નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

સુધારવાની તકો અને પ્રયોગો

AdSenseમાં પ્રયોગો ચલાવો

તમે તમારા એકાઉન્ટમાં "પ્રયોગો"ના પેજ પર #experiments બનાવો છો, તેનું નિરીક્ષણ કરો છો અને તેના વિજેતા પસંદ કરો છો.

આ લેખમાં આ વિશેની માહિતી છે: 

પ્રયોગો વિશે

પ્રયોગ કરવાથી તમને તમારા જાહેરાત સેટિંગમાંથી એકની સરખામણી તેના અન્ય કોઈ વિકલ્પના સેટિંગ સાથે કરવા મળે છે, જેથી તમે જાણી શકો કે કયું સેટિંગ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરે છે. પ્રયોગો તમારી સાઇટના ટ્રાફિકને જાહેરાતના ઑરિજિનલ સેટિંગ અને અન્ય કોઈ વિકલ્પ વચ્ચે વિભાજીત કરીને કામ કરે છે, જેથી સાથે-સાથે તેમનું પર્ફોર્મન્સ માપી શકાય.

પ્રયોગો તમને તમારા જાહેરાત સેટિંગ કેવી રીતે ગોઠવવા એ વિશેના માહિતીસભર નિર્ણયો લેવામાં સહાય કરે છે અને સાથે જ તમારી કમાણી વધારવામાં તમને સહાય કરી શકે છે.

તમારા "પ્રયોગો"નું પેજ જોવા માટે:

  • તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો. પહેલાં ઑપ્ટિમાઇઝેશન, પછી પ્રયોગો પર ક્લિક કરો.

તમારો પ્રયોગ બનાવો

જ્યારે તમે કોઈ પ્રયોગ બનાવો છો ત્યારે તમે:

  • જાહેરાતના એવા ઑરિજિનલ સેટિંગ પસંદ કરો કે જેની સામે તમે પ્રયોગના અન્ય કોઈ વિકલ્પની તુલના કરવા માગો છો.
  • અન્ય કોઈ વિકલ્પ માટે તમે કયા સેટિંગમાં ફેરફાર કરવા માગો છો તે પસંદ કરો.
  • પ્રયોગના પ્રકારને આધારે, એ પસંદ કરો કે તમારો પ્રયોગ પૂરો થઈ ગયા પછી Google તમારા માટે ઑટોમૅટિક રીતે વિજેતા સેટિંગ લાગુ કરે કે નહીં.
    ટિપ: આ વિકલ્પ પસંદ કરવાથી તે તમને સમય બચાવવામાં સહાય કરી શકે છે ખાસ કરીને, જો તમે ઘણા બધા પ્રયોગો ચલાવવાનો પ્લાન કરી રહ્યાં હો.

તમે નીચે જણાવ્યા પ્રમાણે આ પ્રકારના પ્રયોગો બનાવી શકો છો:

તમારા પ્રયોગનું નિરીક્ષણ કરો

"પ્રયોગો"ના પેજ પર તમારા એવા પ્રયોગોનો ઓવરવ્યૂ હોય છે જે તેનું વર્તમાન સ્ટેટસ અને પ્રગતિ બતાવતા હોય અને જેનું સ્ટેટસ "પરિણામ તૈયાર છે" (આ ત્યારે થાય છે કે જ્યારે અમે તમને વિજેતા પસંદ કરવાનો સુઝાવ આપીએ છીએ) હોય એવા કોઈપણ પ્રયોગને હાઇલાઇટ કરતા હોય.

સ્ટેટસ તેનો અર્થ શું છે
ચલાવી રહ્યાં છીએ તમારા પ્રયોગની પ્રક્રિયા ચાલુ છે અને તે ડેટા એકત્ર કરી રહ્યો છે.
પરિણામ તૈયાર છે તમારા પ્રયોગે પૂરતો ડેટા એકત્રિત કરી લીધો છે અને હવે તમે વિજેતા પસંદ કરો તેના માટે તૈયાર છે. કોઈ પ્રયોગના વિજેતા પસંદ કેવી રીતે કરશો તે જાણો.
સમાપ્ત

નીચેનામાંથી કોઈ એક બાબત થઈ છે:

  • તમે તમારા પ્રયોગના વિજેતા પસંદ કરી લીધા છે અને તમારો પ્રયોગ સમાપ્ત થઈ ગયો છે.
  • Google દ્વારા તમારા માટે તમારા પ્રયોગના વિજેતા પસંદ કરવામાં આવ્યા છે. આમ એટલા માટે થયું, કારણ કે કાં તો તમે Googleને ઑટોમૅટિક રીતે વિજેતા પસંદ કરવા દેવાનું પસંદ કર્યું છે અથવા તો ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાનો વિકલ્પ ચાલુ છે.
  • તમે વિજેતા પસંદ કર્યા વિના જ તમારો પ્રયોગ બંધ કરી દીધો છે. ઉદાહરણ તરીકે, તમે સુધારવાની તક પરથી કોઈ પ્રયોગ ચાલુ કર્યો હોય, પરંતુ પછી પ્રયોગ પૂરો થાય એ પહેલાં સુઝાવ આપેલા ફેરફારો લાગુ કરવાનો નિર્ણય લીધો હોય.

તમારા પ્રયોગના વિજેતા પસંદ કરો

જ્યારે તમારો પ્રયોગ પૂરતો ડેટા એકત્રિત કરી લે, પછી તમે વિજેતા પસંદ કરી શકશો. અમે સુઝાવ આપીએ છીએ કે તમે વિજેતા તરીકે કોઈ સેટિંગ પસંદ કરો એ પહેલાં, તમારો પ્રયોગ "પરિણામ તૈયાર છે" તરીકે માર્ક થઈ જાય ત્યાં સુધી તમે રાહ જુઓ.

  • જો તમે વિજેતા તરીકે ઑરિજિનલ પસંદ કરો છો, તો તમારા ઑરિજિનલ સેટિંગ જાળવી રાખવામાં આવશે.
  • જો તમે વિજેતા તરીકે અન્ય કોઈ વિકલ્પ પસંદ કરો છો, તો અમે તમારા એકાઉન્ટમાં અન્ય કોઈ વિકલ્પના સેટિંગ લાગુ કરીએ છીએ.

આ બેમાંથી કોઈપણ કેસમાં, અમે તમારા ટ્રાફિકનું વિભાજન કરવાનું બંધ કરીએ છીએ અને તમારો પ્રયોગ સમાપ્ત થાય છે.

નોંધ:
  • જો તમે તમારા પ્રયોગ માટે Googleને વિજેતા પસંદ કરવા દેવાનો વિકલ્પ પસંદ કર્યો હોય, તો તમારા માટે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરનારા સેટિંગ ઑટોમૅટિક રીતે લાગુ કરવામાં આવશે. વધુ માહિતી માટે, મુલાકાત લો: તમારા પ્રયોગના પરિણામોને સમજો.
  • જો તમારો પ્રયોગ સમય મર્યાદા (શોધ શૈલી સંબંધિત પ્રયોગો માટે 21 દિવસ અથવા બીજા બધા પ્રકારના પ્રયોગો માટે 90 દિવસ, સિવાય કે તેના માટે તમે ટૂંકો સમયગાળો સેટ કર્યો હોય)માં પૂરતો ડેટા એકત્ર નહીં કરી શકે, તો અમે તેને ઑટોમૅટિક રીતે બંધ કરીશું. જો તમે Googleને વિજેતા પસંદ કરવા દેવાનો વિકલ્પ પસંદ કર્યો છે, તો અમે તમારા સેટિંગ પ્રયોગ શરૂ કરતા પહેલાં જેવા હતા, તેમને પાછા ફરી એ જ પ્રમાણે કરીશું. અન્યથા, તમારી પાસે પ્રયોગના વિજેતા પસંદ કરવા માટે વધુ 30 દિવસ અથવા શોધ શૈલી સંબંધિત પ્રયોગોના કેસમાં તમે શૈલીમાં ફેરફાર કરો ત્યાં સુધીનો સમય રહેશે, બન્નેમાંથી જે પહેલા થાય.
  • જો કોઈ ઑટો ઑપ્ટિમાઇઝ પ્રયોગ વિશ્વાસપૂર્વક એ નક્કી કરી શકે નહીં કે પ્રયોગની સમય મર્યાદામાં કરેલા ફેરફારથી કાર્યપ્રદર્શન બહેતર બને છે, તો અમે તમારા ઑરિજિનલ સેટિંગ જાળવી રાખીશું.

જો તમને પ્રયોગો વિશે વધુ પ્રશ્નો હોય, તો પ્રયોગો વિશે પૂછાતા સામાન્ય પ્રશ્નોની મુલાકાત લો.

તમારા પ્રયોગના પરિણામોને સમજો

પ્રયોગો, કોઈ વિકલ્પથી થતી આવકમાંના ફેરફારનો ઉપયોગ કરીને તે વિકલ્પના પર્ફોર્મન્સનું મૂલ્યાંકન કરે છે. પ્રયોગના પરિણામોના કાર્ડમાં, તમને નીચેના મેટ્રિક જોવા મળશે:

Example of metrics in an experiment's results card with steps
  1. મહિનાની અંદાજીત કમાણી તમારા ટ્રાફિકના 100% સુધી પહોંચી ગઈ છે.
    નોંધ: આ મેટ્રિક એક અંદાજ છે અને તે તમને અંતે ચુકવવામાં આવશે એ રકમ બતાવે હોય, તેવું જરૂરી નથી.
  2. ટ્રાફિકથી પ્રાપ્ત આવક કે જેનું પરીક્ષણ ઑરિજિનલ સેટિંગ અને અન્ય કોઈ વિકલ્પ સાથે કરાયું છે.
  3. આવકમાં વૃદ્ધિની ટકાવારી.
  4. જો તમારો પ્રયોગ એમ બતાવે કે બન્નેમાંથી કોઈ એક સેટિંગ બીજા સેટિંગ કરતાં વધુ સારું પર્ફોર્મન્સ આપે છે કે પછી એમ બતાવે કે બે સેટિંગના પર્ફોર્મન્સમાં નજીવો તફાવત છે, તો તમને સુઝાવ આપેલું સેટિંગ બીજા સેટિંગ કરતાં વધુ સારું છે તેવી સંભાવના જોવા મળશે. ઉદાહરણ તરીકે, "ઑરિજિનલ કરતાં અન્ય કોઈ વિકલ્પ બહેતર પર્ફોર્મ કરે એવી શક્યતા 80% છે". નોંધો કે જો તમે તમારો પ્રયોગ પહેલાં જ બંધ કરી દો, તો આ સ્કોર ઓછો સચોટ હોઈ શકે છે.
નોંધ: જૂના પ્રયોગો કદાચ અલગ મેટ્રિક બતાવી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
975128323089106572
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false