YouTube પર ચુકવણી મેળવવા માટે, YouTube માટે AdSense એકાઉન્ટનું સેટઅપ કરવું

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લીધે, અમે રશિયામાં સ્થિત વપરાશકર્તાઓને Google અને YouTube જાહેરાતો બતાવવાની સેવા હંગામી રીતે થોભાવીશું. વધુ જાણો.

જો તમે YouTube પર નાણાં કમાઈ રહ્યાં હો, તો નાણાં કમાવા અને ચુકવણી મેળવવા માટે, તમારે મંજૂરીપ્રાપ્ત YouTube માટે AdSense એકાઉન્ટ સાંકળવું જરૂરી છે.

મહત્ત્વપૂર્ણ: YouTube માટે AdSenseના નિયમો અને શરતો મુજબ, તમારી પાસે નાણાં મેળવનારના એક નામવાળું માત્ર એક જ YouTube માટે AdSense એકાઉન્ટ હોઈ શકે છે. YouTube મારફતે બનાવેલા ડુપ્લિકેટ YouTube માટે AdSense એકાઉન્ટને મંજૂરી આપવામાં આવશે નહીં અને સંકળાયેલી YouTube ચૅનલ માટે કમાણી કરવાની પ્રક્રિયા બંધ કરવામાં આવશે. નવું YouTube માટે AdSense એકાઉન્ટ શરૂ કરતી વખતે, તેને માત્ર YouTube Studio મારફતે જ બનાવો. અન્ય સાઇટ (જેમ કે YouTube માટે AdSenseનું હોમપેજ) પર તેમ કરવાથી કામ નહીં થાય.

YouTube માટે AdSense એકાઉન્ટ બનાવવું અને લિંક કરવું

YouTube માટે AdSense એકાઉન્ટ બનાવવું અને તેને તમારી ચૅનલ સાથે લિંક કરવું એ YouTube પર ચુકવણી મેળવવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. નોંધ કરો કે જો તમે પહેલેથી જ YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો અને જો તમને જરૂર હોય, તો તમે તમારું લિંક કરેલું YouTube માટે AdSense એકાઉન્ટ બદલી શકો છો. તમે એક જ YouTube માટે AdSense એકાઉન્ટનો ઉપયોગ કરીને, એકથી વધુ YouTube ચૅનલ વડે કમાણી કરી શકો છો.

ધ્યાનમાં રાખો કે તમે 32 દિવસમાં માત્ર એકવાર તમારું લિંક કરેલું YouTube માટે AdSense એકાઉન્ટ બદલી શકો છો.

 YouTube Creators માટે AdSense

 

તમે નવું YouTube માટે AdSense એકાઉન્ટ બનાવી શકો છો અને તેને તમારી ચૅનલ સાથે લિંક કરી શકો છોl:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાં, કમાણી કરો ટૅબ પસંદ કરો.
  3. YouTube માટે AdSense માટે સાઇન અપ કરો કાર્ડ પર શરૂ કરો પર ક્લિક કરો.
  4. જ્યારે તમને પૂછવામાં આવે, ત્યારે તમારો YouTube એકાઉન્ટનો પાસવર્ડ દાખલ કરો અને જરૂર પડે ત્યારે ફરીથી પ્રમાણિત કરો.
  5. YouTube માટે AdSense માટે તમે કયા Google એકાઉન્ટનો ઉપયોગ કરવા માગો છો, તે પસંદ કરો.
    1. નોંધ: જો તમે પહેલેથી જ અન્ય કારણોસર YouTube સિવાય બીજે ક્યાંય AdSenseનો ઉપયોગ કરતા હો, તો તમારા વર્તમાન AdSense એકાઉન્ટ સાથે ઉપયોગમાં લેવાતા Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.
  6. હવે તમે YouTube માટે AdSenseમાં શામેલ છો. એકવાર અહીં આવ્યા પછી એ ચકાસી લો કે પેજમાં સૌથી ઉપર આપેલું ઇમેઇલ ઍડ્રેસ સાચું છે. જો તે ખોટું હોય, તો એકાઉન્ટ્સ સ્વિચ કરવા માટે અલગ એકાઉન્ટનો ઉપયોગ કરો પર ક્લિક કરો.
  7. તમારા એકાઉન્ટનું સેટઅપ કરવાનું ચાલુ રાખો. તમારી સંપર્ક માહિતી પ્રદાન કરો અને YouTube માટે AdSense એકાઉન્ટ માટેની તમારી અરજી સબમિટ કરો.

ઉપર જણાવેલા પગલાં અનુસર્યા પછી, તમને YouTube Studio પર પાછા લઈ જવામાં આવશે, જ્યાં તમને તમારા YouT u be માટે AdSense એકાઉન્ટ માટેની અરજીની રસીદની ચકાસણી કરવાનો કોઈ મેસેજ જોવા મળશે. કૃપા કરીને નોંધ કરશો કે જો તમને Studio પર પાછા રીડાયરેક્ટ કરવામાં ન આવે, તો તમારી અરજી પૂર્ણ ન હતી. કોઈપણ અપૂર્ણ પગલાં માટે, તમારા YouTube માટે AdSense એકાઉન્ટનો રિવ્યૂ કરો. એકવાર તમારું એકાઉન્ટ મંજૂર કરવામાં આવે, પછી YouTube માટે AdSense તમને ઇમેઇલ દ્વારા જાણ કરશે જેમાં સામાન્ય રીતે અમુક દિવસો લાગે છે, પણ કેટલાક કિસ્સાઓમાં તેમાં 2-3 અઠવાડિયા લાગી શકે છે. એકવાર મંજૂર કરવામાં આવે, પછી તમને તમારા YouTube Studioમાં YouTube માટે AdSense માટે સાઇન અપ કરો કાર્ડમાં કન્ફર્મેશન જોવા મળશે કે તમારું YouTube માટે AdSense એકાઉન્ટ મંજૂર કરવામાં આવ્યું છે અને તે સક્રિય છે.

મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCN): જો તમારી ચૅનલ MCN સાથે ભાગીદારી કરતી આનુષંગિક ચૅનલ હોય, તો તમારે તમારું પોતાનું YouTube માટે AdSense એકાઉન્ટ તમારી ચૅનલ સાથે લિંક કરવું પડશે. ત્રીજા પક્ષના YouTube માટે AdSense એકાઉન્ટને તેમની પરવાનગી સાથે પણ ઍક્સેસ કરવું, તે YouTube માટે AdSenseની સેવાની શરતોનું ઉલ્લંઘન છે.

મને ખબર નથી કે મારી પાસે AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટ છે કે નહીં

"adsense-noreply@google.com" તરફથી મોકલવામાં આવેલો ઇમેઇલ તમારા ઇનબૉક્સમાં શોધો.
AdSenseના નિયમો અને શરતો મુજબ, તમારી પાસે નાણાં મેળવનારના એક નામવાળું માત્ર એક જ YouTube માટે AdSense એકાઉન્ટ હોઈ શકે છે. જો તમારી પાસે કોઈ ડુપ્લિકેટ એકાઉન્ટ મળી આવે, તો તમારું YouTube માટે AdSense એકાઉન્ટ નામંજૂર કરવામાં આવશે અને તમને અન્ય સંબંધિત એકાઉન્ટ બંધ કરવાનું કહેવામાં આવશે.
મારી પાસે પહેલેથી મંજૂર થયેલું AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટ છે
  1. તમારા YouTube એકાઉન્ટમાં સાઇન ઇન કરો અને https://studio.youtube.com/channel/UC/monetization પર જાઓ
  2. “YouTube માટે AdSense માટે સાઇન અપ કરો” કાર્ડ પર 'શરૂ કરો' પર ક્લિક કરો.
  3. તમારે તમારો YouTube એકાઉન્ટ પાસવર્ડ દાખલ કરવો પડશે અને ફરીથી પ્રમાણીકરણ કરવું પડશે. તમારા YouTube એકાઉન્ટને કેવી રીતે ફરીથી પ્રમાણિત કરવું તે જાણો.
  4. YouTube માટે AdSenseમાં સાઇન ઇન કરવા માટે, તમે જે Google એકાઉન્ટનો ઉપયોગ કરવા માગતા હો, તેને પસંદ કરો. જો તમારી પાસે પહેલેથી AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટ હોય, તો એ જરૂરી છે કે તમે તમારું વર્તમાન એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે જે Google એકાઉન્ટનો ઉપયોગ કરો છો, તેનાથી જ સાઇન ઇન કરો. તમે YouTubeમાં સાઇન ઇન કરવા માટે જે સાઇન ઇન વિગતનો ઉપયોગ કરો છો, તેનાથી આ એકાઉન્ટ અલગ હોઈ શકે છે.
  5. તમને YouTube માટે AdSenseના સાઇન અપ પેજ પર મોકલવામાં આવશે. ચકાસો કે સાચું ઇમેઇલ ઍડ્રેસ પેજમાં સૌથી ઉપર છે. જો દેખાતું એકાઉન્ટ ખોટું હોય, તો એકાઉન્ટ બદલવા માટે "કોઈ અલગ એકાઉન્ટનો ઉપયોગ કરો" પર ક્લિક કરો.
  6. જોડાણ સ્વિકારો પર ક્લિક કરો.
  7. તમને YouTube Studioમાં 'કમાણી કરો' પેજ પર પાછા રીડાયરેક્ટ કરવામાં આવશે.
  8. એકવાર તમે તમારું YouTube માટે AdSense એકાઉન્ટ કનેક્ટ કરી લો, તે પછી અમે “YouTube માટે AdSense માટે સાઇન અપ કરો” કાર્ડ પર લીલા રંગમાં “થઈ ગયું” ચિહ્ન વડે આ પગલાંને ચિહ્નિત કરીશું.

કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટનો ઉપયોગ કરીને, AdSense માટે YouTubeનું સેટઅપ કરવું

જો તમને કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટનું સંચાલન કરવાના અધિકારો આપવામાં આવ્યા હોય, તો તમે તેની સાથે YouTube માટે AdSense એકાઉન્ટ સાંકળી શકો છો.
  1. તમારા કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. સેટિંગ પર જાઓ.
  3. ઓવરવ્યૂ વિભાગ હેઠળ, તમને YouTube માટે AdSense જોવા મળશે (તે જોવા માટે, તમને સ્ક્રોલ કરવાની જરૂર પડી શકે છે).
  4. ફેરફાર કરો પર ક્લિક કરો.
  5. AdSense પર ચાલુ રાખો પર ક્લિક કરો.
  6. તમારે તમારો YouTube એકાઉન્ટ પાસવર્ડ દાખલ કરવો પડશે અને ફરીથી પ્રમાણીકરણ કરવું પડશે. તમારા YouTube એકાઉન્ટને કેવી રીતે ફરીથી પ્રમાણિત કરવું તે જાણો.
  7. YouTube માટે AdSenseમાં સાઇન ઇન કરવા માટે, તમે જે Google એકાઉન્ટનો ઉપયોગ કરવા માગતા હો, તેને પસંદ કરો. જો તમારી પાસે પહેલેથી AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટ હોય, તો એ જરૂરી છે કે તમે તમારું વર્તમાન એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે જે Google એકાઉન્ટનો ઉપયોગ કરો છો, તેનાથી જ સાઇન ઇન કરો.
  8. જ્યારે જણાવવામાં આવે, ત્યારે તમારા YouTube માટે AdSense એકાઉન્ટનો પાસવર્ડ દાખલ કરો. તમે YouTubeમાં સાઇન ઇન કરવા માટે જે લૉગ ઇન વિગતનો ઉપયોગ કરો છો, તેનાથી આ માહિતી અલગ હોઈ શકે છે.
  9. તમે જે YouTube ચૅનલ સાથે YouTube માટે AdSense એકાઉન્ટને સાંકળી રહ્યાં છો, તેને કન્ફર્મ કરો અને ચૅનલ માટે પ્રાથમિક ભાષા પસંદ કરો. તમે YouTube માટે AdSenseને સાંકળવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એક YouTube ચૅનલ પસંદ કરો છો, તેમ છતાં YouTube તમારા કન્ટેન્ટ મેનેજર સાથે લિંક કરેલી તમામ ચૅનલ પર જાહેરાતો આપશે.
  10. જોડાણ સ્વીકારો પર ક્લિક કરો અને જો કહેવામાં આવે, તો તમારી બિલિંગ માહિતી ઉમેરો.
એકવાર તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી લો, તે પછી તમને YouTube પર પાછા રીડાયરેક્ટ કરવામાં આવશે. AdSenseને કરેલી અરજીના રિવ્યૂ માટે રાહ જોવાના સમય વિશે વધુ જાણો.

સામાન્ય સમસ્યાઓ

તમારી ચૅનલ સાથે YouTube માટે AdSense એકાઉન્ટ લિંક કરવાનો પ્રયાસ કરતી વખતે સામાન્ય સમસ્યાઓના નિવારણ માટે, નીચેની માહિતીનો ઉપયોગ કરો.

મેં નવું YouTube માટે AdSense એકાઉન્ટ બનાવ્યું છે, પણ તેને નામંજૂર કરવામાં આવ્યું છે કારણ કે મારી પાસે પહેલેથી વર્તમાન AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટ છે

AdSenseના નિયમો અને શરતો અથવા YouTube માટે AdSenseની સેવાની શરતો મુજબ, તમારી પાસે નાણાં મેળવનારના એક નામવાળું માત્ર એક જ AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટ હોઈ શકે છે. જો તમારી પાસે કોઈ ડુપ્લિકેટ એકાઉન્ટ મળી આવે, તો તમારું નવું બનાવેલું YouTube માટે AdSense એકાઉન્ટ નામંજૂર કરવામાં આવશે.

તમારા ઇમેઇલ ઇનબૉક્સમાં “તમારી પાસે પહેલેથી જ વર્તમાન AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટ છે” વિષય ધરાવતો ઇમેઇલ શોધો. આ મેસેજમાં તમારા વર્તમાન AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટ વિશેની માહિતી હશે. આ માહિતી સાથે, તમારી પાસે સમસ્યાને ઠીક કરવા માટે બે વિકલ્પો છે:

હાલના (જૂના) એકાઉન્ટનો ઉપયોગ કરો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો અને જોડાણ બદલો પર ક્લિક કરો.
  2. એકાઉન્ટમાં પસંદગી મેનૂમાં, તમારા વર્તમાન (જૂના) AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટનો ઉપયોગ કરતું હોય એ Google એકાઉન્ટ પસંદ કરો.
  3. જોડાણ સ્વિકારો પર ક્લિક કરો.

તમને પાછા YouTube Studio પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તમે તમારી ચૅનલ સાથે લિંક કરેલું એકાઉન્ટ જોઈ શકશો.

તમે અત્યારે જ બનાવેલા નવા એકાઉન્ટનો ઉપયોગ કરવો

પ્રથમ, તમારે હાલનું (જૂનું) એકાઉન્ટ બંધ કરવાની જરૂર પડશે

  1. તમારા વર્તમાન AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટમાંથી જે પણ લાગુ થતું હોય, તેમાં સાઇન ઇન કરો.
  2. તમારું એકાઉન્ટ બંધ કરવા માટે અહીં પગલાં અનુસરો.

એકવાર બંધ થઈ ગયા પછી, તમે જૂનું એકાઉન્ટ બંધ કર્યું છે તે કન્ફર્મ કરવા માટે, તમારા નવા YouTube માટે AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.

નોંધ: તમારા નવા YouTube માટે AdSense એકાઉન્ટને મંજૂર કરવામાં અને તમારી YouTube ચૅનલ સાથે લિંક થવામાં થોડા દિવસો લાગી શકે છે.

સરનામાના (પિન)ની ચકાસણી સંબંધિત સમસ્યાઓ

ચૅનલની કમાણી કરવાની પ્રક્રિયા જાળવવા અને ચુકવણીઓ પ્રાપ્ત કરવા માટે, YouTube માટે AdSense એકાઉન્ટમાં સરનામા (પિન)ની ચકાસણી પૂર્ણ કરવી જરૂરી છે.

જો તમે તમારી ચૅનલ સાથે કોઈ નવું YouTube માટે AdSense એકાઉન્ટ લિંક કર્યું હોય, તો એકવાર તમે $10 બૅલેન્સ પર પહોંચો, એટલે તમારા ભૌતિક સરનામા પર પિન વડે ચકાસણી કાર્ડ મોકલવામાં આવશે. આ પિન વડે ચકાસણી કાર્ડમાં, તમારું સરનામું ચકાસવા, તમારા એકાઉન્ટમાં દાખલ કરવા માટેનો તમારો પિન કોડ શામેલ હશે.

જો તમે વર્તમાન AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટ સાથે લિંક કર્યું હોય, તો ટપાલમાં પિન વડે ચકાસણી કાર્ડ તમારા સુધી પહોંચે તે માટે તમારે ઓછામાં ઓછા 3 અઠવાડિયા રાહ જોવી જરૂરી હોઈ શકે છે. જો તમને 3 અઠવાડિયા પછી પણ કાર્ડ ન મળે, તો તમે પિન વડે ચકાસણી કાર્ડ બદલવાની વિનંતી કરી શકો છો.

ખાતરી કરો કે તમારા YouTube માટે AdSenseમાં ફાઇલ પરનું સરનામું તમારી સ્થાનિક પોસ્ટ ઑફિસ દ્વારા માન્ય સરનામા સાથે મેળ ખાતું હોય. સાચું સરનામું રાખવાથી સ્થાનિક પોસ્ટ ઑફિસને તમારી ટપાલ પહોંચાડવામાં સહાય મળે છે. જો તે અલગ હોય, તો તમારે તમારા એકાઉન્ટમાં ચુકવણી માટેનું ઍડ્રેસ બદલવું જરૂરી છે, જેથી તે બંને એકસરખા હોય.

જો તમને સરનામા (પિન)ની ચકાસણી માટે સહાયની જરૂર હોય, તો સહાય માટેના આ સંસાધનોનો સંદર્ભ લો:

જો હું મારા સરનામાની ચકાસણી ન કરું તો શું થાય?

જો તમે 4 મહિનાની અંદર તમારા સરનામાની ચકાસણી નહીં કરો તો તમારી ચૅનલ માટે કમાણી કરવાની પ્રક્રિયા થોભાવી દેવામાં આવશે. તેમાં આ સુવિધાઓની ઍક્સેસ થોભાવવાનું શામેલ છે:

  • ચૅનલની મેમ્બરશિપ
  • Super Chat વગેરે

એકવાર તમે તમારા સરનામાની ચકાસણી કરી લો તે પછી તમારી ચૅનલ પર કમાણી કરવાની પ્રક્રિયા ફરી શરૂ થશે.

અન્ય સમસ્યાઓ

મને YouTube Studioમાં "અરે, કંઈક ખોટું થયું" જોવા મળ્યું છે

YouTube Studio દ્વારા માન્ય ન હોય તેવા ઇમેઇલમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરતી વખતે આ ભૂલનો મેસેજ દેખાઈ શકે છે. આ સમસ્યા હલ કરવા માટે, નીચે પ્રમાણેના પ્રયાસ કરો:

  • YouTube માટે AdSense એકાઉન્ટ લિંક કરતી વખતે, YouTube Studio તમને તે તમે જ છો એ ચકાસવા માટે કહેશે. ખાતરી કરો કે તમે YouTubeમાં સાઇન ઇન કરવા માટે જે ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરો છો, તેનો જ ઉપયોગ આમ કરવા માટે પણ કરો છો.

    પછી તમે જે Google એકાઉન્ટ વડે YouTube માટે AdSense પર આગળ વધવા માગતા હો, તે પસંદ કરવાનું તમને કહેવામાં આવશે. આ કિસ્સામાં, તમે YouTube Studioમાં સાઇન ઇન કરવા માટે જે ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરો છો, તેનાથી અલગ ઇમેઇલ ઍડ્રેસ પસંદ કરી શકો છો.
  • જો તમારી ચૅનલ બ્રાંડ એકાઉન્ટ, સાથે લિંક કરેલી હોય, તો તમારે તમારી ચૅનલને જેના દ્વારા બનાવી હતી તે ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરીને સાઇન ઇન કરવું જોઈએ. જો તમે તે ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરીને સાઇન ઇન ન કરી શકતા હો, તો અમારી એકાઉન્ટ રિકવર કરવાના પગલાં પૂર્ણ કરવા માટેની ટિપને અનુસરીને તમારું એકાઉન્ટ રિકવર કરો.

સાઇન અપ કરવા માટે, YouTube માટે AdSense મને વેબસાઇટનું URL પૂછે છે

તમારી YouTube ચૅનલ સાથે નવું YouTube માટે AdSense એકાઉન્ટ લિંક કરતી વખતે, આ હેતુ માટે google.com/adsense અથવા adsense.comમાંથી એકપણ લિંક પર જઈને નવું એકાઉન્ટ બનાવશો નહીં. જો તમે આમ કરશો, તો તમારું એકાઉન્ટ નામંજૂર કરવામાં આવશે અને તમારી YouTube ચૅનલ માટે કમાણી કરવાની પ્રક્રિયા બંધ કરવામાં આવશે. તેના બદલે, સીધા YouTube Studioમાંથી YouTube માટે AdSense એકાઉન્ટ બનાવો.

અન્ય ભૂલો

જો તમે આ પેજ પર દર્શાવેલા ન હોય એવી અન્ય તકનીકી ભૂલોનો અનુભવ કરી રહ્યાં હો તો નીચેનાનો પ્રયાસ કરો:

  • બધા બ્રાઉઝર ટૅબ બંધ કરો.
  • તમારા બ્રાઉઝરની કૅશ મેમરી અને કુકી સાફ કરો.
  • ખાનગી અથવા છૂપી વિન્ડોનો ઉપયોગ કરો (એ ખાતરી કરવા માટે કે અન્ય કોઈ Google એકાઉન્ટમાં સાઇન ઇન કરેલું નથી).

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3398106192217165640
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false