સમુદાય પોસ્ટ વિશે જાણો

YouTube Community Posts

સમુદાય પોસ્ટનો ઍક્સેસ ધરાવતા નિર્માતાઓ રિચ મીડિયાનો ઉપયોગ કરીને દર્શકો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે. સમુદાય પોસ્ટમાં મતદાન, ક્વિઝ GIFs, ટેક્સ્ટ, છબીઓ અને વીડિયોનો સમાવેશ થઈ શકે છે. સમુદાય પોસ્ટ થકી તમે વીડિયો અપલોડ બહાર તમારા ઑડિયન્સ સાથે કનેક્ટ થઈ શકો છો. તે સમુદાય ટૅબ પર દેખાય છે અને હોમ અથવા સબ્સ્ક્રિપ્શન ફીડ પર દેખાઈ શકે છે.

હું સમુદાય ટૅબ માટેની યોગ્યતા ધરાવું છું?

સમુદાય ટૅબ ઉપલબ્ધ બને તે માટે, તમારે તમારી ચૅનલ પર વિગતવાર સુવિધાઓનો ઍક્સેસ ચાલુ કરવો જરૂરી છે. ઍક્સેસ મેળવવા માટે તમે ત્રણ વિકલ્પોમાંથી પસંદ કરી શકો: ચૅનલનો ઇતિહાસ, વીડિયો દ્વારા ચકાસણી અથવા માન્ય ID. અહીં વધુ જાણો. વિગતવાર સુવિધાઓનો ઍક્સેસ ચાલુ કર્યા પછી સમુદાય ટૅબ ઉપલબ્ધ બનવામાં 48 કલાક જેટલો સમય લાગી શકે છે.

ચૅનલમાં તમારા રોલને આધારે સમુદાય પોસ્ટનો ઍક્સેસ બદલાઈ શકે છે. ચૅનલની પરવાનગીઓ વિશે વધુ જાણો.

તમારી ચૅનલનું ઑડિયન્સ "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરેલું હોય, તો તમારું સમુદાય ટૅબ માત્ર તમને દેખાશે, તમારા દર્શકોને દેખાશે નહીં. તમે નવી પોસ્ટ પણ ન બનાવી શકો, જોકે તમે ભૂતકાળની પોસ્ટ જોઈ શકો છો. તમારું ઑડિયન્સ સેટ કરવા વિશે વધુ જાણો.

નોંધ: આ સુવિધા કદાચ YouTube પર નિરીક્ષિત અનુભવો સાથે ઉપલબ્ધ ન પણ હોય. અહીં વધુ જાણો.

મને મારી સમુદાય પોસ્ટ ક્યાંથી મળી શકે?

તમને તમારી ચૅનલના સમુદાય ટૅબ પર અને YouTube Studioના કન્ટેન્ટ વિભાગ હેઠળ તમારી સમુદાય પોસ્ટ મળી શકે. YouTube Studioમાં તમારી પોસ્ટ પર પહોંચવા:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. પોસ્ટ ટૅબ પર ક્લિક કરો.

તમે સમુદાય પોસ્ટ ભવિષ્યની પબ્લિશ તારીખ માટે શેડ્યૂલ કરી હોય, તો તે YouTube Studioમાં સમુદાય ટૅબના "શેડ્યૂલ કરેલી" વિભાગમાં રહેશે. તમે સમુદાય ટૅબના "આર્કાઇવ કરેલી" વિભાગ પર જઈને તમારી સમયસીમા સમાપ્ત થયેલી પોસ્ટ પણ શોધી શકો છો. આ વિભાગ માત્ર તમે જોઈ શકો છો.

નોંધ: અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતી સમુદાય પોસ્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. તમારી પોસ્ટ અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી હોવાનું જાણવા મળે, તો તેને કાઢી નાખવામાં આવી શકે છે અને ચૅનલ પર સ્ટ્રાઇક લાગુ કરવામાં આવી શકે છે.

હું પોસ્ટ કરું ત્યારે મારા દર્શકોને નોટિફિકેશન મળે છે?

દર્શકોએ તેમણે સબ્સ્ક્રાઇબ કરેલી ચૅનલ માટે નોટિફિકેશન મેળવવાનું પસંદ કર્યું હોય તો તેમને પ્રસંગોપાત સમુદાય પોસ્ટના નોટિફિકેશન મળશે.

દર્શકો બેલ સેટિંગમાં "એક પણ નહીં" પસંદ કરીને પોસ્ટના નોટિફિકેશન મેળવવાનું નાપસંદ કરી શકે છે.

સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય પણ અમારી ચૅનલમાંથી વારંવાર વીડિયો જોતા હોય તે દર્શકોને અમે પ્રસંગોપાત પોસ્ટના નોટિફિકેશન મોકલીએ તેમ બને. દર્શકોના નોટિફિકેશનના સેટિંગ વિશે વધુ જાણો.

નિર્માતા માટે સમુદાય પોસ્ટની ટિપ મેળવો.

મારી સમુદાય પોસ્ટ પર કૉમેન્ટ શા માટે બંધ કરેલી છે?

આ સૂચનાઓ ફૉલો કરીને ખાતરી કરો કે તમારી ચૅનલના ડિફૉલ્ટ કૉમેન્ટ સેટિંગ "કૉમેન્ટ બંધ કરો" પર સેટ કરેલા નથી. તમે તમારા કમ્પ્યૂટર પર YouTube Studioમાં વ્યક્તિગત પોસ્ટ માટે પણ કૉમેન્ટ ચાલુ કરી શકો છો.

સગીરોનું રક્ષણ કરવા જેવા સલામતીના કારણોસર અથવા સલામતીના અન્ય કારણોસર YouTube દ્વારા કૉમેન્ટ બંધ કરવામાં આવી હોય એવું બની શકે છે. કૉમેન્ટ શા માટે બંધ કરી છે તે વિશે વધુ જાણો.

વીડિયો શેર કરતી સમુદાય પોસ્ટ તે વીડિયોના કૉમેન્ટ સેટિંગ દર્શાવે છે. તમે કોઈ પોસ્ટમાં વીડિયો શેર કરો અને વીડિયો માટે કૉમેન્ટ બંધ કરેલી હોય, ત્યારે તમારી પોસ્ટ માટે પણ કૉમેન્ટ બંધ કરી દેવાશે. કોઈ વીડિયો માટે કૉમેન્ટ બંધ કરી હોય, કારણ કે:

તમે શેર કરતા હો તે વીડિયોના તમે માલિક હો, તો તમે YouTube Studioમાં કોઈ ચોક્કસ વીડિયો માટે કૉમેન્ટ ચાલુ અથવા બંધ કરવાનું પસંદ કરી શકો. તમારા કૉમેન્ટ સેટિંગ પસંદ કરવાની રીત વિશે જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
18366095532089932379
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false