નોટિફિકેશન

Our teams are currently experiencing high support volumes. Please expect longer than usual wait times for responses to questions from email, chat, and @TeamYouTube on Twitter

YouTube પર શૉપિંગ સાથે શરુ કરવું

YouTube Shopping યોગ્ય નિર્માતાઓને તેમના પોતાના સ્ટોર અથવા સમગ્ર YouTube પર અન્ય બ્રાંડમાંથી પ્રોડક્ટનો સરળતાથી પ્રમોશન કરવા દે છે. YouTube Shopping મારફતે, તમે:

  • તમારા કન્ટેન્ટમાં તમારી પોતાની પ્રોડક્ટ બતાવવા માટે તમારા સ્ટોરને YouTube સાથે કનેક્ટ કરી શકો છો.
  • તમારા કન્ટેન્ટમાં અન્ય બ્રાંડની પ્રોડક્ટ ટૅગ કરી શકો છો.
  • ટૅગ કરેલી પ્રોડક્ટનું પર્ફોર્મન્સ જોવા માટે YouTube Analyticsમાં તમારા Shopping વિશ્લેષણો ચેક કરો.

YouTube Shoppingની સુવિધાઓમાં આ શામેલ છે:

  • તમારી ચૅનલનો સ્ટોર
  • તમારા કનેક્ટેડ સ્ટોરમાંથી વર્ણન અને પ્રોડક્ટની શેલ્ફમાં બતાવવામાં આવેલી પ્રોડક્ટ 
  • તમારા વીડિયો, Shorts અને લાઇવ સ્ટ્રીમમાં ટૅગ કરેલી પ્રોડક્ટ

તમારી પોતાની પ્રોડક્ટનું પ્રમોશન કરવું

YouTube પર વ્યાપારી સામાન જેવી તમારી પોતાની પ્રોડક્ટનું પ્રમોશન કરવા માટે, તમે આટલું કરી શકો છો:

  1. યોગ્યતાના માપદંડ પૂર્ણ કરો
  2. તમારા સ્ટોરને YouTube સાથે કનેક્ટ કરો
  3. તમારા સ્ટોરમાંની પ્રોડક્ટને ટૅગ કરો, જેથી તેમને તમારા કન્ટેન્ટમાં બતાવી શકાય

YouTube Shopping: તમારા સ્ટોરમાંથી પ્રોડક્ટ ટૅગ કરવી અને તેને વેચવી

આ લોકેશનના દર્શકો તમારા પ્રોડક્ટ YouTube પરની આ સપાટીઓ પર બ્રાઉઝ કરી શકે છે અને ખરીદી શકે છે:

  • તમારી ચૅનલના સ્ટોરમાં
  • વીડિયોના વર્ણનમાંની પ્રોડક્ટ તરીકે
  • તમારા કન્ટેન્ટની નીચે પ્રોડક્ટની શેલ્ફમાં
  • તમારા કન્ટેન્ટ પર શૉપિંગ બટન વડે 

નોંધ: અમે સ્ટોર દ્વારા Google Merchant Centerમાં વેચાણ માટે સેટ કરવામાં આવેલા દેશોના આધારે દર્શકોને પ્રોડક્ટની સંપૂર્ણ માહિતી બતાવીએ છીએ. જો અમુક ચોક્કસ દેશમાં વીડિયોની સાથે "શિપિંગ માટેના વિસ્તારો સીમિત છે" અસ્વીકાર શામેલ હોય, તો પછી એનો અર્થ એ થાય છે કે વેપારી દ્વારા Google Merchant Centerમાં આ દેશને લક્ષિત કરવામાં આવ્યો નથી. વધુ વિગતો માટે તમે તમારા છૂટક વેપારી અથવા ઑનલાઇન સ્ટોરના ઍડમિનનો સંપર્ક કરી શકો છો. સ્થાનિક બજારોમાં શિપિંગને સપોર્ટ કરવાની સંપૂર્ણ જવાબદારી પ્લૅટફૉર્મ અને છૂટક વેપારીઓની હોય છે. તમે સ્થાનિક શિપિંગ માટે તેમના સપોર્ટની અપ ટૂ ડેટ માહિતી માટે પ્લૅટફૉર્મ અથવા છૂટક વેપારીઓની વેબસાઇટ પર જઈ શકો છો. તમે વેપારીઓની વેચાણના દેશોમાં ફેરફાર કરવાની રીત વિશે પણ જાણી શકો છો.

તમારી પોતાની પ્રોડક્ટનું પ્રમોશન કરવા માટે ચૅનલની યોગ્યતા

સમગ્ર YouTube પર તમારી પોતાની પ્રોડક્ટનું પ્રમોશન કરવા માટે, તમારી ચૅનલ દ્વારા ઓછામાં ઓછી આ જરૂરિયાતો પૂર્ણ કરવી આવશ્યક છે:

એકવાર તમે કન્ફર્મ કરો કે તમે યોગ્યતાના માપદંડ પૂર્ણ કરો છો, પછી તમારી ચૅનલ માટે શૉપિંગ સુવિધાઓ ચાલુ કરવા માટે, તમે તમારો સ્ટોર કનેક્ટ કરી શકો છો. જો તમે YPP અથવા સબ્સ્ક્રાઇબરની મર્યાદાને પૂર્ણ કરતા નથી, તો તમે તમારી ચૅનલની વૃદ્ધિ કરવામાં સહાય માટે આ સંસાધનોનો રિવ્યૂ કરી શકો છો.

અન્ય બ્રાંડની પ્રોડક્ટનું પ્રમોશન કરવું

YouTube Shopping વડે તમારી પ્રોડક્ટ ટૅગ કરો અને વેચો! 🛍️

તમે તમારા કન્ટેન્ટમાં અન્ય બ્રાંડની પ્રોડક્ટ ટૅગ કરીને તેમનું પ્રમોશન કરી શકો છો. તમારા કન્ટેન્ટમાં અન્ય બ્રાંડની પ્રોડક્ટ ટૅગ કરવા માટે તમારે આટલું કરવું આવશ્યક છે:

  1. યોગ્યતાના માપદંડ પૂર્ણ કરવા.
  2. ટૅગિંગ માટેના અમારા દિશાનિર્દેશો અનુસરવા.
  3. તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટને ટૅગ કરો.

અન્ય બ્રાંડની પ્રોડક્ટનું પ્રમોશન કરવા માટે ચૅનલની યોગ્યતા

તમારા કન્ટેન્ટમાં અન્ય બ્રાંડની પ્રોડક્ટનું પ્રમોશન કરવા માટે, તમારી ચૅનલે આ ન્યૂનતમ જરૂરિયાતો પૂર્ણ કરવી આવશ્યક છે:

  • તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો
  • તમે દક્ષિણ કોરિયા કે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત હો.
  • તમારી ચૅનલના 10,000થી વધુ સબ્સ્ક્રાઇબર હોય.
  • તમારી ચૅનલ કોઈ મ્યુઝિક ચૅનલ નથી, આધિકારિક કલાકાર ચૅનલનથી, અથવા મ્યુઝિક પાર્ટનર સાથે સંકળાયેલી નથી. મ્યુઝિક પાર્ટનરમાં મ્યુઝિક લેબલ, વિતરકો, પબ્લિશર અથવા VEVOનો સમાવેશ હોઈ શકે છે.
તમારી ચૅનલના ઑડિયન્સનું સેટિંગ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવામાં આવ્યું ન હોય અને ખૂબ મોટી સંખ્યામાં તમારી ચૅનલ પરના વીડિયો બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવામાં આવ્યા ન હોય.

શૉપિંગનું પર્ફોર્મન્સ અને આવક

તમારા કનેક્ટેડ સ્ટોરમાંની પ્રોડક્ટ

તમે તમારી ટૅગ કરેલી પ્રોડક્ટનું ઉચ્ચ લેવલનું પર્ફોર્મન્સ YouTube Studioના શૉપિંગ વિભાગમાં અથવા YouTube Analyticsના વિસ્તૃત રિપોર્ટ વડે જોઈ શકો છો. વિગતવાર અને અપડેટ કરેલી આવકની માહિતી માટે, તમારા વ્યાપારી સામાનના પ્લૅટફૉર્મ અથવા છૂટક વેપારીની વેબસાઇટ પર જાઓ. રિમાઇન્ડર તરીકે, વ્યાપારી સામાન અને પ્રોડક્ટના વેચાણની બધી ચુકવણીઓ તમારા વ્યાપારી સામાનના છૂટક વેપારી અથવા પ્લૅટફૉર્મ દ્વારા ચૂકવવામાં આવે છે. YouTube અને AdSense શામેલ નથી.

અન્ય બ્રાંડની પ્રોડક્ટ

તમે તમારી ટૅગ કરેલી પ્રોડક્ટ સંબંધિત એંગેજમેન્ટની માપણી કરવા માટે અને પ્રોડક્ટ પેજમાંથી કેટલો ટ્રાફિક આવે છે જે શોધવા માટે, YouTube Analyticsમાંના વિસ્તૃત રિપોર્ટનો ઉપયોગ કરી શકો છો.

પૉલિસીઓ

તમારા કનેક્ટેડ સ્ટોરમાંની પ્રોડક્ટ

તમારા વ્યાપારી સામાનના આધિકારિક છૂટક વેપારી અથવા પ્લૅટફૉર્મ (Google નહીં) વ્યાપારી સામાનના વેચાણ સંબંધિત બધા પાસાં માટે જવાબદાર છે, જેમાં આ શામેલ છે પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી:

  • વ્યાપારી સામાન/સેવાઓનો પ્રચાર
  • વેરહાઉસિંગ
  • ઑર્ડર પરિપૂર્ણતા
  • રિફંડ
  • ગ્રાહક સેવા
  • ઇન્વેન્ટરી મેનેજમેન્ટ
  • નિર્માતા અથવા કલાકારને ચુકવણી

છૂટક વેપારી અથવા પ્લૅટફૉર્મ અને Google વચ્ચે ડેટા શેરિંગ

પ્રોડક્ટમાં સુધારણાઓ માટે અને તમને સંબંધિત વિશ્લેષણો આપવા માટે, વ્યાપારી સામાનના વેચાણ અને મુલાકાતો સંબંધિત ડેટાને છૂટક વેપારીઓ અને Google વચ્ચે શેર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, અમે તમારા છૂટક વેપારી તરફથી અમને મળતા વ્યાપારી સામાનના કુલ માસિક વેચાણનો ડેટા તમારા YouTube Studioમાં શેર કરી શકીએ છીએ. નવી સુવિધાઓ તમારી ચૅનલ પર વધુ વેચાણને વેગ આપવામાં સહાય કરે છે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે પણ અમે કદાચ આ ડેટાનો ઉપયોગ કરી શકીએ છીએ. છૂટક વેપારીઓ તેમના વિશ્લેષણો માટે YouTube Shopping સુવિધાઓમાંથી આવતા ટ્રાફિક સંબંધિત ડેટા મેળવે છે.

તમારા છૂટક વેપારી દ્વારા કરવામાં આવતા શૉપિંગ ડેટાના હૅન્ડલિંગ અને ઉપયોગને તેમની પ્રાઇવસી પૉલિસી સહિત તેમના પોતાના નિયમો અને શરતો દ્વારા સંચાલિત કરવામાં આવશે. Google દ્વારા આ પ્રકારના શૉપિંગ ડેટાનું હૅન્ડલિંગ અને ઉપયોગ અમારી પ્રાઇવસી પૉલિસી દ્વારા સંચાલિત કરવામાં આવશે. ખાતરી કરો કે તમે આ પૉલિસીઓ વાંચો છો અને તેમને સમજો છો.

અન્ય બ્રાંડની પ્રોડક્ટ

જ્યારે તમે અન્ય બ્રાંડની પ્રોડક્ટ બતાવો છો, ત્યારે છૂટક વેપારીની વેબસાઇટ પર થતા કોઈપણ વ્યવહારો અને પ્રવૃત્તિઓ છૂટક વેપારીની પ્રાઇવસી પૉલિસીઓ સહિત તેમના નિયમો અને શરતો દ્વારા સંચાલિત કરવામાં આવે છે. છૂટક વેપારી અંતિમ કિંમત અને લાગુ થતા શુલ્ક અને ટેક્સ નક્કી કરશે. છૂટક વેપારી સમગ્ર ઑર્ડર હૅન્ડલ કરશે, જેમાં આ શામેલ છે:

  • ઑર્ડર પૂર્ણ કરવો
  • શિપિંગ
  • ચુકવણી
  • સપોર્ટ (પરત કરવા અને રિફંડ સહિત)

પરત કરવા અને રિફંડ સહિત ઑર્ડર સંબંધિત કોઈપણ સમસ્યાઓ કે પ્રશ્નો માટે, દર્શકો છૂટક વેપારીનો સંપર્ક કરી શકે છે.

ચૅનલ માટેની એકમાત્ર પ્રોડક્ટ સૂચિ

યોગ્યતા ધરાવતા વેપારીઓ તેમના Google Merchant Center એકાઉન્ટમાંથી Cafe24 પ્લૅટફૉર્મની અંદર સમર્પિત ફ્લોમાં એકમાત્ર ચોક્કસ YouTube ચૅનલ સાથે પ્રોડક્ટ સૂચિ શેર કરી શકે છે. વેપારીઓ કઈ ચૅનલ પાસે ચોક્કસ પ્રોડક્ટ સૂચિ હૅન્ડલ કરવાનો એકમાત્ર અધિકાર હશે તેને તેમની સૂચિઓના ફીડના ભાગ તરીકે સૂચિત કરીને આવું કરી શકે છે. આ સુવિધાનો ઉપયોગ કરીને, વેપારીઓ કન્ફર્મ કરી શકે છે કે તે પ્રોડક્ટ અથવા પ્રોડક્ટ પ્રમોશન એકમાત્ર ચોક્કસ YouTube ચૅનલ માટે છે અને તે વેચાણની અન્ય ચૅનલ અથવા અન્ય YouTube નિર્માતાઓ માટે ઉપલબ્ધ નથી. આ સૂચિને સૂચિની અવધિ માટે એકમાત્ર તે ચૅનલ માટે માર્ક કરવામાં આવે છે અને જો દર્શકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે અને/અથવા સમયની મર્યાદા હોય, તો તેમને હાઇલાઇટ કરવામાં આવે છે. એકમાત્ર સૂચિઓ વેપારીની પ્રાઇવસી પૉલિસીઓ સહિત તેમના નિયમો અને શરતોને આધીન હોય છે. વેપારી અંતિમ કિંમત અને ખરીદીની શરતો નક્કી કરે છે અને તેના માટે જવાબદાર છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
966574691687173369
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false