YouTubeના સમુદાયના દિશાનિર્દેશો

જ્યારે તમે YouTubeનો ઉપયોગ કરો છો, ત્યારે તમે વિશ્વભરના લોકોના સમુદાય સાથે જોડાઓ છો. નીચે આપેલા દિશાનિર્દેશો YouTubeને દરેક વ્યક્તિ માટે મનોરંજક અને માણી શકાય એવું બનાવવામાં સહાય કરે છે.

જો તમે એવું કન્ટેન્ટ જુઓ કે જે તમને લાગે કે આ દિશાર્નિદેશોનું ઉલ્લંધન કરે છે, તો તેની જાણ કરો.

કેટલીક વખત, કન્ટેન્ટ કે જેના દ્વારા અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન થયું હશે તો પણ તે શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા અને કલાત્મક (EDSA) સંદર્ભ ધરાવતું હોવાથી YouTube પર રહી શકે છે. આ કિસ્સાઓમાં, કન્ટેન્ટને EDSA અપવાદ મળે છે.

આ પૉલિસીઓ અમારા પ્લૅટફૉર્મ પરના દરેક પ્રકારના કન્ટેન્ટ પર લાગુ થાય છે, જેમાં આ શામેલ છે, ઉદાહરણ તરીકે, ફક્ત લિંક સાથે દેખાતું અને ખાનગી કન્ટેન્ટ, કૉમેન્ટ, લિંક, સમુદાય પોસ્ટ અને થંબનેલ. આ સૂચિ પૂર્ણ નથી.

સામાન્ય નિયમોનો ઉપયોગ કરીને કન્ટેન્ટ બનાવવું: YouTube સમુદાયના દિશાનિર્દેશો

સ્પામ અને છેતરામણા આચરણો

YouTube સમુદાય એ છે જે વિશ્વાસ પર બન્યો છે. કન્ટેન્ટ કે જે સ્કૅમ, ભ્રામક, સ્પામ હોય અથવા અન્ય વપરાશકર્તાઓને છેતરતું હોય, તેને YouTube મંજૂરી આપવામાં આવતી નથી.

સંવેદનશીલ કન્ટેન્ટ 

અમે દર્શકો, નિર્માતાઓ અને ખાસ કરીને સગીરોનું રક્ષણ કરવાની આશા કરીએ છીએ. જેથી અમે બાળકોને સુરક્ષિત રાખવા કામુકતા અને નગ્નતા અને આત્મઘાત ધરાવતા કન્ટેન્ટ વિશે નિયમો બનાવ્યા છે. YouTube પર કઈ કઈ બાબતોની મંજૂરી આપેલી છે તે અને જો તમને આ પૉલિસીઓનું પાલન ન કરતું હોય એવું કન્ટેન્ટ જણાય, તો શું કરવું તે જાણો.

હિંસક અથવા જોખમકારક કન્ટેન્ટ

દ્વેષયુક્ત ભાષણ, હિંસક વર્તન, ગ્રાફિક હિંસા, દુર્ભાવનાપૂર્ણ હુમલા અને નુકસાનકારક અથવા જોખમી વર્તણૂકને પ્રેરિત કરતા કન્ટેન્ટને YouTube પર મંજૂરી આપવામાં આવેલી નથી.

પ્રતિબંધિત સામાન

અમુક સામાનનું વેચાણ YouTube પર કરી શકાતું નથી. કઈ વસ્તુની મંજૂરી છે અને કઈ વસ્તુની નથી તે જાણો.

ખોટી માહિતી

ગંભીર નુકસાનનું ગંભીર જોખમ ધરાવતા ભ્રામક અથવા છેતરામણી કરતા હોય એવા કન્ટેન્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. આમાં વાસ્તવિક રીતે લોકોને નુકસાન પહોંચાડવાનું કારણ બની શકે એવી અમુક ખોટા પ્રકારની માહિતીનો સમાવેશ હોય છે, જેમ કે નુકસાનકારક ઉપચારો અથવા સારવારોનો પ્રચાર કરવો, ટેક્નિકલ રીતે ફેરફાર કરીને તૈયાર કરેલું કન્ટેન્ટ અથવા લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં વિક્ષેપ પાડતું હોય એવું કન્ટેન્ટ.

 

શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા અને કલાત્મક (EDSA) કન્ટેન્ટ

અમારા સમુદાયના દિશાનિર્દેશોનો હેતુ YouTubeને વધુ સુરક્ષિત સમુદાય બનાવવાનો છે. કેટલીક વખત, કન્ટેન્ટ કે જેના દ્વારા અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન થયું હશે તો પણ તે શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા અને કલાત્મક (EDSA) સંદર્ભ ધરાવતું હોવાથી YouTube પર રહી શકે છે. આ કિસ્સાઓમાં, કન્ટેન્ટને EDSA અપવાદ મળે છે. 

YouTube પૉલિસીઓ અને દિશાનિર્દેશો માટે નિર્માતાની ટિપ મેળવો.

કૃપા કરીને આ નિયમોને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લો. જો કોઈ YouTube નિર્માતાનું વર્તન પ્લૅટફૉર્મમાં અને/અથવા બહાર અમારા વપરાશકર્તાઓ, સમુદાય, કર્મચારીઓ અથવા ઇકોસિસ્ટમને હાનિ પહોંચાડતું હોય, તો અમે અનેક પરિબળો આધારિત પ્રતિસાદ આપી શકીએ છીએ, જેમાં તેમની ક્રિયાઓની અસાધારણતા તેમજ તેમની હાનિકારક વર્તનની કોઈ પૅટર્ન અસ્તિત્વમાં તો નથી શામેલ છે, પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી. અમારો પ્રતિસાદ નિર્માતાના લાભ સસ્પેન્ડ કરવાથી લઈને એકાઉન્ટની સમાપ્તિ સુધીનો હોઈ શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
808602570943964210
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false