દર્શક અપડેટ

YouTube પરના તમામ નવીનતમ ફેરફારો સાથે અપ ટૂ ડેટ રહેવા માટે આ લેખનો ઉપયોગ કરો. જો તમે YouTube Premium સભ્ય હો તો અપડેટ અને પ્રમોશન વિશે અહીં વાંચો. જો તમે વીડિયો નિર્માતા હો તો નિર્માતા ટૂલ અને સુવિધાઓમાં ફેરફારો વિશે અહીં વાંચો.

નવીનતમ અપડેટ

છેલ્લા 2 અઠવાડિયાના અપડેટ

  • પ્રતિક્રિયાઓ હવે બધા પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ છે: iPhones અને iPads ઉપરાંત કમ્પ્યૂટર અને Android મોબાઇલ ડિવાઇસ પર લાઇવ ચૅટ સુધી પ્રતિક્રિયાઓનો વ્યાપ વધ્યો છે. પ્રતિક્રિયાઓ વડે, તમે જેવો અનુભવ કરી રહ્યા હો તેને અનુરૂપ પ્રતિક્રિયા પર ટૅપ કરીને જે-તે પળે જ જવાબ આપી શકો છો. પ્રતિક્રિયાઓ અનામી બનાવેલી હોય છે. વધુ જાણો.
  • HomePod અને Fitbit પર YouTube Music સાંભળવું: તમે YouTube Music Premium અથવા YouTube Premiumના સભ્ય હો, તો તમે સપોર્ટેડ Fitbits અને Apple HomePods પર ડાઉનલોડ કરેલું મ્યુઝિક અને પૉડકાસ્ટ સાંભળી શકો છો. વધુ જાણો.
  • YouTube Musicમાં પૉડકાસ્ટ સાંભળો: જો તમે યુરોપ, મધ્ય પૂર્વ કે આફ્રિકામાં હો, તો હવેથી પૉડકાસ્ટ YouTube Music ઍપમાં ઉપલબ્ધ રહેશે. મેમ્બરશિપનું તમારું સ્ટેટસ ભલે કંઈપણ હોય, તમારા મનગમતા પૉડકાસ્ટ શોધો અને તેને બૅકગ્રાઉન્ડમાં સાંભળો. YouTube Musicમાં પૉડકાસ્ટ શોધવાની રીત જાણો.
  • YouTube Musicમાં પૉડકાસ્ટ સાંભળવા: જો તમે કેનેડા, લેટિન અમેરિકા, એશિયા અથવા પેસિફિક આઇલૅન્ડ્સમાં હો, તો હવેથી પૉડકાસ્ટ YouTube Music ઍપમાં ઉપલબ્ધ રહેશે. મેમ્બરશિપનું તમારું સ્ટેટસ ભલે કંઈપણ હોય, તમારા મનગમતા પૉડકાસ્ટ શોધો અને તેને બૅકગ્રાઉન્ડમાં સાંભળો. YouTube Musicમાં પૉડકાસ્ટ શોધવાની રીત જાણો.
  • YouTube Musicમાં કૉમેન્ટ: તમે હવે iOS અને Android પર YouTube Music ઍપમાં ગીતો, વીડિયો અને પૉડકાસ્ટના એપિસોડ પર કૉમેન્ટ કરી શકો છો. કૉમેન્ટ તમારા વિચારો વ્યક્ત કરવાની અને YouTubeના અન્ય વપરાશકર્તાઓ સાથે કનેક્ટ થવાની ઉમદા રીત છે. વધુ જાણો.
  • NFL Sunday Ticketનો વિદ્યાર્થી માટેનો પ્લાન ખરીદવો: અમે 23 ઑગસ્ટ 2023થી શરૂ કરીને NFL Sunday Ticketના વિદ્યાર્થી માટેના પ્લાનની સાર્વજનિક રિલીઝ કરી રહ્યાં છીએ. યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ YouTube પર NFL Sunday Ticket $109માં ખરીદી શકે અથવા વધુ $10 ઉમેરીને NFL RedZone સાથે તેનું બંડલ ખરીદી શકે. સપ્ટેમ્બરમાં નિયમિત સીઝન શરૂ થયા પહેલાં વિદ્યાર્થી માટેનો પ્લાન દેશભરમાં ઉપલબ્ધ બનશે. વિદ્યાર્થી માટેના પ્લાન વિશે વધુ જાણો.

Welcome to the YouTube Viewers Channel!

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

અગાઉના અપડેટ

છેલ્લા 6 મહિનાની અપડેટ

ઑગસ્ટ 2023

  • YouTube Music ઍપમાં Samples જોવા: Samples YouTube Music ઍપનો એક નવો અનુભવ છે જે મ્યુઝિક વીડિયોના મનગમતા બનાવેલા સેગ્મેન્ટનું સ્ટ્રીમ રજૂ કરે છે. Samplesનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો અથવા જોવાનું શરૂ કરવા માટે નીચેના મેનૂમાં Samples પર ટૅપ કરો.
  • NFL Sunday Ticket માસિક ચુકવણીઓ સાથે ખરીદવી: YouTube અને YouTube TV પર NFL Sunday Ticket ખરીદવા માટેના માસિક ચુકવણી પ્લાનની અમે સાર્વજનિક રિલીઝ કરી રહ્યાં છીએ. મોટા ભાગના લોકેશન પર દર્શકોને NFL Sunday Ticket એવા ચુકવણી પ્લાન મારફતે ખરીદવાનો વિકલ્પ જોવા મળશે જેમાં, એકલ ચુકવણીમાં ખરીદી કરતી વખતે તમને ઉપલબ્ધ કિંમતને સમાન થાય તે રીતની 4 માસિક ચુકવણીઓનો પ્લાન રહેશે. માસિક ચુકવણી પ્લાન વિશે વધુ જાણો.

જુલાઈ 2023

  • YouTube ઍપ પર મલ્ટિવ્યૂ ઉપલબ્ધ છે: મલ્ટિવ્યૂ થકી તમે સ્ટ્રીમિંગ ડિવાઇસ અથવા સ્માર્ટ ટીવી પર એક સમયે ચાર જેટલા સ્ટ્રીમ જોઈ શકો છો. YouTube ઍપ પર મલ્ટિવ્યૂ વડે, તમે એક સાથે વિવિધ ગેમ જોઈ શકો, જે ગેમમાં ઍક્શન વધુ સઘન થતી જાય તે ગેમનો ઑડિયો રાખી શકો અને ત્યાર બાદ બધી જ વિગતો જોવા માટે તેને પૂર્ણ સ્ક્રીન કરી શકો. મલ્ટિવ્યૂ વડે એક સાથે સ્ટ્રીમ જોવાની રીત જાણો.

જૂન 2023

  • પ્રાઇડ સાથેનું ઇમોટ 🏳️‍🌈: LGBTQ+ સમુદાયને સપોર્ટ કરતી વખતે લાઇવ ચૅટ કૉમેન્ટમાં દેખાવા અને શેર કરવાની નવી રીતો રજૂ કરી રહ્યાં છીએ. જૂન મહિના દરમિયાન, પસંદગીની બજારોમાંના દર્શકોને ઇમોટ પિકરમાં આ નવી ડિઝાઇન જોવા મળશે. લાઇવ ઇમોટ વિશે અહીં વધુ જાણો. સમગ્ર YouTube પર પરસ્પર કનેક્ટ થવા માટે તમે સૌ ઇમોટનો ઉપયોગ કેવી રીતે કરશો જો જોવા અમે આતુર છીએ!

મે 2023

  • iPhones અને iPads પર લાઇવ ચૅટમાં ઉપલબ્ધ પ્રતિક્રિયાઓ: iPhone અથવા iPad પર ખુલ્લી ચૅટ સાથે લાઇવ સ્ટ્રીમ જોતી વખતે, તમે કેવો અનુભવ કરી રહ્યા છો તેને અનુરૂપ પ્રતિક્રિયાને ટૅપ કરીને તમે પળભરમાં પ્રતિસાદ આપી શકો છો. વધુ જાણો.
  • 26 જૂનથી શરૂ કરીને સ્ટોરી ઉપલબ્ધ રહેશે નહીં: 26 જૂનથી શરૂ કરીને, સ્ટોરી YouTube પર ઉપલબ્ધ રહેશે નહીં. 26મી જૂન સુધીમાં પોસ્ટ કરાયેલી કોઈપણ સ્ટોરીને તમે તે મૂળ શેર કરાઈ હોય તેના 7 દિવસની અંદર હજુ પણ જોઈ શકો છો. વધુ જાણો.

એપ્રિલ 2023

  • YouTube Musicમાં પૉડકાસ્ટ સાંભળવા: તમે યુએસમાં હો, તો પૉડકાસ્ટ હવે YouTube Music ઍપમાં ઉપલબ્ધ છે. સભ્ય તરીકે તમારા સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના, તમને ગમતા પૉડકાસ્ટ શોધો અને તેમને બૅકગ્રાઉન્ડમાં સાંભળો. YouTube Musicમાં પૉડકાસ્ટ શોધવાની રીત જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11335271318459917306
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false