પ્રતિબંધનું લેબલ લગાડવામાં આવેલું હશે, તો જાહેરાતના ઓછા સૉર્સ તેના પર બિડ કરી શકશે. અમુક કિસ્સાઓમાં આનો અર્થ એમ થશે કે તમારી ઇન્વેન્ટરી પર જાહેરાતનો કોઈપણ સૉર્સ બિડ કરી રહ્યો નથી અને તમારા કન્ટેન્ટ પર કોઈ જાહેરાત દેખાશે નહીં. કૃપા કરીને નોંધ લેશો કે Google Ads (પૂર્વે AdWords) આ પ્રતિબંધોથી લેબલ કરેલા કન્ટેન્ટની જાહેરાતો બતાવશે નહીં. તમે Google Publisherના પ્રતિબંધો દ્વારા આવરી લેવામાં આવેલા કન્ટેન્ટથી કમાણી કરવાનું પસંદ કરી શકો છો, પણ તેના પરિણામે આ કન્ટેન્ટને અપ્રતિબંધિત કન્ટેન્ટ કરતાં ઓછી જાહેરાતો મળવાની સંભાવના છે.

Google Publisherના પ્રતિબંધો નીચેની કૅટેગરીમાં ગોઠવવામાં આવ્યા છે:

તમારા Google પ્રકાશક પ્રોડક્ટના ઉપયોગને સંચાલિત કરતી અન્ય કોઈપણ પૉલિસી ઉપરાંત આ પ્રતિબંધો લાગુ થાય છે.

શબ્દાવલીમાં સામાન્ય રીતે વપરાતા પૉલિસી સંબંધિત શબ્દો અને તેના અર્થ વિશે વધુ જાણો. 

કન્ટેન્ટ માટેના પ્રતિબંધો

જાતીય કન્ટેન્ટ

એવું કન્ટેન્ટ છે કે:

  • જેમાં નગ્નતા દર્શાવવામાં આવતી હોય.
  • જે જાતીય રૂપે આનંદ આપતું હોય, જાતીય રીતે સૂચક અને/અથવા જાતીય આવેગ જગાડતું હોય.

    ઉદાહરણો: સ્તન, નિતંબ અથવા જંઘામૂળના નિકટના ફોટા, આરપાર જોઈ શકાય તેવો પહેરવેશ, ઝાંખા કરેલા શરીરના જાતીય ભાગો અથવા સ્ત્રી અથવા પુરુષ ઉત્તેજક રીતે પોઝ આપતા હોય અને/અથવા કપડાં ઉતારતાં હોય તેવી સેન્સર કરેલી તેમની છબીઓ

  • જેમાં જાતીય વિચિત્ર બાબતોની ચર્ચા કરવામાં હોય.

    ઉદાહરણો: બીજાનાં જનનેન્દ્રિયો અને સંભોગ જોઈને, ભૂમિકા ભજવીને, બંધક બનાવીને, પ્રભુત્વ જમાવીને અને બળજબરીથી વશમાં કરીને તથા શારીરિક યાતના આપીને અથવા અપમાન કરીને જાતીય તૃપ્તિ મેળવવાની ક્રિયાઓ

  • જે જાતીય મનોરંજન માટે હોય.

    ઉદાહરણો: પોર્નૉગ્રફિક મૂવીના ઉત્સવો, વેબકૅમથી ચાલતી પુખ્ત સેવાઓ, સ્ટ્રિપ ક્લબ

  • જેમાં જાતીય વ્યાપારી સામાનનો પ્રચાર કરવામાં આવતો હોય.

    ઉદાહરણો: સેક્સ ટૉય, વ્યક્તિગત લૂબ્રિકન્ટ, જનન વૃદ્ધિના સાધનો

  • જેમાં સંબંધો અને/અથવા જાતીય મુલાકાતોની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય.

    ઉદાહરણો: આડસંબંધ, લૈંગિક જોડીદારની અદલાબદલી, પ્રાસંગિક કે સહજ જાતીય સુખ

  • જેમાં જાતીય કાર્યપ્રદર્શન સંબંધિત સલાહ આપવામાં આવતી હોય.

    ઉદાહરણો: સેક્સ ટિપ

  • જેમાં કામેચ્છા વધારવાની દવાઓ અથવા પૂરકોનો પ્રચાર કરવામાં આવતો હોય.

    ઉદાહરણો: શિશ્ન ઉત્થાનના દોષની ગોળીઓ, કામેચ્છા વધારતા પૂરક ખોરાક

  જાતીય કન્ટેન્ટ વિશે વધુ જાણો

આઘાતજનક કન્ટેન્ટ

એવું કન્ટેન્ટ છે કે:

  • જેમાં ઘાતકી, ગ્રાફિક કે ઘૃણાસ્પદ વિગતો કે છબીઓ હોય.

    ઉદાહરણો: લોહી, આંતરડા, રક્તપાત, જાતીય સ્ત્રાવો, માનવ અથવા પશુનો મળ, અપરાધના સ્થળની છબીઓ અથવા અકસ્માતના ફોટા

  • જેમાં હિંસાત્મક કૃત્યો હોય.

    ઉદાહરણો: ગોળીબાર, વિસ્ફોટો અથવા બૉમ્બ ફેંકવાની જાણકારીઓ અથવા છબીઓ; હત્યાના વીડિયો

  • જેમાં નોંધપાત્ર માત્રામાં કે ખાસ કરીને અશ્લીલ અથવા અધાર્મિક ભાષા શામેલ હોય.

    ઉદાહરણો: ગાળો અથવા અપશબ્દો, અભદ્ર ભાષાની વિવિધતા અને તેની ખોટી જોડણીઓ

ગેમપ્લે છબીઓ માટે અપવાદ: ગેમપ્લે છબીઓના સંદર્ભમાં, માત્ર તે જ કન્ટેન્ટને "બિહામણા, ગ્રાફિક અથવા ઘૃણાસ્પદ વિગતો કે છબી ધરાવતા" અથવા "હિંસાત્મક કૃત્યોનું ચિત્રણ" કરતા કન્ટેન્ટ તરીકે ગણતરીમાં લેવામાં આવે છે જો તેમાં આનો સમાવેશ હોય:

  • જુલમ.

    ઉદાહરણો: બાંધેલી કે કેદ કરેલી વ્યક્તિઓને તીવ્ર પીડા કે કષ્ટ થાય તેવા હિંસક કૃત્યો આચરવા

  • જાતીય હિંસા.
  • સગીરો પ્રત્યે હિંસા.
  • વાસ્તવિક જીવનમાંના અગ્રણી વ્યક્તિઓ પ્રત્યે હિંસા.

    ઉદાહરણો: વાસ્તવિક દુનિયાના પ્રેસિડેન્ટ, સરકારી અધિકારીઓ, પ્રસિદ્ધ હસ્તીઓ કે રમતગમતના ખેલાડીઓ પ્રત્યે કોઈપણ પ્રકારની હિંસા

  • પ્રણાલીગત ભેદભાવ અથવા મુખ્ય પ્રવાહથી દૂર કરવા સાથે સંકળાયેલી લાક્ષણિકતાઓ આધારે કોઈ વ્યક્તિ કે ગ્રૂપ સામે આચરવામાં આવતી હિંસા.
  • ઉદાહરણો: તેમની જાતિ, પ્રાદેશિક મૂળ, ધર્મ, વિકલાંગતા, વય, રાષ્ટ્રીયતા, લશ્કરમાં સેવા આપ્યાનું સ્ટેટ્સ, જાતીય અભિગમ, લિંગ કે લિંગની ઓળખના આધારે કોઈ વ્યક્તિ પ્રત્યે હિંસા

  આઘાતજનક કન્ટેન્ટ વિશે વધુ જાણો

વિસ્ફોટકો

એવું કન્ટેન્ટ છે કે:

  • જે એવી પ્રોડક્ટના વેંચાણનો પ્રચાર કરે છે, જેને વિસ્ફોટ માટે ડિઝાઇન કરવામાં આવી હોય અને જેને કારણે આસપાસના લોકો અથવા પ્રોપર્ટીને નુકસાન થઈ શકે છે.

    ઉદાહરણો: ખીલીવાળા બૉમ્બ, રાસાયણિક બૉમ્બ, હાથગોળા, ફટાકડા અથવા એવી કોઈપણ આતશબાજી જેનાથી વિસ્ફોટ થાય

  • જેમાં વિસ્ફોટક આઇટમના જોડાણ, તેને વધુ શક્તિશાળી બનાવવા અથવા તેને મેળવવાની રીત વિશેની સૂચનાઓ શામેલ છે.

    ઉદાહરણો: બૉમ્બ બનાવવાની માર્ગદર્શિકા; હાથગોળાના ભાગો અથવા બીજાં વિસ્ફોટક ડિવાઇસ પર 3D પ્રિન્ટિંગ કરવા માટેનું સૉફ્ટવેર અથવા સાધન

  વિસ્ફોટકો વિશે વધુ જાણો

બંદૂકો, બંદૂકના ભાગ અને સંબંધિત પ્રોડક્ટ

એવું કન્ટેન્ટ છે કે:

  • જે ગનપાઉડરનો ઉપયોગ કરતી બંદૂકો અથવા રમતગમત કે મનોરંજન માટે વપરાતી એવી બંદૂકો જેનો દુરુપયોગ થાય તો ગંભીર હાનિ થઈ શકે છે અથવા જે વાસ્તવિક બંદૂક જેવી દેખાતી હોય, તેવી બંદૂકોના વેચાણનું પ્રચાર કરે છે.

    ઉદાહરણો: હૅન્ડગન, રાઇફલ, શૉટગન, શિકાર માટેની બંદૂકો, ચાલુ સ્થિતિમાં હોય તેવી પ્રાચીન બંદૂકો, એરસોફ્ટ ગન, પેઇન્ટબોલ ગન, BB ગન, 3D પ્રિન્ટ કરેલી બંદૂકો

  • જે ગનપાઉડરનો ઉપયોગ કરતી બંદૂકની કાર્યક્ષમતા માટે અથવા કાર્યક્ષમતાને બહેતર બનાવવા માટે આવશ્યક હોય, એવા ગનપાઉડરનો ઉપયોગ કરતી બંદૂક સંબંધિત કોઈપણ પાર્ટ, ઘટક અથવા તૈયાર કે અપૂર્ણ સાધનના વેચાણનો પ્રચાર કરે છે.

    ઉદાહરણો: દારૂગોળો, દારૂગોળાની ક્લિપ, સાઇલન્સર, બંદૂકો માટેનાં ટ્રાઇપોડ અને બાઇપોડ, સ્ટોક, રૂપાંતરણ કિટ, બંદૂકોની ગ્રિપ, સ્કોપ અને સાઇટ, બમ્પ સ્ટોક

  • જેમાં ગનપાઉડરનો ઉપયોગ કરતી બંદૂકોના જોડાણ અથવા કાર્યક્ષમતાને વધારવા માટેની સૂચનાઓ શામેલ છે.

  બંદૂકો, બંદૂકના ભાગ અને સંબંધિત પ્રોડક્ટ વિશે વધુ જાણો

અન્ય હથિયારો

એવું કન્ટેન્ટ છે કે:

  • જે એવા અન્ય હથિયારોના વેચાણનો પ્રચાર કરે છે, જેને એવી પ્રોડક્ટ તરીકે ડિઝાઇન અથવા પ્રચારિત કરવામાં આવે છે કે તેના ઉપયોગથી રમતગમત, આત્મરક્ષણ અથવા લડાઇમાં સામેવાળી વ્યક્તિને ઈજા પહોંચાડી શકાય છે.

    ઉદાહરણો: ફેંકી શકાય એવા સ્ટાર, ટેઝર, ધાતુની ખોળી, મરચાનું સ્પ્રે

  • જે સંઘર્ષમાં ફાયદો આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલા ચાકુઓના વેચાણનો પ્રચાર કરે છે (જેમાં અન્ય વસ્તુ તરીકે દેખાતા અથવા ખુલવામાં સહાય કરતી કાર્યપદ્ધતિ ધરાવતા ચાકુઓનો સમાવેશ થાય છે).

    ઉદાહરણો: સ્વિચબ્લેડ, લડાઈની છરીઓ, તલવાર-કેન, બાલીસોંગ, લશ્કરની છરીઓ, પુશ ડેગર, ફેંકવાની કુહાડીઓ

  • જેમાં આ "અન્ય હથિયારો"ના વિભાગ હેઠળ આવરી લેવામાં આવેલી કોઈપણ પ્રોડક્ટના જોડાણ, તેને વધુ શક્તિશાળી બનાવવા અથવા તેને મેળવવાની રીત વિશેની સૂચનાઓ શામેલ છે.

  અન્ય હથિયારો વિશે વધુ જાણો

તમાકુ

એવું કન્ટેન્ટ છે કે:

  • જેમાં તમાકુનો અને તમાકુ સંબંધિત પ્રોડક્ટનો પ્રચાર કરવામાં આવતો હોય.

    ઉદાહરણો: સિગારેટ, સિગાર, ચિલમ, બીડી બનાવવાના કાગળો, ચાવી શકાય એવું તમાકુ, ઇ-સિગારેટ

   તમાકુ વિશે વધુ જાણો

મનોરંજક ડ્રગ

એવું કન્ટેન્ટ છે કે:

  • જેમાં મનોરંજનના હેતુ માટે માનસિક સ્થિતિમાં ફેરફાર અથવા અન્યથા "ઉત્તેજના" આપે તેવા પદાર્થોનો પ્રચાર કરવામાં આવતો હોય.

    ઉદાહરણો: કોકેન, ક્રિસ્ટલ મેથ, હેરોઇન, ગાંજો, કોકેન જેવા પદાર્થો, મેપેડ્રોન, "ઉત્તેજના આપનારા કાયદેસરના પદાર્થો"

  • જેમાં મનોરંજન માટે ડ્રગના ઉપયોગને સરળ બનાવવા તરીકે વેચાતી પ્રોડક્ટ અથવા સેવાઓનો પ્રચાર કરવામાં આવતો હોય.

    ઉદાહરણો: પાઇપ, બૉંગ, કેવાબીસ, કૉફી શૉપ

  • જેમાં મનોરંજક ડ્રગના ઉત્પાદન, ખરીદી અથવા વપરાશ વિશેની સૂચનાઓ આપવામાં આવતી હોય.

    ઉદાહરણો: ડ્રગના ઉપયોગ વિશે ટિપ અથવા સુઝાવોનું આદાન-પ્રદાન કરતા ચર્ચામંચો

  મનોરંજક ડ્રગ વિશે વધુ જાણો

દારૂનું વેચાણ કે દુરુપયોગ

એવું કન્ટેન્ટ છે કે:

  • જેમાં નશીલા પીણાંના ઑનલાઇન વેચાણનો પ્રચાર કરવાની સુવિધા આપવામાં આવતી હોય.
  • જેમાં દારૂના બેજવાબદાર વપરાશનો પ્રચાર થતો હોય.

    ઉદાહરણો: હદથી વધુ, સળંગ અથવા પ્રતિસ્પર્ધામાં દારૂ પીવાનું સાનુકૂળ વર્ણન

  દારૂનું વેચાણ કે દુરુપયોગ વિશે વધુ જાણો

ઑનલાઇન જુગાર

એવું કન્ટેન્ટ છે કે:

  • જેમાં ઑનલાઇન નાણાંના વાસ્તવિક જુગારનો અથવા ગેમના પરિણામના આધારે વાસ્તવિક નાણાં કે ઇનામ જીતવાની તક મેળવવા માટે નાણાં કે અન્ય મૂલ્યવાન વસ્તુઓ ચૂકવાતી હોય અથવા તેની હોડ બકાતી હોય તેવી ઇન્ટરનેટ આધારિત કોઈપણ ગેમમાં સહભાગી થવા વપરાશકર્તાઓને સુવિધા પૂરી પાડવામાં આવતી હોય.

    ઉદાહરણો: ઑનલાઇન કસીનો અથવા સટ્ટેબાજી, ઑનલાઇન લોટરી ટિકિટ અથવા સ્ક્રૅચ કાર્ડની ખરીદી, રમતગમત પર ઑનલાઇન સટ્ટો, ઑનલાઇન જુગારનાં પેજને પ્રોત્સાહન આપતાં વચેટિયાઓ અથવા આનુષંગિક સાઇટ

   ઑનલાઇન જુગાર વિશે વધુ જાણો

ચિકિત્સકો દ્વારા સુઝાવ આપેલી દવાઓ

એવું કન્ટેન્ટ છે કે:

  • જેમાં ચિકિત્સકો દ્વારા સુઝાવ આપેલી દવાઓના ઑનલાઇન વેચાણનો પ્રચાર કરવામાં આવતો હોય.

    ઉદાહરણો: ચિકિત્સકો દ્વારા સુઝાવ આપેલી દવાઓનું વેચાણ, દવાઓનું ઑનલાઇન વેચાણ

   ચિકિત્સકો દ્વારા સુઝાવ આપેલી દવાઓ વિશે વધુ જાણો

મંજૂરી વિનાના ફાર્માસ્યુટિકલ અને પૂરક ખોરાક

એવું કન્ટેન્ટ છે કે:

  • અમાન્ય ફાર્માસ્યુટિકલ અને પૂરક ખોરાકનો પ્રચાર કરતા હોય.

    ઉદાહરણો: અમાન્ય ફાર્માસ્યુટિકલ અને પૂરક ખોરાકની આ અપૂર્ણ સૂચિ પરની બધી આઇટમ; એફેડ્રા; સક્રિય ફાર્માસ્યુટિકલ અથવા જોખમકારક સામગ્રીવાળા ઔષધીય અને પૂરક ખોરાકો ધરાવતી પ્રોડક્ટ; એવા નામવાળી પ્રોડક્ટ જે અમાન્ય ફાર્માસ્યુટિકલ, પૂરક ખોરાક અથવા નિયંત્રિત પદાર્થના નામ સાથે ભળતી આવે છે અને ગૂંચવણ ઊભી કરે છે

  મંજૂરી વિનાના ફાર્માસ્યુટિકલ અને પૂરક ખોરાક વિશે વધુ જાણો

Google Play Storeમાંથી ઍપ કાઢી નાખવામાં આવી

એવી ઍપ છે કે: 

  • જેને Google Play સ્ટોર પરથી Google Playની પૉલિસીના ઉલ્લંઘન બદલ કાઢી નાખવામાં આવી છે.

 Google Play Storeમાંથી કાઢી નાખવામાં આવેલી ઍપ વિશે વધુ જાણો


વર્તણૂક માટેના પ્રતિબંધો 

વિક્ષેપ પાડનારી જાહેરાતો 

કન્ટેન્ટને છુપાવતી હોય એવી, Google દ્વારા આપવામાં આવતી જાહેરાતો

અમે Google દ્વારા આપવામાં આવતી હોય એવી જાહેરાતોને મંજૂરી આપતા નથી કે જે:

  • કોઈપણ સમયગાળા સુધી કન્ટેન્ટને પૂર્ણ અથવા આંશિક રીતે છુપાવતી હોય

  કન્ટેન્ટને છુપાવતી હોય એવી, Google દ્વારા આપવામાં આવતી જાહેરાતો વિશે વધુ જાણો 

Google દ્વારા આપવામાં આવતી જાહેરાતોને છુપાવતું હોય તેવું કન્ટેન્ટ 

અમે એવા કન્ટેન્ટને મંજૂરી નથી આપતા જે:

  • Google દ્વારા બતાવવામાં આવતી જાહેરાતોને પૂર્ણ અથવા આંશિક રીતે છુપાવતું હોય.

  Google દ્વારા આપવામાં આવતી જાહેરાતોને છુપાવતું હોય તેવા કન્ટેન્ટ વિશે વધુ જાણો  

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9580590527617840118
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false