Studioના કન્ટેન્ટ મેનેજરમાં ચૅનલ મેનેજ કરવી

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

તમે Studioના કન્ટેન્ટ મેનેજરમાં એક સાથે અનેક ચૅનલ અને વીડિયોને અસરકારક રીતે મેનેજ કરવા માટે ચૅનલ બનાવી અથવા લિંક કરી શકો છો.

ચૅનલ ઉમેરવી અથવા કાઢી નાખવી

તમારા કન્ટેન્ટ મેનેજરમાંથી ચૅનલ ઉમેરવા અથવા કાઢી નાખવા માટે નીચેના લેખોમાં આપેલી સૂચના અનુસરો:

વીડિયો માટે Content ID ચાલુ કરો

એકવાર તમારા કન્ટેન્ટ મેનેજરમાં ચૅનલ ઉમેરાઈ જાય, પછી તમે તે ચૅનલ માટે વીડિયોનો દાવો કરી શકો છો. લિંક કરેલી ચૅનલમાં વ્યક્તિગત વીડિયો માટે Content IDનો દાવો ચાલુ કરવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, વીડિયો  પસંદ કરો.
  3. તમે સંદર્ભ તરીકે ઉપયોગ કરવા માગો છો તે વીડિયોની બાજુના બૉક્સને ચેક કરો.
  4. ફેરફાર કરો અને પછી Content IDનો મેળ પસંદ કરો.
  5. ચાલુ કરોને પસંદ કરો અને એ વીડિયો માટે નવી મેળ પૉલિસી પસંદ કરો.
  6. વીડિયો અપડેટ કરો પર ક્લિક કરો.

વીડિયો સેટિંગમાં ફેરફાર કરો

તમે Studioના કન્ટેન્ટ મેનેજરમાંથી વ્યક્તિગત વીડિયોના મેટાડેટા અને સેટિંગમાં ફેરફાર કરી શકો છો. વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરવા, મેટાડેટામાં ફેરફાર કરવા અને અન્ય સેટિંગની ગોઠવણ કરવા માટે વીડિયો  પેજનો ઉપયોગ કરો. તમે એકસાથે વધારે વીડિયો માટે આ ક્રિયાને બલ્કમાં પણ પૂર્ણ કરી શકો છો. વીડિયો સેટિંગમાં ફેરફાર કરવા વિશે વધુ જાણો. 

ચૅનલની પરવાનગીઓમાં ફેરફાર કરો

તમે Studioના કન્ટેન્ટ મેનેજરમાં વ્યક્તિગત ચૅનલના માલિકોની પરવાનગીઓમાં ફેરફાર કરી શકો છો. આના માટે અલગ પરવાનગીઓ છે:

  • અપલોડની કમાણી કરો: ચૅનલ માલિકોને વ્યક્તિગત વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરવાની મંજૂરી આપો
  • આવક જોવી: ચૅનલ માલિકોને જાહેરાતની કુલ આવક જોવાની મંજૂરી આપો
  • મેળ પૉલિસી સેટ કરો: (કેટલાક એકાઉન્ટ) ચૅનલ માલિકોને વ્યક્તિગત વીડિયો માટે Content IDનો મેળ ચાલુ કરવાની મંજૂરી આપો

ચૅનલની પરવાનગીઓમાં ફેરફાર કરવા માટે: 

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, ચૅનલ  પસંદ કરો.
  3. "ચૅનલની પરવાનગીઓ" કૉલમ હેઠળ, પરવાનગીઓ અપડેટ કરવા માટે ફેરફાર કરો પર ક્લિક કરો.

Analytics જુઓ

તમે Studioના કન્ટેન્ટ મેનેજરમાં વ્યક્તિગત ચૅનલ અથવા વીડિયો માટે વ્યૂની સંખ્યા, પસંદ અને કૉમેન્ટ જેવા Analytics શોધી શકો છો. ડાબી બાજૂના મેનૂમાં Analytics  પેજનો ઉપયોગ કરો. Analytics વિશે વધું જાણો. 

ચૅનલના સ્ટેટસને મોનિટર કરો

તમારી ચૅનલ સૂચિની નિકાસ સમાપ્ત થયેલ ચૅનલ શોધવા, આમંત્રણોનો ટ્રૅક રાખવા અને કમાણીની સ્થિતિ તપાસવા માટે મદદરૂપ થાય છે. તમારા કન્ટેન્ટ મેનેજર સાથે સંકળાયેલ ચૅનલ વિશેની માહિતી નિકાસ કરવા માટે:

  1. ડાબી બાજુના મેનૂમાંથી, ચૅનલ  પસંદ કરો.
  2. બધી ચૅનલ પસંદ કરવા માટે પેજની ટોચ પરના બૉક્સને ચેક કરો.
  3. નિકાસ કરો અને પછી અલ્પવિરામ ચિહ્નથી અલગ કરેલી (.csv) અથવા Google Sheets (નવું ટૅબ) પર ક્લિક કરો. આ ફાઇલ પર પ્રક્રિયા થવાનું શરૂ થશે.
  4. જ્યારે તમારી નિકાસ તૈયાર હોય:
    • .csv ફાઇલ માટે: સૌથી ઉપરના બૅનર પરથી ડાઉનલોડ કરો પર ક્લિક કરો.
    • Google Sheets ની ફાઇલ માટે: સૌથી ઉપરના બૅનર પરથી નવી વિન્ડોમાં શીટ ખોલો પર ક્લિક કરો.

દાવા અને સ્ટ્રાઇક પર કાર્યવાહી કરવી

કેટલાક કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટ તેમની લિંક કરેલી ચૅનલ સાથે સંકળાયેલા Content IDના દાવા અને કૉપિરાઇટ સ્ટ્રાઇક પર પગલાં લઈ શકે છે, જેમ કે દાવાઓ પર વિવાદ અને અપીલ કરવી. આ માહિતી જોવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, વીડિયો પસંદ કરો.
  3. ફિલ્ટર બાર  અને પછી કૉપિરાઇટ અથવા કૉપિરાઇટ સ્ટ્રાઇક પર ક્લિક કરો.
  4. 'પ્રતિબંધો' કૉલમમાં કર્સરને કૉપિરાઇટ પર લઈ જાઓ.
  5. વિગતો જુઓ પર ક્લિક કરો.
  6. માહિતીનો રિવ્યૂૂ કરો, પછી તમે કયા વધારાના પગલાં લઈ શકો તે જોવા માટે ઍક્શન પસંદ કરો પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15164110214451550142
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false