તમારી YouTube ચૅનલના મેમ્બરશિપ પ્રોગ્રામનો પ્રચાર કરવો

એકવાર તમે તમારી મેમ્બરશિપ ઑફર બનાવી લીધી હોય તે પછી, તમે દર્શકો માટે તમારી ચૅનલના મેમ્બરશિપ પ્રોગ્રામનો પ્રચાર કરવા માટે તૈયાર છો. તમારા મેમ્બરશિપ પ્રોગ્રામનો પ્રચાર કરવા માટે, તમે તમારી મેમ્બરશિપ વિન્ડો સાથે સીધી લિંક કરવા માટે તમે તમારી ચૅનલના URLના અંતમાં /join ઉમેરી શકો છો.

તમે આ લિંક ઉમેરી શકો છો:

  • તમારા વીડિયોના વર્ણન માટે.
  • તમારા વીડિયોમાં કાર્ડ અને સમાપ્તિ સ્ક્રીન પર.
  • સમુદાય પોસ્ટમાં.
  • તમારી અન્ય સોશિયલ મીડિયા ચૅનલ પર.

દર્શકોને તમારા પ્રોગ્રામ વિશે વધુ જણાવવા અને તેમને તમારા લાભ વિશે રોમાંચિત કરવા માટે, પરિચયનો વીડિયો ઉમેરો જે તમારી મેમ્બરશિપ વિન્ડોમાં દેખાશે. સભ્ય ન હોય તેવી વ્યક્તિઓને 1 મહિના માટે તમે અને તમારી ચૅનલના સભ્યો ગિફ્ટમાં અપાતી મેમ્બરશિપના લાભનો ઍક્સેસ આપી શકો છો.

તમારો પરિચયનો વીડિયો સેટ કરો અને મેનેજ કરો

તમે એવો વીડિયો બનાવી શકો છો જેને જોડાઓ બટન દબાવનાર દરેક વ્યક્તિ જોઈ શકશે. તમે તમારા દર્શકોને તમારી ચૅનલમાં જોડાવા માટે રોમાંચિત કરવા અને તેમને તમારા મેમ્બરશિપ પ્રોગ્રામ વિશે વધુ માહિતી આપવા માટે આ પરિચયનો વીડિયો ઉપયોગમાં લઈ શકો છો.

પરિચયના વીડિયો

તમે તમારી મેમ્બરશિપ વિન્ડોમાં એક પરિચયનો વીડિયો ઉમેરો તે પહેલાં તેના વિશેના કેટલાક નિયમો આ પ્રમાણે છે જે તમારે જાણવા જોઈએ:

  • પરિચયના વીડિયો પર જાહેરાતો ચાલશે નહીં
  • તમારા પરિચયના વીડિયોએ YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરવું આવશ્યક છે
  • તમારા પરિચયના વીડિયોમાં ત્રીજા પક્ષના કૉપિરાઇટ દાવા શક્ય નથી
  • તમારા પરિચયના વીડિયોમાં તેની વિરુદ્ધ મ્યુઝિકના દાવા શક્ય નથી
  • તમારો પરિચયનો વીડિયો બાળકો માટે યોગ્ય તરીકે સેટ થઈ શકશે નહીં
  • જો તમે તમારા લેવલની ચોક્કસ કિંમતોનો ઉલ્લેખ કરવા માગતા હો, તો ધ્યાનમાં રાખશો કે પ્લૅટફૉર્મ અને દેશ/પ્રદેશના આધારે કિંમત બદલાઈ શકે છે

પરિચયનો વીડિયો ઉમેરો અથવા તેમાં ફેરફાર કરો

  1. તમારો પરિચયનો વીડિયો બનાવો અને ખાતરી કરો કે તમે ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો તરીકે તેને પબ્લિશ કરો છો.
  2. YouTube Studioમાં સાઇન ઇન કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરો.
  3. ડાબી બાજુના મેનૂમાંથી, કમાણી કરો અને પછી મેમ્બરશિપ પસંદ કરો.
    1. નવો વીડિયો ઉમેરવા માટે: “તમારી મેમ્બરશિપ ઑફર” હેઠળ, “પરિચયનો વીડિયો”ની બાજુમાં ઉમેરો પર ક્લિક કરો.
    2. હાલના પરિચયના વીડિયોમાં ફેરફાર કરવા અથવા તેને ડિલીટ કરવા માટે: “તમારી મેમ્બરશિપ ઑફર” હેઠળ, “પરિચયનો વીડિયો”ની બાજુમાં ફેરફાર કરો પેન્સિલના આઇકન, સેટિંગમાં ફેરફાર કરવા પર ક્લિક કરો.

મેમ્બરશિપ ગિફ્ટમાં આપો

લાઇવ સ્ટ્રીમ અથવા પ્રિમિયર દરમિયાન, તમે અથવા તમારા દર્શકો અન્ય દર્શકો માટે ચૅનલની મેમ્બરશિપના લાભ એક મહિના માટે ઍક્સેસ કરવા માટેની તક ખરીદી શકો છો.

એકવાર તમે અથવા ચૅનલના સભ્ય ચૅનલની મેમ્બરશિપ ગિફ્ટ તરીકે આપો, તે પછી કાઉન્ટડાઉન ટીકર લાઇવ ચૅટમાં મર્યાદિત સમય માટે ખરીદીને હાઇલાઇટ કરશે. સમયનું પ્રમાણ ખરીદી જથ્થા પર આધારિત હોય છે. જો ગિફ્ટની જાહેરાત થાય તે પહેલાં લાઇવ ચૅટ અથવા લાઇવ સ્ટ્રીમ સમાપ્ત થઈ જાય તો પણ તે દર્શકોને વિતરિત કરવામાં આવશે. YouTube કોઈ દર્શકને ગિફ્ટમાં અપાતી મેમ્બરશિપનું પહેલી વાર વિતરણ કરી દે એટલે ગિફ્ટ માટેની મેમ્બરશિપની ખરીદી પૂર્ણ થયેલી ગણાશે.

મેમ્બરશિપ ગિફ્ટ કરવાની સુવિધા

દર્શકોને ગિફટમાં મળતી મેમ્બરશિપ કઈ રીતે મળે છે

ગિફ્ટમાં મળતી મેમ્બરશિપ માટે યોગ્ય ઠરવા દર્શકોએ આ સુવિધા પસંદ કરવી જરૂરી છે. એકવાર દર્શક તમારી ચૅનલ પર ગિફ્ટમાં મળતી મેમ્બરશિપને મંજૂરી આપવાનું પસંદ કરી લે તે પછી તેઓ તમારી ચૅનલ પરની કોઈપણ વર્તમાન અથવા ભવિષ્યની ગિફ્ટમાં મળતી મેમ્બરશિપ માટે યોગ્ય બને છે.
તમે તમારી ચૅનલ અને કન્ટેન્ટ પર તમારા અનન્ય ઑપ્ટ-ઇન URLને શેર કરીને દર્શકોને ગિફ્ટ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરી શકો છો:
  • www.youtube.com/channel/{external_channel_id}/allow_gifts, OR
  • www.youtube.com/channel/{channel_name}/allow_gifts

તમે તમારું અનન્ય બાહ્ય ચૅનલ ID અહીં શોધી શકો છો.

ગિફ્ટમાં મળતી પ્રમોશનલ મેમ્બરશિપ

જો તમે $5 કરતાં નીચેનું મેમ્બરશિપ ટિયર ધરાવતા હો, તો અમે તમને દર મહિને દર્શકોને આપવા માટે ગિફ્ટમાં અપાતી પ્રમોશનલ મેમ્બરશિપ આપી શકીએ છીએ. ગિફ્ટમાં અપાતી પ્રમોશનલ મેમ્બરશિપનું તમારી કે તમારા દર્શકો પાસેથી શુલ્ક વસૂલવામાં આવતું નથી અને તમને આ ગિફ્ટમાં અપાતી પ્રમોશનલ મેમ્બરશિપમાંથી આવક નહીં થાય. ગિફ્ટમાં અપાતી પ્રમોશનલ મેમ્બરશિપ દર મહિનાની પહેલી તારીખે ઉપલબ્ધ હોય છે, અને તે દર મહિને આગળ લંબાતી નથી.
તમે તમારા દર્શકો માટે ગિફ્ટમાં અપાતી કોઈપણ પ્રમોશનલ મેમ્બરશિપ ખરીદો તે પહેલાં પ્રમોશનલ મેમ્બરશિપ ગિફ્ટમાં આપવી જરૂરી છે. તમે જે રીતે લાઇવ સ્ટ્રીમ કે પ્રિમિયર દરમિયાન ગિફ્ટમાં અપાતી મેમ્બરશિપ ખરીદો છો તે જ રીતે, તમે 5ના સેટમાં પ્રમોશનલ મેમ્બરશિપની ગિફ્ટ આપી શકો છો.
તમારી પ્રમોશનલ મેમ્બરશિપ જોવા અને ગિફ્ટ તરીકે આપવા માટે, લાઇવ સ્ટ્રીમ અથવા પ્રિમિયરની લાઇવ ચૅટ પર જાઓ અને  અને પછી મેમ્બરશિપની ગિફ્ટ આપવી  અને પછી હમણાં જ 5 ગિફ્ટ આપો પસંદ કરો.
નોંધ: ગિફ્ટ આપવા માટેની પ્રમોશનલ મેમ્બરશિપ હાલમાં બ્રાંડ એકાઉન્ટ માટે ઉપલબ્ધ નથી. અમે ઉપલબ્ધતા વધારવા વિશે કાર્ય કરી રહ્યાં છીએ.

તમારા મેમ્બરશિપ પ્રોગ્રામનો પ્રચાર કરવા સંબંધિત સામાન્ય પ્રશ્નો

મારા દર્શકો માટે "જોડાઓ" બટન શા માટે દેખાતું નથી?

તેના વિવિધ કારણો હોઈ શકે છે, જેમાં આ શામેલ છે પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી:
  • તમે તમારી ચૅનલ માટે મેમ્બરશિપ ચાલુ કરી નથી.
  • તમારા દર્શક મેમ્બરશિપ ઉપલબ્ધ હોય તેવા દેશ/પ્રદેશમાં નથી.
  • તમારો વીડિયો બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલો છે.
  • "જોડાઓ" બટન હજુ બધા પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ નથી. "જોડાઓ" બટન માત્ર યોગ્યતા ધરાવતા જોવાના પેજ પર દેખાય છે. ઉદાહરણ તરીકે, અમુક મ્યુઝિક પાર્ટનર દ્વારા દાવો કરવામાં આવેલા વીડિયોના જોવાના પેજ યોગ્ય નથી.

જો સમસ્યા પ્લૅટફૉર્મ સંબંધિત હોય તો તેના કેટલાક સંભવિત ઉકેલો આ પ્રમાણે છે:

  • દર્શકો તમારી ચૅનલના હોમપેજ પરના જોડાઓ બટન પર ક્લિક કરી શકે છે.
  • તમારી મેમ્બરશિપ વિન્ડો સાથે સીધી લિંક કરવા માટે દર્શકો તમારી ચૅનલના URLના અંતમાં /join ઉમેરી શકે છે.
  • તમે તમારા વીડિયોના વર્ણનોમાં તમારી /join લિંક ઉમેરી પણ શકો છો.
  • દર્શકો કમ્પ્યૂટરનો ઉપયોગ કરીને તમારી ચૅનલમાં જોડાઈ શકશે અને સાથે-સાથે બધાં ઉપલબ્ધ પ્લૅટફૉર્મ પર લાભનો ઍક્સેસ મેળવશે.

મારા મેમ્બરશિપ પ્રોગ્રામ માટે કયું વિશ્લેષણ ઉપલબ્ધ છે?

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6977381471447181366
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false