નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

કમાણીમાંથી થતી કપાતને લગતા સામાન્ય પ્રશ્નો

તમારી કમાણીમાં વિવિધ કારણોસર કપાત થઈ શકે છે. જો Google તમારા એકાઉન્ટમાં અમાન્ય ક્લિક પ્રવૃત્તિ અથવા AdSense પૉલિસીનું પાલન ન કરતા જાહેરાતના અમલીકરણો શોધી કાઢે, તો તે તમારી કમાણીમાં કપાત કરી શકે છે. વધુ જાણવા માટે અમે તમને પૉલિસી અને ટ્રાફિક ક્વૉલિટીની માર્ગદર્શિકાઓનો રિવ્યૂ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

જે જાહેરાતકર્તાઓની જાહેરાતો સાઇટ, મોબાઇલ ઍપ વગેરે સહિતના અને તે સિવાયના તમારા AdSense કન્ટેન્ટ પર બતાવાતી હોય તેમની પાસેથી Google ચુકવણીઓ મેળવી ન શકે તો Google પણ તમારી કમાણીમાંથી આ રકમ લઈ શકે છે. આ જાહેરાતકર્તાઓએ ચોરેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોય અથવા અન્ય રીતે રકમ ચૂકવી ન હોય તેમ બની શકે. આવા કિસ્સાઓ જવલ્લે જ બને તેની ખાતરી રહે તે માટે Google ખંતપૂર્વક કાર્યરત છે, જેથી વપરાશકર્તાઓ, પ્રકાશકો અને જાહેરાતકર્તાઓ માટે સલામત ઇકોસિસ્ટમ જાળવી રાખી શકાય.

સામાન્ય પ્રશ્નો

તમને તમારા એકાઉન્ટમાંથી થયેલી કપાતો વિશે હોઈ શકે તેવા અમુક પ્રશ્નોના જવાબો અહીં આપેલા છે:

બધું મોટું કરો  બધું નાનું કરો મારી કમાણીમાંથી કપાત શા માટે કરવામાં આવી?
તમારી કમાણી કાં તો અમાન્ય ક્લિક પ્રવૃત્તિ અથવા તો Google પૉલિસીઓનું પાલન ન કરતી પ્રવૃત્તિ માટે કાપવામાં આવી હતી. Google આવી પ્રવૃત્તિ માટે પ્રકાશક એકાઉન્ટનો સમયાંતરે રિવ્યૂ કરે છે. જ્યારે અમને તમારા એકાઉન્ટમાં આવી પ્રવૃત્તિ મળે છે, ત્યારે અમે તમારી કમાણીમાં જરૂરી કપાત કરીએ છીએ અને આ ક્લિક માટે ચુકવણી કરનારા જાહેરાતકર્તાઓને તે પાછી આપીએ છીએ.

અમુક જૂજ કિસ્સાઓમાં, અમે કેટલાક જાહેરાતકર્તાઓ પાસેથી ચુકવણીઓ મેળવી શક્યા ન હોવાથી તમારી કમાણીમાંથી કપાત કરાઈ હતી. આ જાહેરાતકર્તાઓએ ચોરેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોય અથવા અન્ય રીતે રકમ ચૂકવી ન હોય તેમ બની શકે. આમ થાય ત્યારે, અમારે જે પ્રકાશકોના કન્ટેન્ટ પર તે જાહેરાતકર્તાઓની જાહેરાતો બતાવાઈ હતી તે પ્રકાશકોની આવકમાંથી સંબંધિત આવક બાદ કરવી પડે છે.

હું આ કપાત વિરુદ્ધ અપીલ કરવા માગુ છું. શું હું આમ કરી શકું છું?
કમનસીબે તમે કપાત વિરુદ્ધ અપીલ કરી શકતા નથી. કૃપા કરીને ખાતરી રાખો કે તમારા એકાઉન્ટમાં ટ્રાફિકનો રિવ્યૂ કરતી વખતે અમે જરૂરી સાવચેતી રાખીએ છીએ. અગાઉ ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણે, કપાત ત્યારે કરવામાં આવે છે કે જ્યારે અમને તમારા એકાઉન્ટમાં અમાન્ય ક્લિક પ્રવૃત્તિ મળી હોય, અમને એવી પ્રવૃત્તિ મળી હોય જે Google પૉલિસીનું પાલન ન કરતી હોય અથવા તો Googleને ચુકવણી ન કરનારા જાહેરાતકર્તાઓએ તમારા AdSense કન્ટેન્ટ પર જાહેરાતો મૂકી હોય.
કૃપા કરીને નોંધ લેશો કે, અમે પકડેલા કપટપૂર્ણ જાહેરાતકર્તા એકાઉન્ટ હંમેશ માટે સસ્પેન્ડ કરી દેવાય છે અને Googleના નેટવર્ક પર જાહેરાતો ચલાવવાની તેમને પરવાનગી રહેતી નથી.
મેં જોયું છે કે મારી કુલ કમાણી મારી અંદાજીત કમાણીથી અલગ છે. મારી કમાણીમાંથી વધારાની કપાત શા માટે થઈ?
તમારા એકાઉન્ટમાં તમે જે અંદાજીત કમાણી જુઓ છો તે તમને તમારા એકાઉન્ટમાં જેમ ટ્રાફિક આવતો જાય તેમ તે સમયની એકાઉન્ટ પ્રવૃત્તિનો નજીકનો અંદાજ આપે છે. તો બીજી બાજુએ કુલ કમાણીમાં, Googleને ચુકવણી ન કરી હોય અને તમારા કન્ટેન્ટ પર જાહેરાતો મૂકી હોય તેવા જાહેરાતકર્તાઓની આવક બાદ કરીને ગણેલી, માન્ય કરેલી ક્લિક અને છાપ માટે ચુકવવાની થતી બધી આવકનો સમાવેશ થાય છે.

અમુક કિસ્સાઓમાં તમને જેને માટે પહેલેથી ચુકવણી થઈ ગઈ હોય તેવી પ્રવૃત્તિ અમાન્ય હોવાનું અથવા Googleની પૉલિસીનું પાલન કરતી ન હોવાનું Googleના ધ્યાનમાં આવે તેમ બની શકે. આવા અમુક કેસમાં, Google તમારા એકાઉન્ટમાં કપાત તરીકે ગોઠવણ પોસ્ટ કરે છે. તમારી AdSenseની કમાણીને બહેતર રીતે સમજવા અથવા અંદાજીત અને કુલ કમાણી વચ્ચેના અંતર વિશે વધુ જાણો.

આ કપાત માટેની તારીખની શ્રેણી કઈ હતી?
જે તારીખની શ્રેણી માટે તમારી ગોઠવણ જારી કરવામાં આવી હતી, તે તારીખની શ્રેણી અમે આપી શકતા નથી. નોંધો કે અમારા નિયમો અને શરતો અનુસાર, ઇન્વૉઇસની તારીખના 60 દિવસ પહેલાં સુધી એકત્રિત કરવામાં આવેલા અમાન્ય ટ્રાફિક માટે અમે જાહેરાતકર્તાઓને ક્રેડિટ કરીએ છીએ. અમે અમારી તપાસ પૂર્ણ કર્યા પછી અને ક્રેડિટની પ્રક્રિયા શરૂ કર્યા બાદ, તમારા એકાઉન્ટમાં રકમ ક્રેડિટ થયેલી દેખાવા માટે 30 દિવસ જેટલો સમય લાગી શકે છે.
શું મને કપાત વિશે વધુ વિગતો મળી શકે છે? જેને કારણે આ કપાત થઈ તે ચૅનલ અને ડોમેન કયા છે?
અમારી અમાન્ય પ્રવૃત્તિ શોધવાની સિસ્ટમની અખંડતા જાળવી રાખવા અને વપરાશકર્તાઓને સિસ્ટમને અવરોધવાથી રોકવા માટે, અમને તમારા એકાઉન્ટમાં કઈ પ્રવૃત્તિ મળી આવી છે તેની વિગતો અમે આપી શકતા નથી. વધુ જાણવા માટે અમે સૂચન કરીએ છીએ કે તમે AdSense પૉલિસી વિશે પૂછાતા સામાન્ય પ્રશ્નોનો રિવ્યૂ કરો.
કેવી રીતે હું આવું ફરીથી થતા ટાળી શકું?
અમાન્ય ક્લિક પ્રવૃત્તિના સંભવિત સંકેતો માટે અમે પ્રકાશકોને તેમના AdSense એકાઉન્ટનું સતત નિરીક્ષણ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. તમારો ટ્રાફિક ક્યાંથી આવે છે તે જાણવું તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. તમારી વેબસાઇટનો પ્રચાર કરવા માટે જાહેરાત ઝુંબેશની જરૂરિયાતને અમે સમજીએ છીએ, પરંતુ આ પ્રચાર કયા પ્રકારનો ટ્રાફિક જનરેટ કરે છે તેનું નિરીક્ષણ કરવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. આ બધું સફળતાપૂર્વક કરવા માટે, અમે સુઝાવ આપીએ છીએ કે Google Analytics જેવા વેબ વિશ્લેષણ સાધનનો ઉપયોગ કરીને તમારા પેજ પર વળતા ટ્રાફિકનું નિરીક્ષણ કરો. તમે તમારા ટ્રાફિકનું ચૅનલમાં વિભાજન કરવાનો અને આ ચૅનલ દ્વારા આવતા ટ્રાફિકનું નિરીક્ષણ કરવાનો પણ પ્રયાસ કરી શકો છો.
કૃપા કરીને નોંધ લેશો કે જાહેરાતકર્તાના ચુકવણીના કપટને કારણે થતી કપાતો જવલ્લે જ કરવી પડે તેની ખાતરી રહે તે માટે Google ખંતપૂર્વક કાર્યરત છે જેથી વપરાશકર્તાઓ, પ્રકાશકો અને જાહેરાતકર્તાઓ માટે સલામત ઇકોસિસ્ટમ જાળવી રાખી શકાય. પકડાયેલા કપટપૂર્ણ જાહેરાતકર્તા એકાઉન્ટ હંમેશ માટે સસ્પેન્ડ કરી દેવાય છે અને Googleના નેટવર્ક પર જાહેરાતો ચલાવવાની તેમને પરવાનગી રહેતી નથી.
જો મને અમાન્ય પ્રવૃત્તિની શંકા હોય તો મારે શું કરવું જોઈએ?
જો તમને તમારા એકાઉન્ટમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો તમે અમારા ઑનલાઇન ફોર્મનો ઉપયોગ કરીને અમને જાણ કરી શકો છો. કૃપા કરીને ફોર્મ મારફતે જેટલી વધુ થઈ શકે તેટલી વિગતવાર માહિતી શેર કરો. નોંધો કે અમે આ માહિતી અમારા રેકોર્ડમાં રાખીશું, પરંતુ જ્યાં સુધી અમને તમારા એકાઉન્ટમાં કોઈ ગંભીર સમસ્યા ન જણાય ત્યાં સુધી અમે કદાચ જવાબ આપીશું નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8631997083049960584
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false