YouTube Studioમાં પૉડકાસ્ટ બનાવો

YouTube Studioનો ઉપયોગ કરીને પૉડકાસ્ટ બનાવવાની અને તમારા પૉડકાસ્ટને YouTube Musicમાં ઉમેરવાની રીત જાણો.

YouTube Studioમાં પૉડકાસ્ટ બનાવવું

YouTube પર, પૉડકાસ્ટ શો એ પ્લેલિસ્ટ છે અને પૉડકાસ્ટના એપિસોડ તે પ્લેલિસ્ટમાંના વીડિયો છે. તમારા પૉડકાસ્ટમાં માત્ર સંપૂર્ણ-લંબાઈના એપિસોડ હોવા જોઈએ અને જે ક્રમમાં તેનો વપરાશ થવો જોઈએ, એ ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ. જો તમારા પૉડકાસ્ટની એકથી વધુ સીઝન હોય, તો તેમને એક જ પૉડકાસ્ટમાં શામેલ કરો.

પૉડકાસ્ટ નિર્માતાઓ નીચેના લાભ માટે યોગ્યતા ધરાવે છે:

  • YouTube Musicમાં સમાવેશ કરવાની સુવિધા
  • જોવાના અને પ્લેલિસ્ટ પેજ પર પૉડકાસ્ટના બૅજ
  • નવા શ્રોતાઓને આકર્ષિત કરવા માટે youtube.com/podcasts પર સ્પૉટલાઇટ
  • આધિકારિક શોધ કાર્ડ
  • શ્રોતાઓને તમારા એપિસોડ શોધવામાં સહાય કરવા માટે, જોવાના પેજ પરથી સરળતાથી શોધવાની સુવિધા
  • સમાન રુચિઓ ધરાવતા, નવા શ્રોતાઓ માટેના સુઝાવો
  • તમારા ઑડિયન્સને તમારું પૉડકાસ્ટ શોધવામાં સહાય કરવા માટે બહેતર બનાવેલી શોધ સુવિધાઓ
નોંધ:
  • કેટલાક પ્લેલિસ્ટ પૉડકાસ્ટની સુવિધાઓ માટે યોગ્યતા ધરાવતા નથી, પછી ભલેને તમે તેને પૉડકાસ્ટ તરીકે નિયુક્ત કરો. અયોગ્ય કન્ટેન્ટમાં નિર્માતાની માલિકી વિનાના કન્ટેન્ટનો સમાવેશ થાય છે, પરંતુ તેના સુધી મર્યાદિત નથી.
  • તમારા પૉડકાસ્ટને સપોર્ટ કરવા માટે બનાવેલા Shorts, YouTube Musicમાં દેખાશે નહીં.
  • જે દેશો/પ્રદેશોમાં પૉડકાસ્ટ ઉપલબ્ધ છે, ત્યાં YouTube Music ઍપમાં નિર્માતા પૉડકાસ્ટ શામેલ કરવામાં આવે છે. 

YouTube પર પૉડકાસ્ટ બનાવવાની રીત જાણો

તમારી ચૅનલને ઑપ્ટિમાઇઝ કરવા માટેની વધુ ટિપ માટે પૉડકાસ્ટ નિર્માતાઓ માટેની અમારી શ્રેષ્ઠ કાર્યપ્રદ્ધતિઓ જુઓ અથવા નીચેની માહિતીનો ઉપયોગ કરીને YouTube Studioમાં પૉડકાસ્ટ બનાવવાની રીત જાણો. જો તમે YouTube પર નવા હો, તો તમારા પૉડકાસ્ટના એપિસોડ તરીકે વીડિયો અપલોડ કરવાની રીત જાણો.

YouTube Studioમાં નવું પૉડકાસ્ટ બનાવો

નવું પૉડકાસ્ટ બનાવવા માટે:

  1. YouTube Studioમાં, બનાવો અને પછી નવું પૉડકાસ્ટ પર ક્લિક કરો.
    • નવું પૉડકાસ્ટ બનાવતા પહેલાં તમને તમારું એકાઉન્ટ ચકાસવા માટે કહેવામાં આવી શકે છે.
  2. પૉપ-અપમાંથી, નવું પૉડકાસ્ટ બનાવો પસંદ કરો.
    • જો તમારે હાલના પ્લેલિસ્ટને પૉડકાસ્ટમાં ફેરવવું હોય, તો હાલના પ્લેલિસ્ટને પૉડકાસ્ટ તરીકે સેટ કરો પસંદ કરો. આગલા વિભાગમાં હાલના પ્લેલિસ્ટને ઑપ્ટિમાઇઝ કરવાની રીત જાણો.
  3. તમારા પૉડકાસ્ટની વિગતો દાખલ કરો, જેમાં આ શામેલ છે:
  4. સાચવવા માટે બનાવો પર ક્લિક કરો.

એકવાર તમે તમારું પૉડકાસ્ટ બનાવી લો, તે પછી તમારા પૉડકાસ્ટમાં નવા અથવા હાલના વીડિયો અપલોડ કરીને એપિસોડ ઉમેરો. આગલા વિભાગમાં તમારા પૉડકાસ્ટમાં વીડિયો ઉમેરવાની રીત જાણો.

ધ્યાનમાં રાખો કે:

  • YouTube પર, પૉડકાસ્ટના દરેક એપિસોડને વીડિયો દ્વારા રજૂ કરવામાં આવે છે. YouTube પર MP3sને પૉડકાસ્ટમાં ફેરવી શકાશે નહીં. પૉડકાસ્ટ બનાવવા માટે, તમારા પૉડકાસ્ટના પ્લેલિસ્ટમાં વીડિયો અપલોડ કરો અથવા ઉમેરો.
  • જો તમારા પૉડકાસ્ટનો કોઈ એપિસોડ અમારી કૉપિરાઇટ પૉલિસીઓનું ઉલ્લંઘન કરે, તો તે કન્ટેન્ટ પૉડકાસ્ટની સુવિધાઓ માટે યોગ્ય હોઈ શકે નહીં. YouTube પર ઉચિત ઉપયોગ અને કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ વિશે વધુ જાણો.
  • પૉડકાસ્ટ વીડિયો માત્ર ઑડિયો પ્લેબૅક માટે જ ઉપલબ્ધ છે. વીડિયો માટે ઑડિયો પ્લેબૅક બંધ કરવા માટે, તમારે તેને તમારા વીડિયો સેટિંગમાં તમામ પૉડકાસ્ટમાંથી કાઢી નાખવો જરૂરી છે.
YouTube માટે તમારા શોને ઑપ્ટિમાઇઝ કરવા વિશે વધુ જાણવા માટે, નિર્માતાની ટિપમાં અમારી શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ જુઓ.

પૉડકાસ્ટમાં વીડિયો ઉમેરો

પૉડકાસ્ટમાં નવો વીડિયો અપલોડ કરવા માટે:

  1. YouTube Studioમાં, કન્ટેન્ટ અને પછી પૉડકાસ્ટ પર જાઓ.
  2. તમારું પૉડકાસ્ટ પસંદ કરો.
  3. વીડિયો ઉમેરો અને પછી વીડિયો અપલોડ કરો પર ક્લિક કરો.
  4. તમે તમારા પૉડકાસ્ટમાં ઉમેરવા માગતા હો, તે વીડિયો અપલોડ કરો અને વીડિયોની વિગતો દાખલ કરો.
  5. ફેરફારો સાચવવા માટે બનાવો પર ક્લિક કરો.

પૉડકાસ્ટમાં હાલના વીડિયો ઉમેરવા માટે:

  1. YouTube Studioમાં, કન્ટેન્ટ અને પછી પૉડકાસ્ટ પર જાઓ.
  2. તમારું પૉડકાસ્ટ પસંદ કરો.
  3. વીડિયો ઉમેરો અને પછી તમારા હાલના વીડિયો ઉમેરો પર ક્લિક કરો.
  4. તમે તમારા પૉડકાસ્ટમાં ઉમેરવા માગતા હો, તે વીડિયો પસંદ કરો.
  5. પ્લેલિસ્ટમાં ઉમેરો પર ક્લિક કરો અને સૂચિમાંથી તમારું પૉડકાસ્ટ પસંદ કરો.
  6. તમારા પૉડકાસ્ટમાં વીડિયો ઉમેરવા માટે, સાચવો પર ક્લિક કરો.

હાલના પ્લેલિસ્ટને પૉડકાસ્ટ તરીકે સેટ કરો

  1. YouTube Studioમાં, કન્ટેન્ટ અને પછી પ્લેલિસ્ટ પર જાઓ.
  2. તમે જે પ્લેલિસ્ટને પૉડકાસ્ટ તરીકે નિયુક્ત કરવા માગતા હો, તેના પર કર્સર લઈ જાઓ.
  3. મેનૂ અને પછી પૉડકાસ્ટ તરીકે સેટ કરો પર ક્લિક કરો.
  4. તમારા પૉડકાસ્ટની વિગતોનો રિવ્યૂ કરો અને પૉડકાસ્ટની ચોરસ થંબનેલ ઉમેરો. પૉડકાસ્ટની વિગતોમાં શીર્ષક, વર્ણન અને YouTube પર તમારું પૉડકાસ્ટ કોણ જોઈ શકે, તેનો સમાવેશ થાય છે.
  5. તમારા ફેરફારો કન્ફર્મ કરવા માટે થઈ ગયું પર ક્લિક કરો.

ધ્યાનમાં રાખો કે:

  • જો તમારા પૉડકાસ્ટનો કોઈ એપિસોડ અમારી કૉપિરાઇટ પૉલિસીઓનું ઉલ્લંઘન કરે, તો તે કન્ટેન્ટ પૉડકાસ્ટની સુવિધાઓ માટે યોગ્ય હોઈ શકે નહીં. YouTube પર ઉચિત ઉપયોગ અને કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ વિશે વધુ જાણો.
  • જો પ્લેલિસ્ટમાં પૉડકાસ્ટના પૂરા એપિસોડ હોય, તો જ તેને પૉડકાસ્ટ તરીકે સેટ કરો. જો તમારી પાસે સીઝન અથવા ક્લિપ માટે પ્લેલિસ્ટનો વધારાનો સેટ હોય, તો આ પ્લેલિસ્ટને પૉડકાસ્ટ તરીકે સેટ કરશો નહીં.
ખાતરી કરો કે તમારા હાલના પ્લેલિસ્ટ YouTube પર પૉડકાસ્ટિંગ માટે ઑપ્ટિમાઇઝ કરેલા છે. વધુ જાણવા માટે, નિર્માતાની ટિપમાં અમારી શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ જુઓ.

તમારા પૉડકાસ્ટને નામ આપો

સેટઅપ દરમિયાન, તમારા પૉડકાસ્ટને વર્ણનાત્મક શીર્ષક આપો. તમારા પૉડકાસ્ટના શીર્ષકમાં વધારાના શબ્દો ઉમેરશો નહીં (જેમાં ‘પૉડકાસ્ટ’ શામેલ છે, સિવાય કે તે તમારા શોના નામનો ભાગ હોય).

પૉડકાસ્ટના સામાન્ય શીર્ષકો ટાળો, જેમ કે “પૂરા એપિસોડ”, “નવા અપલોડ”, “પૉડકાસ્ટ” વગેરે. જો તમારા પ્લેલિસ્ટનું શીર્ષક ખૂબ જ અસ્પષ્ટ હોય, તો YouTube તમારા પૉડકાસ્ટના શીર્ષકને YouTube Music ઍપમાં તમારી ચૅનલના નામ વડે બદલશે.

નોંધ:
  • કેટલાક પ્લેલિસ્ટ પૉડકાસ્ટની સુવિધાઓ માટે યોગ્યતા ધરાવતા નથી, પછી ભલેને તમે તેને પૉડકાસ્ટ તરીકે નિયુક્ત કરો. અયોગ્ય કન્ટેન્ટમાં નિર્માતાની માલિકી વિનાના કન્ટેન્ટનો સમાવેશ થાય છે, પરંતુ તેના સુધી મર્યાદિત નથી.
  • તમારા પૉડકાસ્ટને સપોર્ટ કરવા માટે બનાવેલા Shorts, YouTube Musicમાં દેખાશે નહીં.
  • જે દેશો/પ્રદેશોમાં પૉડકાસ્ટ ઉપલબ્ધ છે, ત્યાં YouTube Music ઍપમાં નિર્માતા પૉડકાસ્ટ શામેલ કરવામાં આવે છે. 

તમારા પૉડકાસ્ટની વિગતોમાં ફેરફાર કરો

તમારા પૉડકાસ્ટની વિગતોમાં ફેરફાર કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. કન્ટેન્ટ અને પછી પૉડકાસ્ટ પર જાઓ.
  3. તમે જેમાં ફેરફાર કરવા માગતા હો, તે પૉડકાસ્ટ પર કર્સર લઈ જાઓ અને પર ક્લિક કરો.
  4. વિગતોના પેજ પરથી તમારા પૉડકાસ્ટનું શીર્ષક, વર્ણન, પૉડકાસ્ટનું ચોરસ થંબનેલ, દૃશ્યતા અથવા વીડિયોના ક્રમમાં ફેરફાર કરો.
  5. સાચવો પર ક્લિક કરો.

પ્લેલિસ્ટમાંથી પૉડકાસ્ટિંગની સુવિધાઓ કાઢી નાખો

  1. YouTube Studioમાં, કન્ટેન્ટ અને પછી પૉડકાસ્ટ પર જાઓ.
  2. તમે જે પ્લેલિસ્ટને પૉડકાસ્ટ તરીકે અનસેટ કરવા માગતા હો, તેના પર કર્સર લઈ જાઓ.
  3. તમારે જે પૉડકાસ્ટમાંથી સુવિધાઓ કાઢી નાખવી હોય, તેની બાજુમાં મેનૂ પર ક્લિક કરો.
  4. પ્લેલિસ્ટ તરીકે સેટ કરો પસંદ કરો.
  5. કન્ફર્મ કરવા માટે હા પર ક્લિક કરો.

તમારા પૉડકાસ્ટમાં એપિસોડને ફરીથી ક્રમાંકિત કરો

તમારા એપિસોડનો વપરાશ કરવાના ક્રમમાં ફેરફાર કરવા માટે, તમારે તેને તમારા પૉડકાસ્ટના પ્લેલિસ્ટમાં ફરીથી ક્રમાંકિત કરવા જરૂરી રહેશે.

  1. YouTube Studioમાં, કન્ટેન્ટ અને પછી પૉડકાસ્ટ પર જાઓ.
  2. તમારે અપડેટ કરવું હોય તે પૉડકાસ્ટ પર ફેરફાર કરો ક્લિક કરો.
  3. પૉડકાસ્ટની વિગતોના પેજમાંથી, વીડિયોનો ડિફૉલ્ટ ક્રમ મેનૂ પર ક્લિક કરો અને તમારા વીડિયો તમારે કેવી રીતે સૉર્ટ કરવા છે, તે પસંદ કરો.
  4. ફેરફારો કન્ફર્મ કરવા માટે, ઉપર જમણા ખૂણામાં સાચવો પર ક્લિક કરો.
  • જો તમારો શોના વિવિધ એપિસોડ હોય, તો તમારા વીડિયોને સૌથી નવા પહેલાં અને સૌથી જૂના પછી એ પ્રમાણે ક્રમાંકિત કરો.
  • જો તમારો શો કોઈ સીરિયલ હોય, તો તમારા પ્લેલિસ્ટને સૌથી નવા પહેલાં અને સૌથી જૂના પછી એ પ્રમાણે ક્રમાંકિત કરો.

YouTube પર તમારા પૉડકાસ્ટનું પર્ફોર્મન્સ માપો

તમારા પૉડકાસ્ટનું સામાન્ય પર્ફોર્મન્સ સમજવા માટે:

  1. YouTube Studio ખોલો.
  2. Analytics ટૅબ પરથી, ઓવરવ્યૂ પર ક્લિક કરો.
  3. પેજ પર નીચેના જમણા ભાગમાં, તમારું(રા) પૉડકાસ્ટ કાર્ડ પરથી સંબંધિત પૉડકાસ્ટ પસંદ કરો.

નોંધ: જો YouTube પર તમારું માત્ર એક જ પૉડકાસ્ટ હોય, તો આ એકમાત્ર વિકલ્પ હશે.

આ સ્નૅપશૉટની અંદર, તમને તમારા પૉડકાસ્ટના વ્યૂ અને જોવાયાનો સમય તથા ડેટા જોવા મળી શકે છે. જો તમારી પાસે પૉડકાસ્ટના એકથી વધુ શો હોય, તો તમારા પ્લેલિસ્ટ કરાઉઝલમાં દેખાશે.

તમારા પૉડકાસ્ટના પર્ફોર્મન્સના વિગતવાર અભ્યાસ માટે:

  1. YouTube Studio ખોલો.
  2. Analytics ટૅબ પરથી, ઓવરવ્યૂ પર ક્લિક કરો.
  3. પૉડકાસ્ટના વિશ્લેષણો જુઓ પસંદ કરો.

આ વ્યૂમાંથી, તમને આ જોવા મળશે:

  • તમારા પૉડકાસ્ટના પર્ફોર્મન્સનો ઓવરવ્યૂ
  • ટ્રાફિક સૉર્સ
  • ઑડિયન્સની વસ્તી વિષયક માહિતી
  • ઑડિયન્સ રિટેન્શનના મેટ્રિક
  • આવકનો ડેટા
  • અને વધુ

જો તમારી પાસે પૉડકાસ્ટના એકથી વધુ શો હોય, તો તમે જે પૉડકાસ્ટનું વિશ્લેષણ કરવા માગતા હો, તેના શીર્ષક પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17022891389593103398
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false