YouTube પાર્ટનર પ્રોગ્રામનો ઓવરવ્યૂ અને યોગ્યતા

અમે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)નો વધુ નિર્માતાઓ સુધી વિસ્તાર કરી રહ્યાં છીએ, જેમાં ફૅન ફંડિંગ અને શૉપિંગની સુવિધાઓનો વહેલો ઍક્સેસ શામેલ છે. આ દેશો/પ્રદેશોમાં વિસ્તૃત YouTube પાર્ટનર પ્રોગ્રામ યોગ્યતા ધરાવતા નિર્માતાઓ માટે ઉપલબ્ધ છે. જો તમે આમાંથી કોઈ એક દેશ/પ્રદેશમાં હોવ, તો YPPમાં થયેલા ફેરફારો વિશે વધુ જાણવા માટે આ લેખ જુઓ. 

જો તમે ઉપલબ્ધ દેશો/પ્રદેશોમાંથી કોઈ એકમાં ન હોવ, તો તમારા માટે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

વિસ્તૃત YouTube પાર્ટનર પ્રોગ્રામ માટે, તમારી યોગ્યતા ચેક કરો. જો તમે હજી સુધી યોગ્યતા ન ધરાવતા હોવ, તો YouTube Studioના કમાણી કરો વિસ્તારમાં નોટિફિકેશન મેળવો પસંદ કરો. એકવાર અમે તમારા માટે વિસ્તૃત YPP પ્રોગ્રામ સાર્વજનિક રીતે રિલીઝ કરી દઈએ અને તમે યોગ્યતાની મર્યાદાઓ સુધી પહોંચી જાઓ, ત્યારે અમે તમને ઇમેઇલ મોકલીશું. 
 

YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP) નિર્માતાઓને YouTube સંસાધનો અને કમાણી કરવાની પ્રક્રિયાની સુવિધાઓનો વધુ ઍક્સેસ આપે છે, અને અમારી નિર્માતા માટે સપોર્ટ ટીમનો ઍક્સેસ આપે છે. તે તમારા કન્ટેન્ટ પર આપવામાં આવતી જાહેરાતોમાંથી આવકની વહેંચણીને પણ મંજૂરી આપે છે. આ લેખમાં સુવિધાઓ, યોગ્યતાના માપદંડ અને અરજીની વિગતો વિશે વધુ જાણો.

YouTube થકી નાણાં કમાવા વિશેની પ્રસ્તાવના

YPP માટે અરજી કરવા માંગો છો, પરંતુ પહેલા ઑડિયન્સ બનાવવા માટે સહાયની જરૂર છે? તમારો ફૅનબેઝ સ્થાપિત કરવા માટે અમારી ટિપ અને YouTube પાર્ટનર પ્રોગ્રામ માટેની અમારી ટિપ જુઓ.

જોડાવા માટે તમને શેની જરૂર છે

  1. YouTube ચૅનલ પર કમાણી કરવાની પૉલિસીઓને ફૉલો કરો.
    1. આ પૉલિસીઓ અને દિશાનિર્દેશોનો સંગ્રહ છે જે તમને YouTube પર કમાણી કરવાની મંજૂરી આપે છે અને જ્યારે તમે YouTube સાથે પાર્ટનર કરાર સ્વીકારો છો ત્યારે તેનું પાલન કરવું જરૂરી છે.
  2. એવા દેશ/પ્રદેશમાં રહેતા હો જ્યાં YouTube પાર્ટનર પ્રોગ્રામ ઉપલબ્ધ છે.
  3. તમારી ચૅનલ પર કોઈ સક્રિય સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક ન હોય.
  4. તમારા Google એકાઉન્ટ માટે 2-પગલાંમાં ચકાસણી ચાલુ છે તેની ખાતરી કરો.
  5. YouTube પર વિગતવાર સુવિધાઓનો ઍક્સેસ ધરાવો છો.
  6. એક સક્રિય YouTube માટે AdSense એકાઉન્ટને તમારી ચૅનલ સાથે લિંક કરાવો અથવા જો કોઈ એકાઉન્ટ ન હોય તો YouTube Studioમાં તેનું સેટઅપ કરવા તૈયાર રહો (YouTube Studioમાં માત્ર નવું YouTube માટે AdSense એકાઉન્ટ બનાવો – વધુ જાણો).

તમે કેવી રીતે યોગ્યતા પ્રાપ્ત કરી શકો

એકવાર તમે સમજી લો કે જોડાવા માટે તમને શેની જરૂર છે, તો તમારી ચૅનલ Shorts અથવા લાંબા વીડિયો સાથે YPP માટે યોગ્ય બની શકે છે. જો તમે ઈચ્છો છો કે જ્યારે તમે યોગ્યતા ધરાવો ત્યારે અમે તમને સૂચિત કરીએ, તો YouTube Studioના કમાણી કરો વિભાગમાં જ્યારે હું યોગ્ય હોઉં ત્યારે મને સૂચિત કરો પર ક્લિક કરો. એકવાર તમે નીચેનામાંથી કોઈપણ યોગ્યતાની મર્યાદાઓને પૂર્ણ કરી લો તે પછી તમને એક ઇમેઇલ મળશે.

1. છેલ્લા 12 મહિનામાં માન્ય 4,000 સાર્વજનિક વીડિયો જોયાના સમય સાથે 1,000 સબ્સ્ક્રાઇબર મેળવો, અથવા
2. છેલ્લા 90 દિવસમાં 1 કરોડ માન્ય સાર્વજનિક Shorts વ્યૂ સાથે 1,000 સબ્સ્ક્રાઇબર મેળવો.

ધ્યાનમાં રાખો કે Shorts ફીડમાં Shorts વ્યૂમાંથી કોઈપણ સાર્વજનિક વીડિયો જોયાનો સમય 4,000 કલાક સાર્વજનિક વીડિયો જોયાના સમયની મર્યાદામાં ગણવામાં આવશે નહીં.

યોગ્યતાની મર્યાદાઓ વિશે વધુ

તમારી ચૅનલ અમારી પૉલિસીઓ અને દિશાનિર્દેશોનું પાલન કરે છે કે નહીં તે વિશે વધુ માહિતગાર નિર્ણય લેવામાં આ મર્યાદાઓ અમને સહાય કરે છે. એકવાર તમે અરજી કરી લો તે પછી, તમારી ચૅનલ અમારી પૉલિસીઓ અને દિશાનિર્દેશો પૂર્ણ કરે છે કે નહીં તે જોવા માટે તમારી ચૅનલ સ્ટૅન્ડર્ડ રિવ્યૂ પ્રક્રિયામાંથી પસાર થશે. જો તે અમારી પૉલિસીઓ અને દિશાનિર્દેશોને પૂર્ણ કરે છે, તો અમે તમારી ચૅનલને YPPમાં શામેલ કરીશું. ધ્યાનમાં રાખો કે અમે YPPમાં ચૅનલને સમયાંતરે અમારી પૉલિસીઓ અને દિશાનિર્દેશોનું પાલન કરવાનું ચાલુ રાખે છે તેની ખાતરી કરવા માટે સતત ચેક કરીએ છીએ.

ક્યાં અરજી કરવી

✨ નવું✨ YouTube પાર્ટનર પ્રોગ્રામની સુવિધાઓનો વહેલો ઍક્સેસ

એકવાર તમારી પાસે જેની જરૂર છે તે હોય અને તમારી ચૅનલ અરજી કરવાને યોગ્ય થઈ જાય, પછી ડેસ્કટૉપ કમ્પ્યૂટર અથવા મોબાઇલ ડિવાઇસમાંથી YPP માટે સાઇન અપ કરો:

  1. YouTube પર સાઇન ઇન કરો
  2. સૌથી ઉપર જમણી બાજુએ, તમારા પ્રોફાઇલ ફોટો અને પછી YouTube Studio પર ક્લિક કરો
  3. ડાબી બાજુના મેનૂમાં, કમાણી કરો પર ક્લિક કરો
  4. શરૂ કરવા માટે, હમણાં જ અરજી કરો પસંદ કરો
  5. મૂળભૂત શરતોનો રિવ્યૂ કરવા અને તેમને સ્વીકારવા માટે શરૂ કરો પર ક્લિક કરો
  6. YouTube માટે AdSense એકાઉન્ટનું સેટઅપ કરવા અથવા હાલના સક્રિય એકાઉન્ટને લિંક કરવા માટે શરૂ કરો પર ક્લિક કરો

એકવાર થઈ ગયા પછી, તમે રિવ્યૂ કરાવોના પગલાંમાં પ્રક્રિયા ચાલુ છે જોશો, જેનો અર્થ છે કે અમારી પાસે તમારી અરજી છે!

તમારી અરજીનો રિવ્યૂ કરવાની અમારી રીત

એકવાર તમે YPPની શરતો સ્વીકારી લો અને સક્રિય YouTube માટે AdSense એકાઉન્ટ લિંક કરી લો, પછી તમારી ચૅનલને ઑટોમૅટિક રીતે રિવ્યૂની કતારમાં મૂકવામાં આવશે. તમારી ચૅનલ અમારી બધી પૉલિસીઓ અને દિશાનિર્દેશોનું પાલન કરે છે તેની ખાતરી કરવા માટે અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ અને માનવ રિવ્યૂઅર તમારી ચૅનલનો સંપૂર્ણ રિવ્યૂ કરશે. તમારી અરજીનું સ્ટેટસ જોવા માટે ગમે ત્યારે YouTube Studioના કમાણી કરો વિભાગમાં ચેક કરો.

તમારી ચૅનલનો રિવ્યૂ થઈ જાય તે પછી અમારા નિર્ણય બાબતે અમે તમારો સંપર્ક કરીશું (સામાન્ય રીતે લગભગ 1 મહિનામાં). 

ધ્યાનમાં રાખો કે સામાન્ય કરતાં વધુ અરજીઓની સંખ્યા, સિસ્ટમની સમસ્યાઓ અથવા સંસાધનની મર્યાદાઓને કારણે વિલંબ શક્ય છે. બધી YPP અરજીઓને અમને મળેલા ક્રમમાં ચેક કરવામાં આવે છે. કેટલીકવાર ચૅનલને એકથી વધુ રિવ્યૂની જરૂર હોય છે, ખાસ કરીને જ્યારે ઘણા રિવ્યૂઅર તમારી ચૅનલની YPP માટેની યોગ્યતા પર અસંમત હોય. આ નિર્ણય લેવા માટે જરૂરી સમય વધારી શકે છે.

જો તમારી પહેલી અરજી સફળ ન થઈ હોય, તો ચિંતા કરશો નહીં - તમે 21 દિવસની અંદર નિર્ણય સામે અપીલ કરી શકો છો અથવા ઑરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરવાનું ચાલુ રાખી શકો છો અને તમે 30-દિવસના સમયગાળા પછી ફરીથી અરજી કરી શકશો. જો આ તમારી પ્રથમ અરજી નકારવામાં આવી નથી, અથવા તમે અગાઉ ફરીથી અરજી કરી છે, તો તમે 90-દિવસના સમયગાળા પછી ફરી પ્રયાસ કરી શકો છો. શક્ય છે કે અમારા રિવ્યૂઅરને એવું જાણવા મળ્યું હોય કે તમારી ચૅનલનો નોંધપાત્ર હિસ્સો હાલમાં અમારી પૉલિસીઓ અને દિશાનિર્દેશોને ફૉલો કરતો નથી, તેથી તમારી ચૅનલના એકંદર કન્ટેન્ટની સામે તેનું રિવ્યૂ કરવાની ખાતરી કરો અને ફરીથી અરજી કરતા પહેલાં તમારી ચૅનલની ગોઠવણ કરો. આગલી વખતે તમારી અરજીને મજબૂત કરવા માટે તમે જે પગલાં લઈ શકો છો તેના વિશે વધુ જાણો.

કેવી રીતે કમાણી કરવી અને ચુકવણી મેળવવી તે પસંદ કરો

એકવાર તમે YPPમાં શામેલ થઈ જાઓ, પછી YouTube Studioમાં જોવાના પેજની જાહેરાતો, Shorts ફીડની જાહેરાતો, મેમ્બરશિપ, Supers, શૉપિંગ અને વધુ સાથે શરૂ કરો. કમાણી કરવાની પ્રક્રિયાની સુવિધા ચાલુ કરવા માટે, તમારે સંબંધિત મૉડ્યૂલની શરતોનો રિવ્યૂ કરવાની અને તે સ્વીકારવાની જરૂર પડશે. મૉડ્યૂલ અને તેમના વિકલ્પો વિશે અહીં વધુ જાણો.

તમે કેવી રીતે કમાણી કરવા માગો છો તે પસંદ કર્યા પછી, તમે જાહેરાતની પસંદગીઓને મેનેજ કરી શકશો, તમારા અપલોડ માટે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરી શકશો અને બીજું પણ ઘણું બધુ. અહીં સામાન્ય પ્રશ્નોની સૂચિ છે જે અમને એવા નિર્માતાઓ પાસેથી મળે છે જેઓ હમણાં જ YPPમાં શામેલ થયા છે.

ચુકવણી મેળવવી

YouTube પાર્ટનર તરીકે તમારી કમાણીની સરળ સમજણ માટે અમારા સહાયતા કેન્દ્રની મુલાકાત લો, YouTube માટે AdSense (Googleનો પ્રોગ્રામ જેના થકી નિર્માતાઓ YPPમાં ચુકવણી મેળવી શકે છે) વિશે બધું જાણો અને સામાન્ય ચુકવણીની સમસ્યાઓનું નિવારણ કરો.

કમાણી કરતા રહેવા માટે સક્રિય રહો

જેમ YouTube પાર્ટનર પ્રોગ્રામ સતત વૃદ્ધિ પામી રહ્યો છે, તેમ ચૅનલની કુશળ, સક્રિય ઇકોસિસ્ટમ જાળવવી મહત્વપૂર્ણ છે. સક્રિય અને સમુદાયમાં શામેલ નિર્માતાઓ માટે અમારા સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, અમે એવી ચૅનલ પર કમાણી કરવાની બંધ કરી શકીએ કે જેમણે 6 મહિના કે તેથી વધુ સમયથી કોઈ વીડિયો અપલોડ કર્યો નથી અથવા સમુદાય ટૅબ પર પોસ્ટ કર્યો નથી.

અરજી કરવા વિશેના સામાન્ય પ્રશ્નો અને બીજું ઘણું

જો હું પ્રોગ્રામની મર્યાદાને પૂર્ણ ન કરું તો શું?

જો તમે હજી પણ આવશ્યકતાઓને પૂર્ણ કરતા નથી, તો ઑરિજિનલ કન્ટેન્ટ બનાવવા અને તમારા ઑડિયન્સ બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખો. અહીં કેટલાક સંસાધનો છે જે તમને તમારી ચૅનલને વિકસાવવામાં સહાય કરી શકે છે:

  • YouTube સહાય ચર્ચામંચમાં અન્ય YouTube વપરાશકર્તાઓ પાસેથી ઉકેલો જાણો.
  • અમારા નિર્માતા માટેની ટિપ હબમાં તમારી ચૅનલને કેવી રીતે વિકસાવવી અને કેવી રીતે બનાવવી તે અંગે ઝડપી અને સરળ ટિપ શોધો.
  • શીખવા, વિકસાવવા તેમજ પ્રોગ્રામ, સંસાધનો અને ઇવેન્ટ સાથે કનેક્ટ થવા માટે youtube.com/creators પર જાઓ.
  • YouTube સહાય ટીમ તરફથી ટ્યૂટૉરિઅલ માટે, સમસ્યાના નિવારણ માટે અને ટિપના વીડિયો જોવા માટે અમારી YouTube સહાય ચૅનલ અને YouTube નિર્માતાની ચૅનલ જુઓ.

જો તમારી ચૅનલ પર સક્રિય સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક હોય, તો તમે તમારી સ્ટ્રાઇક સમાપ્ત થયા પછી અરજી કરી શકો છો. તમે તમારી સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક કાઢી નાખવા માટે સફળતાપૂર્વક અપીલ કર્યા પછી પણ અરજી કરી શકો છો. જ્યારે સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક પ્રાપ્ત થાય ત્યારે પ્રોગ્રામના વર્તમાન સભ્યોને કાઢી નાખવામાં આવશે નહીં.

"માન્ય સાર્વજનિક વીડિયો જોયાનો સમય" અને "માન્ય સાર્વજનિક Shorts વ્યૂ"નો અર્થ શું છે?

માન્ય સાર્વજનિક વીડિયો જોયાનો સમય

માન્ય સાર્વજનિક વીડિયો જોયાના સમય તરીકે શેની ગણતરી થાય છે:

  • તમે સાર્વજનિક તરીકે સેટ કરેલા લાંબા વીડિયોમાંથી મળેલો વીડિયો જોયાનો સમય

નીચેના પ્રકારના વીડિયો દ્વારા મેળવેલા વીડિયો જોયાના સમયની YPP મર્યાદામાં ગણતરી કરવામાં આવતી નથી:

  • ખાનગી વીડિયો
  • ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો
  • ડિલીટ કરેલા વીડિયો
  • જાહેરાત ઝુંબેશો
  • YouTube Shorts
  • લાઇવસ્ટ્રીમ કે જે ફક્ત લિંક સાથે દેખાય છે, ડિલીટ કરવામાં આવી છે અથવા VOD (માગ પર વીડિયો)માં બદલવામાં આવી નથી

માન્ય સાર્વજનિક Shorts વ્યૂ

માન્ય સાર્વજનિક Shorts વ્યૂ તરીકે શેની ગણતરી કરવામાં થાય છે:

  • તમે સાર્વજનિક સેટ કરેલા Shortsના વ્યૂ જે Shorts ફીડમાં દેખાય છે
ધ્યાનમાં રાખો કે Shorts ફીડમાં Shorts વ્યૂમાંથી કોઈપણ સાર્વજનિક વીડિયો જોયાનો સમય 4,000 કલાક સાર્વજનિક વીડિયો જોયાના સમયની મર્યાદામાં ગણવામાં આવતા નથી. અમે કેવી રીતે ચુકવણીની ગણતરી કરીએ છીએ તેના સંદર્ભમાં Shorts વ્યૂની યોગ્યતા વિશેની માહિતી માટે, અમારી YouTube Shortsથી કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓ જુઓ.

જો હું મર્યાદાને પૂર્ણ કરું, તો શું હું ઑટોમૅટિક રીતે YPPમાં શામેલ થઈશ?

ના. દરેક ચૅનલ જે મર્યાદા પૂર્ણ કરે છે તે સ્ટૅન્ડર્ડ રિવ્યૂ પ્રક્રિયામાંથી પસાર થશે. તમારી ચૅનલ અમારી YouTube ચૅનલ પર કમાણી કરવાની પૉલિસીઓને પૂર્ણ કરે છે કે નહીં તે ચેક કરવા માટે અમારી ટીમ તમારી ચૅનલનું સંપૂર્ણ રિવ્યૂ કરશે. અરજી કરવા માટે તમારી ચૅનલ પર કોઈપણ સક્રિય સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક પણ હોવી જોઈએ નહીં. અમારી પૉલિસીઓ અને દિશાનિર્દેશોને ફૉલો કરતી ચૅનલ કમાણી કરી શકે છે.

જો હું અરજી કરું તે પછી મારી સંખ્યા મર્યાદાની નીચે જાય તો શું થશે?

એકવાર તમે અમારા માન્ય સાર્વજનિક વીડિયો જોયાનો સમય અને સબ્સ્ક્રાઇબર મર્યાદાને પૂર્ણ કરી લો તે પછી અમે તમારી ચૅનલને રિવ્યૂ માટે મોકલીશું. તેથી રિવ્યૂની રાહ જોતી વખતે તમારા સબ્સ્ક્રાઇબર અથવા વીડિયો જોયાના સમયની સંખ્યા મર્યાદાથી નીચે જાય તો કોઈ વાંધો નથી. જો તમે મર્યાદાને પૂર્ણ કરી હોય અને YPP માટે અરજી કરી હોય, તો પણ અમે YPPની યોગ્યતા માટે તમારી ચૅનલનો રિવ્યૂ કરીશું. નોંધ કરો કે ચૅનલને રિવ્યૂ કરવામાં આવે તે પહેલાં તમામ YPP સાઇનઅપ પગલાં (જેમાં હાલમાં કરાર પર સહી કરવા અને YouTube માટે AdSense એકાઉન્ટને સાંકળવાનો સમાવેશ થાય છે) પૂર્ણ કરવા જરૂરી છે.

જો કોઈ ચૅનલ નિષ્ક્રિય હોય અને તેણે 6 મહિના કે તેથી વધુ સમયથી સમુદાય પોસ્ટ અપલોડ કે પોસ્ટ કરી ન હોય, તો YouTube તેની કમાણી કરવાની પ્રક્રિયાને કાઢી નાખવાનો અધિકાર અનામત રાખે છે.

જ્યારે ચૅનલ YouTube ચૅનલ પર કમાણી કરવાની પૉલિસીઓમાંથી કોઈપણનું ઉલ્લંઘન કરશે ત્યારે તેઓ કમાણી કરવાની પ્રક્રિયા ગુમાવશે. તેમના વીડિયો જોયાનો સમય અને સબ્સ્ક્રાઇબરની સંખ્યાને ધ્યાનમાં લીધા વગર કમાણી કરવાની પ્રક્રિયા ગુમાવી શકે છે.

હું હવે YPPમાં શામેલ નથી (અથવા હું ક્યારેય પ્રોગ્રામમાં શામેલ નહોતો) અને હું મારા વીડિયો પર જાહેરાતો જોઈ રહ્યો છું. શું હું તે જાહેરાતોથી કમાણી કરી રહ્યો છું?

YouTube પ્લૅટફૉર્મ પરના તમામ કન્ટેન્ટ પર જાહેરાતો આપી શકે છે. જો તમે અગાઉ YPPના સભ્ય હતા (અને હાલમાં પ્રોગ્રામમાં શામેલ નથી), તો તમે હજુ પણ તમારા કન્ટેન્ટ પર જાહેરાતો આપવામાં આવતી જોઈ શકો છો. આ કિસ્સામાં, તમને આવકની વહેંચણી મળતી નથી.

જો તમે ભવિષ્યમાં YPPમાં ફરી શામેલ થશો, તો તમે ફરીથી શામેલ થાવ તે પછી તમારા કન્ટેન્ટ પર આપવામાં આવતી જાહેરાતોમાંથી આવકની વહેંચણી મેળવી શકો છો. તે કિસ્સામાં, YPP માટે ફરીથી અરજી કરતી વખતે, તમારી ચૅનલ આ પેજ પર આપવામાં આવેલા યોગ્યતા માપદંડોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરો.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4878608168237935388
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false