YouTube ડોનેશન વિશે સામાન્ય પ્રશ્નો

YouTube ડોનેશન વડે નિર્માતાઓ તેમના માટે મહત્ત્વની હોય એવી સેવાભાવી સંસ્થાને સપોર્ટ કરી શકે છે. યોગ્યતા ધરાવતી ચૅનલ તેમના વીડિયો અને લાઇવ સ્ટ્રીમમાં ડોનેશન આપવા માટેનું બટન ઉમેરીને બિનલાભકારી સંસ્થાઓ માટે ફાળો ઉઘરાવી શકે છે. દર્શકો સીધા વીડિયો જોવાના પેજ પર અથવા લાઇવ ચૅટમાં ડોનેશન આપી શકે છે.

નિર્માતા અને ફાળો ઉઘરાવનાર વિશેના સામાન્ય પ્રશ્નો

YouTube ડોનેશન માટે ફાળો ઉઘરાવવાની યોગ્યતા કોણ મેળવી શકે?

ડોનેશનમાં ફાળો ઉઘરાવનારનું સેટઅપ કરવા માટે, તમારી ચૅનલે નીચેની આવશ્યકતાઓને પૂરી કરવી જરૂરી છે:

  • ચૅનલ ઉપલબ્ધ લોકેશનમાંથી કોઈ એક લોકેશનમાં હોવી જોઈએ
  • ચૅનલના ઓછામાં ઓછા 10k સબ્સ્ક્રાઇબર હોવા જોઈએ
  • ચૅનલ YouTube પાર્ટનર પ્રોગ્રામનો ભાગ હોવી જોઈએ
  • ચૅનલ બાળકો માટે યોગ્ય તરીકે સમર્પિત હોવી જોઈએ નહીં
નોંધ: તમે ઉપરોક્ત યોગ્યતાના માપદંડ સિવાયની કેટલીક ચૅનલ પર ફાળો ઉઘરાવવામાં આવતો હોવાનું જોઈ શકો છો. અમારો ભવિષ્યમાં YouTube ડોનેશનને વધુ વ્યાપક રીતે ઉપલબ્ધ કરાવવાનો પ્લાન છે.

કયા દેશો/પ્રદેશોમાં YouTube ડોનેશનના ફાળો ઉઘરાવનારનું સેટઅપ કરી શકાય?

જો તમે નીચેના દેશો/પ્રદેશોમાંથી કોઈ એકમાં નિવાસ કરતા હો, તો તમે YouTube ડોનેશન ફાળો ઉઘરાવનારનું સેટઅપ કરી શકો છો.

  • આર્જેન્ટિના
  • ઑસ્ટ્રિયા
  • બેલ્જિયમ
  • બોલિવિયા
  • કેનેડા
  • કોલમ્બિયા
  • ક્રોએશિયા
  • એસ્ટોનિયા
  • ફ્રાન્સ
  • જર્મની
  • ઘાના
  • હોંગકોંગ
  • આઇસલેન્ડ
  • ઇન્ડોનેશિયા
  • આયર્લૅન્ડ
  • ઇઝરાઇલ
  • ઇટાલી
  • કુવૈત
  • લેટવિયા
  • લિથુઆનિયા
  • લક્ઝમબર્ગ
  • મલેશિયા
  • મેક્સિકો
  • મૉન્ટેનેગ્રો
  • નૅધરલેન્ડ્સ
  • ન્યૂઝીલૅન્ડ
  • નૉર્વે
  • પેરુ
  • ફિલિપિન્સ
  • પોલેન્ડ
  • પોર્ટો રિકો
  • રોમાનિયા
  • સ્લોવાકિયા
  • સ્પેન
  • સ્વીડન
  • સ્વિટ્ઝરલેન્ડ
  • થાઇલૅન્ડ
  • ટર્કી
  • યુનાઇટેડ કિંગડમ
  • USA

હું જોઉં છું કે મારી પાસે YouTube ડોનેશનનો ઍક્સેસ છે. હું તેનું સેટઅપ કેવી રીતે કરી શકું?

હું ફાળો ઉઘરાવનાર બનાવું પછી, જો મને ડોનેશન આપવા માટેનું બટન ન દેખાય તો શું કરવું?

તમારા ફાળો ઉઘરાવનાર પર ડોનેશન આપવા માટેનું બટન ન દેખાવાના કેટલાક કારણો નીચે આપ્યા છે:
  • ખાતરી કરો કે તમે YouTube ડોનેશન પર ફાળો ઉઘરાવનારનું સેટઅપ કર્યું છે.
  • જો ફાળો ઉઘરાવનાર શરૂ થવા માટેની કોઈ તારીખ હોય, તો ડોનેશન આપવા માટેનું બટન તમારા જોવાના પેજ પર અથવા લાઇવ ચૅટ પર ફાળો ઉઘરાવનારની પ્રારંભ તારીખ પછી દેખાશે.
  • જો તમે લાઇવ સ્ટ્રીમ પર ફાળો ઉઘરાવી રહ્યા હો અને લાઇવ ચૅટ ચાલુ કરી હોય, તો તમને મોબાઇલ પર ચૅટમાં ડોનેશન આપવા માટેનું બટન દેખાશે. લાઇવ ચૅટ જોવા માટે મોબાઇલ ડિવાઇસ પોર્ટ્રેટ મોડમાં હોવા આવશ્યક છે. લાઇવ ચેટ ડોનેશન વિશે વધુ જાણો.
  • જો તમે તમારો વીડિયો અથવા ચૅનલ "બાળકો માટે બનાવેલ" પર સેટ કરો છો, તો ડોનેટ બટન કાઢી નાખવામાં આવશે. 

સમુદાય માટે ફાળો ઉઘરાવનારા શું છે?

સમુદાય માટે ફાળો ઉઘરાવનારાની મદદથી તમે નિર્માતાઓ સાથે સમાન હેતુ માટે ફાળો ઉઘરાવવામાં સહયોગ કરી શકો છો. સમુદાય માટે ફાળો ઉઘરાવનાર બનાવવા અથવા તેમાં જોડાવાની રીત વિશે જાણો.

Super Chat for Goodનું શું થયું?

Super Chat for Good હવે લાઇવ ચૅટ ડોનેશન છે. નિર્માતાઓ હજી પણ તેમના લાઇવ સ્ટ્રીમ પર ફાળો ઉઘરાવનારને હોસ્ટ કરી શકે છે અને દર્શકો હજી પણ સીધા ચૅટ વિન્ડોમાંથી ડોનેશન આપી શકે છે. ગૂંચવણ ઊભી ન થાય તે માટે ડોનેશન ધરાવતા લાઇવ સ્ટ્રીમ માટે Super Chat અને Super Stickers બંધ કરવામાં આવશે. તમે દર્શક પ્રવૃત્તિ વિજેટ વડે લાઇવ નિયંત્રણ રૂમમાં દર્શકોના ડોનેશનનું નિરીક્ષણ કરી શકો છો.
લાઇવ ચૅટ ડોનેશન ચાલુ કરવા માટે, તમારા શેડ્યૂલ કરેલા લાઇવ સ્ટ્રીમને તમારી ફાળો ઉઘરાવનારમાં ઉમેરો. YouTube ડોનેશનના ફાળો ઉઘરાવનારનું સેટઅપ કરવાની રીત વિશે જાણો. લાઇવ ચૅટ ધરાવતા લાઇવ સ્ટ્રીમમાં ચૅટમાં ડોનેશન આપો આઇકન હશે. લાઇવ ચૅટ વિના લાઇવ સ્ટ્રીમમાં સ્ટ્રીમની બાજુમાં અથવા નીચે ડોનેશન આપવા માટેનું બટન હશે.
Super Thanks ડોનેશન ધરાવતા વીડિયો પર ઉપલબ્ધ નથી.

શું હું હજુ પણ એવા વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમ પર કમાણી કરી શકું કે જેમાં ફાળો ઉઘરાવનાર હોય?

જ્યારે તમે તમારા વીડિયો અને લાઇવ સ્ટ્રીમમાં ફાળો ઉઘરાવનાર ઉમેરશો ત્યારે જાહેરાતો પર કોઈ અસર થશે નહીં. ગૂંચવણ ઊભી ન થાય તે માટે લાઇવ ચૅટ ડોનેશન ધરાવતા લાઇવ સ્ટ્રીમ પર Super Chat અને Super Stickers ઉપલબ્ધ હોતા નથી. નિર્માતાઓ ડોનેશન આપવા માટેનું બટન ધરાવતી ફક્ત સભ્યો માટેની લાઇવ ચૅટ હોસ્ટ કરી શકતા નથી. Super Thanks ડોનેશન ધરાવતા વીડિયો પર ઉપલબ્ધ નથી.

બિનલાભકારી સંસ્થાઓને ડોનેશન કેવી રીતે મળે છે?

Googleની વિનંતી પર ડોનેશન એકત્ર કરવા અને વિતરણ કરવા માટે, Googleની Network for Good સાથે ભાગીદારી છે. તમારું 100% યોગદાન બિનલાભકારી સંસ્થાને મળે છે અને વ્યવહાર ફી YouTube ચૂકવશે. યુએસ IRS માટે જરૂરી હોય તે મુજબ, Network for Good એકવાર ડોનેશન એકત્ર કરી લે પછી તેના પર વિશેષ કાનૂની નિયંત્રણ મેળવે છે. જો Network for Good YouTube નિર્માતાની બિનલાભકારી સંસ્થાને ફંડનું વિતરણ કરી ન કરી શકે, તો Network for Good તે ફંડ યોગ્યતા ધરાવતી હોય એવી યુએસ બિનલાભકારી સંસ્થાને વિતરણ કરશે. Network for Goodના વિતરણોની કામ કરવાની રીત વિશે વધુ જાણો.

જો મારું ડોનેશન મેળવવા માટે નિયુક્ત બિનલાભકારી સંસ્થા અયોગ્ય બને તો શું થાય?

જો Googleના દાતાની માર્ગદર્શન હેઠળ ચાલતા ફંડ ભાગીદાર છે તે Network for Good કોઈપણ કારણસર (બિનલાભકારી સંસ્થા માન્ય યુનાઇટેડ સ્ટેટ્સ 501(c)(3) સંસ્થા નથી સહિતના) હેતુપૂર્વકની બિનલાભકારી સંસ્થાને કોઈ પ્રોજેક્ટ માટે ફંડ વિતરિત કરી શકતું ન હોય, તો Google યોગ્યતા ધરાવતી વૈકલ્પિક બિનલાભકારી સંસ્થા પસંદ કરવા માટે Network for Good સાથે કામ કરશે.
હું મારી લાઇવ ચૅટમાં ડોનેશન કેવી રીતે જોઉં?
તમે ચૅટ વિન્ડોમાં ડોનેશન જોશો. તમે દર્શક પ્રવૃત્તિ વિજેટ વડે લાઇવ નિયંત્રણ રૂમમાં રિઅલ ટાઇમમાં લાઇવ ચૅટ ડોનેશનનું નિરીક્ષણ પણ કરી શકો છો.

કુલ રકમ અને પ્રોગ્રેસ બાર શું દર્શાવે છે?

કુલ રકમ એ ફાળો ઉઘરાવનારમાં ભાગ લેતી બધી ચૅનલ અને વીડિયો પરથી, તે ફાળો ઉઘરાવનાર માટે ઉઘરાવવામાં આવેલું કુલ ફંડ દર્શાવે છે. ડોનેશન આપવા માટેનું બટન હેઠળ તમને કુલ રકમ અથવા પ્રોગ્રેસ બાર જોવા મળી શકે છે.

હું મારા ફાળો ઉઘરાવનાર વિશેના વિશ્લેષણ ક્યાંથી મેળવી શકું?

તમારા ફાળો ઉઘરાવનાર વિશે વિશ્લેષણ મેળવવા માટે:

  1. કમ્પ્યુટર પર YouTubeમાં સાઇન ઇન કરો.
  2. YouTube Studio પર જાઓ.
  3. Earn પર જાઓ.
  4. ડોનેશન પસંદ કરો.
  5. "ઉઘરાવેલું કુલ ફંડ, તમે જે ઝુંબેશોમાં જોડાયા છો અથવા બનાવી છે તેની બાજુમાં તમને ફાળો ઉઘરાવનારનો મૂળભૂત ડેટા દેખાશે.
  6. તમારા ફાળો ઉઘરાવનાર વિશે વધુ વિગતો જોવા માટે, તમારા માઉસ વડે કર્સરને ઉઘરાવેલી રકમ પર લઈ જાઓ.

બિનલાભકારી સંસ્થા વિશે સામાન્ય પ્રશ્નો

YouTube ડોનેશન વડે કઈ બિનલાભકારી સંસ્થાઓ માટે ફાળો ઉઘરાવવાની યોગ્યતા ધરાવે છે?
YouTube ડોનેશન ફાળો ઉઘરાવનારથી નાણાં મેળવવા માટેની યોગ્યતા ધરાવવા માટે, બિનલાભકારી સંસ્થા આ યોગ્યતા ધરાવતી હોવી આવશ્યક છે:
નોંધ: હાલમાં ખાનગી સંસ્થાને સપોર્ટ કરવામાં આવતો નથી. 

જો હું વિનંતી ટૂલમાં વિનંતી કરવા માગું છું તે બિનલાભકારી સંસ્થા ન દેખાય તો શું કરવું?

તમે જે બિનલાભકારી સંસ્થા શોધી રહ્યા છો તે વિનંતી માટેના ટૂલમાં કેમ દેખાતી નથી તે માટેના કેટલાક કારણો નીચે આપેલા છે:
  • બિનલાભકારી સંસ્થાઓ Google for Nonprofitsનો ભાગ નથી. બિનલાભકારી સંસ્થા Google for Nonprofits એકાઉન્ટની વિનંતી કરી શકે છે.
  • બિનલાભકારી સંસ્થા Guidestar પર રજિસ્ટર કરાયેલી યુએસ સ્થિત 501(c)(3) બિનલાભકારી સંસ્થા નથી. બિનલાભકારી સંસ્થા ઉપલબ્ધ છે તે કન્ફર્મ કરવા માટે તેને guidestar.org પર શોધો.
  • બિનલાભકારી સંસ્થાએ ઑનલાઇન ફાળો ઉઘરાવવાનું નાપસંદ કર્યું છે. બિનલાભકારી સંસ્થાઓએ દાતાઓને ઑનલાઇન ફાળો ઉઘરાવવાની સંમતિ આપવી આવશ્યક છે. YouTube પર બિનલાભકારી સંસ્થા તરીકે નાણાં ઉઘરાવવા વિશે વધુ જાણો.

હું જેને સપોર્ટ કરવા માગું છું તે બિનલાભકારી સંસ્થાને ઉમેરવાની મેં વિનંતી કરી છે. તેને ઉમેરવામાં કેટલો સમય લાગશે?

તમે તમારી યોગ્યતા ધરાવતી બિનલાભકારી સંસ્થા સબમિટ કરી લો તે પછી, અમે તમને તમારી વિનંતીનું સ્ટેટસ જણાવવા માટે એક ઇમેઇલ મોકલીશું. કેટલીક વિનંતીઓમાં 5 કામકાજી દિવસ સુધીનો સમય લાગી શકે છે. પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, ખાતરી કરો કે તમે જે બિનલાભકારી સંસ્થાની વિનંતી કરી રહ્યાં છો તે યોગ્યતાના માપદંડને પૂર્ણ કરે છે.

બિનલાભકારી સંસ્થાઓને ફંડ કેવી રીતે વિતરિત કરવામાં આવે છે?

ફંડ એકત્ર કરીને બિનલાભકારી સંસ્થાઓમાં વિતરણ કરવા માટે અમે યુએસ 501(c)(3) અને દાતાની માર્ગદર્શન હેઠળ ચાલતા ફંડ, Network for Good સાથે ભાગીદારી કરી છે. સામાન્ય રીતે Network for Good માસિક ધોરણે ફંડનું વિતરણ કરે છે. જો $10 કરતાં ઓછું ફંડ ઉઘરાવવામાં આવ્યું હોય, તો ફંડનું વિતરણ વાર્ષિક રહેશે. ફંડ વિતરણ અને Network for Good વિશે વધુ જાણો.

હું Google for Nonprofits વિશે કેવી રીતે વધુ જાણી શકું?

બિનનફાકારક માટે Google અને પ્રોગ્રામના પાત્રતા દિશાનિર્દેશો વિશે વધુ જાણો. 

YouTube પર બિનનફાકારક તરીકે નાણાં એકત્ર કરવા વિશે હું કેવી રીતે વધુ જાણી શકું? 

દાતાના સામાન્ય પ્રશ્નો

મને વીડિયો જોવાના પેજ પર ડોનેશન આપવા માટેનું બટન દેખાય છે. તે કઈ રીતે કાર્ય કરે છે?

લાઇવ ચૅટ ડોનેશન શું છે?

જ્યારે કોઈ નિર્માતા લાઇવ સ્ટ્રીમ અથવા પ્રિમિયરમાં લાઇવ ચૅટ ચાલુ હોય ત્યારે ફાળો ઉઘરાવનાર ઉમેરે છે, ત્યારે દર્શકોને ચૅટમાં ડોનેશન આપવા માટેનું બટન દેખાશે. જ્યારે કોઈ દર્શક લાઇવ ચૅટ ડોનેશન વડે ડોનેશન આપે, ત્યારે તેઓ લાઇવ ચૅટમાં તેમના ડોનેશનમાં તેમનું નામ ઉમેરવાનું પસંદ કરી શકે છે. લાઇવ ચૅટ ડોનેશન વિશે વધુ જાણો.
કયા દેશો/પ્રદેશો YouTube ડોનેશનના ફાળો ઉઘરાવાનારમાં ડોનેશન આપી શકે છે?

જો તમે નીચે આપેલા દેશો/પ્રદેશોમાંથી કોઈ એકમાં સ્થિત હો, તો તમે ડોનેશન આપી શકો છો.

  • આર્જેન્ટિના
  • ઑસ્ટ્રિયા
  • બેલ્જિયમ
  • બોલિવિયા
  • કેનેડા
  • કોલમ્બિયા
  • ક્રોએશિયા
  • એસ્ટોનિયા
  • ફ્રાન્સ
  • જર્મની
  • ઘાના
  • હોંગકોંગ
  • આઇસલેન્ડ
  • ઇન્ડોનેશિયા
  • આયર્લૅન્ડ
  • ઇઝરાઇલ
  • ઇટાલી
  • કોરિયા
  • કુવૈત
  • લેટવિયા
  • લિથુઆનિયા
  • લક્ઝમબર્ગ
  • મલેશિયા
  • મેક્સિકો
  • મૉન્ટેનેગ્રો
  • નૅધરલેન્ડ્સ
  • ન્યૂઝીલૅન્ડ
  • નૉર્વે
  • પેરુ
  • ફિલિપિન્સ
  • પોલેન્ડ
  • પોર્ટો રિકો
  • રોમાનિયા
  • સ્લોવેકિયા
  • દક્ષિણ કોરિયા
  • સ્પેઇન
  • સ્વીડન
  • સ્વિટ્ઝરલૅન્ડ
  • તાઇવાન
  • થાઇલૅન્ડ
  • ટર્કી
  • યુનાઇટેડ કિંગડમ
  • USA

શું મારું ડોનેશન ટેક્સ કપાતને પાત્ર છે?

લોકેશનના આધારે દાતાની ટેક્સ વિશેની માહિતી અહીં જુઓ.

મારા ડોનેશનમાંથી કેટલું બિનલાભકારી સંસ્થાને પહોંચશે?

તમે ડોનેશનમાં આપો છો તે 100% નાણાં બિનલાભકારી સંસ્થાને મળશે. YouTube ક્રેડિટ કાર્ડ વ્યવહાર ફી પણ આવરી લે છે.

શું હું મારા ડોનેશન પર રિફંડ મેળવી શકું?

બિનલાભકારી સંસ્થાઓમાં આપેલા સ્વૈચ્છિક ડોનેશન રિફંડને પાત્ર નથી. જો તમને ચુકવણી કરવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તમે અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો.

જ્યારે હું ડોનેશન આપું ત્યારે તમે બિનલાભકારી સંસ્થાઓ સાથે કઈ માહિતી શેર કરો છો?

જ્યારે તમે ડોનેશન આપો છો ત્યારે બિનલાભકારી સંસ્થા અથવા નિર્માતા સાથે તમારી સંપર્ક માહિતી શેર કરવામાં આવતી નથી. જો તમે લાઇવ ચૅટ પર ડોનેશન આપતી વખતે "સાર્વજનિક" પસંદ કરો છો, તો લાઇવ સ્ટ્રીમ હોસ્ટ કરનાર નિર્માતા તમારા એકાઉન્ટનું નામ અને ડોનેશનની રકમ જોઈ શકે છે. તમારી માહિતીનો ઉપયોગ કરવાની રીત વિશે વધુ જાણો.
વપરાશકર્તાઓ, કંપની અને ઑફસાઇટ ડોનેશન શું છે?
  • વપરાશકર્તાના ડોનેશન: YouTube વપરાશકર્તાઓ દ્વારા આપવામાં આવેલા ફંડ.
  • કંપનીના ડોનેશન: બિનલાભકારી સંસ્થા દ્વારા ચકાસણી કરાયા મુજબ, YouTube અથવા અન્ય કંપની દ્વારા આપવામાં આવેલા ફંડ.
  • ઑફસાઇટના ડોનેશન: આ ઝુંબેશના ભાગ તરીકે YouTube સિવાયની સાઇટ પર આયોજક દ્વારા એકત્રિત અને બિનલાભકારી સંસ્થા દ્વારા ચકાસણી કરાયેલા ફંડ.
કંપની મેચિંગ કેવી રીતે કાર્ય કરે છે?
જો કોઈ કંપનીએ ડોનેશનની રકમને મેળ કરવાનું વચન આપ્યું હોય, તો તેઓ YouTube પર ડોનેશન આપવા માટેનું બટન દ્વારા ફાળો ઉઘરાવનારને આપવામાં આવતા દરેક $1 માટે $1 ડોનેશન આપશે. આ મેળ કરવાનું જ્યાં સુધી સંપૂર્ણપણે મેળ ન થાય અથવા ઝુંબેશના અંત સુધી, જે પણ પહેલા આવે ત્યાં સુધી ચાલુ રહેશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9315193948325772974
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false