નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Beginner's guide

AdSense પૉલિસીઓ: શીખાઉ માટે માર્ગદર્શિકા

અમે આશા રાખીએ છીએ કે AdSenseમાં ભાગ લેનારા બધા પબ્લિશરની Google સાથે લાંબી અને સફળ ભાગીદારી રહેશે. આમ થાય તે માટે, તમારે AdSense પ્રોગ્રામ પૉલિસીઓથી સારી રીતે પરિચિત થવું મહત્ત્વપૂર્ણ છે. તમે અમારી પૉલિસીઓ વિશે જેટલું વધારે જાણતા હો, તેટલી વધારે સંભાવના રહે છે કે તમે જ્યાં Google જાહેરાતો બતાવો છો તે સાઇટ અને પેજ આ પૉલિસીઓનું સંપૂર્ણ રીતે પાલન કરશે.

શરૂ કરવા માટે, અમે નીચે સૌથી મહત્ત્વપૂર્ણ અને સામાન્ય રીતે જેનું ઉલ્લંઘન થતું હોય એવી કેટલીક પૉલિસીઓ હાઇલાઇટ કરી છે. આ સરળ નિયમો અમારી પૉલિસીઓની સર્વગ્રાહી સૂચિ નથી, પણ તેનું પાલન કરવાથી તમારા એકાઉન્ટને સારી સ્થિતિમાં રાખવામાં સહાય મળશે.

ક્લિક અને છાપો

તમારા અને તમારા જાહેરાતકર્તાઓના હિતોને સુરક્ષિત રાખવા માટે, અમારા નિષ્ણાતો ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ અને માનવ રિવ્યૂ એમ બન્નેનો ઉપયોગ કરીને, Google જાહેરાતો પરની ક્લિક અને છાપોનું નિરીક્ષણ ધ્યાનપૂર્વક કરે છે. અમે અમારા જાહેરાતકર્તાઓને કૃત્રિમ રીતે વધતા ખર્ચથી સુરક્ષિત કરવા માટે આવું કરીએ છીએ. તમારી સાઇટ સૌથી ઉચ્ચ ક્વૉલિટીનો ટ્રાફિક પ્રદાન કરે છે તેની ખાતરી કરવામાં તમારી સહાય કરી શકે એવી કેટલીક રીતો અહીં આપી છે.

  • તમારી પોતાની Google જાહેરાતો પર ક્લિક કરશો નહીં.
    જો તમે તમારી સાઇટ પરના જાહેરાતકર્તાઓમાંથી કોઈ એક વિશે વધુ માહિતી મેળવવા માગતા હો, તો કૃપા કરીને જાહેરાતનું URL સીધું તમારા બ્રાઉઝરના ઍડ્રેસ બારમાં ટાઇપ કરો.
     
  • કોઈને પણ તમારી Google જાહેરાતો પર ક્લિક કરવાનું કહેશો નહીં.
    વપરાશકર્તાઓ તમારી Google જાહેરાતો પર ક્લિક કરે તે માટે વપરાશકર્તાઓને પ્રેરિત કરવું એ ચુસ્તપણે પ્રતિબંધિત છે -- પછી ભલે તે પ્રત્યક્ષ કે આડકતરી રીતે હોય, તમારી પોતાની સાઇટ કે ત્રીજા પક્ષની સાઇટ પર હોય કે પછી ઇમેઇલ દ્વારા હોય. વપરાશકર્તાઓએ હંમેશાં Google જાહેરાતો પર ક્લિક કરવું જોઈએ કારણ કે તેઓ જેની જાહેરાત કરવામાં આવતી હોય એવી સેવાઓમાં રુચિ ધરાવતા હોય છે, ન કે તમારી સાઇટ માટે કે કોઈ કારણસર નાણાં ભેગા કરવા અથવા પોતાના માટે પુરસ્કારની અમુક સંખ્યા જનરેટ કરવા માટે.
     
  • તમારી જાહેરાતો માટે સ્થાન પસંદ કરવામાં કાળજી રાખો.
    પ્રકાશકોએ જાહેરાતો પર આકસ્મિક ક્લિક ટ્રિગર કરવા માટે, ક્યારેય પણ યુક્તિઓ કે છેતરામણા આચરણોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ખાતરી કરો કે તમારી સાઇટ પર તમારી જાહેરાતો યોગ્ય સ્થાન પર મૂકેલી છે, ક્રિયાપ્રતિક્રિયાત્મક તત્ત્વોથી દૂર છે, આસપાસના કન્ટેન્ટની નકલ કરતી નથી અને તે ગેરમાર્ગે દોરતા શીર્ષકો હેઠળ મૂકેલી નથી.
    • જાહેરાતો અને પેજના નિયંત્રણો વચ્ચે પર્યાપ્ત જગ્યા જાળવી રાખો. ઉદાહરણ તરીકે, ગેમવાળી સાઇટ પર, જાહેરાતોને ગેમના નિયંત્રણોની એકદમ નજીક મૂકવાનું ટાળી જુઓ. અમે સામાન્ય રીતે ફ્લૅશ પ્લેયર અને જાહેરાત વચ્ચે ઓછામાં ઓછા 150 પિક્સેલનું અંતર રાખવાનો સુઝાવ આપીએ છીએ.
    • કૃપા કરીને મધ્યવર્તી પેજ પર, ગેમ ઇન્ટરફેસ પર અથવા સ્ટ્રીમિંગ વીડિયો માટે સમર્પિત સાઇટ પર કન્ટેન્ટવાળી જાહેરાતો મૂકશો નહીં. જો તમે ઓવરલે કરીને, સ્ટ્રીમમાં અથવા મધ્યવર્તી સ્થાન નિયોજનો દ્વારા તમારા વીડિયો સ્ટ્રીમિંગ અથવા ગેમ ઇન્ટરફેસમાંથી કમાણી કરવા માગતા હો, તો વીડિયો માટે AdSense, ગેમ માટે AdSense અથવા YouTube પાર્ટનર પ્રોગ્રામ જુઓ.
  • તમારી સાઇટનો પ્રચાર કેવી રીતે કરવામાં આવે છે તેનાથી વાકેફ રહો.
    પ્રકાશકોએ ટ્રાફિક ખરીદતી વખતે અથવા ત્રીજા પક્ષો સાથે જાહેરાત ઝુંબેશો સેટઅપ કરતી વખતે ખૂબ સાવચેત રહેવું જરૂરી છે. કોઈપણ જાહેરાત નેટવર્ક સાથે કરાર કરતા પહેલાં, તમારે ખાતરી કરી લેવી જોઈએ કે તેઓ તમારી સાઇટને ક્યારેય પણ પૉપ-અપમાં કે કોઈ સૉફ્ટવેર ઍપ્લિકેશનની ક્રિયાઓના પરિણામ તરીકે બતાવશે નહીં. કૃપા કરીને આ પણ ધ્યાનમાં રાખો કે કોઈપણ પ્રકારની ઑનલાઇન જાહેરાતનો ઉપયોગ કરનારા પ્રકાશકોએ Googleના લૅન્ડિંગ પેજ ક્વૉલિટી દિશાનિર્દેશોનું પાલન કરવું આવશ્યક છે.
     
  • Google Analyticsનો ઉપયોગ કરો.
    જો તમે હજુ પણ Google Analyticsનો ઉપયોગ કરતા ન હો, તો અમે તમને તમારી સાઇટના ટ્રાફિકને વધુ સારી રીતે સમજવા અને ઑપ્ટિમાઇઝ કરવા તે ઇન્સ્ટૉલ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. તમારું ટ્રાફિક ક્યાંથી આવે છે તે જાણવું તે તમારી સાઇટનો વધુ લાભ મેળવવામાં સફળ બનાવે છે. તેમની સાઇટ પર Analytics વિશે વધુ જાણો. અથવા Analytics YouTube ચૅનલ પર સહાયરૂપ વીડિયો જુઓ.
     

કન્ટેન્ટ માટેની દિશાનિર્દેશો

પ્રકાશકો તેમની જાહેરાતો બતાવતા દરેક પેજ પરના કન્ટેન્ટ માટે જવાબદાર છે, કન્ટેન્ટ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા, જેમ કે વપરાશકર્તાએ જનરેટ કરેલું કન્ટેન્ટ ધરાવતી સાઇટ પર બનાવવામાં આવ્યું હોય તો પણ.

જાહેરાત કોડનું અમલીકરણ

તમારા એકાઉન્ટમાં એકવાર કોડ બનાવવામાં આવે પછી તેમાં ફેરફાર કરવો જોઈએ નહીં અને તેને અમારી જાહેરાતનું સ્થાન નિયોજનની પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી હોય એવી કોઈપણ જગ્યાએ જેમ કે સૉફ્ટવેરમાં અથવા Googleની નકલ કરતી હોય તેવી સાઇટ પર મૂકવો નહીં.
  • AdSenseના કોડમાં ચેડાં કરવા નહીં.
    તમે એકવાર કોડ બનાવી લો, તે પછી અમે તમને કોડના કોઈપણ ભાગમાં ફેરફાર કરવાની અથવા જાહેરાતોના લેઆઉટ, વર્તણૂક, લક્ષ્યીકરણ અથવા ડિલિવરીમાં ફેરફાર કરવાની ના પાડીએ છીએ, સિવાય કે Google દ્વારા આમ કરવા માટે વિશેષ રીતે અધિકૃત હો.
     
  • પૉપ-અપ સંકેતો અથવા ઑટોમૅટિક સૉફ્ટવેર ઇન્સ્ટૉલેશનનો ઉપયોગ કરશો નહીં.
    Google ઇન્ટરનેટ પર વપરાશકર્તા અનુભવને બહેતર બનાવવા માટે સમર્પિત છે અને જવાબદાર સૉફ્ટવેર સંબંધિત સિદ્ધાંતોનો પ્રચાર કરવો તે તેના પ્રયાસનો ભાગ છે. Google જાહેરાતો બતાવતી સાઇટ વપરાશકર્તાને તેમના મશીન પર સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરવાનો સંકેત આપી શકશે નહીં. પ્રકાશકોએ પણ ઑટોમૅટિક રીતે અથવા પૉપ-અપ સંકેતો મારફતે વપરાશકર્તાઓના બ્રાઉઝરના હોમ પેજમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.
     
  • Google ટ્રેડમાર્કનો આદર કરો.
    Google પેજ ફ્રેમ કરવા અથવા તેની નકલ કરવી એ અમારા Google બ્રાંડ સુવિધાઓના દિશાનિર્દેશો દ્વારા ચુસ્તપણે પ્રતિબંધિત છે. આ ઉપરાંત, પબ્લિશર Googleની પૂર્વ સંમતિ વિના કોઈપણ Google બ્રાંડ સુવિધાઓ જેમ કે Google ટ્રેડમાર્ક, લોગો, વેબપેજ અથવા સ્ક્રીનશૉટનો ઉપયોગ કરી શકશે નહીં.

બંધ કરેલી જાહેરાતો અથવા એકાઉન્ટ:

અમે ક્યારેક તમારી સાઇટ કે તમારા એકાઉન્ટ પર જાહેરાતોને બંધ કરીએ તેવી ઇવેન્ટમાં, તમારી જાહેરાતોને ફરી ચાલુ કરવાની એક માત્ર રીત એ છે કે નોટિફિકેશનના ઇમેઇલને ધ્યાનપૂર્વક વાંચો અને અમારી વિનંતીઓ પ્રતિ રિસ્પૉન્સિવ બનો.

  • રિસ્પૉન્સિવ બનો.
    અમને તમારા એકાઉન્ટના સંબંધમાં કોઈક વખત તમારો સંપર્ક કરવાની જરૂર પડે તે માટે, તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલું ઇમેઇલ ઍડ્રેસ અપ ટૂ ડેટ રાખવાની ખાતરી કરો. પ્રકાશકોને AdSense ટીમ દ્વારા મોકલવામાં આવેલા ઇમેઇલ ધ્યાનપૂર્વક વાંચવાનું અને અમારી વિનંતીઓ પ્રતિ રિસ્પૉન્સિવ બનવાનું કહેવામાં આવે છે. જોકે, રિસ્પૉન્સિવ હોવાનો અર્થ એ નથી કે તમારે અમને લેખિતમાં આપવું જરૂરી છે. જો અમે તમને કોઈની સાઇટ પરની સમસ્યાઓ વિશે જણાવીએ, તો સાઇટનું તમારું સમગ્ર નેટવર્ક તમામ AdSense પૉલિસીઓનું પાલન કરે છે તેની ખાતરી કરવા માટે કૃપા કરીને કોઈપણ અન્ય પેજ અથવા સાઇટના ક્લિન અપ માટે પણ થોડો સમય આપો.
અમે AdSense પ્રોગ્રામ પૉલિસીઓના અને ઉપર નોંધેલા નિયમોના પાલન માટે પ્રકાશકોનો સતત રિવ્યૂ કરીએ છીએ. જો તમને એવું લાગતું હોય કે જાહેરાતો બતાવતી કોઈ સાઇટ આ પૉલિસીઓનું ઉલ્લંઘન કરે છે, તો કૃપા કરીને અમને જણાવો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8333603130914457758
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false