ઉત્પીડન અને સાઇબર ધમકીઓ સંબંધિત પૉલિસીઓ

અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.

ઉંમર, વિકલાંગતા, વંશીયતા, લિંગની ઓળખ, જાતીય અભિગમ અને રેસ જેવા શારીરિક લક્ષણો અથવા સંરક્ષિત ગ્રૂપના સ્ટેટસના આધારે કોઈ વ્યક્તિને સતત અપમાનકારક ઉપનામોથી સંબોધિત કરીને કરાતા અપમાન અથવા અપશબ્દો વડે લક્ષ્ય બનાવતા કન્ટેન્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. અમે ધમકીઓ અથવા ડૉક્સિંગ જેવા અન્ય હાનિકારક વર્તનને પણ મંજૂરી આપતા નથી. ધ્યાન રાખો કે અમે સગીરોને લક્ષ્ય બનાવતા કન્ટેન્ટ વિરુદ્ધ ખૂબ જ સખત અભિગમ અપનાવીએ છીએ.

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને એવા ઘણા વીડિયો અથવા કૉમેન્ટ મળે કે જેની તમે જાણ કરવા માગો, તો ચૅનલની જાણ કરો. સુરક્ષિત રહેવાની, તમારા એકાઉન્ટની સુરક્ષિત રાખવાની અને તમારી પ્રાઇવસીનું રક્ષણ કરવાની રીત વિશેની ટિપ માટે, નિર્માતા સુરક્ષા કેન્દ્ર અને YouTube પર સુરક્ષિત રહો જુઓ.

જો તમારી વિરુદ્ધ ચોક્કસ ધમકીઓ કરવામાં આવી છે અને તમે અસુરક્ષિત અનુભવતા હો, તો સીધી તમારી સ્થાનિક કાનૂની અમલીકરણ એજન્સીને તેની જાણ કરો.

આ પૉલિસીનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

નીચે જણાવેલા કોઈપણ વર્ણન સાથે જો તે કન્ટેન્ટ બંધબેસતું હોય, તો તેને YouTube પર પોસ્ટ કરશો નહીં.

  • જે કન્ટેન્ટમાં સતત અપમાનકારક ઉપનામોથી સંબોધિત કરીને કરાતું અપમાન અથવા કોઈ વ્યક્તિની સ્વાભાવિક લાક્ષણિકતાઓ પર આધારિત અપશબ્દો શામેલ હોય, તેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. આ લાક્ષણિકતાઓમાં તેમનું સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ, શારીરિક લાક્ષણિકતાઓ અથવા જાતીય હુમલા પછી જીવિત બચેલી વ્યક્તિ તરીકેનું તેમનું સ્ટેટસ, સંમતિ મેળવ્યા વિના અંગત છબીનું વિતરણ કરવું, ઘરેલું હિંસા, બાળ શોષણ અને વધુ બાબતો શામેલ છે.
  • સગીરને શરમમાં મૂકવા, છેતરવા અથવા અપમાનિત કરવાના હેતુથી અપલોડ કરવામાં આવેલું કન્ટેન્ટ. આનો અર્થ એ છે કે કોઈ સગીરને અપ્રિય લાગણીઓનો, જેમ કે તણાવ, શરમ અથવા નાલાયક હોવાનો અનુભવ કરાવવાનો હેતુ હોવો; તેમને પોતાને અથવા તેમની મિલકતને નુકસાન પહોંચાડે તેવી રીતે વર્તન કરવા માટે તેમને છેતરવાનો હેતુ હોવો અથવા તેમને અપમાનજનક નામથી બોલાવવાની પ્રવૃત્તિમાં શામેલ થવું. સગીર એટલે 18 વર્ષથી ઓછી ઉમરની કોઈ વ્યક્તિ.
આ પૉલિસીનું ઉલ્લંઘન કરતા હોય એવા અન્ય પ્રકારના કન્ટેન્ટ
  • કન્ટેન્ટ જે ખાનગી તેમજ કોઈને વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી (PII) શેર કરતું હોય, આવી માહિતી શેર કરવાની ધમકી આપતું હોય અથવા તેને શેર કરવા માટે અન્ય લોકોને પ્રોત્સાહિત કરતું હોય. 
    • PIIમાં ઘરના સરનામા; ઇમેઇલ ઍડ્રેસ, વપરાશકર્તાનું નામ અથવા પાસવર્ડ જેવી સાઇન-ઇન કરવા માટેની વિગતો; ફોન નંબર; પાસપોર્ટ નંબર; મેડિકલ રેકોર્ડ અથવા બેંક એકાઉન્ટ વિશેની માહિતી શામેલ છે પણ તેના સુધી મર્યાદિત નથી.
    • આમાં વ્યાપકપણે ઉપલબ્ધ સાર્વજનિક માહિતી જેમ કે ઑફિસ ધરાવતી વ્યક્તિની ઑફિસનો ફોન નંબર અથવા વ્યવસાયનો ફોન નંબર પોસ્ટ કરવો શામેલ નથી. 
    • આ પૉલિસી તમારી પોતાની PII, અન્ય કોઈની PII શેર કરવા પર તેમજ તમે આકસ્મિક રીતે PII શેર કરો તેવી પરિસ્થિતિઓ પર લાગુ થાય છે.
    • જ્યારે નકલી PII શેર કરવામાં આવે, ત્યારે જરૂરી છે કે કન્ટેન્ટ એ વાત સ્પષ્ટપણે જણાવે. ઉદાહરણ તરીકે, તાલીમના ભાગ તરીકે લૉગ ઇનની નકલી વિગતોનો ઉપયોગ કરવો.
  • કન્ટેન્ટ જે બ્રિગેડિંગ જેવા દુરુપયોગકારી વર્તનને પ્રોત્સાહન આપતું હોય. જ્યારે YouTube પર કે તેની બહાર કોઈ વ્યક્તિ ઓળખી શકાતી અન્ય કોઈ વ્યક્તિનો સંકલિત રીતે દુરુપયોગ કરે, ત્યારે તેને બ્રિગેડિંગ કહેવાય છે.
  • કન્ટેન્ટ કે જે હાનિકારક ષડ્યંત્રના સિદ્ધાંતોનો પ્રચાર કરતું હોય અથવા કોઈ વ્યક્તિ હાનિકારક ષડ્યંત્રના સિદ્ધાંતનો ભાગ છે તેવો દાવો કરીને તેમને લક્ષ્ય બનાવતું હોય. હાનિકારક ષડ્યંત્રનો સિદ્ધાંત સીધી રીતે ધમકીઓ આપવી અથવા હિંસક કૃત્યો સાથે લિંક હોય છે.
  • કન્ટેન્ટ કે જે ઓળખી શકાય તેવી કોઈ વ્યક્તિને અથવા તેમની પ્રોપર્ટી અંગે ધમકી આપતું હોય. આમાં ગર્ભિત ધમકી શામેલ છે જેમાં કોઈ સમય કે સ્થળનો ઉલ્લેખ નથી હોતો પણ, ઉદાહરણ તરીકે, શસ્ત્ર બતાવ્યું હોય એવું બની શકે છે.
  • કન્ટેન્ટ કે જે ઓળખી શકાય તેવી કોઈ વ્યક્તિ પર સગીર સાથે આઘાતજનક ગેરવર્તણૂકના આક્ષેપો કરવાના હેતુથી, કાયદાના અમલીકરણ માટે જવાબદાર અધિકારીઓની હાજરી વિના, તેમની સાથેની આયોજિત મુલાકાતનું ચિત્રણ કરતું હોય.
  • કન્ટેન્ટ કે જે ઓળખી શકાય તેવી કોઈ વ્યક્તિના મૃત્યુ અથવા ગંભીર ઈજાનો આનંદ માણતું હોય અથવા તેની મજાક ઉડાવતું હોય.
  • કન્ટેન્ટ કે જે મૃત સગીરો કે ઘાતક અથવા નક્કર દસ્તાવેજો ધરાવતી મોટી હિંસક ઘટનાઓના પીડિતોના મૃત્યુ કે હિંસક અનુભવોનું વર્ણન કરીને વાસ્તવિક રીતે તેનું અનુકરણ કરતું હોય.
  • કન્ટેન્ટ કે અન્ય લોકો સાથે ગંભીર હિંસાત્મક કૃત્યો કરવાનું અનુકરણ કરતું હોય. ઉદાહરણ તરીકે, ફાંસી પર લટકાવવા, ત્રાસ આપવો, અપંગ બનાવવા, માર મારવો અને વધુ.
  • કન્ટેન્ટ કે જેમાં ઓળખી શકાય તેવી કોઈ વ્યક્તિ સાથે ધમકીપૂર્ણ વ્યવહાર શામેલ હોય.
  • કન્ટેન્ટ કે જે નક્કર દસ્તાવેજો ધરાવતી મોટી હિંસક ઘટનાના પીડિત તરીકેની કોઈ વ્યક્તિની ભૂમિકાને નકારતું હોય અથવા તેની ગંભીરતાને ઘટાડતું હોય.
  • કન્ટેન્ટ કે જેમાં ઓળખી શકાય તેવી કોઈ વ્યક્તિની જાતીય સતામણી શામેલ હોય. તેમાં આ શામેલ છે:
    • કન્ટેન્ટ કે જે કોઈનું અશ્લીલ, અપમાનજનક અને જાતીય રીતે અયોગ્ય વર્ણન કરતું હોય
    • કન્ટેન્ટ કે જે સંમતિ મેળવ્યા વિનાની અંગત છબીઓનું વિતરણ કરવાની રીત શેર કરતું કે બતાવતું હોય અથવા તેની વિનંતી કરતું હોય
    • કન્ટેન્ટ કે જાતીય હુમલાની કામુક કલ્પના કરતું હોય, જાતીય હુમલાની ધમકી આપતું હોય કે તેને સપોર્ટ કરતું હોય

આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, કૉમેન્ટ, લાઇવ સ્ટ્રીમ અને YouTubeની કોઈપણ અન્ય પ્રોડક્ટ અથવા સુવિધા પર લાગુ થાય છે. ધ્યાનમાં રાખો કે આ સંપૂર્ણ સૂચિ નથી. નોંધ કરશો કે આ પૉલિસીઓ તમારા કન્ટેન્ટમાં શામેલ બાહ્ય લિંક પર પણ લાગુ થાય છે. આમાં ક્લિક કરી શકાય એવા URLs, વીડિયોમાં અને કન્ટેન્ટના અન્ય સ્વરૂપોમાં બોલીને વપરાશકર્તાઓને અન્ય સાઇટ પર જવા માટે કહેવું શામેલ છે.

અપવાદો

જો પ્રાથમિક હેતુ શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક, અથવા કલાત્મક સંદર્ભે હોય, તો અમે ઉત્પીડન શામેલ હોય એવા કન્ટેન્ટને મંજૂરી આપી શકીએ છીએ. આ અપવાદો કોઈ વ્યક્તિનું ઉત્પીડન કરવા માટેનો પાસ નથી. કેટલાક ઉદાહરણોમાં આનો સમાવેશ થાય છે:

  • ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓ અથવા નેતાઓ સંબંધિત ચર્ચાઓ: કન્ટેન્ટ કે જે સત્તામાં હોદ્દા ધરાવતી વ્યક્તિઓ, જેમ કે ઉચ્ચ હોદ્દો ધરાવતા સરકારી અધિકારીઓ અથવા મુખ્ય બહુરાષ્ટ્રીય કૉર્પોરેશનના CEO સંબંધિત પ્રસંગોચિત મુદ્દાઓની ચર્ચાઓ અથવા વાદવિવાદ દર્શાવતું હોય.
  • સ્ક્રિપ્ટેડ પર્ફોર્મન્સ: કલાત્મક માધ્યમના સંદર્ભમાં કરવામાં આવતા અપમાનો, જેમ કે સ્ક્રિપ્ટેડ વ્યંગ, સ્ટેન્ડ-અપ કૉમેડી અથવા મ્યુઝિક (જેમ કે ડિસ ટ્રૅક). નોંધ: આ અપવાદ કોઈ વ્યક્તિનું ઉત્પીડન કરવા માટેનો અને “મજાક કરું છું” એવો દાવો કરવા માટેનો પાસ નથી.
  • ઉત્પીડન સંબંધિત જાણકારી અથવા જાગરૂકતા: કન્ટેન્ટ કે જે દસ્તાવેજીના હેતુઓ માટે અથવા સાઇબર ધમકીઓ સામે લડવા અથવા જાગરુકતા વધારવાના ઇચ્છુક સહભાગીઓ સાથે વાસ્તવિક અથવા બનાવટી ઉત્પીડન દર્શાવતું હોય.

નોંધ: કોઈ વ્યક્તિના સંરક્ષિત ગ્રૂપના સ્ટેટસના આધારે તેમનું દુર્ભાવનાપૂર્ણ અપમાન કરતું હોય તેવા કન્ટેન્ટ વિરુદ્ધ અમે સખત પગલાં લઈએ છીએ, પછી ભલે તે મોભાદાર વ્યક્તિ હોય કે ન હોય.

કમાણી કરવાની પ્રક્રિયા અને અન્ય દંડ

કેટલાક કિસ્સાઓમાં, અમે કન્ટેન્ટ કાઢી નાખી શકીએ છીએ અથવા અન્ય દંડ લગાવીએ છીએ કે જ્યારે નિર્માતા:

  • ઑડિયન્સના અપમાનજનક વર્તનને વારંવાર પ્રોત્સાહિત કરતા હોય.
  • અનેક અપલોડમાં સ્વાભાવિક લાક્ષણિકતાઓના આધારે ઓળખી શકાય તેવી કોઈ વ્યક્તિને વારંવાર લક્ષ્ય બનાવતું હોય, તેમનું અપમાન અને તેમનો દુરુપયોગ કરતું હોય.
  • કોઈ વ્યક્તિને સ્થાનિક સામાજિક અથવા રાજકીય સંદર્ભના આધારે શારીરિક ઈજાના જોખમમાં મૂકતા હોય.
  • એવું કન્ટેન્ટ બનાવતા હોય કે જે વ્યક્તિગત આર્થિક લાભ માટે નિર્માતાઓ વચ્ચે સતત દુશ્મનાવટ ઉશ્કેરીને YouTube સમુદાયને નુકસાન પહોંચાડતું હોય.

ઉદાહરણો

અહીં એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો છે કે જેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી:

  • કોઈ વ્યક્તિના ફોટા વારંવાર બતાવીને “આ પ્રાણીના દાંત જુઓ, તે ખૂબ જ ગંદા છે!” જેવા નિવેદનો કરતું હોય અને આખા વીડિયોમાં તેના જેવી, સ્વાભાવિક લાક્ષણિકતાઓને લક્ષ્ય બનાવતી કૉમેન્ટ કરતું હોય.
  • કોઈ વ્યક્તિને સંરક્ષિત ગ્રૂપમાં તેની મેમ્બરશિપના આધારે લક્ષ્ય બનાવતું હોય, જેમ કે એમ કહીને કે: “આને જુઓ [સંરક્ષિત ગ્રૂપને લક્ષ્ય બનાવતો અપશબ્દ].!”
  • કોઈ વ્યક્તિને લક્ષ્ય બનાવીને દાવા કરતું હોય કે તેઓ હાનિકારક ષડ્યંત્રના સિદ્ધાંતના સંદર્ભમાં માનવ તસ્કરીમાં સંડોવાયેલા છે જેમાં કાવતરું સીધું ધમકીઓ અથવા હિંસક કૃત્યોથી સંબંધિત હોય.
  • કોઈ વ્યક્તિની સ્વાભાવિક લાક્ષણિકતાઓના આધારે, તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવા માટે ઘોર અપમાનનો ઉપયોગ કરતું હોય. ઉદાહરણ તરીકે: “કૂતરા જેવી દેખાતી આ મહિલાને જુઓ! તે માણસ પણ નથી — તે ચોક્કસ કોઈ વિચિત્ર પશુ કે જાનવર છે!”
  • કોઈ વ્યક્તિને લક્ષ્ય બનાવતું હોય અને તેમનું મૃત્યુ કે તેમને ગંભીર ઈજા થાય, એવી ઇચ્છા વ્યક્ત કરતું હોય: “હું તેને ખૂબ જ નફરત કરું છું. હું ઇચ્છું છું કે કોઈ ટ્રક તેને ટક્કર મારે અને તે મરી જાય.”
  • ઓળખી શકાય તેવી કોઈ વ્યક્તિની હત્યા થતી અથવા તેમને ગંભીર ઈજા થતી બતાવતું હોય. ઉદાહરણ તરીકે: વીડિયોમાં કોઈ મૂવીની ક્લિપ શામેલ હોય, જેમાં એક પાત્રની ક્રૂરતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હોય. અભિનેતાના ચહેરા પર કોઈ વાસ્તવિક વ્યક્તિનો ફોટો મૂકીને, વીડિયોમાં ફેરફાર કરવામાં આવ્યો હોય.
  • કોઈ વ્યક્તિને શારીરિક સલામતી બાબતે ધમકી આપવી. આમાં પરોક્ષ ધમકીઓ શામેલ છે જેમ કે, “જ્યારે હું તને શનિવારે મળીશ, ત્યારે હું તને મારી નાખીશ.” આમાં શસ્ત્ર બતાવીને આડકતરી રીતે હિંસાની ધમકી આપતા નિવેદનો કરવા પણ શામેલ છે જેમ કે “તું હવે ધ્યાન રાખજે, હું તને જોઈ લઈશ”.
  • કોઈને વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી ખાનગી માહિતી જેમ કે ફોન નંબર, ઘરનું સરનામું અથવા ઇમેઇલ ઍડ્રેસ પોસ્ટ કરવું, જેથી તેમના તરફ અપમાનજનક ધ્યાન અથવા ટ્રાફિક દોરી શકાય. ઉદાહરણ તરીકે, એમ કહેવું કે, “મારી પાસે તેમનો ફોન નંબર છે. જ્યાં સુધી તેઓ ફોન ન ઉપાડે ત્યાં સુધી કૉલ અને મેસેજ કરતા રહો!”
  • ગેમમાં વૉઇસ ચૅટ મારફતે અથવા સ્ટ્રીમ દરમિયાન મેસેજ મારફતે, ઓળખી શકાય તેવી વ્યક્તિઓનું “લોકો સાથે મળીને અપમાન કરવું” અથવા દુર્ભાવનાપૂર્ણ રીતે અપમાન કરવા નિર્દેશિત કરવું.
  • વપરાશકર્તાઓને અન્ય નિર્માતાના કૉમેન્ટ વિભાગમાં અપમાનજનક કૉમેન્ટ કરવા નિર્દેશિત કરતું હોય.
  • અન્ય પ્લૅટફૉર્મ પરની એવી સાઇટ સાથે લિંક કરતું હોય કે જે સંમતિ મેળવ્યા વિનાની અંગત છબી હોસ્ટ અથવા પ્રદર્શિત કરે છે.
  • સંમતિ મેળવ્યા વિનાની અંગત છબી શેર કરવા માટે અન્ય વપરાશકર્તાઓનો સંપર્ક કરવાની વિનંતી કરતું હોય.
  • કટોકટી અથવા સંકટકાલીન સહાયતા સેવાઓને “ખોટા ફોન કરવા” અથવા અન્ય મજાકના કૉલ કરવા અથવા દર્શકોને આ રીતે અથવા કોઈ ઉત્પીડન કરનારું વર્તન કરવા પ્રોત્સાહિત કરવું.
  • વપરાશકર્તાઓ સાથે ધમકીપૂર્ણ વ્યવહાર કરતું હોય અથવા તેમને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતું હોય.
  • વીડિયો ગેમ કન્ટેન્ટ કે જેને કોઈ વ્યક્તિ વિરુદ્ધ હિંસાનો પ્રચાર કરવા માટે ડેવલપ કરવામાં કે સુધારવામાં આવ્યું હોય (“સુધારો કરેલું”).

યાદ રાખશો કે આ સૂચિ સંપૂર્ણ નથી. જો તમને લાગે કે કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે છે, તો તેને પોસ્ટ કરશો નહીં.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12585836086316572897
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false