નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

શું હું મારી કમાણીમાંથી અમાન્ય પ્રવૃત્તિને કારણે કરવામાં આવેલી કપાતનો રેકોર્ડ જોઈ શકું છું?

અમાન્ય પ્રવૃત્તિની ભાળ મેળવવાની અમારી સિસ્ટમની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે, અમે તમારી સાઇટ અથવા ઍપ્લિકેશન પર ક્યાં અથવા કેટલા પ્રમાણમાં અમાન્ય પ્રવૃત્તિની ભાળ મેળવી છે, તેના વિશે કોઈ ચોક્કસ વિગત શેર કરી શકતા નથી.

Google દ્વારા ત્રણ અવસર પર તમારી કમાણીમાંથી અમાન્ય ટ્રાફિક કાઢી નાખવામાં આવે છે. તમારા રિપોર્ટિંગને શક્ય તેટલું સચોટ રાખવા અને વપરાશકર્તાની વાસ્તવિક પ્રવૃત્તિને દર્શાવવા માટે Google કેટલા પ્રયત્નો કરે છે, તે બાબત વધુ સારી રીતે સમજવામાં તમારી સહાય કરવા માટે, અમે દરેક તબક્કાનો સારાંશ પ્રદાન કર્યો છે.
રિયલ-ટાઇમ ફિલ્ટરિંગ

જો તમે તમારા રિપોર્ટનો વારંવાર રિવ્યૂ કરો, તો તમને આખા દિવસ દરમિયાન તમારી ક્લિક અને કમાણીમાં અસામાન્ય વધ-ઘટ જોવા મળી શકે છે. આનું કારણ એ છે કે ડબલ ક્લિક, ક્રૉલર, ચેડાં થવા વગેરે જેવી ક્રિયાઓ માટે તમારા રિપોર્ટમાં જમા થતી કમાણી Google દ્વારા ઑટોમૅટિક રીતે કાઢી નાખવામાં આવે છે.

વધુ માહિતી માટે, મારા રિપોર્ટમાંથી ક્લિક અને કમાણી કાઢી નાખવામાં આવી છે જુઓ.

નક્કી કરવાની પ્રક્રિયા દરમિયાન કાઢી નાખવામાં આવેલી કમાણી

તમારા એકાઉન્ટમાંના રિપોર્ટનો હેતુ તમને તમારા એકાઉન્ટની હાલની પ્રવૃત્તિ વિશે નજીકના અંદાજ આપવાનો હોય છે. જો કે, આ કમાણી મહિનાના અંતમાં ત્યાં સુધી નક્કી કરવામાં આવતી નથી, જ્યાં સુધી અમે અમારા રેકોર્ડની વિલંબિત પ્રક્રિયા, અપૂર્ણાંક રકમને પૂર્ણાંકમાં બદલવાથી ઊભા થતા તફાવતો અને વધારાની અમાન્ય છાપ તેમજ ક્લિક સામે સંરક્ષણો જેવા પરિબળો માટે તમારા એકાઉન્ટમાં જરૂરી વધ-ઘટ ન કરી લઈએ. એકવાર કમાણીની ચકાસણી થઈ જાય તે પછી, તેને તમારા વ્યવહારો"ના પેજ પર પોસ્ટ કરવામાં આવે છે, આ પેજ તમારી કુલ કમાણી બતાવે છે, જેમાં માન્ય પ્રવૃત્તિ માટે બાકી રહેલી તમારી આવક સહિતની બધી આવક શામેલ હોય છે.

જો તમને તમારા "વ્યવહારો"ના પેજમાં અમાન્ય પ્રવૃત્તિ માટે લાઇન આઇટમમાં કપાત જોવા મળે, તો તેનું કારણ એ છે કે તમારી કમાણીનો અમુક ભાગ અમાન્ય પ્રવૃત્તિનું પરિણામ હોવાનું જાણવા મળ્યું હતું. અમાન્ય ક્લિક કે છાપની આવક, આ તબક્કે પણ અસરગ્રસ્ત જાહેરાતકર્તાઓને રિફંડ કરવામાં આવે છે.

તમારી કમાણી વિશે વધુ માહિતી માટે, હોમ પેજ પરના રિપોર્ટ: તમારી કમાણી વિશે સમજણ મેળવો જુઓ.

ચુકવણી પછી 60 દિવસની અંદર થતી કપાત

જૂજ કિસ્સાઓમાં, અમે એવી અમાન્ય પ્રવૃત્તિ માટે તમારા બૅલેન્સમાં વધ-ઘટ કરી શકીએ છીએ કે જેની ભાળ તે ક્લિક અને છાપ માટે તમને પહેલેથી જ ચુકવણી જારી કરવામાં આવ્યા પછી મળી આવી હતી. જો તમારી કેટલીક કુલ કમાણી પછીથી અમાન્ય પ્રવૃત્તિનું પરિણામ હોવાનું જાણવા મળે, તો અમે તમારા "વ્યવહારો"ના પેજ પરની અમાન્ય પ્રવૃત્તિ માટેની લાઇન આઇટમમાં આ કપાત પણ શામેલ કરીશું.

આ કિસ્સામાં, અમે આ ક્લિક અને/અથવા છાપ માટે ચુકવણી કરનારા જાહેરાતકર્તાઓને તેની ભરપાઈ કરીશું અને પછી તે મુજબ તમારા બૅલેન્સની ગોઠવણી કરીશું. એવું લાગી શકે છે કે તમારા "વ્યવહારો"માં કોઈ બૅલેન્સ બાકી છે, પરંતુ એ વાતની ખાતરી રાખો કે તમારે Googleને ચુકવણી મોકલવાની કોઈ જરૂર નથી. બાકીની રકમ ભાવિની તમારી કુલ કમાણીમાંથી કપાત કરવામાં આવશે.

અમાન્ય ટ્રાફિક માટેની કપાત વિશે વધુ માહિતી માટે, અમારા કમાણીમાંથી કપાત સંબંધિત સામાન્ય પ્રશ્નો જુઓ.

જો તમને તમારી કમાણીમાંથી વારંવાર કપાત થતી જોવા મળતી હોય, તો તમારા ટ્રાફિક ઇતિહાસનો રિવ્યૂ અને શંકાસ્પદ સૉર્સને બ્લૉક કરવા માટે થોડો સમય ફાળવો. અમાન્ય ટ્રાફિક વિશેના સામાન્ય પ્રશ્નો માટેના અમારા દિશાનિર્દેશોને અનુસરવાની ખાતરી કરો.

તમે અમારા અમાન્ય ક્લિક માટે સંપર્ક કરવાના ફોર્મનો ઉપયોગ કરીને સીધા અમારી ટ્રાફિક ટીમને શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ પણ કરી શકો છો.
 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3494383452266947025
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false