વિસ્તૃત YouTube પાર્ટનર પ્રોગ્રામનો ઓવરવ્યૂ

અમે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)નો વધુ નિર્માતાઓ સુધી વિસ્તાર કરી રહ્યાં છીએ, જેમાં ફૅન ફંડિંગ અને શૉપિંગની સુવિધાઓનો વહેલો ઍક્સેસ શામેલ છે. આ દેશો/પ્રદેશોમાં વિસ્તૃત YouTube પાર્ટનર પ્રોગ્રામ યોગ્યતા ધરાવતા નિર્માતાઓ માટે ઉપલબ્ધ છે. જો તમે આ દેશો/પ્રદેશોમાંથી કોઈ એકમાં હો, તો YPPમાં થયેલા ફેરફારો વિશે વધુ જાણવા માટે તમે નીચેનો લેખ વાંચી શકો છો.  

જો તમે ઉપલબ્ધ દેશો/પ્રદેશોમાંથી કોઈ એકમાં ન હો, તો તમારા માટે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. YPPના ઓવરવ્યૂ, યોગ્યતા અને તમારા માટે સંબંધિત અરજીની સૂચનાઓ માટે, તમે આ લેખ જોઈ શકો છો.

વિસ્તૃત YouTube પાર્ટનર પ્રોગ્રામ માટે, તમારી યોગ્યતા ચેક કરો. જો તમે હજી સુધી યોગ્યતા ન ધરાવતા હો, તો YouTube Studioના કમાણી કરો વિભાગમાં નોટિફિકેશન મેળવો પસંદ કરો. એકવાર અમે તમારા માટે વિસ્તૃત YPP પ્રોગ્રામ સાર્વજનિક રીતે રિલીઝ કરી દઈએ અને તમે યોગ્યતાની મર્યાદાઓ સુધી પહોંચી જાઓ, ત્યારે અમે તમને ઇમેઇલ મોકલીશું. 

YouTube થકી નાણાં કમાવા વિશેની પ્રસ્તાવના

નિર્માતાઓ માટે YouTube રિવૉર્ડ આપતું સ્થાન બની રહે એ માટે વર્ષ 2022માં, અમે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)ને બહેતર બનાવવાની ઘોષણા કરી હતી. જૂન 2023ના મધ્ય ભાગથી, અમે YouTube પાર્ટનર પ્રોગ્રામનું વિસ્તરણ કરી રહ્યાં છીએ, જેમાં વધુ નિર્માતાઓને ફૅન ફંડિંગ અને શૉપિંગની સુવિધાઓ પસંદ કરવા માટેનો વહેલો ઍક્સેસ આપી રહ્યાં છીએ.

યોગ્યતા ધરાવતા દેશોમાં રહેતા નિર્માતાઓ અહીં જણાવેલી યોગ્યતાની મર્યાદાઓમાંથી કોઈ મર્યાદા સુધી પહોંચી જાય, ત્યારબાદ વિસ્તૃત YouTube પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ થવા માટે અરજી કરી શકે છે:

  • છેલ્લા 90 દિવસમાં સાર્વજનિક રીતે 3 માન્ય વીડિયો અપલોડ કરવાની સાથે 500 સબ્સ્ક્રાઇબર અને છેલ્લા 12 મહિનામાં 3,000 કલાકનો સાર્વજનિક વીડિયો જોયાનો માન્ય સમય મેળવો અથવા
  • છેલ્લા 90 દિવસમાં સાર્વજનિક રીતે 3 માન્ય વીડિયો અપલોડ કરવાની સાથે 500 સબ્સ્ક્રાઇબર અને છેલ્લા 90 દિવસમાં સાર્વજનિક રીતે દેખાતા Short વીડિયોના 30 લાખ માન્ય વ્યૂ મેળવો

જો તમે ઇચ્છતા હો કે તમે ક્યારે યોગ્ય બનશો તેની સૂચના અમે તમને આપીએ, તો YouTube Studioના કમાણી કરો વિભાગમાં જઈને નોટિફિકેશન મેળવો પસંદ કરો. એકવાર અમે તમારા માટે વિસ્તૃત YPP પ્રોગ્રામ સાર્વજનિક રીતે રિલીઝ કરી દઈએ અને તમે ઉપર જણાવેલી યોગ્યતાની મર્યાદાઓ સુધી પહોંચી જાઓ, ત્યારે અમે તમને ઇમેઇલ મોકલીશું.

YouTube પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ નિર્માતાઓ કે જેઓ નીચે જણાવેલી યોગ્યતાની મર્યાદાઓ સુધી પણ પહોંચી જાય છે, તેઓ જાહેરાતોથી થતી આવકની વહેંચણીની સુવિધા અને YouTube Premium જેવા વધારાના લાભ મેળવી શકે છે:

  • છેલ્લા 12 મહિનામાં 4,000 કલાક સાર્વજનિક વીડિયો જોયાના સમય સાથે 1,000 સબ્સ્ક્રાઇબર મેળવો અથવા
  • છેલ્લા 90 દિવસમાં 1 કરોડ માન્ય સાર્વજનિક Shorts વ્યૂ સાથે 1,000 સબ્સ્ક્રાઇબર મેળવો.

હાલમાં YPPમાં શામેલ હોય એવા પાર્ટનર માટે, પ્રોગ્રામના લાભમાં કોઈ ફેરફાર નથી.

વિસ્તૃત YouTube પાર્ટનર પ્રોગ્રામમાં જોડાવા માટે તમારે નીચે જણાવેલી બાબતો કરવી જરૂરી છે

  1. YouTube ચૅનલ પર કમાણી કરવાની પૉલિસીઓનું પાલન કરો.
  2. તમારી ચૅનલ ઉપલબ્ધ દેશો/પ્રદેશોમાંથી કોઈ એક દેશ/પ્રદેશમાં હોવી આવશ્યક છે.
  3. તમારા Google એકાઉન્ટ માટે 2-પગલાંમાં ચકાસણીની સુવિધા ચાલુ હોય તેની ખાતરી કરો.
  4. તમારી પાસે એક સક્રિય YouTube માટે AdSense એકાઉન્ટ હોવું આવશ્યક છે, જેને તમારે તમારી ચૅનલ સાથે લિંક કરવાનું રહેશે. જો તમારી પાસે પહેલેથી આવું કોઈ એકાઉન્ટ ન હોય, તો અરજી કરતી વખતે YouTube Studioમાં તેનું સેટઅપ કરવા માટે તૈયાર રહો. માત્ર YouTube Studioમાં નવું YouTube માટે AdSense એકાઉન્ટ બનાવો એ વાતની ખાતરી કરો.

વિસ્તૃત YouTube પાર્ટનર પ્રોગ્રામ કયા દેશો/પ્રદેશોમાં ઉપલબ્ધ છે

નીચે જણાવેલા દેશો/પ્રદેશોમાં વિસ્તૃત YouTube પાર્ટનર પ્રોગ્રામ, યોગ્યતા ધરાવતા નિર્માતાઓ માટે ઉપલબ્ધ છે:

  • અલ્જીરિયા
  • અમેરિકન સમોઆ
  • આર્જેન્ટિના
  • અરુબા
  • ઑસ્ટ્રેલિયા
  • ઑસ્ટ્રિયા
  • બેહરીન 
  • બેલારુસ
  • બેલ્જિયમ
  • બર્મુડા
  • બોલિવિયા 
  • બોસ્નિયા અને હર્ઝેગોવિના
  • બ્રાઝિલ
  • બલ્ગેરિયા
  • કેનેડા
  • કેયમેન આઇલેન્ડ્સ
  • ચિલી
  • કોલંબિયા
  • કોસ્ટા રિકા
  • ક્રોએશિયા 
  • સાયપ્રસ
  • ચેક રિપબ્લિક
  • ડેનમાર્ક 
  • ડોમિનિકન રિપબ્લિક 
  • એક્વાડોર
  • ઇજિપ્ત
  • ઍલ સાલ્વાડોર
  • એસ્ટોનિયા
  • ફિનલૅન્ડ
  • ફ્રાંસ
  • ફ્રેન્ચ ગયાના
  • ફ્રેંચ પોલિનેશિયા
  • જર્મની
  • ગ્રીસ
  • ગ્વાડેલોપ
  • ગ્વામ
  • ગ્વાટેમાલા
  • હોંગકોંગ
  • હોન્ડુરસ
  • હંગેરી
  • આઇસલૅન્ડ
  • ભારત
  • ઇન્ડોનેશિયા
  • આયર્લૅન્ડ
  • ઇઝરાઇલ
  • ઇટાલી
  • જાપાન
  • જોર્ડન
  • કેન્યા
  • કુવૈત
  • લાતવિયા
  • લેબનોન
  • લિકટેંસ્ટેઇન
  • લિથુઆનિયા
  • લક્ઝમબર્ગ
  • મેસેડોનિયા
  • મલેશિયા
  • માલ્ટા
  • મોરોક્કો
  • મેક્સિકો
  • નેધરલૅન્ડ
  • ન્યૂઝીલૅન્ડ
  • નિકારાગુઆ
  • નાઇજીરિયા 
  • નોર્ધર્ન મારિયાના આઇલૅન્ડ્સ
  • નૉર્વે
  • ઓમાન
  • પનામા
  • પપુઆ ન્યૂ ગિની
  • પેરુ
  • ફિલિપિન્સ
  • પોલૅન્ડ 
  • પોર્ટુગલ
  • પ્યુઅર્ટો રિકો
  • પેરાગ્વે
  • કતાર
  • રોમાનિયા
  • સાઉદી અરેબિયા
  • સેનેગલ 
  • સર્બિયા
  • સિંગાપુર
  • સ્લોવાકિયા
  • સ્લોવેનિયા
  • દક્ષિણ આફ્રિકા
  • દક્ષિણ કોરિયા
  • સ્પેઇન
  • સ્વીડન
  • સ્વિટ્ઝરલૅન્ડ
  • તાઇવાન
  • થાઇલેન્ડ 
  • તુર્કિયે 
  • તુર્ક અને કૈકોસ 
  • યુગાંડા
  • યુનાઇટેડ અરબ એમિરેટ્સ
  • યુનાઇટેડ કિંગડમ
  • યુનાઇટેડ સ્ટેટ્સ
  • ઉરુગ્વે
  • યુ.એસ વર્જિન આઇલેન્ડ
  • વિયેતનામ

વિસ્તૃત YouTube પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ થવા માટે ક્યાં અરજી કરવી

એકવાર તમારી પાસે જેની જરૂર છે તે હોય અને તમારી ચૅનલ અરજી કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરી લે, ત્યારબાદ કોઈ કમ્પ્યૂટર અથવા તો મોબાઇલ ડિવાઇસમાંથી YPP માટે સાઇન અપ કરો:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરો.
  2. ડાબી બાજુના મેનૂમાં, કમાણી કરો પર ક્લિક કરો.
  3. મૂળભૂત શરતોનો રિવ્યૂ અને સ્વીકાર કરવા માટે, હમણાં જ અરજી કરો પર ક્લિક કરો.
  4. YouTube માટે AdSense એકાઉન્ટનું સેટઅપ કરવા અથવા હાલના સક્રિય એકાઉન્ટને લિંક કરવા માટે શરૂ કરો પર ક્લિક કરો.

એકવાર તમે બધા પગલાં પૂર્ણ કરી લો, ત્યારબાદ તમને 'રિવ્યૂ કરાવો' પગલાંમાં પ્રક્રિયામાં છે એવો મેસેજ દેખાશે, જેનો અર્થ એ થાય છે કે અમને તમારી અરજી મળી ગઈ છે!

અમે શું રિવ્યૂ કરીએ છીએ

તમારી ચૅનલ અમારી બધી પૉલિસીઓ અને દિશાનિર્દેશોનું પાલન કરે છે તેની ખાતરી કરવા માટે અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ અને માનવ રિવ્યૂઅર તમારી ચૅનલનો સંપૂર્ણ રિવ્યૂ કરશે. તમારી અરજીનું સ્ટેટસ જોવા માટે ગમે ત્યારે YouTube Studioનો કમાણી કરો વિભાગ ચેક કરો.

બધી YPP અરજીઓ પર એ જ ક્રમમાં પ્રક્રિયા કરવામાં આવે છે, જે ક્રમમાં તે અમને મળે છે. તમારી ચૅનલનો રિવ્યૂ થઈ જાય, ત્યારબાદ અમારા નિર્ણય બાબતે અમે તમારો સંપર્ક કરીશું (સામાન્ય રીતે લગભગ 1 મહિનામાં).
 
ધ્યાનમાં રાખો કે નીચે આપેલા કારણોસર આ પ્રક્રિયામાં વિલંબ થવાની સંભાવના છે:
  • મોટા પ્રમાણમાં અરજીઓ આવી હોય
  • સિસ્ટમમાં કોઈ સમસ્યા આવી હોય
  • સંસાધનો મર્યાદિત હોય
  • ચૅનલને થોડા રિવ્યૂની જરૂર હોય, ખાસ કરીને જ્યારે કેટલાક રિવ્યૂઅર ચૅનલની YPP માટેની યોગ્યતા પર અસંમત હોય

જો તમારી પહેલી અરજી સફળ ન થઈ હોય, તો ચિંતા કરશો નહીં - ઑરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરતા રહો અને તમે 30 દિવસની અવધિ બાદ ફરી પ્રયાસ કરી શકશો. જો આ નકારવામાં આવેલી તમારી પહેલી અરજી ન હોય, તો તમે 90 દિવસની અવધિ બાદ ફરી પ્રયાસ કરી શકશો. શક્ય છે કે અમારા રિવ્યૂઅરને એવું જાણવા મળ્યું હોય કે તમારી ચૅનલના કોઈ નોંધપાત્ર ભાગમાં હાલમાં અમારી પૉલિસીઓ અને દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવતું નથી. તેથી ફરીથી અરજી કરતા પહેલાં અમારી પૉલિસીઓ અને દિશાનિર્દેશોની સામે તમારી ચૅનલના એકંદર કન્ટેન્ટનો રિવ્યૂ કરવાની અને એ અનુસાર તેમાં ફેરફાર કરવાની ખાતરી કરો. આગલી વખતે અરજી કરવા, તમારી ચૅનલને સશક્ત બનાવવા માટે તમે જે પગલાં લઈ શકો છો તેના વિશે વધુ જાણો.

કમાણી કરવા અને ચુકવણી મેળવવાની રીત પસંદ કરવા

એકવાર તમે YPPમાં શામેલ થઈ જાઓ, ત્યારબાદ તમે ફૅન ફંડિંગ અને શૉપિંગની સુવિધાઓ વડે કમાણી કરવાનો તમારો પ્રવાસ શરૂ કરી શકો છો. ફૅન ફંડિંગ અને શૉપિંગની સુવિધાઓ શરૂ કરવા માટે, કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલનો રિવ્યૂ કરો અને તેનો સ્વીકાર કરો. મૉડ્યૂલ વિશે વધુ જાણો અને સાથે જ ફૅન ફંડિંગ અને શૉપિંગની સુવિધાઓ વિશે જાણો.

ફૅન ફંડિંગ અને શૉપિંગની સુવિધાઓ

જ્યારે તમે 500 સબ્સ્ક્રાઇબર સાથે YPPમાં જોડાઓ, ત્યારબાદ જો તમે નીચે આપેલી કમાણી કરવાની પ્રક્રિયાની સુવિધાઓ માટે પાત્રતાની જરૂરિયાતો પૂર્ણ કરો, તો તમે તેના મારફતે નાણાં કમાવાનું શરૂ કરી શકો છો:

  • ચૅનલની મેમ્બરશિપ: દર્શકોને માસિક ચુકવણીઓ મારફતે તમારી ચૅનલમાં જોડાવા દે છે અને તમારા દ્વારા ઑફર કરવામાં આવતા બૅજ, ઇમોજી તથા અન્ય ડિજિટલ કન્ટેન્ટ જેવા માત્ર સભ્યો માટેના લાભોનો ઍક્સેસ આપે છે.
  • Super Chat અને Super Stickers: તમારા ચાહકો લાઇવ ચૅટ દરમિયાન તેમના મેસેજ હાઇલાઇટ કરવા માટે Super Chats અથવા લાઇવ ચૅટમાં દેખાતી મજેદાર ઍનિમેટ કરેલી છબી મેળવવા માટે Super Stickers ખરીદી શકે છે.
  • Super Thanks:  આને કારણે તમને એવા દર્શકો પાસેથી આવક મળે છે, જેઓ તમારા વીડિયો માટે વધારાની કૃતજ્ઞતા બતાવવા માગતા હોય.
  • શૉપિંગની સુવિધાઓ: આને કારણે તમે તમારા આધિકારિક વ્યાપારી સામાનના સ્ટોરને YouTube સાથે કનેક્ટ કરી શકો છો અને તમારી પ્રોડક્ટ પ્રદર્શિત કરી શકો છો.

ચુકવણી મેળવવા

અમારા સહાયતા કેન્દ્રના "ચુકવણી મેળવો" વિભાગમાં જાઓ, અહીં તમને આ માહિતી મળશે:

  • YouTube પાર્ટનર તરીકે તમારી કમાણીની સરળ સમજ
  • YouTube માટે AdSense વિશે વધુ માહિતી (Googleનો એ પ્રોગ્રામ, જેના વડે YPPમાં શામેલ નિર્માતાઓને ચુકવણી મળે છે)
  • ચુકવણી સંબંધિત સામાન્ય સમસ્યાઓનું નિવારણ કરવાની રીત

નાણાં કમાવા માટે સક્રિય રહેવા

જેમ જેમ YouTube પાર્ટનર પ્રોગ્રામ સતત વૃદ્ધિ પામી રહ્યો છે, તેમ તેમ ચૅનલની ઇકોસિસ્ટમની સક્રિયતા જાળવવી મહત્ત્વપૂર્ણ છે. અમે એવી ચૅનલની કમાણી કરવાની પ્રક્રિયા બંધ કરી શકીએ છીએ, જેમણે છેલ્લા 6 મહિના કે તેથી વધુ સમયથી કોઈ વીડિયો અપલોડ કર્યો નથી અથવા સમુદાય ટૅબ પર કોઈ પોસ્ટ કરી નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10021974487141591133
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false