ટૅગ કરેલી પ્રોડક્ટ માટે પ્રવૃત્તિઓ બનાવવી અને મેનેજ કરવી

YouTube Shopping થકી તમે ખરીદીનો એવો અનુભવ રચી શકો છો જે જાણે તમારા અને તમારા દર્શકો માટે જ રચાયો હોય તેમ લાગે. પ્રોડક્ટ ટૅગિંગ વડે તમે તમારી પ્રોડક્ટનો પ્રચાર તમારી YouTube ચૅનલ પર કરી શકો છો અથવા જો તમે આનુષંગિક પ્રોગ્રામમાં જોડાયેલા હો, તો અન્ય બ્રાંડની પ્રોડક્ટનો પ્રચાર પણ કરી શકશો. ટૅગ કરેલી પ્રોડક્ટ માટે ઉત્તેજના રચવામાં સહાય કરવા અને દર્શકોને પ્રોડક્ટ અંગેની તાજેતરની માહિતી તથા ડીલ ઑફર કરવા, તમે આ ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકો છો:

પ્રમોશન અને કિંમતમાં ઘટાડો

પ્રમોશન અને કિંમતમાં ઘટાડાની સુવિધા ટૅગ કરેલી પ્રોડક્ટ પરની ડીલ દર્શકોને માટે હાઇલાઇટ કરે છે. ત્રણ પ્રકારના પ્રમોશન અને કિંમતમાં ઘટાડા હોય છે જે પ્રોડક્ટ સૂચિ અથવા પિન કરેલા પ્રોડક્ટના બૅનરમાં દર્શાવી શકાય છે.

  1. વેપારી પ્રમોશન: એવી ડીલ જેમાં નીચે આપેલી અને તે સિવાયની બાબતોનો સમાવેશ થઈ શકે છે:
    1. કોઈ પ્રોડક્ટ પરની ટકાવારી જે ઑટોમૅટિક રીતે અથવા ડિસ્કાઉન્ટ કોડ સાથે લાગુ થાય છે
    2. કોઈ પ્રોડક્ટ પર સ્તર અનુસારની અથવા નિશ્ચિત રકમ જે ઑટોમૅટિક રીતે અથવા ડિસ્કાઉન્ટ કોડ સાથે લાગુ થાય છે
    3. નિશ્ચિત જથ્થા વિનાની ડીલ, જેમ કે "ખરીદી સાથે ગિફ્ટ" અથવા "X ખરીદો, Y મેળવો"
  2. વેચાણ કિંમત પર એનોટેશન: કોઈ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ સાથેની કિંમત.
  3. કિંમતમાં ઘટાડો: કોઈ પ્રોડક્ટની હાલની કિંમત તેની સંદર્ભિત કિંમત કરતાં ઓછી હોય ત્યારે બતાવાતો બૅજ. સંદર્ભિત કિંમત છેલ્લા 30 દિવસમાં સૂચિબદ્ધ થયેલી ઓછામાં ઓછી કિંમત છે.

નિર્માતાઓ તેમના સ્ટોરમાં પ્રોડક્ટની કિંમત અપડેટ કરીને "કિંમતમાં ઘટાડો" ટ્રિગર કરી શકે છે. નિર્માતાઓ નીચેનાનો ઉપયોગ કરીને વેપારી પ્રમોશન તથા વેચાણ કિંમત પર એનોટેશન બનાવી અને લાગુ કરી શકે છે:

  1. Shopify અથવા
  2. Google Merchant Center (GMC) - તમારી પાસે સીધો ઍક્સેસ હોય તો જ.

YouTube છૂટક વેપારીના ડેટાના આધારે દર્શકોને ડીલ બતાવશે. કોઈ ટૅગ કરેલી પ્રોડક્ટમાં એકથી વધુ ડીલ ઉપલબ્ધ હોય, તો YouTube ઉપલબ્ધ હોય તેમાંથી સૌથી મોટી ડીલ બતાવશે. ટૅગ કરેલી પ્રોડક્ટ માત્ર આ દેશ/પ્રદેશોમાં મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરતા દર્શકોને દેખાય છે. ટૅગ કરેલી પ્રોડક્ટ તમારા દર્શકોને સપાટી પર ન દેખાતી હોય, તો તેઓ મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરતા હોવાની અને ઉપલબ્ધ દેશ/પ્રદેશમાં હોવાની ખાતરી કરો. ટૅગ કરેલી પ્રોડક્ટ તો જ સપાટી પર દેખાશે જો તે દર્શકના દેશ/પ્રદેશમાં રવાના કરવા માટે ઉપલબ્ધ હોય.

યોગ્યતા

પ્રમોશન અને કિંમતમાં ઘટાડાની સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારા છૂટક વેપારી ડીલના પ્રકારના આધારે પાત્રતાની અન્ય જરૂરિયાતો પૂરી કરે તે જરૂરી છે. વેચાણ કિંમત પર એનોટેશન માટે છૂટક વેપારી માટે અન્ય કોઈ જરૂરિયાતો નથી, જોકે વેપારી પ્રમોશન માટે છૂટક વેપારી માટે વધુ જરૂરિયાતો છે:

  • વેપારી પ્રમોશન (Shopify તરફથી):
    • ઑટોમૅટિક રીતે લાગુ થતી ડીલ માટે (ઑટોમૅટિક ડિસ્કાઉન્ટ): તમારો Shopify સ્ટોર નીચેના દેશ/પ્રદેશમાંથી કોઈ એકમાં હોવો જોઈએ: AU, BR, CA, DE, ES, FR, IN, IT, JP, KR, NL, UK અને US.
    • ડિસ્કાઉન્ટ કોડ સાથે લાગુ થતી ડીલ માટે: તમારો Shopify સ્ટોર યુએસમાં હોવો જરૂરી છે.
    • નિશ્ચિત જથ્થો ન હોય તેવી ડીલ માટે: આ પ્રકારની ડીલને હાલમાં સપોર્ટ નથી.
  • વેપારી પ્રમોશન (GMCમાંથી): તમે સપોર્ટ કરતા હો તે છૂટક વેપારી નીચેના દેશ/પ્રદેશમાંથી કોઈ એકમાં હોવા જોઈએ: AU, BR, CA, DE, ES, FR, IN, IT, JP, NL, KR, UK અને US.

પ્રમોશન અને કિંમતના ઘટાડાનું સેટઅપ કરવું અને મેનેજ કરવું

તમે શું ઑફર કરવા માગો છો તેના આધારે ડીલનું સેટઅપ કરવાની વિવિધ રીત છે. એક વાર ડીલ રિવ્યૂ થાય અને મંજૂર થઈ જાય, એટલે તમે પ્રોડક્ટને ટૅગ કરી શકો છો.

નોંધ: પ્રોડક્ટ ટૅગ કરતી વખતેે તમે પ્રોડક્ટ પસંદ કરતા હો ત્યારે ડીલ જોઈ ન શકો. પરંતુ, ટૅગ થઈ ગયા પછી ડીલ જોઈ શકાશે.

 કોઈપણ પ્રમોશન YouTube પર શેર કરવાના ઓછામાં ઓછા 5 દિવસ પહેલાં તમે તેનું સેટઅપ કરી લો તેવો અમારો સુઝાવ છે.

વેપારી પ્રમોશન

Shopify મારફતે વેપારી પ્રમોશન બનાવવું અથવા તેમાં ફેરફાર કરવો

ઑટોમૅટિક ડિસ્કાઉન્ટથી બાદ થતી રકમ અથવા ડિસ્કાઉન્ટ કોડ વડે તમે Shopify મારફતે વેપારીના પ્રમોશન બનાવી શકો છો. જ્યારે કોઈ દર્શક યોગ્યતાપ્રાપ્ત આઇટમ ખરીદે ત્યારે ચેકઆઉટ સમયે ઑટોમૅટિક ડિસ્કાઉન્ટથી બાદ થતી રકમ ઑટોમૅટિક રીતે કપાઈ જાય છે. તમે ડિસ્કાઉન્ટ કોડ બનાવી શેર કરો ત્યારે યોગ્યતાપ્રાપ્ત આઇટમ પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે દર્શકોએ ચેકઆઉટ સમયે કોડ દાખલ કરવો જરૂરી છે.
નોંધ: નિશ્ચિત જથ્થો ન હોય તેવી ડીલ અને $0 શિપિંગના પ્રમોશનને હાલમાં સપોર્ટ નથી. Shopify માટે પ્રમોશનના સપોર્ટેડ પ્રકારો વિશે વધુ જાણો.

Shopifyમાં વેપારી પ્રમોશન બનાવવા માટે:

  1. ડિસ્કાઉન્ટ અને પછી ડિસ્કાઉન્ટ બનાવો પર જાઓ.
  2. "ડિસ્કાઉન્ટનો પ્રકાર પસંદ કરો"માં, પસંદ કરો: "પ્રોડક્ટ પર બાદ થતી રકમ" અથવા "ઑર્ડર પર બાદ થતી રકમ".
  3. "પદ્ધતિ" હેઠળ, તમારે ઑફર કરવું હોય તે ડિસ્કાઉન્ટનો પ્રકાર પસંદ કરો:
    1. ઑટોમૅટિક ડિસ્કાઉન્ટ: દર્શકો માટે ચેકઆઉટ સમયે ઑટોમૅટિક રીતે ડિસ્કાઉન્ટ લાગુ થાય છે.
    2. ડિસ્કાઉન્ટ કોડ: ડિસ્કાઉન્ટ મેળવવા માટે દર્શકોએ ચેકઆઉટ સમયે કોડ દાખલ કરવો જરૂરી છે.
  4. તમારા પ્રમોશનની વિગતો ઉમેરો  અને પછી ડિસ્કાઉન્ટ સાચવો.
  5. તમારા ડિસ્કાઉન્ટને Google ચૅનલ ઍપ સાથે સિંક કરો:
    1. ડિસ્કાઉન્ટ હેઠળ સંબંધિત ડિસ્કાઉન્ટ પર ક્લિક કરો.
    2. વેચાણ ચૅનલ વિભાગમાં, Google ચૅનલ ઍપ પસંદ કરો.
    3. સાચવો પર ક્લિક કરો.

 Google Merchant Center (GMC)માં વેપારી પ્રમોશન બનાવવું અથવા તેમાં ફેરફાર કરવો

GMCમાં વેપારી પ્રમોશન બનાવવા માટે:

  1. સંબંધિત પ્રોડક્ટ માટે ઉપલબ્ધ પદ્ધતિઓમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને તમારું પ્રમોશન બનાવો અને સબમિટ કરો:
    1. Merchant Center માટેનું પ્રમોશન બિલ્ડર
    2. પ્રમોશન ફીડ
    3. કન્ટેન્ટ API

Google Merchant Centerની એડિટોરિયલ જરૂરિયાતો તેમજ પ્રમોશન પૉલિસીઓ અનુસાર વેપારી પ્રમોશનને રિવ્યૂ અને કન્ફર્મ કરાય છે. મંજૂર થાય તો તે સમગ્ર Google અને YouTubeની સપાટીઓ પર લાઇવ મૂકાય છે.

વેચાણ કિંમત પર એનોટેશન

તમે તમારી વેચાણ કિંમત સેટ કરો ત્યારે તે બધી અન્ય જરૂરિયાતો પૂરી કરતી હોવાની ખાતરી કરો.

Shopify મારફતે વેચાણ કિંમત બનાવવી અથવા તેમાં ફેરફાર કરવો

Shopify મારફતે વેચાણ કિંમત બનાવવા માટે:

  1. પ્રોડક્ટ  પર જાઓ અને પછી સંબંધિત પ્રોડક્ટ પર ક્લિક કરો.
  2. કિંમત નિર્ધારણ હેઠળ, તમારી પ્રોડક્ટની મૂળ કિંમત પર તુલનાની કિંમત સેટ કરો.
  3. તમારી પ્રોડક્ટની કિંમતને નવી વેચાણ કિંમત પર સેટ કરો.

GMCમાં વેચાણ કિંમત બનાવવી અથવા તેમાં ફેરફાર કરવો

GMCમાં વેચાણ કિંમત બનાવવા માટે:

  1. તમારી આઇટમની મૂળ કિંમત, કિંમત [price] વિશેષતામાં સૂચિબદ્ધ હોવાની ખાતરી કરો.
  2. વૈકલ્પિક વેચાણ કિંમત [sale price] વિશેષતાનો ઉપયોગ કરીને વેચાણ કિંમત સબમિટ કરો.

કિંમતમાં ઘટાડો

કોઈ પ્રોડક્ટની સાધારણતઃ સ્થાયી કિંમત હોય અને તેમાં નોંધપાત્ર ઘટાડો થાય ત્યારે "કિંમતમાં ઘટાડા"નો બૅજ દર્શાવાશે. તમે તમારી પ્રોડક્ટની કિંમતમાં ફેરફાર કરી શકો છો, જેથી Google "કિંમતમાં ઘટાડા"નો બૅજ દર્શાવી શકે. "કિંમતમાં ઘટાડા"નો બૅજ ટ્રિગર કરવા માટે, તમારા સ્ટોર વડે તમારી પ્રોડક્ટની કિંમત અપડેટ કરો. નવી કિંમત તમે ભૂતકાળમાં સૂચિબદ્ધ કરેલી સરેરાશ કિંમત કરતાં ઓછી હોવી જરૂરી છે. કિંમતમાં ઘટાડાના એનોટેશન કેવી રીતે કામ કરે છે તે વિશે વધુ જાણો.

લૉન્ચ થનારી પ્રોડક્ટ

લૉન્ચ થનારી પ્રોડક્ટની સુવિધા સાથે, તમે લાઇવ સ્ટ્રીમ દરમિયાન નવી પ્રોડક્ટ રિલીઝ કરો ત્યારે, ઉશ્કેરાટનું વાતાવરણ રચી આશ્ચર્યનું તત્ત્વ જાળવી રાખો. તમારા લાઇવ સ્ટ્રીમની પ્રોડક્ટની સૂચિમાં ખરીદીની બેગ સાથેની પ્લેસહોલ્ડર ઇમેજ દર્શાવાશે, જે તમારી પ્રોડક્ટ ટૂંક સમયમાં લૉન્ચ થતી હોવાનું દર્શકોને જણાવે છે. એકવાર તમારા લાઇવ સ્ટ્રીમ પર પ્રોડક્ટ દર્શાવવામાં આવે એટલે દર્શકો તરત તેને ખરીદી શકશે.

તમારી જરૂરિયાતો અને યોગ્યતાના આધારે, લૉન્ચ થનારી પ્રોડક્ટનું સેટઅપ પબ્લિકેશનની તારીખો સાથે કે તેના વિના કરી શકાય છે.

  • પબ્લિકેશનની તારીખો સાથે લૉન્ચ થનારી પ્રોડક્ટ: માહિતી લીક થવાનું રોકવા માટે સખત આવશ્યકતાઓ નક્કી કરો અને અગાઉથી સેટઅપ કરવાનું જરૂરી બનાવો. નિર્માતાઓ કે જેઓ તેમના Shopify સ્ટોરનો અથવા તેમના કનેક્ટેડ સ્ટોરના Google Merchant Center (GMC)નો સીધો ઍક્સેસ ધરાવતા હોય, તેઓ પબ્લિકેશનની તારીખોનો ઉપયોગ કરી શકે છે.
  • પબ્લિકેશનની તારીખો વિના લૉન્ચ થનારી પ્રોડક્ટ:  જ્યારે તમે તમારા લાઇવ સ્ટ્રીમમાં પ્રોડક્ટને ટૅગ કરો ત્યારે સેટઅપ કરવામાં આવે છે. આ લૉન્ચ તમારી પ્રોડક્ટને YouTube પર અગાઉથી પ્રદર્શિત થતી અટકાવે છે, પણ દર્શકો તમારી પ્રોડક્ટને અન્ય ક્યાંક શોધી શકે છે. જાણકારી લીક થતી અટકાવવા માટે, તમે લૉન્ચ સુધી તમારા પ્રોડક્ટ પેજને સૂચિમાંથી કાઢી નાખી શકો છો. આનુષંગિક પ્રોગ્રામમાં ભાગ લેનારા નિર્માતાઓ અથવા કનેક્ટેડ સ્ટોર ધરાવતા નિર્માતાઓ આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

તમે એકવાર તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટનું સેટઅપ કરી લો પછી તમે તમારું લાઇવ સ્ટ્રીમ શેડ્યૂલ કરી શકો છો, તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટને સ્ટ્રીમમાં ઉમેરી શકો છો અને મોટી રજૂઆત કરી શકો છો.

પબ્લિકેશનની તારીખો વિના લૉન્ચ થનારી પ્રોડક્ટનું સેટઅપ કરવું

પબ્લિકેશનની તારીખો વિના તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટનું સેટઅપ કરવા માટે, આવશ્યક છે કે તમે:

ખાતરી કરો તમે પ્રોડક્ટને તમારા સ્ટોરમાં ઉમેરેલી છે, તેથી તેનો અમારી પૉલિસીઓ અને Google Merchant Centerની પૉલિસીઓનું પાલન કરતી હોવાનો રિવ્યૂ કરી શકાય. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે થોડા કામકાજી દિવસો લાગે છે. એકવાર મંજૂર થઈ ગયા પછી, તમારી પ્રોડક્ટને તમે તમારા લાઇવ સ્ટ્રીમમાં ઉમેરી શકો તે માટે તે YouTube Studioમાં દેખાશે.

પબ્લિકેશનની તારીખો સાથે લૉન્ચ થનારી પ્રોડક્ટનું સેટઅપ કરવું

પબ્લિકેશનની તારીખો સાથે તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટનું સેટઅપ કરવા માટે, તમારી પાસે આ બાબતોનો સીધો ઍક્સેસ હોવો જરૂરી છે:

  • તમારા કનેક્ટેડ સ્ટોરના Google Merchant Center (GMC)નો અથવા
  • તમારા Shopify સ્ટોરના ઍડમિન પેજનો

શ્રેષ્ઠ પદ્ધતિ તરીકે, તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટનું સેટઅપ તમારા લાઇવ સ્ટ્રીમના ઓછામાં ઓછા 1 અઠવાડિયા પહેલાં કરી લો. એકવાર તમે તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટનું સેટઅપ કરી લો પછી તમે તમારું લાઇવ સ્ટ્રીમ શેડ્યૂલ કરી શકશો અને તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટને રજૂઆત માટે લાઇવ સ્ટ્રીમમાં ઉમેરી શકશો.

Shopify મારફતે પબ્લિકેશનની તારીખો સાથે લૉન્ચ થનારી પ્રોડક્ટનું સેટઅપ કરવું

તમે તમારા Shopify સ્ટોરને YouTube સાથે કનેક્ટ કર્યો હોય, તો Shopifyમાં તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટનું સેટઅપ કરો:

  1. Shopify પર લૉન્ચ થનારી પ્રોડક્ટની ઑફર અપલોડ કરો.
  2. Google ચૅનલ ઍપ અને Shopifyના ઑનલાઇન સ્ટોર માટે સમાન તારીખ અને સમય શેડ્યૂલ કરો:
    • ઑનલાઇન સ્ટોર: પ્રોડક્ટ વિભાગમાં, તમારા ઑનલાઇન સ્ટોરની ઉપલબ્ધતા માટેના તારીખ અને સમય શેડ્યૂલ કરો. આ તે તારીખ અને સમય છે કે જ્યારે તમારી ઑફર Shopify પર જોઈ શકાશે અને ખરીદી શકાશે.

    • Google ચૅનલ ઍપ: વેચાણ ચૅનલ અને ઍપ વિભાગ અંતર્ગત Google માટે તારીખ અને સમય શેડ્યૂલ કરો. આ તે તારીખ અને સમય છે કે જ્યારે તમારી ઑફર YouTubeના દર્શકો જોઈ શકશે અને ખરીદી શકશે.

    • Google ચૅનલ ઍપ અને Shopify ઑનલાઇન સ્ટોરમાં લૉન્ચ થનારી પ્રોડક્ટના તારીખ અને સમય (UTC સમય ઝોન સહિત) સમાન હોવાનું ચેક કરો.
  3. અમારી પૉલિસીઓ અને Google Merchant Centerની પૉલિસીઓનું પાલન કરતી હોવા બાબતે તમારી પ્રોડક્ટનો રિવ્યૂ થશે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે થોડા કામકાજી દિવસો લાગે છે. એકવાર મંજૂર થઈ ગયા પછી, તમારી પ્રોડક્ટ YouTube Studioમાં દેખાશે.

Google Merchant Center મારફતે પબ્લિકેશનની તારીખો સાથે લૉન્ચ થનારી પ્રોડક્ટનું સેટઅપ કરવું

જો તમારા કનેક્ટેડ સ્ટોરના Google Merchant Center (GMC)નો તમને સીધો ઍક્સેસ હોય, તો તમે પબ્લિકેશનની તારીખો સાથે તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટનું સેટઅપ કરી શકો છો:

  1. તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટનો પ્રોડક્ટ ડેટા સબમિટ કરવા માટે “disclosure_date” વિશેષતા સાથે પ્રાથમિક ફીડ અથવા પૂરક ફીડનો ઉપયોગ કરો.
  2. લૉન્ચ થનારી પ્રોડક્ટની તારીખ અને સમય (UTC સમય ઝોન સહિત) યોગ્ય રીતે સેટ થયેલા હોવાનું ચેક કરો.
  3. અમારી પૉલિસીઓ અને Google Merchant Centerની પૉલિસીઓનું પાલન કરતી હોવા બાબતે તમારી પ્રોડક્ટનો રિવ્યૂ થશે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે થોડા કામકાજી દિવસો લાગે છે. એકવાર મંજૂર થઈ ગયા પછી, તમારી પ્રોડક્ટ YouTube Studioમાં દેખાશે.

તમારા લાઇવ સ્ટ્રીમમાં લૉન્ચ થનારી પ્રોડક્ટ ઉમેરવી

એકવાર તમે તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટનું સેટઅપ કરી લો પછી તમારું લાઇવ સ્ટ્રીમ શેડ્યૂલ કરો અને તમારા લાઇવ સ્ટ્રીમમાં લૉન્ચ થનારી પ્રોડક્ટ ટૅગ કરો:

  1. YouTube Studioમાં, તમારું લાઇવ સ્ટ્રીમ શેડ્યૂલ કરો.
  2. લાઇવ નિયંત્રણ રૂમમાં, લાઇવ સ્ટ્રીમ વીડિયો પર લૉન્ચ થનારી પ્રોડક્ટ અને અન્ય કોઈપણ સંબંધિત પ્રોડક્ટ ટૅગ કરો. 
  • જો તમે પબ્લિકેશનની તારીખોનો ઉપયોગ કર્યો હોય, તો: તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટની બાજુમાં તેની ઉપલબ્ધ હોવાની તારીખ બતાવતો “લૉન્ચ થનારી પ્રોડક્ટ” બૅજ હશે. લૉન્ચ થનારી પ્રોડક્ટની તારીખ અને સમય (UTC સમય ઝોન સહિત) યોગ્ય રીતે સેટ થયેલા હોવાનું ચેક કરો. 
    • નોંધ: લાઇવ નિયંત્રણ રૂમ, GMC અથવા Shopifyમાં અને તમારી પ્રોડક્ટના લૅન્ડિંગ પેજ માટે લૉન્ચ થનારી પ્રોડક્ટની તારીખ અને સમય સમાન હોવા જરૂરી છે. લૅન્ડિંગ પેજ લૉન્ચ થનારી પ્રોડક્ટના સમય સુધીમાં ઉપલબ્ધ (સૂચિબદ્ધ અને શોધી શકાય તેમ) હોવું જરૂરી છે. નહીંતર, દર્શકોને ભૂલનો મેસેજ આવશે.
  • જો તમે પબ્લિકેશનની તારીખોનો ઉપયોગ ન કર્યો હોય, તો: તમારી પ્રોડક્ટની બાજુમાં “લૉન્ચ થનારી પ્રોડક્ટ બનાવો” પર ક્લિક કરો. જ્યાં સુધી તમે તમારી પ્રોડક્ટને લૉન્ચ કરવા માટે તૈયાર ન હો ત્યાં સુધી તે છુપાવેલી રહેશે.
  1. તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટ રિલીઝ થાય ત્યારે તે તમારી પ્રોડક્ટની શેલ્ફમાં પહેલી આઇટમ તરીકે દેખાય તેમ તમે ઇચ્છતા હો તો તમારી પ્રોડક્ટની ફરી ગોઠવણ કરો.
  2. સાચવો પર ક્લિક કરો. 
ટૅગિંગ અંગે ટિપ: જો તમારી પ્રોડક્ટના પ્રકારો હોય (ઉદાહરણ તરીકે, પ્રોડક્ટ વિવિધ કદ અથવા રંગમાં ઉપલબ્ધ હોય), તો દરેક પ્રકારને અલગથી ટૅગ કરી શકાશે. 
  • તમારી પ્રોડક્ટના ઘણા પ્રકારો ન હોય, તો તમે તે તમામને ટૅગ કરી શકો છો. 
  • જો તમારી પ્રોડક્ટના અનેક પ્રકારો હોય, તો તમે વિભિન્ન કિંમતો હોય તેવા પ્રકારોને ટૅગ કરી શકો છો. 
  • ટૅગ કરેલી દરેક પ્રોડક્ટનું નામ અપડેટ કરો, જેથી પ્રકારો વચ્ચેનો તફાવત સ્પષ્ટ રહે. 

દર્શકો તેમને ગમતો પ્રકાર પસંદ કરે ત્યારે તેમને તમારી વેબસાઇટ પર લઈ જવાશે જેમાં પ્રકારની વિગતો પહેલેથી પસંદ કરેલી હશે. તેઓ ઇચ્છે તો પછીથી તમારી વેબસાઇટ પર અલગ પ્રકાર પસંદ કરી શકે છે.

તમારી પ્રોડક્ટને વધુ સારી રીતે રજૂ કરવા માટે, રિલીઝ પહેલાં તમે તમારી પ્રોડક્ટને તમારા લાઇવ સ્ટ્રીમ સાથે પિન કરી શકો છો. રિલીઝની તારીખ પહેલાં, “ટૂંક સમયમાં લૉન્ચ કરી રહ્યાં છીએ” બૅનર પૉપ-અપ થશે. તમારી પ્રોડક્ટ રિલીઝ થાય તેના એક કલાક પહેલાં, બૅનરની બાજુમાં એક કાઉન્ટડાઉન ટાઇમર પૉપ-અપ થશે. એકવાર તમારી પ્રોડક્ટ રિલીઝ થઈ જાય તે પછી કાઉન્ટડાઉન ટાઇમર ઑટોમૅટિક રીતે નિયમિત પ્રોડક્ટ પિનમાં બદલાશે અને પ્રોડક્ટ સમગ્ર Google અને YouTube પ્રોડક્ટ પર જોઈ શકાશે.

તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટ મેનેજ કરવી

લૉન્ચ થનારી પ્રોડક્ટ વિશેની માહિતી લીક થતી અટકાવવા માટે ટિપ 

પ્રોડક્ટ લૉન્ચ કરતાં પહેલાં, ધ્યાનમાં રાખો કે તમારી પ્રોડક્ટનું લૅન્ડિંગ પેજ અને છબીના URLs ક્યાં લિંક કરેલા છે. નિર્માતાઓ કે જેઓ તેમના Shopify સ્ટોરનો અથવા તેમના કનેકટેડ સ્ટોરના Google Merchant Center (GMC)નો સીધો ઍક્સેસ ધરાવતા હોય, તેઓ વધારાની સુરક્ષા માટે આ કરી શકે છે:

  1. જ્યાં સુધી લાઇવ સ્ટ્રીમ તમારી પ્રોડક્ટના પેજ પર પબ્લિશ ન થાય ત્યાં સુધી રાહ જોઈ શકે છે 
  2. ઓછામાં ઓછા 1 અઠવાડિયા અગાઉની પબ્લિકેશનની તારીખોનો ઉપયોગ કરીને તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટ સબમિટ કરી શકે છે

તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટનો સમય બદલવો

તમે લૉન્ચ કરવાનો સમય જે રીતે શેડ્યૂલ કર્યો હતો તે જ રીતે તમે તે શેડ્યૂલને અપડેટ કરી શકો છો. નવા શેડ્યૂલ અનુસારના સમયને અસરમાં આવતા લગભગ 1 કલાક જેટલો સમય લાગે છે. અપડેટ થયેલો સમય જોવા માટે તમારે YouTube Studio ઍપ ફરીથી લોડ કરવી જરૂરી છે. તમારે પ્રોડક્ટને ઇચ્છિત અપડેટેડ સમય સાથે ફરી ટૅગ કરવી પણ જરૂરી છે.

તમારું લાઇવ સ્ટ્રીમ વિલંબથી ચાલતું હોય અને તમે લૉન્ચ થનારી પ્રોડક્ટ વહેલી સપાટી પર ન આવે તેમ ઇચ્છતા હો, તો તેને પ્રોડક્ટની સૂચિમાંથી કાઢી નાખો. તમે તમારા લાઇવ સ્ટ્રીમ પર તેની ઘોષણા કરવા તૈયાર હો, ત્યારે તેને રજૂ કરવા માટે તમે લાઇવ નિયંત્રણ રૂમમાં તેને ફરીથી ટૅગ કરી શકો છો.

નોંધ: તમે તમારા લાઇવ સ્ટ્રીમમાંથી લૉન્ચ થનારી પ્રોડક્ટ કાઢી નાખો, તો તે તમારા લાઇવ સ્ટ્રીમની પ્રોડક્ટની શેલ્ફ પર સપાટી પર નહીં આવે. જોકે તે શેડ્યૂલ કરેલા સમયે YouTubeના અન્ય પ્લૅટફૉર્મ પર તો દેખાશે જ.

તમારી નવી પ્રોડક્ટને તમારા લાઇવ સ્ટ્રીમ દરમિયાન લૉન્ચ કરવી

લાઇવ નિયંત્રણ રૂમના શૉપિંગ ટૅબમાં, તમે તે નક્કી કરી શકો છો કે તમે કાઉન્ટડાઉન ટાઇમર રાખવા માગો છો કે તમારી પ્રોડક્ટને તાત્કાલિક રીતે લૉન્ચ કરવા માગો છો: 

  1. તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટની બાજુમાં, ટાઇમર પસંદ કરો. જો તમે તમારી લૉન્ચ થનારી પ્રોડક્ટ માટે પબ્લિકેશનની તારીખોનો ઉપયોગ કર્યો હોય, તો એકવાર પબ્લિકેશનની તારીખ અને સમય પસાર થઈ જાય પછી તમે ટાઇમર પસંદ કરી શકો છો.
  2. પસંદ કરો કે તમે 1:00-મિનિટનું કાઉન્ટડાઉન કરવા કે તરત લૉન્ચ કરવા માગો છો. 
  3. લાગુ કરો પર ક્લિક કરો. 
  4. જો તમે કાઉન્ટડાઉન પસંદ કર્યું હોય, તો તમે કાઉન્ટડાઉન કરવા માટે તૈયાર હો ત્યારે શરૂ કરો   પર ક્લિક કરો. એકવાર તમે શરૂ કરો પર ક્લિક કરી દો પછી તમે કાઉન્ટડાઉનમાં ફેરફાર કરી કે તેને થોભાવી શકશો નહીં, તેથી ખાતરી કરો કે તમે પ્રોડક્ટ લૉન્ચ કરવા માટે તૈયાર છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7140634863405958687
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false