અન્ય કાનૂની સમસ્યાઓ

કાનૂની ફરિયાદ અને કોર્ટના ઑર્ડર

જો તમને લાગે કે સાઇટ પરનું અમુક કન્ટેન્ટ તમારા અધિકારો અથવા લાગુ કાયદાનું ઉલ્લંઘન કરે છે, તો તમે અમારા ટ્રેડમાર્ક, બદનક્ષી, નકલી માલસામાન અથવા અન્ય કાનૂની ફરિયાદ પ્રક્રિયાઓ હેઠળ કાનૂની ફરિયાદ સબમિટ કરી શકો છો. જો તમારી પાસે કોઈ અપલોડકર્તા વિરુદ્ધ કોર્ટનો ઑર્ડર હોય, તો તમે યોગ્ય કાનૂની ફરિયાદ નોંધાવ્યા પછી તમને મળેલા ઑટોમૅટિક જવાબના પ્રતિસાદમાં તે કોર્ટના ઑર્ડરની કૉપિ જોડી શકો છો. પ્રાદેશિક અને વૈશ્વિક માપદંડના આધારે કોર્ટના પ્રત્યેક ઑર્ડરની તપાસ અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

ધ્યાનમાં રાખો કે કન્ટેન્ટ પર અમારું ધ્યાન દોરવા માટે તમારી પાસે અન્ય સંસાધનો પણ છે. ઉદાહરણ તરીકે, જો તમને એમ લાગે કે કન્ટેન્ટ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન નથી કરતું, તો કૃપા કરીને તે અયોગ્ય કન્ટેન્ટની જાણ કરો. તેમજ, કાનૂની ફરિયાદ નોંધાવતા પહેલાં વિચારો કે વીડિયો અમારી પ્રાઇવસી અથવા ઉત્પીડન પૉલિસી હેઠળ કન્ટેન્ટ કાઢી નાખવા માટે આપેલા માનકો અનુસાર છે.

ટેક્નોલોજીકલ ઉપાયોને ટાળવાની તરકીબો

જ્યારે અમે ટેક્નોલોજીકલ ઉપાયોને ટાળવાની તરકીબો એવું કહીએ, ત્યારે અમે વપરાશકર્તાને સૉફ્ટવેરનું લાઇસન્સ આપતા પ્રોટોકૉલને ટાળવાની મંજૂરી આપતા ટૂલનો સંદર્ભ આપી રહ્યાં હોઈએ છીએ. આનો અર્થ એ થઈ શકે કે અનુક્રમ નંબર, કી-જનરેટર, પાસવર્ડ અને સૉફ્ટવેર અથવા ગેમને હૅક કરવાની અન્ય પદ્ધતિઓ.

CTM અને કૉપિરાઇટ વચ્ચે શું તફાવત છે?

CTM એ એક ટૂલ છે જે વપરાશકર્તાઓને સૉફ્ટવેર ઍક્સેસ કરવાનું માધ્યમ આપે છે. કૉપિરાઇટ એ વસ્તુનો સંદર્ભ આપે છે કે જે સૉફ્ટવેરનું અથવા તે મેળવવાના માધ્યમનું ચિત્રણ કરે છે. જો વીડિયોમાં સૉફ્ટવેરનું ઇન્ટરફેસ હોય અથવા વીડિયો કે વીડિયોના વર્ણનમાં સૉફ્ટવેર ડાઉનલોડ કરવાની લિંક હોય, તો તમે કૉપિરાઇટ દૂર કરવાની નોટિસ નોંધાવવાનું વિચારી શકો.

જ્યારે વીડિયોમાં ઉલ્લંઘનકારી સામગ્રી ઉપલબ્ધ (અથવા તેનાથી સીધી લિંક કરેલી) ન હોય, પણ વીડિયો વપરાશકર્તાઓને ગેરકાયદેસર રીતે તેને ઍક્સેસ કરવાની રીત ઑફર કરતો હોય ત્યારે CTM દાવો યોગ્ય છે.

જો તમને લાગે કે તમારો CTM દાવો યોગ્ય છે, તો કૃપા કરીને અમારું વેબફોર્મ ભરો.

ટેક્નોલોજીકલ ઉપાયોને ટાળવાની તરકીબોની ફરિયાદ સબમિટ કરો

કૅપ્શનિંગ

જો તમને તમારો વીડિયો કમ્યુનિકેશન અને વીડિયો ઍક્સેસિબિલિટીના કાયદાનું ઉલ્લંઘન કરતો હોવાનું જણાવતી સૂચના મળી હોય, તો તમે એવું કન્ટેન્ટ અપલોડ કર્યું હોઈ શકે કે જે ટીવી પર મૂળ રીતે કૅપ્શન સાથે બતાવવામાં આવ્યું હતું. કમ્યુનિકેશન અને વીડિયો ઍક્સેસિબિલિટીના કાયદા (CVAA) માટે જરૂરી છે કે અગાઉ રેકોર્ડ કરેલા તમામ વીડિયો પ્રોગ્રામિંગ કે જે ટીવી પર કૅપ્શનવાળા હોય તે ઇન્ટરનેટ પર પણ કૅપ્શનવાળા હોય. જો તમને એમ લાગે કે તમે CVAA આવશ્યકતાથી મુક્ત છો તો તમે તમારા કન્ટેન્ટ માટે  સર્ટિફિકેશન પસંદ કરી શકો.

જો તમને લાગે કે CVAA મુજબ વીડિયો માટે કૅપ્શનનો સમાવેશ હોવો જરૂરી છે, પણ અપલોડકર્તાએ કૅપ્શન ઉપલબ્ધ કરાવ્યા નથી, તો કૃપા કરીને  વેબફોર્મ મારફતે વિનંતી સબમિટ કરો.

આતંકવાદ સંબંધિત કન્ટેન્ટનું ઑનલાઇન નિયમન (“TCO”)

જો તમને એવું કન્ટેન્ટ મળે કે જે તમને અમારા સમુદાયના દિશાનિર્દેશો નું ઉલ્લંઘન કરતું જણાય અને તેને રિવ્યૂ માટે સબમિટ કરવા માગતા હો, તો કન્ટેન્ટની જાણ કરો. YouTubeની પૉલિસીઓ વિશે વધુ જાણવા માટે, તમે અમારા સમુદાયના દિશાનિર્દેશો વાંચી શકો છો. જો તમને લાગે કે કન્ટેન્ટને કાનૂની કારણોને લીધે કાઢી નાખવું જોઈએ તો તમે કન્ટેન્ટની જાણ કરી શકો છો.

જો તમે સરકારના સમર્પિત સક્ષમ અધિકારી હો, તો તમે કલમ 3 TCO હેઠળ કન્ટેન્ટ કાઢી નાખવાના આદેશો માટે સંપર્ક માટેની વ્યક્તિનો સંપર્ક કરવાની રીત જાણવા માટે, YouTubeનો સંપર્ક કરી શકો છો. આ હેતુ માટે, Google કમ્યુનિકેશન અંગ્રેજીમાં સ્વીકારે છે.

EU આતંકવાદ સંબંધિત કન્ટેન્ટના ઑનલાઇન નિયમન (EU 2021/784) વિશે વધુ માહિતી માટે, આધિકારિક EU નિયમન ટેક્સ્ટ વાંચો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4430628914160254770
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false