YouTubeમાં પાર્ટનર પ્રોગ્રામથી થતી કમાણીઓનું ઓવરવ્યૂ

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લીધે, અમે રશિયામાં સ્થિત વપરાશકર્તાઓને Google અને YouTube જાહેરાતો બતાવવાની સેવા હંગામી રીતે થોભાવીશું. વધુ જાણો.

આ પેજ પરની માહિતી YouTubeથી કમાણી કરનારા નિર્માતાઓ માટે છે, જેમ કે જેઓ YouTube પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ છે.

YouTube પાર્ટનર પ્રોગ્રામ નિર્માતાઓને YouTube પર તેમના કન્ટેન્ટ પર કમાણી કરવા દે છે. નિર્માતાઓ તેમના વીડિયો પરની જાહેરાતોમાંથી અથવા વિવિધ કમાણી કરવાની પ્રક્રિયાની સુવિધાઓનો ઉપયોગ કરીને આવકની વહેંચણી કરી શકે છે. તમારી કમાણી કેવી રીતે આવકમાં બદલાય છે, તમને કેવી રીતે ચુકવણી કરવામાં આવી શકે છે અને તમને ક્યારે ચુકવણી કરવામાં આવી શકે છે તે સમજવા માટે આ પેજનો ઉપયોગ કરો.

હું કેવી રીતે આવક મેળવી શકું છું?

જાહેરાત આવક

જ્યારે તમે તમારી ચૅનલને કમાણી કરવાની પ્રક્રિયા માટે ચાલુ કરો, ત્યારે તમે તમારા વીડિયો માટે Google અને તેના પાર્ટનરની જાહેરાતો ચાલુ કરી શકો છો અને તેમની પાસેથી આવકની વહેંચણી કરી શકો છો.
 
YouTube પાર્ટનર કરાર હેઠળ તમને કેટલી કે ચુકવણી કરવામાં આવશે કે નહીં તેની કોઈ ગૅરંટી નથી. તમારા વીડિયો જોનારા દર્શકો તરફથી જાહેરાત આવકની વહેંચણીના આધારે કમાણી જનરેટ થાય છે. તમે જે વીડિયોમાંથી કમાણી કરો છો તેના પર જાહેરાતો કેવી રીતે દેખાય છે તે વિશે વધુ જાણો.

અન્ય કમાણી કરવાની પ્રક્રિયાની સુવિધા

તમે અન્ય કમાણી કરવાની પ્રક્રિયાની સુવિધાઓ જેમ કે ચૅનલની મેમ્બરશિપ, શૉપિંગ, Super Chat અને Super Stickers, Super Thanks અને YouTube Premiumના સબ્સ્ક્રિપ્શનમાંથી પણ આવક મેળવી શકો છો. YouTube પર કમાણી કરવાની તમામ રીતો વિશે વધુ જાણો.
મારી આવકની વહેંચણી કેટલી છે?

આવકની વહેંચણી YouTube સાથેના તમારા વિશિષ્ટ પાર્ટનર કરારમાં દર્શાવેલી તમારી કુલ આવકની ટકાવારીનો સંદર્ભ આપે છે. તમે તમારી આવકની વહેંચણી વિશે વિશિષ્ટ વિગતો માટે તમારા કરારનું રિવ્યૂ કરી શકો છો:

  1. YouTube Studio માં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પસંદ કરો.
  3. કરાર પસંદ કરો
  4. તમારી આવકની વહેંચણી વિશે વિગતો શોધવા માટે દરેક કરારની બાજુમાં કરાર જુઓ પર ક્લિક કરો

તમારા કરાર ક્યાં શોધવા વિશે વધુ જાણો.

નોંધ: લેવડદેવડ કર જેમ કે વેચાણ વેરો, VAT, GST, વગેરે Googleની આવક નથી અને પાર્ટનરની આવકની વહેંચણીની ગણતરીમાં શામેલ નથી.

આવકની વહેંચણીનો રેટ

પાર્ટનરને વૈકલ્પિક રીતે પસંદ કરવા માટે YouTube Studioમાં વિશિષ્ટ મૉડ્યૂલ ઉપલબ્ધ છે. દરેક મૉડ્યૂલ માટેની શરતોને રિવ્યૂ કરતી વખતે, પાર્ટનર આવકની વહેંચણીના રેટ વિશેની વધુ વિગતો જાણી શકે છે.

કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ

જો પાર્ટનર કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલને રિવ્યૂ કરીને અને સ્વીકારીને ફૅન ફંડિંગ સુવિધાઓ ચાલુ કરે, તો YouTube તેમને ચૅનલની મેમ્બરશિપ, Super Chat, Super Stickers અને Super Thanksથી થયેલી કુલ આવકના 70% ચૂકવશે.

જોવાના પેજથી કમાણી કરવાની પ્રક્રિયાનું મૉડ્યૂલ

જો પાર્ટનર જોવાના પેજથી કમાણી કરવાનું પ્રક્રિયાના મૉડ્યૂલનું રિવ્યૂ કરીને અને સ્વીકારીને જોવાના પેજ પરની જાહેરાતો ચાલુ કરે છે, તો YouTube તેમને તેમના કન્ટેન્ટના જોવાના પેજ પર તેમના સાર્વજનિક વીડિયો પર બતાવવામાં અથવા સ્ટ્રીમ કરેલી જાહેરાતોમાંથી ચોખ્ખી આવકના 55% ચુકવણી કરશે. જ્યારે તેમની સાર્વજનિક વીડિયો અન્ય વેબસાઇટ અથવા ઍપ્લિકેશન પર YouTube વીડિયો પ્લેયરમાં સ્ટ્રીમ કરવામાં આવે છે ત્યારે પણ આ આવકની વહેંચણીનો રેટ લાગુ થાય છે. 

Shortsથી કમાણી કરવાની પ્રક્રિયાનું મૉડ્યૂલ

જો પાર્ટનર Shortsથી કમાણી કરવાની પ્રક્રિયાના મૉડ્યૂલને રિવ્યૂ કરીને અને સ્વીકારીને Shorts ફીડ જાહેરાતો ચાલુ કરે, તો YouTube તેમને નિર્માતા પૂલ ફાળવણીમાંથી વ્યૂના તેમના હિસ્સાના આધારે તેમને ફાળવેલી આવકના 45% ચૂકવશે. 

હું મારી કમાણીને ક્યાં જોઈ શકું?

YouTube Analytics

તમે YouTube Analyticsનો ઉપયોગ કરીને તમારી અંદાજિત YouTube આવક ચેક કરી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics પસંદ કરો.
  3. સૌથી ઉપર આપેલા મેનૂમાંથી, આવક પસંદ કરો.

આ વ્યૂમાં, તમે તમારી કમાણી સંબંધિત આવકના વિવિધ રિપોર્ટ જોઈ શકો છો. YouTube Analyticsનો ઉપયોગ કરીને તમારી આવક ચેક કરવા વિશે વધુ જાણો.

માસિક અંદાજિત આવક

ધ્યાનમાં રાખો કે YouTube Analyticsમાં દેખાતી માસિક અંદાજિત આવકમાં વધઘટ થઈ શકે છે:

માસિક અંદાજિત આવક અમાન્ય ટ્રાફિક, Content IDના દાવા અને મતભેદ અથવા જાહેરાત ઝુંબેશના અમુક પ્રકારો (જેમ કે પ્રતિ દિવસનો ખર્ચ ઝુંબેશ)ને કારણે ગોઠવણને આધીન છે. જો તમારી માસિક અંદાજિત આવકમાં વધઘટ થતી જણાય, તો તે ગોઠવણોને કારણે હોઈ શકે છે. તે આવક જનરેટ થયા પછી બે વખત થાય છે: 1 અઠવાડિયા પછી (વધુ સંપૂર્ણ અંદાજ આપતા) અને તેના પછીના મહિનાની મધ્યમાં થયેલી તમારી કુલ કમાણી દર્શાવે છે.

YouTube માટે AdSense

તમારી કુલ કમાણી માત્ર તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં જોઈ શકાય છે. પાછલા મહિનાની કુલ કમાણીઓ દર મહિનાની 7 અને 12 તારીખ દરમિયાન તમારા YouTube માટે AdSense એકાઉન્ટના બૅલેન્સમાં ઉમેરવામાં આવે છે.

તમે તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં તમારી કુલ કમાણી જોઈ શકો છો.

  1. તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુમાં, સેટિંગ અને પછી ચુકવણી પસંદ કરો. તમે પસંદ કરેલી સમયમર્યાદા અને તમારા છેલ્લા વ્યવહારો માટે તમારી કુલ કમાણી જોઈ શકશો.

ટેક્સ વિથ્હોલ્ડિંગ તમારી કુલ કમાણી પર અસર થઈ શકે છે (જો કોઈ લાગુ હોય તો), અને વિથ્હોલ્ડ કરેલી રકમ ફક્ત તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં જ દેખાય છે.

શું મારી કમાણી ટેક્સ પાત્ર છે?
નોંધ: YouTube અને Google ટેક્સની સમસ્યાઓ વિશે સલાહ આપી શકતા નથી. તમારી ટેક્સ પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવા માટે ટેક્સ નિષ્ણાતની સલાહ લો.

યુ.એસ. ટેક્સની જરૂરિયાતો 

તમે યુએસમાં દર્શકો પાસેથી જે કમાણી કરો છો તેના પર Google યુએસ ટેક્સ વિથ્હોલ્ડ કરે છે, જો તમે પહેલેથી જ તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં તમારી યુએસ ટેક્સ વિશેની માહિતી સબમિટ ન કરી હોય, તો કરો જેથી કરીને Google તમારો સાચો વિથ્હોલ્ડિંગ રેટ નક્કી કરી શકે. જો ટેક્સ વિશેની માહિતી પૂરી પાડવામાં ન આવે, તો Googleને મહત્તમ દરે વિથ્હોલ્ડ કરવાની જરૂર પડી શકે છે.
 
બધા કમાણી કરનારા નિર્માતાઓએ, વિશ્વમાં તેમના લોકેશનને ધ્યાનમાં લીધા વગર, યુએસ ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવી જરૂરી છે. નવું YouTube માટે AdSense એકાઉન્ટ ધરાવતા નવા પાર્ટનર તેમની પહેલી ચુકવણીઓ મેળવે તે પહેલાં પણ જરૂરી છે. YouTubeની કમાણી માટે યુએસ ટેક્સની જરૂરિયાતો અને Google પર તમારી યુએસ ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવા વિશે વધુ જાણો.

ટેક્સ સંબંધિત અન્ય જવાબદારી

ધ્યાનમાં રાખો કે તમે YouTube પર તમારી કમાણી કરતી વીડિયોમાંથી કમાયેલી કોઈપણ આવક પર તમારા નિવાસના દેશ કે પ્રદેશમાં ટેક્સ ચૂકવવા માટે જવાબદાર હોઈ શકો છો. વિગતવાર માર્ગદર્શન માટે તમારા લોકલ ટેક્સ અધિકારીનો સંપર્ક કરો.

હું કેવી રીતે ચુકવણી મેળવી શકું છું?
YouTube પરથી ચુકવણી મેળવવા માટે, તમારે YouTube પાર્ટનર પ્રોગ્રામ સભ્ય બનવું પડશે. જો તમે પહેલી વાર નવું YouTube માટે AdSense એકાઉન્ટ બનાવી રહ્યા હો તો તમને માર્ગદર્શન આપવામાં આવશે.

YouTube માટે AdSense

તમારી YouTube કમાણી માટે ચુકવણીની પ્રાથમિક પદ્ધતિ YouTube માટે AdSense દ્વારા થાય છે. YouTube માટે AdSense એ Googleનો પ્રોગ્રામ છે જેમાં કમાણી કરવાની પ્રક્રિયા કરતા YouTube Creators કમાણી કરી શકે છે અને ચુકવણી મેળવી શકે છે. 

ઉપયોગી સંસાધનો

મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCN)

મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCN) સાથે પાર્ટનરશિપ કરતી આનુષંગિક ચૅનલને YouTube દ્વારા ચુકવણી કરવામાં આવતી નથી, પરંતુ MCN દ્વારા સીધી તેના આનુષંગિકોને કરવામાં આવે છે. YouTube MCNને ચુકવણી જારી કરે છે અને તેઓ તેમના આનુષંગિકોને ચુકવણી કરવા માટે જવાબદાર છે. આ માટેની ચુકવણીની ટાઇમલાઇન અન્ય તમામ કમાણી કરતી ચૅનલ જેવી જ છે (ચુકવણીની ટાઇમલાઇન જુઓ). તેમના આનુષંગિકો માટે ચુકવણીઓ નક્કી કરતી વખતે, દરેક MCN પાસે એક રિપોર્ટનો ઍક્સેસ હોય છે જેના થકી તેઓ તેમના સંબંધિત આનુષંગિકો માટે જે કોઈપણ લાગુ થતા હોય તે વિથ્હોલ્ડિંગ ટેક્સની ગણતરી કરી શકે છે.

શૉપિંગ ચુકવણીઓ

તમારી ચૅનલના સ્ટોરમાંથી થયેલા વેચાણની ચુકવણી મેળવવા માટે, તમને તમારા આધિકારિક વ્યાપારી સામાનના છૂટક વેપારી તરફથી અથવા પ્લૅટફૉર્મમાંથી સીધી ચુકવણીઓ મળશે. YouTube પર શૉપિંગ વિશે વધુ જાણો. YouTube Shopping આનુષંગિક પ્રોગ્રામ થકી, યોગ્યતા ધરાવતા નિર્માતાઓને કમિશનની કમાણી પણ થઈ શકે છે જ્યારે તેમના કન્ટેન્ટમાં દર્શાવેલી સીધી લિંક મારફત દર્શકો ત્રીજા પક્ષની પ્રોડક્ટની ખરીદી કરે. 
મને ક્યારે ચુકવણી કરવામાં આવી શકે છે?

ચુકવણીની ટાઇમલાઇન

પાછલા મહિનાની કુલ YouTube કમાણી ચાલુ મહિનાની 7મી અને 12મી તારીખની વચ્ચે YouTube માટે AdSenseમાં તમારા YouTubeના ચુકવણી એકાઉન્ટના બૅલેન્સમાં ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં હો અને તમે જૂનમાં $100ની કમાણી કરો, તો તમને 7મી-12મી જુલાઈની વચ્ચે આ બૅલેન્સ જોવા મળશે.
તમારું કુલ બૅલેન્સ ચુકવણી મર્યાદા સુધી પહોંચી ગયું હોય અને જો તમારી પર કોઈ ચુકવણી પર રોક ન હોય તો ચાલુ મહિનાની 21મી-26મી તારીખ સુધીમાં કમાણીની ચુકવણી કરવામાં આવે છે. તમે આ સમયે કોઈપણ લાગુ ટેક્સ કપાત પણ જોઈ શકો છો. 
ટૂંકમાં, જ્યારે નીચેના માપદંડો પૂર્ણ થશે ત્યારે તમને ચુકવણી કરવામાં આવશે:

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
959139725243772560
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false