તમારા કન્ટેન્ટ મેનેજરનું સેટઅપ કરવું

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.
YouTubeના ભાગીદાર તરીકે તમને મંજૂરી મળે ત્યારે YouTube તમારું કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટ બનાવે છે. કન્ટેન્ટ મેનેજરનું સેટઅપ કરવા અને તેમાં વપરાશકર્તાઓને ઉમેરવાનું શરૂ કરવા માટે એકાઉન્ટના ઍડમિનિસ્ટ્રેટર નીચે આપેલી માહિતીનો ઉપયોગ કરી શકે છે.
  • કન્ટેન્ટ મેનેજર: YouTube પર કન્ટેન્ટ અને અધિકારો મેનેજ કરતા ભાગીદારો માટે વેબ-આધારિત ટૂલ. કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટ એક કે તેથી વધુ YouTube ચૅનલ અને તેમની સાથે સંકળાયેલી અસેટની માલિકી ધરાવે છે. જે Studioના કન્ટેન્ટ મેનેજર તરીકે પણ ઓળખાય છે.
  • ઍડમિનિસ્ટ્રેટર: એ કે જે કન્ટેન્ટ મેનેજરનું ઍડમિનિસ્ટ્રેશન કરે છે અને તેને ઍક્સેસ કરવા માટે અન્ય લોકોને આમંત્રણ આપે છે.
  • વપરાશકર્તા: કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતી કોઈપણ વ્યક્તિ.
કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટ તમારા YouTube એકાઉન્ટથી અલગ છે. તમારું કન્ટેન્ટ મેનેજર ઍક્સેસ કરવા માટે, તમારે કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટમાં સાઇન ઇન કરવું જરૂરી છે, તમારા વ્યક્તિગત YouTube વપરાશકર્તા એકાઉન્ટમાં નહીં.

તમારા કન્ટેન્ટ મેનેજરનું સેટઅપ કેવી રીતે કરવું

1. તમારી ચૅનલ લિંક કરો

કન્ટેન્ટ મેનેજર ચૅનલ બનાવીને અથવા કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટમાં જોડાવા માટે અન્ય ચૅનલને આમંત્રણ આપીને અનેક ચૅનલ સાથે લિંક થઈ શકે છે.

તમે એક વાર કોઈ ચૅનલ લિંક કરી લો એટલે તમે તે ચૅનલ પર કન્ટેન્ટ અપલોડ કરી શકો, તેના વીડિયોની કમાણી કરવાની પ્રક્રિયાનું નિયંત્રણ કરી શકો તેમજ બ્રાંડિંગ સેટ કરી શકો.

2. YouTube માટે AdSense એકાઉન્ટ સાંકળો

તમારા વીડિયોમાંથી કમાણી કરવા અને ચુકવણી મેળવવા, તમે તમારા કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટ સાથે YouTube માટે AdSense એકાઉન્ટ સાંકળો છો. તમે YouTube માટે AdSense એકાઉન્ટ બનાવી શકો અથવા વર્તમાન એકાઉન્ટને સાંકળી શકો.

3. નોટિફિકેશનનું સેટઅપ કરો
એકાઉન્ટમાં પ્રવૃત્તિ થાય ત્યારે કોને તે બાબતે અપડેટ મળે તે સ્પષ્ટ કરવા માટે તમારે ઇમેઇલ નોટિફિકેશનનું સેટઅપ કરવું જરૂરી છે.
4. ડિફૉલ્ટ સેટિંગ બદલો (વૈકલ્પિક)

સેટિંગ પેજમાંથી તમે તમારા કન્ટેન્ટ મેનેજરના શામેલ કરવાના વિકલ્પો અને એટ્રિબ્યુશનના નિયમો પસંદ કરી શકો છો.

ડિફૉલ્ટ ચલણ બદલવા માટે, સેટિંગ અને પછી વપરાશકર્તાની પસંદગીઓ પર જાઓ અને તમારે ઉપયોગમાં લેવું હોય તે ચલણનું એકમ પસંદ કરો. આ ફેરફારથી તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં સેટ કરેલા ચુકવણી ચલણને અસર થતી નથી. તમને એ જ ચલણમાં ચુકવણી થતી હોય તો પણ વિવિધ વિનિમય દરોને કારણે અહીં બતાવતી રકમ અંતિમ ચુકવણી કરતાં અલગ હોઈ શકે છે.

તમે સેટિંગ અને પછી ઝુંબેશોમાં ડિફૉલ્ટ ઝુંબેશ ઍક્શન પણ પસંદ કરી શકો છો. Content IDના દાવા માટે, તમે તમારા સત્તાવાર વીડિયોને ચાહક અપલોડ પર રજૂ કરવાનું અથવા કંઈ જ ન કરવાનું પસંદ કરી શકો છો. કસ્ટમ ઝુંબેશો આ સેટિંગને ઓવરરાઇડ કરી શકે છે.

5. વપરાશકર્તાઓને આમંત્રિત કરો (વૈકલ્પિક)

તમે કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટમાં અન્ય વપરાશકર્તાઓને આમંત્રિત કરવાનું શરૂ કરી શકો, જેથી તેઓ તેનું કન્ટેન્ટ મેનેજ કરવાનું શરૂ કરે.

YouTube કન્ટેન્ટ મેનેજર બનાવે ત્યારે એક કે વધુ વપરાશકર્તાઓ એકાઉન્ટ માટે ઍડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરે છે. વપરાશકર્તાઓને આમંત્રિત કરવા ઉપરાંત ઍડમિનિસ્ટ્રેટર વપરાશકર્તાની ભૂમિકાઓ પણ બનાવી શકે છે જે વિવિધ પ્રકારના વપરાશકર્તાઓને કઈ સુવિધાઓ અને પ્રતિબંધો લાગુ થાય તે સ્પષ્ટ કરે છે.

 
ટિપ: એક વાર તમારા કન્ટેન્ટ મેનેજરનું સેટઅપ થઈ જાય એટલે તેની સુવિધાઓ અને ટૂલ વિશે વધુ જાણો: Studioના કન્ટેન્ટ મેનેજરનો તમારી જરૂરિયાત મુજબ ઉપયોગ કરતા શીખવું.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4765390866039455830
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false