YouTube Shorts બનાવીને શરૂ કરો

YouTube Shorts એ YouTube ઍપમાં માત્ર સ્માર્ટફોન અને Shorts કૅમેરાનો ઉપયોગ કરીને કોઈપણ નવા ઑડિયન્સ સાથે કનેક્ટ થવાની એક રીત છે. YouTubeના Shorts બનાવવા માટેના ટૂલ અમારા મલ્ટિ-સેગ્મેન્ટ કૅમેરા વડે 60 સેકન્ડ સુધીના ટૂંકા સ્વરૂપના વીડિયો બનાવવાનું સરળ બનાવે છે.

YouTube Shorts

YouTube Shorts વિશે વધુ જાણો

હું Shorts કેવી રીતે બનાવી શકું?

તમે આ સૂચનાઓને અનુસરીને તમારા કમ્પ્યુટર અથવા સ્માર્ટફોનમાં Shorts તરીકે સાચવેલા વર્ટિકલ વીડિયો અપલોડ કરી શકો છો.

જો તમારી પાસે સ્માર્ટફોન હોય, તો તમે YouTube ઍપ પરથી Short રેકોર્ડ કરી શકો છો. આ કેવી રીતે કરવું તે અહીં આપ્યું છે:

  1. YouTube ઍપમાં સાઇન ઇન કરો.
  2. બનાવો  પર ટૅપ કરો અને Short બનાવો પસંદ કરો.
    • અથવા Shorts જોવાના પેજ પરથી રિમિક્સ  પર ટૅપ કરો.
  3. તમારા Shortને 15 સેકન્ડ કરતાં લાંબો બનાવવા માટે, સૌથી ઉપર જમણા ખૂણામાં દેખાતા 15 સેકન્ડ પર ટૅપ કરો, આવી રીતે 60 સેકન્ડ (60) સુધી રેકોર્ડ કરી શકાય છે.
  4. ક્લિપ રેકોર્ડ કરવા માટે, કૅપ્ચર કરો  દબાવી રાખો અથવા રેકોર્ડ કરવાનું શરૂ કરવા માટે તેના પર ટૅપ કરો અને પછી રોકવા માટે ફરી ટૅપ કરો.
  5. તમે અગાઉ રેકોર્ડ કરેલી વીડિયો ક્લિપ કાઢી નાખવા માટે, છેલ્લો ફેરફાર રદ કરો  પર ટૅપ કરો અથવા તેને ફરી ઉમેરવા માટે ફરી કરો  પર ટૅપ કરો.
  6. બંધ કરો અને પછી પર ટૅપ કરો, શરૂ કરવા અથવા ડ્રાફ્ટ તરીકે સાચવવાનું પસંદ કરો અને કૅમેરાથી બહાર નીકળો.
  7. તમારા વીડિયોનો પ્રીવ્યૂ કરવા અને તેને વધુ સારો બનાવવા માટે, થઈ ગયું  પર ટૅપ કરો.
  8. સ્ક્રીન રેકોર્ડ કરવા પાછા ફરવા માટે, પાછળ  પર ટૅપ કરો. તમે ફેરફાર કરી લો પછી શરૂ કરવા અથવા ડ્રાફ્ટ તરીકે સાચવવા અને એડિટરમાંથી બહાર નીકળવા માટે પણ પાછળ પર ટૅપ કરી શકો છો. આ સમયે ડ્રાફ્ટ તરીકે સાચવવાથી તમે કરેલા બધા ફેરફારો સાચવવામાં આવે છે.
  9. તમારા વીડિયોમાં વિગતો ઉમેરવા માટે આગળ પર ટૅપ કરો. આ સ્ક્રીન પર જઈને, શીર્ષક ઉમેરો (વધુમાં વધુ 100 અક્ષર) અને સેટિંગ પસંદ કરો, જેમ કે વીડિયો પ્રાઇવસી.
    નોંધ: 13–17 વર્ષની ઉંમરના નિર્માતાઓ માટે વીડિયોનું પ્રાઇવસી સેટિંગ, ડિફૉલ્ટ તરીકે ખાનગી પર સેટ હોય છે. જો તમે 18 વર્ષથી વધુ ઉંમરના હો, તો તમારા વીડિયોનું પ્રાઇવસી સેટિંગ, ડિફૉલ્ટ તરીકે સાર્વજનિક પર સેટ હોય છે. દરેક વ્યક્તિ આ સેટિંગ બદલી શકે છે જેથી તેઓ તેમના વીડિયોને સાર્વજનિક, ખાનગી કે ફક્ત લિંક સાથે દેખાતો વીડિયો બનાવી શકે.
  10. તમારા ઑડિયન્સ પસંદ કરવા માટે ઑડિયન્સ પસંદ કરો અને પછીહા, તે બાળકો માટે યોગ્ય છે" અથવા "ના, તે બાળકો માટે યોગ્ય નથી" પર ટૅપ કરો. 'બાળકો માટે યોગ્ય' વિશે વધુ જાણો.
  11. તમારો Short પબ્લિશ કરવા માટે, Short અપલોડ કરો પર ટૅપ કરો.
નોંધ: તમે મહત્તમ 1080pના રિઝોલ્યુશનવાળા Short વીડિયો અપલોડ કરી શકો છો.
Shorts સાથે સર્જનાત્મક બનો!
 
YouTube ઍપમાં તમારા Shortsને વિવિધ સર્જનાત્મક સુવિધાઓ વડે વધુ સારું બનાવો – વધુ જાણો.
દર્શકોને મારા Shorts કેવી રીતે મળશે?

અમે હંમેશાં દર્શકોને કન્ટેન્ટ ડિલિવર કરવાની નવી રીતોનું પરીક્ષણ કરતા રહીએ છીએ. આ ખાસ કરીને Shorts માટે સાચું છે.

Shorts પ્લેયર ખોલવા માટે YouTube ઍપની નીચેની બાજુએ Shorts  પર ટૅપ કરીને દર્શકો તમારા Shorts મેળવી શકે છે. પ્લેયરમાંથી, તેઓ Shorts ફીડમાં વીડિયોનું ક્યારેય સમાપ્ત ન થતું સ્ટ્રીમ જોવા માટે સ્ક્રોલ કરી શકે છે. તેમને Shorts અહીં પણ જોવા મળી શકે:

  • મોટાભાગના સ્માર્ટ ટીવી, ગેમ કન્સોલ અને અન્ય સ્ટ્રીમિંગ ડિવાઇસ સહિત, સમગ્ર YouTube પર શોધ પરિણામોમાં.
  • YouTube હોમપેજ પર.
  • તમારી ચૅનલના હોમપેજ પર બતાવેલા.
  • તેમના સબ્સ્ક્રિપ્શન ચેક કરીને.
  • તેમના નોટિફિકેશનમાં.

તેમને જ્યાં પણ તે મળે, તમારા Shorts જોવાથી મળેલા સબ્સ્ક્રાઇબરની ગણતરી નિર્માતા અવૉર્ડ પ્રોગ્રામની સિદ્ધિઓમાં કરવામાં આવે છે.

સમગ્ર YouTube પર તમારા Shortsનો સુઝાવ આપવામાં અમારી સિસ્ટમની સહાય કરવા માટે, તમારા ટૂંકા વીડિયોના શીર્ષક અથવા વર્ણનમાં #Shorts શામેલ કરો.

YouTube પર હૅશટૅગ વિશે વધુ માહિતી માટે, તમારા વીડિયોમાં હૅશટૅગ ઉમેરો પર જાઓ.

શું હું મારા Shortsથી નાણાં કમાઈ શકું?

હા! તમે હવે Shorts સાથે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP) માટેની યોગ્યતા મેળવી શકો છો. તમે છેલ્લા 90 દિવસમાં 1 કરોડ માન્ય સાર્વજનિક Shorts વ્યૂ સાથે 1,000 સબ્સ્ક્રાઇબર મેળવીને YPP માટેની યોગ્યતા મેળવી શકો છો. YouTube Shorts વડે નાણાં કમાવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13506184433616022671
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false