YouTube પર વીડિયો અપલોડ કરો

તમે અમુક સરળ પગલાંમાં YouTube પર વીડિયો અપલોડ કરી શકો છો. કમ્પ્યુટર અથવા મોબાઇલ ડિવાઇસ પરથી તમારા વીડિયોને અપલોડ કરવા માટે નીચેની સૂચનાનો ઉપયોગ કરો. YouTube પર નિરીક્ષિત અનુભવ સાથે અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ ન પણ હોય. અહીં વધુ જાણો.

વીડિયો અપલોડ કરો

નવી વીડિયો રેકોર્ડ કરીને અથવા હાલમાં અસ્તિત્વમાં છે તે પસંદ કરીને વીડિયો અપલોડ કરવા માટે YouTube Android ઍપનો ઉપયોગ કરો.

Upload on YouTube on your Android phone or tablet

YouTube ઍપ

  1. YouTube ઍપ ખોલો.
  2. બનાવો  અને પછી વીડિયો અપલોડ કરો પર ટૅપ કરો.
  3. તમે અપલોડ કરવા માગો છો તે ફાઇલ પસંદ કરો અને આગળ પર ટૅપ કરો.
    • જો તમારો વીડિયો 60 સેકન્ડ કે તેથી ઓછો છે અને તે સ્કવેર અથવા વર્ટિકલ સાપેક્ષ ગુણોત્તર ધરાવે છે, તો તેને Short તરીકે અપલોડ કરવામાં આવશે. વધુ જાણો.
    • (વૈકલ્પિક) જો તમારો વીડિયો 60 સેકન્ડથી વધુ લાંબો હોય અને તે સ્કવેર અથવા વર્ટિકલ સાપેક્ષ ગુણોત્તર ધરાવે, તો તમે તમારા વીડિયોને ટ્રિમ કરવા અને તેને Short તરીકે અપલોડ કરવા માટે "ફેરફાર કરીને Short બનાવો" પર ટૅપ કરી શકો છો. વધુ જાણો.

તમે તમારા સેટિંગ પસંદ કરવાનું સમાપ્ત કરતા પહેલાં જો અપલોડ અનુભવ બંધ કરો છો, તો તમારા વીડિયોને તમારા કન્ટેન્ટ પેજ પર ડ્રાફ્ટ તરીકે સાચવવામાં આવશે.

YouTube Studio ઍપ

નોંધ: તમે YouTube Studio ઍપ મારફતે તમારા વીડિયોના રેટિંગને પોતે પ્રમાણિત કરી શકતા નથી.
  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી ઉપરની બાજુએ, બનાવો  અને પછી વીડિયો અપલોડ કરો પર ટૅપ કરો. 
  3. તમે અપલોડ કરવા માગો છો તે ફાઇલ પસંદ કરો
  4. તમારા વીડિયોમાં વિગતો ઉમેરો, જેમ કે શીર્ષક (વધુમાં વધુ 100 અક્ષર), પ્રાઇવસી સેટિંગ અને કમાણી કરવાની પ્રક્રિયાના સેટિંગ. 
  5. આગળ પર ટૅપ કરો. 
  6. તમારા ઑડિયન્સ, "હા, તે બાળકો માટે યોગ્ય છે" અથવા "ના, તે બાળકો માટે યોગ્ય નથી" પસંદ કરો. 'બાળકો માટે યોગ્ય' વિશે વધુ જાણો.
  7. તમારો વીડિયો પબ્લિશ કરવા માટે વીડિયો અપલોડ કરો પર ટૅપ કરો.  

વિગતો

તમારી વીડિયોમાં મહત્ત્વપૂર્ણ વિગતો ઉમેરો.
થંબનેલ તમારા વીડિયો પર ક્લિક કરતા પહેલા દર્શકોને આ ચિત્ર દેખાશે.
શીર્ષક

તમારા વીડિયોનું શીર્ષક.

નોંધ: વીડિયોના શીર્ષકો માટે 100 અક્ષરની વર્ણ મર્યાદા છે અને તેમાં અમાન્ય અક્ષરોનો સમાવેશ કરી શકાતો નથી.

વર્ણન

તમારા વીડિયોની નીચે બતાવવામાં આવતી માહિતી. વીડિયોના એટ્રિબ્યુશન માટે, નીચે આપેલા ફૉર્મેટનો ઉપયોગ કરો:

[ચૅનલનું નામ]|[વીડિયોનું શીર્ષક]|[વીડિયો ID].

ટેક્સ્ટ ફૉર્મેટ કરવા માટે, તમે ફેરફાર કરવા માગતા હો તે ટેક્સ્ટ હાઇલાઇટ કરો અને એડિટિંગ બારમાંથી કોઈ વિકલ્પ પસંદ કરો. તમે ટેક્સ્ટને બોલ્ડ, ઇટાલિક અથવા સ્ટ્રાઇકથ્રૂ કરી શકો છો.

વીડિયોના વર્ણનો માટે 5,000 અક્ષરની વર્ણ મર્યાદા છે અને તેમાં અમાન્ય અક્ષરોનો સમાવેશ કરી શકાતો નથી.

દૃશ્યતા

તમારો વીડિયો ક્યાં દેખાઈ શકે અને કોણ તેને જોઈ શકે તે નિયંત્રિત કરવા માટે તમારા વીડિયોની પ્રાઇવસી સેટિંગ પસંદ કરો.

જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં છો, તો જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે તમારી વીડિયોને ફક્ત લિંક સાથે દેખાવવું અથવા ખાનગી પર સેટ કરી શકો છો. એકવાર તપાસ પૂર્ણ થઈ જાય પછી નોટિફિકેશન મેળવવા માટે, તમે YouTube Studio ઍપમાં નોટિફિકેશન મેળવવાનું પસંદ કરી શકો છો. નોંધ: અમે આ સુવિધાને ધીમે ધીમે સાર્વજનિક રિલીઝ કરી રહ્યાં છીએ. ​​

લોકેશન તમારા વીડિયોનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું તે લોકેશન દાખલ કરો.
પ્લેલિસ્ટ તમારી હાલની પ્લેલિસ્ટમાંથી એકમાં તમારી વીડિયો ઉમેરો અથવા પ્લેલિસ્ટ બનાવો.

તમારા ઑડિયન્સ પસંદ કરવા માટે આગળ પર ક્લિક કરો. 

ઑડિયન્સ બાળકોની ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA)નું પાલન કરવા માટે, તમારે અમને તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં તે જણાવવું જરૂરી છે.
ઉંમર પ્રતિબંધ બધા ઑડિયન્સ માટે યોગ્ય ન હોય તેવા ઉંમર-પ્રતિબંધિત વીડિયો. 

તપાસ

કૉપિરાઇટ સંબંધિત સમસ્યાઓ અને જાહેરાત માટેની અનુકૂળતા માટે તપાસ 

જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો, તો તપાસ તમને કૉપિરાઇટ સંબંધિત સમસ્યાઓ અને જાહેરાત માટેની અનુકૂળતા માટે, તમારા વીડિયોને સ્ક્રીન કરવાની મંજૂરી આપે છે. 
આ તપાસ તમને સંભવિત પ્રતિબંધો વિશે જાણવામાં મદદ કરે છે જેથી કરીને તમારો વીડિયો પબ્લિશ થાય તે પહેલાં તમે સમસ્યાઓને ઠીક કરી શકો. 
નોંધ: કૉપિરાઇટ અને જાહેરાત માટેની અનુકૂળતાની તપાસના પરિણામો અંતિમ નથી. ઉદાહરણ તરીકે, ભાવિ મેન્યુઅલ Content IDના દાવાઓ, કૉપિરાઇટ સ્ટ્રાઇક અને તમારા વીડિયો સેટિંગમાંના ફેરફારો તમારા વીડિયોને અસર કરી શકે છે.

તપાસ માટેના તમારા નોટિફિકેશન મેનેજ કરવા

તમારા વીડિયોએ તપાસ ક્યારે પૂર્ણ કરી છે તે સરળતાથી જાણવા માટે, તમે પુશ નોટિફિકેશન ચાલુ કરી શકો છો. 

નોંધ: ખાતરી કરો કે તમે તમારા મોબાઇલ ડિવાઇસમાં નોટિફિકેશન ચાલુ કર્યા છે અને તમે યોગ્ય એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું છે.

YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો અને પછી સેટિંગ પર ટૅપ કરો.
  3. “નોટિફિકેશન” હેઠળ, પુશ નોટિફિકેશન પર ટૅપ કરો.
  4. ટૉગલ કરીને “પૉલિસી”ને ચાલુ કે બંધ કરો. 

વીડિયો અપલોડ કરવા વિશે વધુ જાણો

તમે દરરોજ કેટલા વીડિયો અપલોડ કરી શકો છો

ડેસ્કટૉપ, મોબાઇલ અને YouTube API પરથી ચૅનલ દરરોજ કેટલા વીડિયો અપલોડ કરી શકે છે તેની સંખ્યા મર્યાદિત છે. તમારી દૈનિક મર્યાદા વધારવા માટે આ લેખની મુલાકાત લો.

Android પર “આ વીડિયોમાં બતાવેલા” વિભાગ

જો તમારા વીડિયોમાં સૌથી વધુ શોધાયેલ નિર્માતા હોય, તો Android પરના દર્શકોને જોવાના પેજ પર બતાવેલા નિર્માતાના ચૅનલની લિંક મળી શકે છે. દર્શકો પાસે બતાવેલા નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરવાનો વિકલ્પ પણ હશે. આ સુવિધા દર્શકો માટે નવા નિર્માતાને શોધવાનું અને તેમની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરવાનું સરળ બનાવે છે.

YouTube પર સૌથી વધુ શોધાયેલા નિર્માતાના વિવિધ ગ્રૂપને ઑટોમૅટિક રીતે ટૅગ કરવામાં આવે છે. નિર્માતાને મેન્યુઅલી ટૅગ કરી શકાતા નથી.

ટૅગ કેવી રીતે કાઢી નાખવો

જો તમે વીડિયો બનાવ્યો હોય, તો તમે બતાવેલા નિર્માતાના નામ પર ટૅપ કરી શકો છો અને તેમને વીડિયોમાંથી કાઢી નાખવાનું પસંદ કરી શકો છો.

જો તમને વીડિયોમાં ટૅગ કરવામાં આવ્યા હોય, તો તમે જોવાના પેજ પર તમારા નામ પર ટૅપ કરીને તમારી જાતને વીડિયોમાંથી કાઢી નાખવાનું પસંદ કરી શકો છો. તમે આ ચૅનલ પર તમને ટૅગ કરેલા હોય તેવા વીડિયોમાંથી તમારી જાતને કાઢી નાખવાનું પણ પસંદ કરી શકો છો.

મોબાઇલ નેટવર્ક વિરુદ્ધ વાઇ-ફાઇ પર અપલોડ કરવું

તમે તમારા વીડિયોને અપલોડ કરવા માટે ઉપયોગમાં લેવાતા કનેક્શનનો પ્રકાર બદલી શકો છો.

  1. પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
  2. સેટિંગ પર ટૅપ કરોઅને પછી સામાન્ય.
  3. અપલોડ પર ટૅપ કરો.
  4. વાઇ-ફાઇ અથવા તમારા મોબાઇલ નેટવર્ક પર વીડિયો અપલોડ કરવા વચ્ચે પસંદ કરો.

"અપલોડ કરો" અને "પબ્લિશ કરો" વચ્ચેનો તફાવત જાણો

જ્યારે તમે વીડિયો અપલોડ કરો છો, ત્યારે વીડિયો ફાઇલને YouTube પર આયાત કરવામાં આવે છે.
જ્યારે તમે વીડિયો પબ્લિશ કરો છો, ત્યારે વીડિયો ઍક્સેસ સાથેની કોઈપણને જોવા માટે ઉપલબ્ધ હોય છે.
વર્ટિકલ વીડિયો અપલોડ કરો
જ્યારે તમે તમારા વીડિયોને અપલોડ કરો છો, ત્યારે YouTube કન્ટેન્ટને ડિસ્પ્લે કરવાની શ્રેષ્ઠ રીત શોધી કાઢશે. શ્રેષ્ઠ અનુભવ માટે, તમારા વર્ટિકલ વીડિયોની બાજુઓમાં કાળા પટ્ટા ઉમેરશો નહીં. વીડિયો ભલે વર્ટિકલ, સ્ક્વેર કે આડો હોય, પણ વીડિયો સ્ક્રીન પર ફિટ થાય તે રીતે આવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13371033994929386656
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false