ઈજાકારક અથવા જોખમી કન્ટેન્ટ સંબંધિત પૉલિસી

જોખમી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતું કન્ટેન્ટ, જેમાં ગંભીર શારીરિક ઈજા કે મૃત્યુનું જોખમ રહેલું હોય, એવા કન્ટેન્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી.
 
જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો

 

સીધા આ લેખના વિશિષ્ટ વિભાગ પર જાઓ:

મહત્ત્વપૂર્ણ: આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, કૉમેન્ટ, લાઇવ સ્ટ્રીમ અને YouTubeની કોઈપણ અન્ય પ્રોડક્ટ અથવા સુવિધા પર લાગુ થાય છે. આ પૉલિસીઓ તમારા કન્ટેન્ટમાં સમાવેશ કરેલી બાહ્ય લિંક પર પણ લાગુ થાય છે. આમાં ક્લિક કરી શકાય એવા URLs, વીડિયોમાં બોલીને વપરાશકર્તાઓને અન્ય સાઇટ પર જવા માટે કહેવું તેમજ અન્ય સ્વરૂપોનો સમાવેશ છે.

ઈજાકારક અથવા જોખમી કન્ટેન્ટ સંબંધિત પૉલિસી

આ પૉલિસીનું તમારા માટે શું મહત્ત્વ છે

નોંધ: નીચે આપેલી સૂચિ અધૂરી છે. જો તમે માનતા હો કે તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે છે, તો તેને પોસ્ટ ન કરશો.
આ કન્ટેન્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી:

ઈજાકારક અથવા જોખમી કૃત્યો, ચૅલેન્જ અને મજાક

  • અત્યંત જોખમી ચૅલેન્જ: ચૅલેન્જ કે જેમાં તરત શારીરિક ઈજા થવાનું જોખમ હોય.
  • જોખમી અથવા ધમકાવતી મજાક: મજાક કે જે તેનો ભોગ બનેલી વ્યક્તિને તાત્કાલિક ગંભીર શારીરિક જોખમના ભયમાં મૂકે છે અથવા સગીરોમાં ગંભીર ભાવનાત્મક તણાવ પેદા કરે છે.
  • ઈજાકારક અથવા જોખમી કૃત્યો: પુખ્ત વયની વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા કૃત્યો જેમાં શારીરિક ઈજા કે મૃત્યુનું ગંભીર જોખમ રહેલું હોય.
  • જોખમી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સગીરો: સગીરોની ભાવનાત્મક અને શારીરિક સુખાકારીને જોખમમાં મૂકી શકે તેવું કન્ટેન્ટ. વધુ માહિતી માટે, અમારી બાળ સુરક્ષા પૉલિસીને રિવ્યૂ કરો.

શસ્ત્ર વિષયક કન્ટેન્ટ

  • હત્યા કરવાની અથવા ઈજા પહોંચાડવાની સૂચનાઓ: દર્શકોને અન્ય લોકોની હત્યા કરવાની અથવા ગંભીર ઈજા પહોંચાડવાના ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિઓ કરવાની રીત બતાવતી હોય અથવા કહેતી હોય તેવી સૂચનાઓ.
  • વિસ્ફોટકો: અન્ય લોકોને ઈજા પહોંચાડવા કે મારી નાખવા માટે ઉદ્દેશિત વિસ્ફોટક ડિવાઇસ કે સંયોજનો બનાવવાની સૂચનાઓ આપવી.
  • હથિયારો: વધુ માહિતી માટે અમારી હથિયારો સંબંધિત પૉલિસીને રિવ્યૂ કરો.

ડિજિટલ સુરક્ષાવાળું કન્ટેન્ટ

  • સૂચનાલક્ષી ચોરી: વાસ્તવિક સામાન ચોરવા અથવા કશુંક મફતમાં મેળવવાના સ્પષ્ટ ઉદ્દેશ્યથી પોસ્ટ કરેલા સૂચનાલક્ષી ચોરીના વીડિયો.
  • હૅકિંગ: લૉગ ઇન વિગતોની ચોરી કરવા, વ્યક્તિગત ડેટામાં ચેડાં કરવા અથવા અન્ય લોકોને ગંભીર નુકસાન પહોંચાડવાના હેતુથી કમ્પ્યૂટર અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની રીતનો ડેમો આપવો.
  • ડિજિટલ કન્ટેન્ટ અથવા સેવાઓની ચુકવણી બાયપાસ કરવી: દર્શકોને સામાન્ય રીતે જેની ચુકવણી કરવી જરૂરી હોય તેવા કન્ટેન્ટ, સૉફ્ટવેર અથવા સેવાઓનો અનધિકૃત ઍક્સેસ મેળવવાની રીત બતાવતું કન્ટેન્ટ.
  • ફિશિંગ: દર્શકોને છેતરીને કોઈ વ્યક્તિને ઓળખાવી શકે એવી અંગત માહિતી મેળવવાની રીત માટેની સૂચનાઓ મેળવવાનો કે આપવાનો પ્રયાસ કરતું કન્ટેન્ટ.
    • ક્રિપ્ટોફિશિંગ: ફિશિંગ સ્કીમના ભાગ રૂપે ક્રિપ્ટોકરન્સી અથવા ક્રિપ્ટોકરન્સી-સંબંધિત વૉલેટની વિગતો માટેની વિનંતીઓ.

ગેરકાનૂની કે પ્રતિબંધિત સામાન અથવા સેવાઓ

ઈજાકારક અથવા જોખમી કન્ટેન્ટના ઉદાહરણો

અહીં ઈજાકારક અને જોખમી કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો છે કે જેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. 

નોંધ: નીચે આપેલી સૂચિ અધૂરી છે.

અંત્યત જોખમી ચૅલેન્જ

  • ગૂંગળામણ: એવી કોઈપણ પ્રવૃત્તિ કે જેના કારણે શ્વાસ રુંધાય અથવા ગૂંગળામણ થાય. ઉદાહરણોમાં આનો સમાવેશ થાય છે:
    • શ્વાસ રુંધાવાની, ડૂબવાની અથવા લટકવાની રમતો
    • અખાદ્ય વસ્તુઓ ખાવી
  • શસ્ત્રોનો દુરુપયોગ: સાવચેતીના યોગ્ય પગલાંને અનુસર્યા વિના અથવા શારીરિક નુકસાન પહોંચાડે તે રીતે બંદૂકો અથવા છરીઓ જેવા શસ્ત્રોનો ઉપયોગ કરવો. ઉદાહરણોમાં "નો લૅકિન" ચૅલેન્જનો સમાવેશ થાય છે.
  • નુકસાનકારક પદાર્થોનું સેવન: બીમારી અથવા ઝેર ચડવાનું કારણ બની શકે તેવા ખાઈ ન શકાય તેવા પદાર્થો ખાવા, તેનો ઉપભોગ કરવો અથવા શરીરમાં દાખલ કરવા. ઉદાહરણોમાં ડિટર્જન્ટ ખાવાની ચૅલેન્જનો સમાવેશ થાય છે.
  • દાઝવું, બરફની જેમ જામી જવું અને વીજળીથી મૃત્યુ થવું: ગંભીર રીતે દાઝવાના, બરફની જેમ જામી જવાના અથવા વીજળીથી મૃત્યુ થવાના ગંભીર જોખમવાળી પ્રવૃત્તિઓ. ઉદાહરણોમાં આગની ચૅલેન્જ અને ગરમ પાણીની ચૅલેન્જનો સમાવેશ થાય છે.
  • અંગછેદન અને રૂક્ષ ઈજાનો ગંભીર આઘાત: ઉદાહરણોમાં આનો સમાવેશ થાય છે:
    • સ્વ-અંગછેદન
    • સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય નિયમોની ઉપેક્ષા કરવી
    • પડવું, ઈજા, અથડામણ, રૂક્ષ ઈજાનો ગંભીર આઘાત અથવા કચડી નાખવું
  • બાળકોને દર્શાવતી ચૅલેન્જ: ઉદાહરણોમાં સગીરોને દર્શાવતા કન્ટેન્ટનો સમાવેશ થાય છે:
    • દારૂનું સેવન
    • વેપરાઇઝર, ઇ-સિગરેટ, તમાકુ અથવા ગાંજાનો ઉપયોગ કરવો
    • આતશબાજીનો દુરુપયોગ કરવો

નોંધ: અમે શૈક્ષણિક કે દસ્તાવેજી સંદર્ભ ધરાવતા કન્ટેન્ટ પર વય-મર્યાદા લાગુ કરી શકીએ છીએ.

જોખમી અથવા ધમકી આપતી મજાકો

  • ઇરાદાપૂર્વક શારીરિક ઈજા પહોંચાડવી: બિનશંકાસ્પદ મજાકના પીડિતોને શારીરિક ઈજા પહોંચાડવી. ઉદાહરણોમાં આનો સમાવેશ થાય છે:
    • મુક્કા વડે પ્રહાર કરવા
    • ભોજન અથવા પીણાંમાં રેચક પદાર્થો ઉમેરવા
    • વીજળીથી મૃત્યુ થવાની મજાક કરવી
  • કોઈને તાત્કાલિક જોખમમાં હોવાનો અનુભવ કરાવવો: લોકોને કોઈ શારીરિક ઈજાનું જોખમ ન હોવા છતાં પણ તેમને વાસ્તવિક જોખમ હોવાનો અનુભવ કરાવવા માટે તેમની સાથે યુક્તિ કરવી. ઉદાહરણોમાં આનો સમાવેશ થાય છે:
    • શસ્ત્રો વડે ધમકી આપવી
    • બોમ્બનો ભય
    • ખોટા ફોન કરવા અથવા ઇમર્જન્સી નંબર 911 પર નકલી પર કૉલ કરવા
    • ઘર પર આક્રમણો અથવા લૂંટની નકલી ઘટનાઓ
    • નકલી અપહરણ
  • સગીરોમાં ભાવનાત્મક તણાવ: કોઈપણ મજાક કે જે બાળકો અથવા જોખમમાં હોય એવા અન્ય લોકોમાં ભાવનાત્મક તણાવનું કારણ બનતી હોય. ઉદાહરણોમાં આનો સમાવેશ થાય છે:
    • નકલી મૃત્યુ અથવા આત્મહત્યા
    • નકલી હિંસા
    • માતાપિતા અથવા સારસંભાળ રાખનાર બાળકને છોડી દેશે એવો ઢોંગ કરવો
    • માતાપિતા અથવા સારસંભાળ રાખનારને કહી સંભળાવીને બાળકનું શોષણ કરતા અથવા શરમજનક સ્થિતિમાં મૂકતા બતાવવું

નોંધ: અમે પુખ્ત વયના લોકોનો સમાવેશ કરતા અને અમારી પૉલિસીનું ઉલ્લંઘન ન કરતા મજાકના કન્ટેન્ટ પર વય-મર્યાદા લાગુ કરી શકીએ છીએ.

ઈજાકારક અથવા જોખમી કૃત્યો

  • ગંભીર ઈજા અથવા મૃત્યુનું જોખમ હોવું: શ્વાસ રુંધાવાથી મૃત્યુ અથવા વીજળીથી મૃત્યુ જેવા, જોખમી ચૅલેન્જ હેઠળ સૂચિબદ્ધ થયેલી કૅટેગરીમાં, પુખ્ત વયના લોકોને ગંભીર શારીરિક ઈજા અથવા મૃત્યુ થવાનું જોખમ બતાવતું વર્તન.
  • અત્યંત જોખમી ડ્રાઇવિંગ: મોટર વાહનનો એ રીતે ઉપયોગ કરવો જે ડ્રાઇવર અથવા અન્ય લોકોને ગંભીર ઈજા કે મૃત્યુ થવાનું તાત્કાલિક જોખમ દર્શાવે. ઉદાહરણોમાં આનો સમાવેશ થાય છે:
    • સામે આવતા ટ્રાફિકમાં અત્યંત ઝડપથી ઇરાદાપૂર્વક ધસી જતા મોટરસાયક્લિસ્ટનું સેલ ફોનનું ફૂટેજ. વૉઇસઓવર કહે છે "વાહ, કેટલું ક્રેઝી!”
    • પગે ચાલનારા લોકો માટેના રસ્તા પર અત્યંત ઝડપથી કાર હંકારવી.

ઈજા પહોંચાડવાની સૂચનાઓ

  • બૉમ્બ બનાવવો: અન્ય લોકોને ઈજા પહોંચાડે અથવા મારી નાખે તેવા બૉમ્બ બનાવવાની રીત દર્શકોને બતાવવી. ઉદાહરણોમાં આનો સમાવેશ થાય છે:
    • પાઇપ બૉમ્બ
    • પૅકેજ બોમ્બ
    • વિસ્ફોટકથી ભરેલો જેકેટ બોમ્બ
    • વિસ્ફોટકથી ભરેલો બોટલ બૉમ્બ
  • બાળકોને સંડોવતી હિંસા: બાળકો વચ્ચે કોઈપણ વાસ્તવિક લડાઈ અથવા હિંસા. વધુ માહિતી માટે, અમારી બાળ સુરક્ષા પૉલિસીને રિવ્યૂ કરો.

નોંધ: અમે દસ્તાવેજી કે શૈક્ષણિક સંદર્ભ ધરાવતા કન્ટેન્ટ પર વય-મર્યાદા લાગુ કરી શકીએ છીએ.

વય-મર્યાદાવાળું કન્ટેન્ટ

નોંધ: નીચે આપેલી સૂચિ અધૂરી છે.
કેટલીક વખત કન્ટેન્ટ અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતું નથી, પણ તે 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય ન હોય તેમ બને. જ્યારે અમે કન્ટેન્ટ પર વય-મર્યાદા લાગુ કરીએ અથવા તેને કાઢી નાખીએ, ત્યારે અમે નીચે જણાવેલાને ધ્યાને લઈ શકીએ છીએ. જો કન્ટેન્ટ જોખમી વર્તનને ઉશ્કેરતું હોય કે તેની ઉજવણી કરતું હોય, તો “ઘરે આ પ્રયાસ કરવો નહીં” કહેવાથી તે અપવાદ બની શકે નહીં.
  • વિવાદિત કૃત્ય ગંભીર ઈજા અથવા મૃત્યુનું કારણ બની શકે છે.
  • કૃત્યમાં ભાગ લેનાર વ્યક્તિઓ પ્રશિક્ષિત વ્યવસાયિકો હોય અને ઈજાને અટકાવવા માટે સાવચેતીઓ લે છે.
  • સગીરો આ કૃત્યની સરળતાથી નકલ કરી શકે છે.
  • કન્ટેન્ટનો પ્રકાર શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક છે.
  • કૃત્યને હતોત્સાહિત કરતી કૉમેન્ટરી છે.
  • દર્શક કહી શકે છે કે કૃત્ય વાસ્તવિક છે કે બનાવટી.

વય-મર્યાદાવાળું કન્ટેન્ટ અને કેવી રીતે વય-મર્યાદિત વીડિયો જોવા તે વિશે જાણકારી મેળવો.

વય-મર્યાદાવાળા કન્ટેન્ટના ઉદાહરણો

  • મજાકવાળું કન્ટેન્ટ જે પુખ્ત વયના લોકોને અત્યધિક નકલી લોહીનો કે ભયાનક નકલી ઈજાનો ઉપયોગ કરતા હોવાનું દર્શાવે.
  • ચૅલેન્જ માટેનો ઉત્સાહ ભંગ કરતી કોઈપણ કૉમેન્ટરી વિના જોખમી ચૅલેન્જનો પ્રતિક્રિયાનો વીડિયો.
  • આતશબાજીનો દુરુપયોગ કરતા પુખ્ત વયના લોકોને બતાવતું કન્ટેન્ટ.
  • નાની વયના દર્શકો સહેલાઈથી નકલ કરી શકે તેવી અનિયંત્રિત રીતે ધડાકા કરીને ગંભીર ઈજાનું જોખમ લેતા પુખ્ત વયના લોકો બતાવતું કન્ટેન્ટ.

શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક કન્ટેન્ટ

કેટલીક વખત, એવું કન્ટેન્ટ કે જે અન્યથા આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું જણાઈ શકે તે શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા અને કલાત્મક (EDSA) સંદર્ભ ધરાવતું હોય તો તેને YouTube પર રાખવાની મંજૂરી આપવામાં આવે છે. YouTube EDSA કન્ટેન્ટનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે તે વિશે જાણો.

નોંધ: કેટલાક કિસ્સાઓમાં, EDSA કન્ટેન્ટ પર વય-પ્રતિબંધ લાગુ થયો હોઈ શકે છે. કેટલાક કન્ટેન્ટમાં EDSA સંદર્ભ ઉમેરેલો હોવા છતાં પણ તેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી, જેમ કે પ્રિસ્ક્રિપ્શન વિના ડ્રગ અથવા પ્રતિબંધિત ઔષધિઓનું વેચાણ કરતું કન્ટેન્ટ.

EDSA કન્ટેન્ટના ઉદાહરણો

  • શ્વાસ રુંધાવાની રમતોના જોખમો વિશેના ટચુકડા ન્યૂઝ યોગ્ય હશે, પરંતુ તેને સમાન દસ્તાવેજીના સંદર્ભ વિનાની ક્લિપ પોસ્ટ કરવી યોગ્ય ન હોઈ શકે.
  • વીડિયો કે જેમાં વ્યાવસાયિક સ્ટન્ટ કરનાર વ્યક્તિ મોટરસાઇકલ પરથી જોખમી કૂદકો મારે જે દર્શકોને તૈયારી કરતી વખતે લેવાયેલી સુરક્ષાની સાવચેતીઓ, જેમ કે સ્થળ પર ઇમર્જન્સી માટે તબીબી વ્યક્તિની હાજરી અને સુરક્ષાત્મક સાધનનો ઉપયોગ, બતાવે છે.
  • દસ્તાવેજી ફિલ્મ જે વિશિષ્ટ સમુદાયમાં ડ્રગના ઉપયોગની અસર બતાવે છે, કે જે દર્શકોને ડ્રગનો વપરાશ બતાવતી વખતે દર્શકોને ડ્રગનો ઉપયોગ કરવા વિશે ભય બતાવી ખાળે છે અને તેને બનાવવાની કે ખરીદવાની રીત વિશેની માહિતી આપતી નથી.
  • વીડિયો કે જે દર્શકોને સુરક્ષિત ડ્રાઇવિંગ પદ્ધતિઓ અથવા વાહનની સુરક્ષાની સુવિધાઓ વિશે શિક્ષિત કરવા માટે નિયંત્રિત વાતાવરણમાં ભયજનક ડ્રાઇવિંગ અથવા વાહનનો કચ્ચરઘાણ બતાવે છે.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

અમારા બાકીના સમુદાયના દિશાનિર્દેશો વિશે પોતાને માહિતગાર કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1414727856781353913
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false