કૉપિરાઇટ શું છે?

ઘણા દેશોમાં, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ઑરિજિનલ કાર્ય બનાવે છે જે ભૌતિક માધ્યમમાં સ્થિર હોય છે, ત્યારે તેઓ ઑટોમેટિક રીતે કાર્યના કૉપિરાઇટની માલિકી ધરાવે છે. કૉપિરાઇટના માલિક તરીકે, તેમની પાસે કાર્યનો ઉપયોગ કરવાનો એકમાત્ર અધિકાર રહે છે. મોટાભાગે, ફક્ત કૉપિરાઇટના માલિક જ કહી શકે છે કે અન્ય કોઈને કાર્યનો ઉપયોગ કરવાની પરવાનગીઓ છે કે નહીં. 

કામના કયા પ્રકારો કૉપિરાઇટને આધીન છે?
  • ટીવી શો, મૂવી અને ઑનલાઇન વીડિયો જેવા ઑડિયોવિઝ્યુઅલ વર્ક
  • સાઉન્ડ રેકોર્ડિંગ અને સંગીતની રચનાઓ
  • લેકચર, લેખો, પુસ્તકો અને સંગીતની રચનાઓ જેવા લેખિત કાર્યો
  • પેઇન્ટિંગ, પોસ્ટર અને જાહેરાતો જેવા વિઝ્યુઅલ કાર્યો
  • વીડિયો ગેમ અને કમ્પ્યૂટર સૉફ્ટવેર
  • નાટકો અને સંગીત જેવા નાટકીય કાર્યો

આઇડિયા, તથ્યો, અને પ્રક્રિયાઓ કૉપિરાઇટને આધીન નથી. કૉપિરાઇટ કાયદા અનુસાર, કૉપિરાઇટ સુરક્ષા માટે યોગ્ય બનવા માટે સર્જનાત્મક હોવું જોઈએ અને તે સ્ટોરેજના વાસ્તવિક માધ્યમમાં સ્થિર હોવું જોઈએ. નામ અને શીર્ષકો પોતે જ કૉપિરાઇટને આધીન નથી હોતા.

હું ઉલ્લંઘન કર્યા વગર કૉપિરાઇટ-સંરક્ષિત કાર્યનો ઉપયોગ કરી શકું?

જેમ કે ઉચિત ઉપયોગ અને ઉચિત વ્યવહાર, અથવા કોઈ અન્યના કન્ટેન્ટનો ઉપયોગ કરવાની પરવાનગી મેળવીને, જેવા કૉપિરાઇટ અપવાદોના કિસ્સામાં, ઉલ્લંઘન કર્યા વિના કૉપિરાઇટ-સંરક્ષિત કન્ટેન્ટનો ઉપયોગ કરવો શક્ય છે.

જો તમે તમારા વીડિયોમાં કોઈ બીજાના મ્યુઝિકનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં હો તો મ્યુઝિકનો ઉપયોગ કરવાના તમારા વિકલ્પો વિશે વધુ જાણો:

Options for using music in your videos

 

ઉપરાંત, કેટલાક કન્ટેન્ટ નિર્માતાઓ ક્રિએટિવ કૉમન્સ લાઇસન્સ તરીકે ઓળખાતી અમુક આવશ્યકતાઓ સાથે પુનઃઉપયોગ માટે તેમના કાર્યને ઉપલબ્ધ કરાવવાનું પસંદ કરે છે.

શું YouTube કૉપિરાઇટની માલિકી નક્કી કરી શકે છે?

નહીં. YouTube માલિકીના અધિકારના વિવાદોમાં મધ્યસ્થતા કરી શકતું નથી. જ્યારે અમને કૉપિરાઇટ કાઢી નાખવાની સંપૂર્ણ અને માન્ય વિનંતી, મળે છે ત્યારે અમે કાયદાની જરૂરિયાત મુજબ કન્ટેન્ટને દૂર કરીએ છીએ. જ્યારે અમને માન્ય પ્રતિવાદ મળે છે ત્યારે અમે તેને દૂર કરવાની વિનંતી કરનાર વ્યક્તિને મોકલીએ છીએ. ત્યારબાદ, કોર્ટમાં આ સમસ્યાને ઉકેલવાનું શામેલ પાર્ટીઓ પર નિર્ભર છે.

શું કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક સમાન છે?

ના. કૉપિરાઇટ માત્ર બૌદ્ધિક સંપદાનું એક સ્વરૂપ છે. તે ટ્રેડમાર્ક જેવું જ નથી, જે બ્રાંડના નામો, સૂત્રો, લોગો અને અન્ય સ્રોત ઓળખકર્તાઓને અમુક હેતુઓ માટે અન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાથી રક્ષણ આપે છે. કૉપિરાઈટ પેટન્ટ કાયદાથી પણ અલગ છે, જે શોધને રક્ષણ આપે છે.

ટ્રેડમાર્ક અથવા અન્ય કાયદાનું ઉલ્લંઘન કરતા વીડિયો માટે YouTube એક અલગ કાઢી નાખવાની પ્રક્રિયા ઑફર કરે છે.

કૉપિરાઇટ અને પ્રાઇવસી વચ્ચે શું તફાવત છે?

તમે વીડિયો, છબી અથવા ઑડિયો રેકોર્ડિંગમાં દેખાઓ છો એનો અર્થ એમ નથી કે તમે તેના કૉપિરાઇટની માલિકી ધરાવો છો. ઉદાહરણ તરીકે, જો તમારા મિત્રએ તમારા બંને વચ્ચેની વાતચીતનું ફિલ્માંકન કર્યું હોય, તો તેઓ તે વીડિયો રેકોર્ડિંગના કૉપિરાઇટની માલિકી ધરાવશે. તમે બંને જે શબ્દો બોલી રહ્યા છો તે વીડિયોથી અલગ કૉપિરાઇટને આધીન નથી, સિવાય કે તે અગાઉથી નિર્ધારિત કરવામાં આવ્યા હોય.

જો તમારા મિત્ર અથવા અન્ય કોઈ વ્યક્તિએ તમારી પરવાનગી વિના તમારો વીડિયો, છબી અથવા રેકોર્ડિંગ અપલોડ કર્યું હોય અને તમને લાગે કે તે તમારી પ્રાઇવસી અથવા સલામતીનું ઉલ્લંઘન કરે છે, તો તમે પ્રાઇવસીને લગતી ફરિયાદ દાખલ કરવાનું વિચારી શકો છો.

કૉપિરાઇટ અંગેની સામાન્ય માન્યતાઓ

કૉપિરાઇટ વિશે અને તે YouTube પર કેવી રીતે કાર્ય કરે છે તે વિશેની કેટલીક સામાન્ય ગેરસમજો નીચે પ્રમાણે છે. ધ્યાનમાં રહે કે અહીં જણાવેલી કોઈ માન્યતા કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી અથવા Content IDના દાવાઓથી તમારું કન્ટેન્ટ સુરક્ષિત રહેશે નહીં:

માન્યતા 1: કૉપિરાઇટના માલિકને ક્રેડિટ આપવાનો અર્થ છે કે તમે તેમના કન્ટેન્ટનો ઉપયોગ કરી શકો છો

કૉપિરાઇટના માલિકને ક્રેડિટ આપવાથી તમને તેમના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કાર્યનો ઉપયોગ કરવાનો અધિકાર ઑટોમેટિક રીતે મળી જતો નથી. તમે તમારા વીડિયોને YouTube પર અપલોડ કરો તે પહેલાં તમારે ખાતરી કરવી જરૂરી છે કે તમે તમારા વીડિયોના તમામ કૉપિરાઇટ-સંરક્ષિત એલિમેન્ટના તમામ જરૂરી અધિકારો સુરક્ષિત કરી લીધા છે.

ઉચિત ઉપયોગ અથવા ઉચિત વ્યવહાર વગેરેમાં જો તમે માનતા હો કે કૉપિરાઇટ-સંરક્ષિત કન્ટેન્ટનો તમારો ઉપયોગ કૉપિરાઇટ અપવાદ તરીકે લાયક છે, તો ધ્યાન રહે કે, જો તમે કોઈના કૉપિરાઇટ કરેલા કાર્યમાં ઑરિજિનલ કન્ટેન્ટ ઉમેરો તો પણ તમારો વીડિયો કૉપિરાઇટના અપવાદ માટે યોગ્ય ન હોઈ શકે. તમે અપલોડ કરો તે પહેલાં, તમારા કન્ટેન્ટનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવાની ખાતરી કરો અને જો જરૂરી હોય તો કાનૂની સલાહ મેળવો.

માન્યતા 2: "બિન-લાભકારી"નો દાવો કરવાનો અર્થ છે કે તમે કોઈપણ કન્ટેન્ટનો ઉપયોગ કરી શકો છો

કૉપિરાઇટ-સંરક્ષિત કાર્યમાંથી પૈસા કમાવવાનો પ્રયાસ ન કરવો તેનાથી કૉપિરાઇટના દાવાને રોકી શકાતા નથી. ઉદાહરણ તરીકે, તમારા અપલોડને "માત્ર મનોરંજનના હેતુઓ માટે" અથવા "બિન-લાભકારી" તરીકે જાહેર કરવું, વગેરે પૂરતું નથી.

જ્યારે ઉચિત ઉપયોગ અથવા ઉચિત વ્યવહાર જેવા કૉપિરાઇટ અપવાદોની વાત આવે છે, ત્યારે કોર્ટ કૉપિરાઇટ અપવાદ તરીકે લાયક છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે તમારા ઉપયોગના હેતુને કાળજીપૂર્વક જોશે. ઉદાહરણ તરીકે, “બિન-લાભકારી” ઉપયોગો ઉચિત ઉપયોગના વિશ્લેષણની તરફેણમાં છે, પરંતુ તેનાથી ઑટોમૅટિક રીતે બચાવ થતો નથી.

માન્યતા 3: અન્ય નિર્માતાઓ તેમ કરે છે, તેથી તમે પણ તેમ કરી શકો છો

જો તમે જે અપલોડ કર્યા હોય તેના જેવા જ દેખાતા વીડિયો સાઇટ પર હોય તો પણ, તેનો અર્થ એ નથી કે તમારી પાસે પણ કન્ટેન્ટ પોસ્ટ કરવાનો અધિકાર છે.

કેટલીકવાર, કૉપિરાઇટના માલિક તેમના કેટલાક કાર્યોને અમારી સાઇટ પર દેખાવા માટે અધિકૃત કરે છે, પરંતુ બધા તેમ કરતા નથી. બીજી બાજુ, એકદમ સરખા વીડિયો વિવિધ કૉપિરાઇટના માલિકોની માલિકીના હોય છે અને એક પરવાનગી આપે છે જ્યારે બીજો ન આપે.

માન્યતા 4: તમે iTunes, CD અથવા DVD પર ખરીદેલા કન્ટેન્ટનો ઉપયોગ કરી શકો છો

તમે કન્ટેન્ટ ખરીદ્યું છે માત્ર એ કારણે તેનો અર્થ એમ નથી કે તમે તેને YouTube પર અપલોડ કરવાના અધિકારો ખરીદ્યા છે. જો તમે કૉપિરાઇટના માલિકની ક્રેડિટ આપો અને પોસ્ટ કરેલા વીડિયોમાં તમે ખરીદેલું કન્ટેન્ટ શામેલ હોય તેમ છતાં કૉપિરાઇટ કાયદાનું ઉલ્લંઘન થઈ શકે છે.

માન્યતા 5: તમે ટીવી, મૂવી થિયેટર અથવા રેડિયો પરથી જાતે રેકોર્ડ કરેલા કન્ટેન્ટમાં કોઈ વાંધો નથી

તમે જાતે કંઈક રેકોર્ડ કર્યું હોવાનો અર્થ એ નથી કે તમે તેને YouTube પર અપલોડ કરવાના તમામ અધિકારો ધરાવો છો. જો તમે જે રેકોર્ડ કર્યું હોય તેમાં કૉપિરાઇટ કરેલા મ્યુઝિકને બૅકગ્રાઉન્ડમાં વગાડવામાં આવે જેમાં અન્યના કૉપિરાઇટ-સંરક્ષિત કન્ટેન્ટનો સમાવેશ થાય તો તમારે હજી પણ કૉપિરાઇટના માલિકો પાસેથી પરવાનગી મેળવવાની જરૂર પડશે.

માન્યતા 6: "કોઈ કૉપિરાઇટના ઉલ્લંઘનનો ઈરાદો ન હતો" એમ કહી દેવું

શબ્દસમૂહો અને અસ્વીકરણો જેમ કે “બધા અધિકાર લેખકને જાય છે,” “કોઈ ઉલ્લંઘનનો ઈરાદો નથી” અથવા “મારી માલિકી નથી” એનો અર્થ એ નથી કે તમારી પાસે કન્ટેન્ટ પોસ્ટ કરવા માટે કૉપિરાઇટના માલિકની પરવાનગી છે, તેનો ઑટોમેટિક રીતે એવો પણ અર્થ નથી થતો કે કન્ટેન્ટ ઉચિત ઉપયોગ અથવા ઉચિત વ્યવહાર જેવા કૉપિરાઇટના અપવાદ તરીકે લાયક ઠરે છે.

માન્યતા 7: કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટની માત્ર થોડીક સેકન્ડ વાપરવામાં કોઈ વાંધો નથી

ભલે તે માત્ર થોડીક સેકન્ડનું જ હોય તો પણ કૉપિરાઇટ-સંરક્ષિત કન્ટેન્ટનો કોઈપણ જથ્થો કૉપિરાઇટ માલિક(માલિકો)ની પરવાનગી વિના ઉપયોગમાં લેવાય તો તમારા વીડિયો પર કૉપિરાઇટ દાવો થઈ શકે છે. જો તમે માનતા હો કે કન્ટેન્ટનો તમારો ઉપયોગ ઉચિત ઉપયોગ અથવા ઉચિત વ્યવહાર જેવા કૉપિરાઇટના અપવાદ તરીકે લાયક ઠરે છે, તો ધ્યાન રહે કે માત્ર કોર્ટ જ તે નિર્ણય લઈ શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16758234611482837219
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false