લાઇવ સ્ટ્રીમિંગ સાથે પ્રારંભ કરો

લાઇવ સ્ટ્રીમિંગ તમને તમારા ઑડિયન્સ સાથે વાસ્તવિક સમયમાં વીડિયો ફીડ, ચૅટ વગેરે સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા દે છે.

Intro To Live Streaming on YouTube

1. લાઇવ સ્ટ્રીમિંગ ચાલુ કરો

લાઇવ સ્ટ્રીમ કરવા માટે, તમારા પર છેલ્લા 90 દિવસમાં કોઈ લાઇવ સ્ટ્રીમિંગ પ્રતિબંધો ન હોય તે જરૂરી છે અને તમારે તમારી ચૅનલની ચકાસણી કરવી જરૂરી છે.

  1. YouTube પર જાઓ.
  2. ઉપર જમણી બાજુએથી, અને પછી 
  3. જો તમારી પાસે પહેલાથી ન હોય તો તમારી ચૅનલ ચકાસવા માટેના પગલાં અનુસરો.
  4. તમારી પ્રથમ લાઇવ સ્ટ્રીમ શરૂ કરવામાં 24 કલાક જેટલો સમય લાગી શકે છે. એકવાર ચાલુ કર્યા પછી તમે તરત જ લાઇવ સ્ટ્રીમ કરી શકશો.

2. સ્ટ્રીમ કરવાની રીત પસંદ કરો

ત્રણ પ્રકારના સ્ટ્રીમ છે: મોબાઇલ, વેબકૅમ અને એન્કોડર. તમે જે સ્ટ્રીમ કરી રહ્યાં હો તેના માટે જે શ્રેષ્ઠ હોય તે પસંદ કરો.

મોબાઇલ

તમારા મોબાઇલ અથવા ટૅબ્લેટમાંથી વ્લૉગ બનાવવા અને ઝડપી અપડેટ માટે સારો છે.

મોબાઇલથી લાઇવ સ્ટ્રીમ બનાવવા માટે, તમે જરૂરિયાતોની પૂર્તિ કરતા હો તે આવશ્યક છે.

મોબાઇલથી લાઇવ સ્ટ્રીમ કરવાની રીત જાણો.

વેબકૅમ

વેબકૅમનો ઉપયોગ કરીને તમારા કમ્પ્યુટરથી ઝડપથી લાઇવ સ્ટ્રીમ કરો.

તમને વેબકૅમવાળા એક કમ્પ્યુટરની જરૂર પડશે.

વેબકૅમથી લાઇવ સ્ટ્રીમ કરવાની રીત જાણો.

એન્કોડર

એન્કોડર વડે તમે ગેમપ્લે, ઓવરલે સ્ટ્રીમ કરી શકો છો તેમજ પ્રીએમ્પ, માઇક અને કૅમેરા જેવા હાર્ડવેરનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારના સ્ટ્રીમનો ઉપયોગ સામાન્ય રીતે ગેમિંગ, રમતગમતની ઇવેન્ટ, કૉન્સર્ટ અને કૉન્ફરન્સ માટે થાય છે.

એન્કોડરનો ઉપયોગ કરીને સ્ટ્રીમ કરવાની રીત જાણો.

વર્ટિકલ લાઇવ સ્ટ્રીમ

જ્યારે તમારી લાઇવ સ્ટ્રીમ વર્ટિકલ (પહોળી કરતાં ઊંચી વધારે) હોય ત્યારે મોબાઇલ પરના દર્શકો તેને જોતી વખતે પૂર્ણ સ્ક્રીનમાં જોવાનો અનુભવ મેળવવાનું શરૂ કરશે. આ અનુભવમાં સ્ક્રોલ કરી શકાય તેવા લાઇવ સ્ટ્રીમ ફીડનો સમાવેશ થાય છે, જ્યાં દર્શકોને ફૅન ફંડિંગ સુવિધાઓ જેવી કે Super Chat, Super Stickers અને ચૅનલની મેમ્બરશિપનો ઍક્સેસ મળે છે. YouTube Shorts બ્રાઉઝ કરતી વખતે દર્શકો (ચૅનલના વર્તમાન સબ્સ્ક્રાઇબર પૂરતા મર્યાદિત નહીં) પણ આ લાઇવ સ્ટ્રીમ શોધી શકે છે.

સુવિધા હૉરિઝૉન્ટલ લાઇવ સ્ટ્રીમ

વર્ટિકલ લાઇવ ફીડ

Shorts ફીડમાં શોધી શકાય તેવી ના હા
વધુ લાઇવ સ્ટ્રીમ માટે સ્ક્રોલ કરી શકાય તેવી ના હા
ચૅટ અને ચૅનલના વર્ણનમાં ક્લિક કરી શકાય તેવી લિંક હા ના
મધ્ય ભાગની અને શરૂઆતની લાઇવ જાહેરાતો હા ના
4K બિટરેટ સ્ટ્રીમિંગ (બ્રોડકાસ્ટ) હા ના (YouTube ઍપ પર)
પ્રિમિયર હા ના
લાઇવ રીડાયરેક્ટ હા ના
મેમ્બરશિપ હા હા
ગિફ્ટ તરીકે આપેલી મેમ્બરશિપ હા ના

 

તમે સ્ટ્રીમમાં શું કરી શકો છો

લાઇવ સ્ટ્રીમમાંની તમામ કન્ટેન્ટે અમારા સમુદાયના દિશાનિર્દેશો અને સેવાની શરતોનું પાલન કરવું આવશ્યક છે. જો તમે સૂચન કરો કે તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટનું લાઇવ સ્ટ્રીમ કરશો, તો અમે તમારી લાઇવ સ્ટ્રીમને વય-પ્રતિબંધિત અથવા દૂર કરી શકીએ છીએ. YouTube તેની વિવેકબુદ્ધિથી લાઇવ સ્ટ્રીમ કરવાની નિર્માતાની ક્ષમતાને પ્રતિબંધિત કરવાનો અધિકાર પણ આરક્ષિત રાખે છે.

જો તમને તમારી લાઇવ સ્ટ્રીમ પર અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ ચેતવણી મળે, તો તમે 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ જાય તે માટે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લઈ શકો છો. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે. ભવિષ્યમાં વારંવાર આવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું.

જો તમારી લાઇવ સ્ટ્રીમ પ્રતિબંધિત હોય તો તમને તમારા એકાઉન્ટ પર સ્ટ્રાઇક મળી શકે છે. સ્ટ્રાઇક તમને 14 દિવસ માટે લાઇવ સ્ટ્રીમિંગ કરતા અટકાવશે. જો તમારું એકાઉન્ટ લાઇવ સ્ટ્રીમિંગથી પ્રતિબંધિત કરવામાં આવ્યું હશે તો તમને YouTube પર લાઇવ સ્ટ્રીમ કરવા માટે અન્ય ચૅનલનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવશે. જ્યાં સુધી તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ સક્રિય રહે છે ત્યાં સુધી આ પૉલિસી લાગુ પડે છે. આ પ્રતિબંધના ઉલ્લંઘનને અમારી સેવાની શરતો હેઠળ છેતરપિંડી ગણવામાં આવે છે અને તે તમારા એકાઉન્ટને સમાપ્ત કરી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13619449253125232583
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false