YouTube ઑપરેશંસ ગાઇડ

રેફરન્સ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.
Content IDનો કન્ટેન્ટ સાથે શક્ય તેટલો કાર્યક્ષમ અને અસરકારક મેળ થાય તે માટે સક્રિય અને માન્ય રેફરન્સ ફાઇલો જાળવવી મહત્ત્વની છે. આ રીતે ન જળવાય તો તમારા પર એકાઉન્ટ પેનલ્ટી, તમારી કંપની માટે નકારાત્મક PR અને સમય વેડફતા ક્લીન-અપ પ્રોજેક્ટનું જોખમ રહે છે.

તમારી રેફરન્સ ફાઇલો સફળતાથી જાળવવા માટે નીચે આપેલી શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓનો ઉપયોગ કરો:

યોગ્ય, અલગ રેફરન્સ ફાઇલો ડિલિવર કરો

તમે જે રેફરન્સ ફાઇલો ડિલિવર કરો છો, તે માટે તમારી પાસે એક કે તેથી વધુ પ્રદેશોમાં વિશિષ્ટ અધિકારો હોવા આવશ્યક છે. આ જરૂરિયાત તમારા સંદર્ભના ઑડિયો અને વિઝ્યુઅલ ઘટકો બન્ને પર લાગુ થાય છે. ઉદાહરણ તરીકે, જો તમારા ઑડિયોવિઝ્યુઅલ સંદર્ભમાં લાઇસન્સ વિનાના ત્રીજા પક્ષમા ઑડિયો શામેલ હોય, તો તે કન્ટેન્ટને ડિલિવરી પહેલાં કાઢી નાખવું જોઈએ. સંદર્ભ સંભવિત રીતે અમાન્ય હોવા તરીકે ઓળખાય અને અમાન્ય હોવાને લગતા દાવા જનરેટ થવાનું તેમાં જોખમ હોય, તો તમને Studioના કન્ટેન્ટ મેનેજરમાં નોટિફિકેશન મળશે. સંભવિત રીતે અમાન્ય રેફરન્સને માન્ય કરવાની રીત જાણો.

યાદ રાખો કે નીચે મુજબના કન્ટેન્ટ Content IDના મેળ માટે યોગ્ય ઠરતા નથી:

  • શામેલ કરેલું ત્રીજા પક્ષનું ફૂટેજ
  • PD કન્ટેન્ટ
  • અનન્ય લાઇસન્સવાળું ન હોય તેવું કન્ટેન્ટ
  • પૂરતું અલગ અથવા સમાન લાગતું હોય તેવું કન્ટેન્ટ (જેમ કે કૅરીઓકી રોકોર્ડિંગ, રિમાસ્ટર અથવા ચોક્કસ રિમિક્સ)
  • ઓવરલે જેનરિક કન્ટેન્ટ

Content ID માટે યોગ્ય ઠરતા કન્ટેન્ટ વિશે વધુ જાણો.

સંપૂર્ણ અને માન્ય અસેટ મેટાડેટાનો સમાવેશ કરો

કોઈ YouTube અપલોડર પર Content IDનો દાવો થાય, ત્યારે કયા કન્ટેન્ટ પર દાવો થઈ રહ્યો છે તે વિશે અને કન્ટેન્ટના માલિક કોણ છે તે વિશે તેમને પૂરતી માહિતી હોવી જરૂરી છે. આ કારણે રેફરન્સ સંપૂર્ણ અને માન્ય મેટાડેટા ધરાવતા હોય તે જરૂરી છે.

  • બધી અસેટમાં માહિતીસભર શીર્ષક આપેલું હોવું જોઈએ ("ટ્રૅક 4" અથવા આંતરિક અનુક્રમ નંબર જેવું કંઈ ન હોવું જોઈએ).
  • રેકોર્ડ કરેલા મ્યુઝિકની અસેટમાં કલાકાર અને રેકોર્ડ લેબલની માહિતીનો પણ સમાવેશ થવો જોઈએ.

ત્રીજા પક્ષનું કન્ટેન્ટ ધરાવતા સેગ્મેન્ટ બાકાત રાખો

તમે Content IDનો મેળ ચાલુ કર્યો હોય તે રેફરન્સ માટે તમારી પાસે અનન્ય અધિકારો હોવા જરૂરી છે.

તમારા રેફરન્સમાં સાર્વજનિક ડોમેનના ફૂટેજ જેવા ત્રીજા-પક્ષના કન્ટેન્ટનો સમાવેશ થતો હોય, તો તમારે તે સેગ્મેન્ટને Content IDના મેળની વિચારણામાંથી બાકાત રાખવા જોઈએ. ત્રીજા-પક્ષના કન્ટેન્ટના અન્ય ઉદાહરણોમાં ઉચિત ઉપયોગના સિદ્ધાંતો હેઠળ ઉપયોગમાં લેવાતી ટૂંકી ક્લિપ, વ્યાવસાયિક વિરામ અથવા અનન્ય ન હોય તેવા ઑડિયો લૂપનો સમાવેશ થઈ શકે છે.

તમે CSV નમૂનો અથવા DDEX ફીડનો ઉપયોગ કરીને રેફરન્સમાંથી બાકાત રાખવાની બાબતો ડિલિવર કરી શકો.

કસ્ટમ મેળ પૉલિસીઓનું સેટઅપ કરો

દાવો કરાયેલા વીડિયો બાબતે Content ID થકી કયું પગલું લેવાવું જોઈએ તે મેળ પૉલિસીઓ સ્પષ્ટ કરે છે. તમે કસ્ટમ મેળ પૉલિસીઓનું સેટઅપ કરી શકો જે Content IDને આના આધારે વીડિયો પર ઑટોમૅટિક રીતે દાવો કરવાનું જણાવે:

  • વપરાશકર્તાના વીડિયોમાં મેળનું પ્રમાણ: તમારા અપલોડ થયેલા વીડિયોની લંબાઈ અથવા ટકાવારી જેનો રેફરન્સ ફાઇલ સાથે મેળ બેસતો હોય.
  • રેફરન્સના મેળનું પ્રમાણ: અપલોડ કરેલા વીડિયો સાથે મેળ બેસતો હોય તે તમારી રેફરન્સ ફાઇલની લંબાઈ અથવા ટકાવારી.
  • મેળનો પ્રકાર: કન્ટેન્ટનો પ્રકાર જે તમારી રેફરન્સ ફાઇલ: ફક્ત ઑડિયો, ફક્ત વીડિયો અથવા બન્ને સાથે મેળ ખાય છે.

તમે દાવો કરાયેલા વીડિયોને મેન્યુઅલ રિવ્યૂ માટે રુટ કરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો, જેથી તમે કોઈ સંભવિત રીતે સંશયાત્મક મેળ હોય તો તેના પર મેન્યુઅલી પ્રક્રિયા કરી શકો. આ પ્રક્રિયામાંથી પસાર થવાથી તમને કોઈ સંભવિત રીતે અમાન્ય રેફરન્સ હોય તો તે ઓળખવામાં પણ સહાય મળી શકે. પૉલિસીઓ બનાવવા વિશે વધુ જાણો.

 સંપૂર્ણ લંબાઈની ફાઇલોનો ઉપયોગ કરો

તમે રેફરન્સ ફાઇલ તરીકે ક્લિપને બદલે સંપૂર્ણ લંબાઈની ફાઇલોનો ઉપયોગ કરો તેવો સુઝાવ છે. સંપૂર્ણ લંબાઈના રેફરન્સના પરિણામે કમાણી કરવાની પ્રક્રિયાનો ઉચ્ચ રેટ મળે છે અને Content IDના મેળ વધુ અસરકારક રહે છે.

તમારા સંપૂર્ણ લંબાઈના રેફરન્સમાં સાર્વજનિક ડોમેનના ફૂટેજ જેવા ત્રીજા-પક્ષના કન્ટેન્ટનો સમાવેશ થતો હોય, તો તમારે તે સેગ્મેન્ટને Content IDના મેળની વિચારણામાંથી બાકાત રાખવા જોઈએ.
નોંધ: તમે સંપૂર્ણ કન્ટેન્ટ YouTube પર દેખાય તેમ ન ઇચ્છતા હો ત્યારે પણ સંપૂર્ણ લંબાઈનો રેફરન્સ ડિલિવર કરી શકો છો. રેફરન્સ એ સાર્વજનિક રીતે જોઈ શકાય તેવો YouTube વીડિયો નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3608837864443891661
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false