નોટિફિકેશન

If you’re reaching out about an error message or a blank screen in your Channel Analytics in YouTube Studio, we are aware and working on a fix. You can follow along here for updates. Our teams are currently experiencing high support volumes. Please expect longer than usual wait times for responses to questions from email, chat, and @TeamYouTube on Twitter. 

YouTube Shoppingના આનુષંગિક પ્રોગ્રામનો ઓવરવ્યૂ અને યોગ્યતા

YouTube Shopping આનુષંગિક પ્રોગ્રામ 🛍️

YouTube Shopping આનુષંગિક પ્રોગ્રામ એક તરફ જ્યાં તમારા ઑડિયન્સને તેમની ગમતી પ્રોડક્ટ શોધવામાં સહાય કરે છે, ત્યાં બીજી તરફ તમને YouTube પર નાણાં કમાવાની રીત પ્રદાન કરે છે. આ પ્રોગ્રામ મારફતે, તમે આ બધું કરી શકો છો:

  • તમારા ચાહકોને ખરીદી કરવામાં સહાય કરવી: તમે તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટ ટૅગ કરો ત્યારે ચાહકો કિંમત જેવી સહાયક માહિતી પર ઝડપથી નજર ફેરવી શકે છે અને તેઓ છૂટક વેપારીની સાઇટ જોઈ રહ્યાં હોય ત્યારે તમારો વીડિયો જોવાનું ચાલુ રાખી શકે છે.
  • તમારા YouTube વ્યવસાયમાંથી વધુ સુવિધા મેળવવી: આનુષંગિક પ્રોગ્રામ ખરીદીના તમારા ઉમદા કન્ટેન્ટને સમગ્ર YouTube પર વધુ બ્રાંડ અને દર્શકો સામે લાવવામાં સહાય કરે છે -- જેથી YouTube સાથેની તમારી કમાણી કરવાની એકંદર ક્ષમતામાં વધારો થાય. ચાહકો ખરીદી કરે ત્યારે તમને સ્પર્ધાત્મક કમિશન પણ મળશે.
  • નિર્માણ પાછળ વધુ સમય વિતાવવો: તમે YouTube Studioમાં પ્રોડક્ટ ટૅગ કરી શકતા, જાણકારીઓ મેળવી શકતા અને કમાણી રિવ્યૂ કરી શકતા હોવાને કારણે તમે લોકોને ગમતું કન્ટેન્ટ બનાવવા પાછળ વધુ સમય વિતાવી શકો અને લિંક મેનેજ કરવા પાછળનો સમય ઘટી જાય.
નોંધ: આ પ્રોગ્રામ હાલમાં યોગ્યતા ધરાવતા યુએસના નિર્માતાઓ માટે ઉપલબ્ધ છે. જો તમે વહેલા જોડાવામાં રુચિ દર્શાવવા માગતા હો અથવા કોઈ ચોક્કસ બ્રાંડની ભલામણ કરવા માગતા હો, તો કૃપા કરીને આ ફોર્મ ભરો. ફોર્મ ભરવાથી આમંત્રણ મળશે જ એ વાતની ગૅરંટી મળતી નથી.

YouTube Shopping આનુષંગિક પ્રોગ્રામ

પાત્રતાની જરૂરિયાતો

પ્રોગ્રામમાં શામેલ થવાનું આમંત્રણ મેળવવા માટે, તમારે પાત્રતાની આ ઓછામાં ઓછી જરૂરિયાતો પૂર્ણ કરવી આવશ્યક છે, જેમ કે:

  • તમારી ચૅનલ YouTube પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ હોવી જોઈએ
  • તમારી ચૅનલના 15,000 કરતાં વધુ સબ્સ્ક્રાઇબર હોવા જરૂરી છે
  • તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા હોવા જોઈએ
  • તમારી ચૅનલ કોઈ મ્યુઝિક ચૅનલ નથી, આધિકારિક કલાકાર ચૅનલનથી, અથવા મ્યુઝિક પાર્ટનર સાથે સંકળાયેલી નથી. મ્યુઝિક પાર્ટનરમાં મ્યુઝિક લેબલ, વિતરકો, પબ્લિશર અથવા VEVOનો સમાવેશ હોઈ શકે છે.
  • તમારી ચૅનલના ઑડિયન્સનું સેટિંગ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવામાં આવ્યું ન હોય અને ખૂબ મોટી સંખ્યામાં તમારી ચૅનલ પરના વીડિયો બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવામાં આવ્યા ન હોય
  • તમારી ચૅનલ કોઈ સક્રિય સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક ધરાવતી ન હોય

જોડાવાની રીત

એકવાર તમે પ્રોગ્રામમાં જોડાવાની યોગ્યતા મેળવી લો, તે પછી તમે YouTube Studioમાં સાઇન અપ કરી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કમાણી કરો પસંદ કરો.
  3. પ્રોગ્રામ હેઠળ, હમણાં જ જોડાઓ પર ક્લિક કરો.
  4. YouTube Shopping આનુષંગિક પ્રોગ્રામની સેવાની શરતોનો રિવ્યૂ કરો અને તેને સ્વીકારો.
  5. તમે શામેલ થઈ ગયા છો! તમે તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટ ટૅગ કરવાનું શરૂ કરી શકો છો. ટૅગ કરવા માટેના દિશાનિર્દેશોનું પાલન કરવાની ખાતરી કરો.

આનુષંગિક વિક્રેતાઓ અને ઑફરો

તમે એકવાર પ્રોગ્રામનો હિસ્સો બનો એટલે, તમે સહભાગી વિક્રેતાઓની વધતી સૂચિમાંથી ટૅગ કરી શકો અને તેમના કમિશનની ટકાવારી જોઈ શકો. તમે પ્રોડક્ટના મફત નમૂના માટે વિનંતી કરીને, સેલ પર હોય તેવી પ્રોડક્ટ જોઈને અને વિક્રેતાઓ પાસેથી વધુ ઊંચું કમિશન મેળવીને ચાલુ ઇવેન્ટનો લાભ લઈ શકો છો. તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટ ટૅગ કરવાની રીત વિશે જાણો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો. 
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કમાણીઅને પછી ખરીદી અને પછી આનુષંગિક ઑફરો વિશે શોધખોળ કરો પર ક્લિક કરો. 

  3. "ચાલુ ઇવેન્ટનો લાભ લો" હેઠળ, તમે કમિશન, પ્રમોશન અથવા Samples પર ક્લિક કરી શકો છો. 

  • નોંધ: વધુ વિગતો માટે તમે કોઈ વિક્રેતા પર ક્લિક કરો. તમે વિક્રેતાઓને મૂળાક્ષરો અથવા સૌથી વધુ કમિશન પ્રમાણે પણ સૉર્ટ કરી શકો છો.

આનુષંગિક વિક્રેતાઓની સૂચિઓ

એકવાર તમે પ્રોગ્રામના ભાગ બની જાઓ, ત્યારબાદ તમે નિરંતર જોડાતા વિક્રેતાઓની અમારી સૂચિમાંથી પ્રોડક્ટ ટૅગ કરવાનું શરૂ કરી શકો છો:

જોડાતા વિક્રેતાઓની સૂચિ

નોંધ:
  • વિક્રેતાઓની આ સંપૂર્ણ સૂચિ નથી. YouTube Studioમાં જોડાતા વિક્રેતાઓની સંપૂર્ણ સૂચિ તમને અહીં જોવા મળી શકે છે.
  • જો તમે આ પ્રોગ્રામમાં જોડાવામાં રુચિ ધરાવતી બ્રાંડ અથવા છૂટક વેપારી હો, તો કૃપા કરીને બ્રાંડ/છૂટક વેપારીની રુચિ માટેનું આ ફોર્મ ભરો. ફોર્મ ભરવાથી આમંત્રણ મળશે જ એ વાતની ગૅરંટી મળતી નથી.

તમારી કમાણીને સમજવી

આ પ્રોગ્રામમાં ભાગ લેનારી બધી બ્રાંડ અને છૂટક વેપારી, દરેક પ્રોડક્ટ માટે કમિશનના રેટ તેમજ એટ્રિબ્યુશન વિન્ડો સેટ કરશે. કમિશનના રેટ, દરેક પ્રોડક્ટની ઑફર અનુસાર બતાવવામાં આવશે. બતાવેલી ટકાવારી અનુસાર જ ચુકવણી કરવામાં આવશે. એકવાર દર્શક ટૅગ કરેલી તમારી પ્રોડક્ટ પર ક્લિક કરીને ખરીદી કરે, ત્યાર બાદ તમને કમિશન મળશે. તમારી YouTubeની આવક ચેક કરવા તમે YouTube Analyticsનો ઉપયોગ કરી શકો.

નોંધ:ગ્રાહક તરફથી પ્રોડક્ટ પાછી મોકલવાની બાબતને ધ્યાનમાં લઈને, ખરીદી કર્યા બાદ 60થી 120 દિવસમાં મેળવેલા કમિશનની ચુકવણી YouTube માટે AdSense મારફતે કરવામાં આવશે. જો ગ્રાહક પ્રોડક્ટ પાછી મોકલી દે, તો કમિશન પણ પાછું લઈ લેવાશે.

સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ, સ્પૉન્સરશિપ અને સમર્થનો

જો તમે તમારા વીડિયોમાં સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ, સમર્થન, સ્પૉન્સરશિપ અથવા દર્શકો માટે સ્પષ્ટતાની જરૂરિયાતવાળા અન્ય કન્ટેન્ટનો સમાવેશ કરો, તો તમારે YouTubeની સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ સંબંધિત પૉલિસીઓનું પાલન કરવું જરૂરી છે. વધુ માહિતી માટે કૃપા કરીને આ લેખનો સંદર્ભ લો.

સાઇન અપની સમસ્યાઓનું નિવારણ કરવું

સાઇન અપ કરતી વખતે તમને આવી શકતી ભૂલોનું નિરાકરણ કરવા માટેના સામાન્ય અભિગમ અહીં આપ્યા છે:

  • તમારી ચૅનલ યોગ્યતા ધરાવતી ન હોય તેમ બની શકે. તમારી ચૅનલ આવશ્યકતાઓ પૂરી કરે છે કે કેમ તે કન્ફર્મ કરવા માટે ઉપર આપેલા યોગ્યતાના માપદંડ રિવ્યૂ કરો.
  • તમારી ચૅનલ કન્ટેન્ટના માલિક દ્વારા મેનેજ કરાતી હોય, તો તમારે કન્ટેન્ટના માલિક પાસેથી તમારા વતી કરારનો સ્વીકાર કરાવવો જરૂરી છે.
  • તમે ખોટી YouTube ચૅનલમાં સાઇન ઇન કર્યું હોય તેમ બની શકે. જે ચૅનલ યોગ્યતા ધરાવતી હોવાનું તમે માનતા હો તેના પર સ્વિચ કરો અને ફરી પ્રયાસ કરો.

નોંધ: તમારી સમસ્યા ઉપરની કોઈ પરિસ્થિતિમાં બંધ બેસતી ન હોવાનું કન્ફર્મ કર્યા બાદ, વધુ સહાયતા માટે નિર્માતા માટે સપોર્ટનો સંપર્ક કરો.

શ્રેષ્ઠ પદ્ધતિઓ અને સંસાધનો

પહેલા દિવસથી જ આનુષંગિક પ્રોગ્રામનો સૌથી વધુ લાભ મેળવવા માટે, અમે નીચે મુજબ સુઝાવ આપીએ છીએ:

  • લોકપ્રિય બ્રાંડના સેલ અને પ્રોમો દર્શાવો: તમે જે પ્રોડક્ટ દર્શાવવા માગો છો તે કમિશન માટે ઉપલબ્ધ છે કે કેમ તે ચેક કરો અને તમારા કન્ટેન્ટને તમારા માટે સૌથી વધુ સંબંધિત હોય તેવા સેલ અને પ્રોમોની આસપાસ પ્લાન કરો. 
  • સંબંધિત પ્રોડક્ટ ટૅગ કરો અને વેચાણ વધારવા માટે CTAનો ઉપયોગ કરો: તમારા વીડિયો કે Shortમાં પ્રોડક્ટ દર્શાવીને તમારું કન્ટેન્ટ ટૅગ કરો અને તમારા ઑડિયન્સને એ જણાવવા કે તેઓ તે પ્રોડક્ટ ખરીદી શકે છે, કૉલ-ટુ-ઍક્શનનો ઉપયોગ કરો.
    • સમગ્ર વીડિયોમાં પ્રોડક્ટ ટૅગ કરવા માટે બલ્ક ટૅગિંગ સુવિધાનો ઉપયોગ કરો: YouTube Studioના કમાણી કરો વિભાગમાં Shopping ટૅબ પર જાઓ and then પ્રોડક્ટ ટૅગ કરો  and then વીડિયોના વર્ણનમાં જોવા મળેલી પ્રોડક્ટ ટૅગ કરવા માટે વીડિયોનો સૂચવેલી પ્રોડક્ટ વડે રિવ્યૂ કરો.
      • અમુક પ્રોડક્ટ ટૅગ કરવા માટે પ્રોડક્ટની છબી and then પર ક્લિક કરો સંબંધિત પ્રોડક્ટની બાજુમાંથી ટૅગ કરો અથવા તમામ પ્રોડક્ટ માટે તમામ ટૅગ કરો પર ક્લિક કરો.
      • એક અથવા વધુ વીડિયો માટે પ્રોડક્ટ ટૅગ કરવા માટે, સંબંધિત વીડિયો પસંદ કરો અથવા તમામ વીડિયો પસંદ કરો and then ટૅગ કરો.
  • બ્રાંડ અને નિર્માતાઓ પાસેથી પ્રેરણા મેળવો: કન્ટેન્ટ સંબંધિત પ્રેરણા માટે YouTube નિર્માતાઓ પરથી આનુષંગિક કન્ટેન્ટ જુઓ.

નિર્માતા માટે સ્ટાર્ટર પૅક

સેટઅપ અંગેની ટિપ, શ્રેષ્ઠ પદ્ધતિઓ અને તમારા કન્ટેન્ટમાં ઉમેરવા માટે મજેદાર સ્ટિકર જેવા સંસાધનોથી ભરપૂર સ્ટાર્ટર પૅક.

આનુષંગિક નિર્માતાનું પ્લેલિસ્ટ

YouTube પર અન્ય નિર્માતાઓનું આનુષંગિક કન્ટેન્ટ જોઈને અહીં તેમની પાસેથી પ્રેરણા મેળવો!

YouTube Shopping આનુષંગિક પર્ફોર્મન્સ બોનસ

નોંધ: YouTube Shopping આનુષંગિક પર્ફોર્મન્સ બોનસ 2023માં સમાપ્ત થયું.

YouTube Shopping આનુષંગિક પર્ફોર્મન્સ બોનસ યોગ્યતા ધરાવતા નિર્માતાઓને તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટ ટૅગ કરીને કમાણીમાં વધારો કરવાની વિશિષ્ટ તક આપે છે. 27 ઑક્ટોબર–30 નવેમ્બર, 2023 અને 1 ડિસેમ્બર–31 ડિસેમ્બર, 2023ની તારીખો વચ્ચે તમે ટૅગ કરેલી પ્રોડક્ટના કુલ વેચાણના આધારે તમને બોનસ મળે તેમ બની શકે છે. આ બોનસ બ્રાંડ અને છૂટક વેપારીના બીજા ચાલુ ઇન્સેન્ટિવનું સ્થાન લેતું નથી અને થયેલા વેચાણ પર મેળવેલા કમિશન ઉપરાંત તે મળે છે.

યોગ્યતા ધરાવતા નિર્માતાઓ દર મહિને એક બોનસ મેળવવા નીચેના વેચાણ ટિયર પૂરા કરે તે જરૂરી છે (રકમ USDમાં છે):

  • $300નું કુલ પ્રોડક્ટ વેચાણ લાવવા બદલ $30 બોનસ
  • $1,000નું કુલ પ્રોડક્ટ વેચાણ લાવવા બદલ $120 બોનસ
  • $5,000નું કુલ પ્રોડક્ટ વેચાણ લાવવા બદલ $750 બોનસ
  • $15,000+નું કુલ પ્રોડક્ટ વેચાણ લાવવા બદલ $3,000 બોનસ

મેળવેલા બોનસની ચુકવણીની ગણતરી બોનસનો સમયગાળો પૂરો થયાના 45 દિવસની અંદર કોઈ પ્રોડક્ટ પરત કરાઈ હોય તો તમારા કુલ વેચાણમાંથી તેનું મૂલ્ય બાદ કરીને કરાય છે. મેળવેલા બોનસની તમારી ચુકવણી દર મહિનાની સમાપ્તિએ પ્રોગ્રામના 120 દિવસની અંદર તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં દેખાશે.

નોંધ: YouTube Shopping આનુષંગિક પર્ફોર્મન્સ બોનસ YouTube આનુષંગિક પ્રોગ્રામની સેવાની શરતો દ્વારા સંચાલિત છે. Google નોટિસ આપીને કોઈપણ સમયે YouTube Shopping આનુષંગિક પર્ફોર્મન્સ બોનસ સમાપ્ત કરી શકે છે. Google દ્વારા નિર્ધારિત કરેલા છેતરામણા, દુરુપયોગ કરનારા, કપટપૂર્ણ કે અન્ય અમાન્ય માધ્યમો મારફતે જનરેટ થયેલા વ્યવહારો સહિતના કારણોસર ચુકવણી નકારવાનો અધિકાર Google આરક્ષિત રાખે છે. 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11108586880331207730
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false