YouTube પર સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક વિશેની મૂળભૂત બાબતો

આ લેખ સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક વિશે છે. કૉપિરાઇટ સ્ટ્રાઇક કે જે સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક કરતાં અલગ છે, તેના વિશે માહિતી શોધવા માટે, અમારી કૉપિરાઇટ સ્ટ્રાઇક વિશેની મૂળભૂત બાબતો પર જાઓ.

સમુદાયના દિશાનિર્દેશો YouTube પર વર્તન કરવાની રીતો માટેના નિયમો છે. લિંક સાથે દેખાતું અને ખાનગી કન્ટેન્ટ, કૉમેન્ટ, લિંક, સમુદાયની પોસ્ટ અને થંબનેલ સહિત અમારા પ્લૅટફૉર્મ પરના દરેક પ્રકારના કન્ટેન્ટ પર આ પૉલિસીઓ લાગુ થાય છે. આ સંપૂર્ણ સૂચિ નથી. જો તમારું કન્ટેન્ટ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે છે, તો તમારી ચૅનલને સ્ટ્રાઇક મળશે. 

નોંધ: અમે સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘન સિવાયના બીજા કારણો માટે કન્ટેન્ટને કાઢી નાખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, પ્રથમ પાર્ટીની પ્રાઇવસીને લગતી ફરિયાદ અથવા કોર્ટનો ઑર્ડર. આવા કેસમાં, તમારી ચૅનલને કોઈ સ્ટ્રાઇક મળશે નહીં.

સામાન્ય નિયમોનો ઉપયોગ કરીને કન્ટેન્ટ બનાવવું: YouTube સમુદાયના દિશાનિર્દેશો

જો તમે કોઈ સ્ટ્રાઇક મેળવો, ત્યારે શું થાય છે

જ્યારે તમને સ્ટ્રાઇક મળે છે ત્યારે તમને ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવે છે. તમે તમારા મોબાઇલ અને કમ્પ્યૂટર નોટિફિકેશન વડે અને તમારી ચૅનલના સેટિંગમાં પણ નોટિફિકેશન મેળવવાનું પસંદ કરી શકો છો. અમે તમને આ પણ જણાવીશું:

  • કયું કન્ટેન્ટ કાઢવામાં આવ્યું હતું
  • તેણે કઈ પૉલિસીઓનું ઉલ્લંઘન કર્યું હતું (ઉદાહરણ તરીકે ઉત્પીડન કે હિંસા)
  • તે તમારી ચૅનલને કેવી રીતે અસર કરે છે
  • આગળ તમે શું કરી શકો છો

જો તમારું કન્ટેન્ટ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે છે, તો તમારી ચૅનલને તે આ રીતે અસર કરી શકે છે:

ચેતવણી

અમે સમજીએ છીએ કે ભૂલો થાય છે અને તમે જાણી જોઈને અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરવાનો ઇરાદો ધરાવતા નથી — એટલા માટે જ પહેલા ઉલ્લંઘન વખતે સામાન્ય રીતે માત્ર ચેતવણી આપવામાં આવે છે. 90 દિવસ પછી આ ચેતવણીની સમયસીમા સમાપ્ત થવા માટે, તમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લઈ શકો છો. જોકે, 90 દિવસના આ સમયગાળામાં જો તમારા કન્ટેન્ટ દ્વારા ફરીથી આ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને કોઈ સ્ટ્રાઇક આપવામાં આવશે.

કેટલીક વખત કોઈ ચેતવણી આપ્યા વગર ગંભીર દુરુપયોગના એક કેસના કારણે ચૅનલ બંધ થઈ શકે છે. જો તમને લાગતું હોય કે અમે કોઈ ભૂલ કરી છે, તો તમે ચેતવણી સામે અપીલ કરી શકો છો.

પૉલિસી સંબંધી વૈકલ્પિક પ્રશિક્ષણો

પૉલિસી સંબંધી પ્રશિક્ષણ એ તમે કરેલા સમુદાયના ચોક્કસ દિશાનિર્દેશોના ઉલ્લંઘન પર આધારિત પ્રોડક્ટમાંના ટૂંકા શૈક્ષણિક અનુભવો છે. 

જો તમે સમુદાયના દિશાનિર્દેશો સંબંધિત કોઈ ચેતવણી મેળવો, તો તમે તમારા Studio એકાઉન્ટમાંથી સામાન્ય રીતે જ્યાં પણ તમારા પૉલિસીના ઉલ્લંઘનો ચેક કરતા હો, ત્યાંથી પૉલિસી સંબંધી પ્રશિક્ષણ ઍક્સેસ કરી શકો છો. આમાં Studio ડૅશબોર્ડ અને કન્ટેન્ટ ટૅબ શામેલ છે. તમે ઇમેઇલ અને બૅનર નોટિફિકેશનમાંથી પ્રશિક્ષણ ખોલવા માટેની લિંક પણ જોઈ શકશો. નોંધ: તમામ સમુદાયના દિશાનિર્દેશો સંબંધિત ચેતવણીઓ પૉલિસી સંબંધી પ્રશિક્ષણ માટે યોગ્યતા ધરાવતી નથી. 

જો તમે પૉલિસી સંબંધી કોઈ વૈકલ્પિક પ્રશિક્ષણ પૂર્ણ કરો, તો તમારી ચેતવણીની સમયસીમા 90 દિવસ પછી સમાપ્ત થઈ જશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમે હજી કોઈ ચેતવણી મેળવશો.

અમારી પૉલિસીઓના વારંવારના ઉલ્લંઘનો – અથવા ગંભીર દુરુપયોગનો એકમાત્ર કેસ – પણ તમારા એકાઉન્ટની સમાપ્તિમાં પરિણમી શકે છે. ભવિષ્યમાં આવા વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પ્રશિક્ષણો લેવાથી પણ રોકીશું.

પહેલી સ્ટ્રાઇક

જો અમારા ધ્યાને આવે કે તમારું કન્ટેન્ટ બીજીવાર અમારી પૉલિસીઓનું પાલન કરતું નથી, તો તમને સ્ટ્રાઇક મળશે.

આ સ્ટ્રાઇકનો અર્થ છે કે તમને 1 અઠવાડિયા સુધી નીચેની બાબતો કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં:

  • વીડિયો કે લાઇવ સ્ટ્રીમ અપલોડ કરવાની
  • શેડ્યૂલ કરેલું કોઈ લાઇવ સ્ટ્રીમ શરૂ કરવાની
  • સાર્વજનિક કરવા માટે કોઈ વીડિયો શેડ્યૂલ કરવા દેવામાં આવશે નહીં
  • પ્રિમિયર બનાવવા દેવામાં આવશે નહીં
  • આગામી પ્રિમિયર કે લાઇવ સ્ટ્રીમનું ટ્રેલર ઉમેરવા દેવામાં આવશે નહીં
  • કસ્ટમ થંબનેલ કે સમુદાય પોસ્ટ બનાવવા દેવામાં આવશે નહીં
  • પ્લેલિસ્ટમાં સહયોગીઓ બનાવવા દેવામાં આવશે નહીં, તેમાં ફેરફાર કરવા દેવામાં આવશે નહીં કે તેને ઉમેરવા દેવામાં આવશે નહીં
  • “સાચવો” બટન વાપરીને જોવાના પેજમાં પ્લેલિસ્ટ ઉમેરવા કે કાઢવા દેવામાં આવશે નહીં

દંડના સમયગાળા માટે તમારું શેડ્યૂલ કરેલું સાર્વજનિક કન્ટેન્ટ "ખાનગી" પર સેટ કરવામાં આવે છે. સુવિધા થોભાવવાની અવધિ સમાપ્ત થવા પર તમારે તેને ફરીથી શેડ્યૂલ કરવું જરૂરી રહેશે.

નોંધ: સ્વીકૃતિની તારીખથી પેનલ્ટી શરૂ થાય છે.

1 અઠવાડિયાના સમયગાળા પછી, અમે ઑટોમૅટિક રીતે બધા લાભ રિસ્ટોર કરીએ છીએ, પરંતુ તમારી ચૅનલ પર સ્ટ્રાઇક 90 દિવસ માટે લાગુ રહે છે.

કોઈ સ્ટ્રાઇકને કારણે વિગતવાર સુવિધાઓનો ઍક્સેસ પણ તમે ગુમાવી શકો છો. ઍક્સેસ ફરીથી મેળવવાની રીત વિશે વધુ જાણો.

બીજી સ્ટ્રાઇક

જો તમે તમારી પ્રથમ સ્ટ્રાઇકના 90 દિવસના સમયગાળાની અંદર બીજી સ્ટ્રાઇક મેળવો છો, તો તમને 2 અઠવાડિયા સુધી કન્ટેન્ટ પોસ્ટ કરવા દેવામાં આવશે નહીં. જો બીજી કોઈ સમસ્યાઓ નહીં હોય, તો 2 અઠવાડિયાનો સમયગાળો પૂરો થયા પછી, અમે ઑટોમૅટિક રીતે બધા લાભ રિસ્ટોર કરીશું. દરેક સ્ટ્રાઇક કર્યાના સમયથી તે 90 દિવસ સુધી તેનો સમય સમાપ્ત થશે નહીં.

ત્રીજી સ્ટ્રાઇક

90 દિવસના એક જ સમયગાળામાં 3 સ્ટ્રાઇક આવવાના કારણે YouTube પરથી તમારી ચૅનલને કાયમી રીતે કાઢવામાં આવે છે. દરેક સ્ટ્રાઇક કર્યાના સમયથી તે 90 દિવસ સુધી તેનો સમય સમાપ્ત થશે નહીં.

નોંધ: તમારું કન્ટેન્ટ ડિલીટ કરવાથી તમારી સ્ટ્રાઇક કાઢવામાં આવશે નહીં. અમે ડિલીટ કરેલા કન્ટેન્ટ પર સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક પણ આપી શકીએ છીએ. તમે અમારી પ્રાઇવસી પૉલિસીમાં જઈને ડિલીટ કરેલું કન્ટેન્ટ અમે ક્યારે જાળવી રાખીએ છીએ, તેના વિશે વધુ જાણી શકો છો.

જો તમારા આધિકારિક કલાકારની ચૅનલને સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક મળે છે, તો ચૅનલને સસ્પેન્ડ કરવામાં આવશે અને તે સ્ટૅન્ડર્ડ ચૅનલ બની જાય છે. વધુ જાણો.

તમને સ્ટ્રાઇક મળે ત્યારે તમારે શું કરવું જોઈએ

અમે YouTubeનો સાથ જાળવવામાં તમારી સહાય કરવા ઇચ્છીએ છીએ, તેથી નીચેની બાબતો કરવાનું યાદ રાખો:

  1. તમારું કન્ટેન્ટ અમારી પૉલિસીઓનું પાલન કરે છે કે નહીં, તેની ખાતરી કરવા માટે અમારા સમુદાયના દિશાનિર્દેશો વિશે જાણો.
  2. જો તમારી ચૅનલને સ્ટ્રાઇક મળી હોય અને તમને લાગતું હોય કે અમે ભૂલ કરી છે, તો અમને જણાવો. તમે અહીં નિર્ણય વિરુદ્ધ અપીલ કરી શકો છો.

YouTube નિર્માતાને તેની વિવેકબુદ્ધિથી કન્ટેન્ટ બનાવવાની તેની ક્ષમતાને નિયંત્રિત કરવાનો અધિકાર પણ આરક્ષિત રાખે છે. તમારી ચૅનલ માટે YouTubeની કોઈ પણ સુવિધા બંધ કરી શકાય છે કે તેના પર પ્રતિબંધ મૂકી શકાય છે.

જો આવું થાય છે, તો આ પ્રતિબંધોથી બચવા માટે બીજી ચૅનલ વાપરવા, બનાવવા કે તેને પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તમારી YouTube ચૅનલ પર જ્યાં સુધી પ્રતિબંધ રહે છે ત્યાં સુધી આ પ્રતિબંધ લાગુ પડે છે. અમારી સેવાની શરતો હેઠળ આ પ્રતિબંધના ઉલ્લંઘનને રનઅરાઉન્ડ માનવામાં આવે છે અને તેના કારણે તમારી હાલની બધી YouTube ચૅનલ, તમે જે કોઈ નવી ચૅનલ બનાવો કે પ્રાપ્ત કરો છો અને જે ચૅનલમાં તમને બતાવવામાં આવ્યા હોય કે તમને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય, તેને સમાપ્ત કરી શકાય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14654639606523719401
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false