લાઇવ સ્ટ્રીમ જુઓ

લાઇવ સ્ટ્રીમ અને પ્રિમિયરનો ઉપયોગ કરીને YouTube પર અન્ય લોકો સાથે જુઓ અને ચૅટ કરો. 

  • લાઇવ સ્ટ્રીમ વડે તમે રિઅલ ટાઇમમાં બ્રોડકાસ્ટ કરાયેલા મીડિયાને YouTube પરના અન્ય લોકો સાથે જોઈ શકો છો.
  • પ્રિમિયર વડે તમે નિર્માતાઓ અને તેમના સમુદાય સાથે રિઅલ ટાઇમમાં નવો વીડિયો જોઈ શકો છો.

લાઇવ સ્ટ્રીમ અને પ્રિમિયર શોધ અને જુઓ

આગામી અને વર્તમાન લાઇવ સ્ટ્રીમ અને પ્રિમિયરને બ્રાઉઝ કરવા માટે:

  1. YouTube ઍપ ખોલો.
  2. સૌથી નીચે, શોધખોળ કરો પર ટૅપ કરો.
  3. સૌથી ઉપર, લાઇવ નિર્ધારિત સ્થાન પર ટૅપ કરો.

ટિપ: જ્યારે લાઇવ સ્ટ્રીમ અથવા પ્રિમિયર લાઇવ થાય ત્યારે નોટિફિકેશન મેળવવા માટે તેના પર ટૅપ કરીને પછી રિમાઇન્ડર સેટ કરો.

Shortsમાં લાઇવ સ્ટ્રીમ જોવા

તમે જેમ જેમ Shorts ફીડ સ્વાઇપ કરતા જશો, તેમ તેમ તમને લાઇવ સ્ટ્રીમ દેખાઈ શકે છે. જો તમને રુચિ હોય, તો લાઇવ સ્ટ્રીમમાં દાખલ થવા માટે લાઇવ જુઓ પર ટૅપ કરો. ત્યાંથી, તમે ચૅટ કરીને, પ્રતિક્રિયાઓ મોકલીને, Super Chat કે Super Stickers ખરીદીને અથવા કોઈ ચૅનલની મેમ્બરશિપ ખરીદીને ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો. તમે વધુ લાઇવ સ્ટ્રીમ જોવા માટે ઉપરની તરફ સ્વાઇપ પણ કરી શકો છો. 

તમે જે Short જોઈ રહ્યાં હો, તેના પર ટૅપ કરીને તેને થોભાવી શકો છો અને પછી વીડિયો પ્લેયરની સૌથી ઉપર દેખાતા લાઇવ પર ટૅપ કરીને પણ લાઇવ સ્ટ્રીમ શોધી શકો છો.

નોંધ: શેડ્યૂલ કરેલા લાઇવ સ્ટ્રીમ, પ્રિમિયર અને આડી સ્ક્રીનમાં દેખાતા લાઇવ સ્ટ્રીમ Shortsમાં દેખાશે નહીં. 

 

લાઇવ સ્ટ્રીમ ફરીથી ચલાવવા માટે તેને શોધવું અને જોવું

એકવાર લાઇવ સ્ટ્રીમ સમાપ્ત થઈ જાય, પછી ચૅનલ તેમની ચૅનલ પર સ્ટ્રીમની હાઇલાઇટ અથવા તેને ફરીથી ચલાવવા માટે પોસ્ટ કરી શકે છે. હાઇલાઇટ અને તેને ફરીથી ચલાવવા માટે તેમની ચૅનલ પર વીડિયો તરીકે બતાવવામાં આવે છે.

ચૅનલ લાઇવ ચૅટ ફરીથી ચલાવવા માટે બતાવવાનું પણ પસંદ કરી શકે છે.

અન્ય લોકો સાથે ચૅટ કરવી

લાઇવ સ્ટ્રીમ અથવા પ્રિમિયર જોતી વખતે, તમે લાઇવ ચૅટમાં મેસેજ મોકલીને અન્ય લોકો સાથે જોડાઈ શકો છો. YouTubeના સમુદાયના દિશાનિર્દેશો અને લાઇવ સ્ટ્રીમમાં સુરક્ષિત રહેવા માટેના દિશાનિર્દેશોને અનુસરવાનું યાદ રાખો.

કેટલીક લાઇવ ચૅટ તમને નિર્માતાઓને Super Chat અથવા Super Stickers મોકલીને સપોર્ટ કરવાનો વિકલ્પ આપે છે.

Super Chat અને Super Stickers વડે દર્શકો લાઇવ સ્ટ્રીમ અને પ્રિમિયર દરમિયાન ચળકતા રંગના, પિન કરેલા મેસેજ અને સ્ટિકર ખરીદી શકે છે.

લાઇવ ચૅટનો ઉપયોગ કરવા વિશે વધુ જાણો.

પ્રતિક્રિયાઓ છોડવી

લાઇવ સ્ટ્રીમ જોતી વખતે ચૅટ બૉક્સ ખુલ્લું રાખીને તેમાં જે કંઈ થઈ રહ્યું હોય તેના પર એ જ પળે પ્રતિભાવ આપવા માટે તમે પ્રતિક્રિયાઓનો ઉપયોગ કરી શકો છો. તમારી સાથે અન્ય દર્શકો પણ અનામી પ્રતિક્રિયાઓ જોઈ શકે છે; જોકે કયા વપરાશકર્તાઓએ કઈ ચોક્કસ પ્રતિક્રિયા છોડી છે તે જોવું શક્ય નથી.

તમે હાર્ટ, સ્માઇલી ચહેરો, પાર્ટી પૉપર, શરમથી લાલ થયેલા ચહેરો અને “100” પૉઇન્ટવાળી પ્રતિક્રિયાઓમાંથી કંઈપણ પસંદ કરી શકો છો.

જો તમે પ્રતિક્રિયાઓ જોવા માગતા ન હો, તો તમે તમારા મોબાઇલ ડિવાઇસને આડી પૂર્ણ સ્ક્રીનના મોડ પર સ્વિચ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5045186112873728433
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false