કોરોના વાયરસ રોગ 2019 (COVID-19) અપડેટ

00:50 UTC 23 એપ્રિલ 2021 મુજબ

દરરોજ કોરોના વાયરસ (COVID-19) ની અસર વિકસી રહી છે.  YouTube આ પરિસ્થિતિને કેવી રીતે સંબોધિત કરી રહ્યું છે તેના નિયમિત અપડેટ માટે કૃપા કરીને અહીં ફરી ચેક કરો.

નવીનતમ અપડેટ

  • [00:50 UTC 23 એપ્રિલ 2021] અમારા વિશાળ કર્મચારીવર્ગ અને સમુદાયનું રક્ષણ કરવું: વિશ્વના અમુક ભાગોમાં વધેલા COVID-19 ચેપને કારણે, અમે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટને ઝડપથી ઓળખવા અને દૂર કરવા માટે ટેક્નોલોજી પર વધુ આધાર રાખવાનું ચાલુ રાખીશું.
  • [17:30 UTC 17 નવેમ્બર 2020] COVID-19 માહિતી પૅનલ પર અપડેટ: COVID-19 સંબંધિત ખોટી માહિતી સામે લડવાના અમારા પ્રયાસો ચાલુ રાખવાના ભાગ તરીકે, અમે COVID-19 રસીની માહિતી માટેની લિંક શામેલ કરવા માટે અમારી COVID-19 માહિતી પૅનલને અપડેટ કરી રહ્યાં છીએ. અપડેટ કરેલી પૅનલ શોધ પરિણામોમાં અને COVID-19 અથવા COVID-19 રસીની માહિતી સંબંધિત જોવાના પેજ પર દેખાઈ શકે છે. અપડેટ કરેલી પૅનલનો હેતુ વપરાશકર્તાઓને ત્રીજા પક્ષની સત્તાવાર COVID-19 રસીની માહિતી શોધવામાં સહાય કરવાનો છે અને તે કોઈપણ વીડિયોની સચોટતા અંગેનો અભિપ્રાય નથી.
  • [20:20 UTC 11 ઑગસ્ટ 2020] પ્રીમિયર: COVID-19 દરમિયાન YouTube પ્રીમિયરમાં વધારો થવાને કારણે, કેટલીક ચૅનલ અસ્થાયી રૂપે 15 મિનિટના અંતરાલ પર પ્રીમિયર પોસ્ટ કરવા માટે મર્યાદિત છે (જેમ કે 1:30 અથવા 2:00 ને બદલે 1:15 અથવા 1:45).
  • [17:00 UTC ઑગસ્ટ 10, 2020] હતાશા અને વ્યગ્રતાની માહિતી પૅનલ વધુ દેશોમાં ઉપલબ્ધ છે
    અમે વધુ 27 દેશોમાં હતાશા અને વ્યગ્રતા પર સ્વાસ્થ્ય સંબંધિત માહિતી ધરાવતી પૅનલ લૉન્ચ કરી છે. COVID-19 વૈશ્વિક રોગચાળા દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સત્તાવાર માહિતીનો સરળ ઍક્સેસ આપવા માટે આ પૅનલ સૌ પ્રથમ 13 જુલાઈ, 2020ના રોજ યુએસમાં લૉન્ચ કરવામાં આવી હતી.
  • [16:30 UTC 13 જુલાઈ 2020] હતાશા અને વ્યગ્રતા માટે નવી સ્વાસ્થ્ય સંબંધિત માહિતી ધરાવતી પૅનલ: COVID-19 મહામારી માત્ર શારીરિક સ્વાસ્થ્યને જ અસર કરતી નથી, તે માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. લોકોને આધિકારિક માહિતીનો વધુ સરળતાથી ઍક્સેસ અપાવવામાં મદદ કરવા માટે, અમે YouTube શોધમાં હતાશા અને વ્યગ્રતા સ્વાસ્થ્ય સંબંધિત માહિતી ધરાવતી પૅનલ અને સેલ્ફ-અસેસ્મેન્ટ રજૂ કરી રહ્યાં છીએ. પૅનલ અને સેલ્ફ-અસેસ્મેન્ટ હાલમાં યુ.એસ.માં ઉપલબ્ધ છે અને અમે ટૂંક સમયમાં વધુ દેશો/પ્રદેશોમાં પૅનલ ઉપલબ્ધ કરાવવાની આશા રાખીએ છીએ.
  • [23:15 UTC 11 જૂન 2020] COVID-19 સ્વાસ્થ્ય પૅનલ સેલ્ફ-અસેસ્મેન્ટ માટે અપડેટ: COVID-19 સ્વાસ્થ્ય પૅનલમાં​સેલ્ફ-અસેસ્મેન્ટ હવે Googleના સેલ્ફ-અસેસ્મેન્ટ સ્ક્રીનર સાથે લિંક કરે છે, જે CDC માર્ગદર્શિકા પર આધારિત છે. સેલ્ફ-અસેસ્મેન્ટ સ્ક્રીનર વપરાશકર્તાઓને તેમના માટે કયા પ્રકારની સહાય અથવા તબીબી સંભાળ યોગ્ય હોઈ શકે છે તેના પર વધુ માહિતી આપે છે.
  • [17:38 UTC 20 મે 2020] COVID-19 ખોટી માહિતીની પૉલિસી: YouTube COVID-19 ખોટી માહિતી પર એક પેજ શામેલ કરવા માટે તેના સમુદાયના દિશાનિર્દેશોને અપડેટ કર્યા છે, જે અહીં જોવા મળશે.
  • [23:34 UTC 30 એપ્રિલ 2020] COVID-19 સ્વાસ્થ્ય પૅનલ સેલ્ફ-અસેસ્મેન્ટ: લોકોને યોગ્ય તબીબી સંભાળ મેળવવા અંગે નિર્ણય લેવામાં મદદ કરવા માટે, અમે અમારા COVID-19માં શોધમાં સ્વાસ્થ્ય પૅનલમાં COVID-19 સેલ્ફ-અસેસ્મેન્ટની લિંક લૉન્ચ કરી છે. અમે સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ સાથે ભાગીદારી કરીને તેને યુ.એસ.માં શરૂ કરી રહ્યાં છીએ, અને ટૂંક સમયમાં વધુ દેશોમાં સાર્વજનિક રિલીઝ કરીશું.
  • [18:00 UTC 13 એપ્રિલ 2020]  #StayHome #WithMe ઝુંબેશમાં ભાગ લેતા નિર્માતાના કન્ટેન્ટ માટે અમે શોધખોળ કરો ટૅબ પર નિર્ધારિત સ્થાનનું બટન રજૂ કરી રહ્યાં છીએ. જેમણે આ સમય દરમિયાન લોકોને શીખવા, કનેક્ટ થવા અને મનોરંજન પૂરું પાડવામાં સહાય કરવા માટે વીડિયોનો ઉપયોગ કર્યો છે તેવા અમારા કેટલાક નિર્માતાને આ પેજ હાઇલાઇટ કરશે.
  • [16:00 UTC એપ્રિલ 1, 2020] COVID-19 સ્વાસ્થ્ય પૅનલ: આજથી, અમે COVID-19 માટે વધારાની સ્વાસ્થ્ય પૅનલ લૉન્ચ કરી રહ્યાં છીએ જે COVID-19 સંબંધિત શોધને શોધ પરિણામોમાં દર્શાવે છે. આ પૅનલમાં WHO અને NHS તરફથી ટેક્સ્ટ-આધારિત સ્વાસ્થ્ય માહિતી અને લક્ષણો, નિવારણ અને સારવાર જેવા કન્ટેન્ટનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન, અમે સ્થાનિક સ્વાસ્થ્યના સૉર્સને પ્રાધાન્ય આપવાનું ચાલુ રાખવા માંગીએ છીએ, જેથી તમે સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓની લિંક સાથેની માહિતી પૅનલ અને COVID-19 સ્વાસ્થ્ય પૅનલ બંને જોઈ શકો.
  • [18:14 UTC 2 એપ્રિલ 2020] COVID-19-સંબંધિત કન્ટેન્ટની કમાણી કરવી: અમે તમામ નિર્માતા અને સમાચાર સંસ્થાઓ માટે COVID-19નો ઉલ્લેખ કરતા અથવા દર્શાવતા કન્ટેન્ટની કમાણી કરવાનો વિસ્તાર કર્યો છે. હંમેશની જેમ, કન્ટેન્ટે જાહેરાતકર્તા માટે અનુકૂળ અને સમુદાયના દિશાનિર્દેશો બંનેનું પાલન કરવું આવશ્યક છે. 
  • [17:00 UTC 16 માર્ચ 2020] અમારા વિશાળ કર્મચારીવર્ગ અને સમુદાયનું રક્ષણ કરવું: અમે અમારા કર્મચારીઓ, વિશાળ કર્મચારીવર્ગ અને તેઓ જ્યાં રહે છે તે સમુદાયોની સુખાકારીને પ્રાથમિકતા આપવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છીએ, જેમાં અમુક સાઇટમાં ઓફિસના સ્ટાફમાં ઘટાડો કરવાનો સમાવેશ થાય છે. અમે સામાન્ય રીતે રિવ્યૂઅર દ્વારા કરવામાં આવતા કેટલાક કાર્યોમાં મદદ માટે ટેકનોલોજી પર વધુ આધાર રાખવાનું શરૂ કરીશું, જેના પરિણામે અમારી પૉલિસીનું ઉલ્લંઘન ન કરતા કન્ટેન્ટને આકસ્મિક રીતે કાઢી નાખવામાં આવી શકે છે. આ YouTube વપરાશકર્તા અને નિર્માતા માટે સપોર્ટ અને રિવ્યૂના વધારાના પ્રકારોને અસર કરી શકે છે, જેમ કે YouTube પાર્ટનર પ્રોગ્રામ માટેની ઍપ્લિકેશનો અથવા સોશિયલ મીડિયા પરના પ્રતિસાદો.

Coronavirus and YouTube: Answering Creator Questions

અપડેટ પર વધુ માહિતી:

કમાણી કરવાની પ્રક્રિયા 

[18:14 2 એપ્રિલ 2020] COVID-19-સંબંધિત કન્ટેન્ટની કમાણી કરવી: અમે તમામ નિર્માતા અને સમાચાર સંસ્થા માટે COVID-19નો ઉલ્લેખ કરતા અથવા દર્શાવતા કન્ટેન્ટ પર કમાણી કરવાનો વિસ્તાર કર્યો છે. હંમેશની જેમ, કન્ટેન્ટે જાહેરાતકર્તા માટે અનુકૂળ અને સમુદાયના દિશાનિર્દેશો બંનેનું પાલન કરવું આવશ્યક છે. 

અહીં COVID-19-સંબંધિત કન્ટેન્ટ અપલોડ કરવા માટેના કેટલાક દિશાનિર્દેશો છે:

  • તમારા કામ સંબંધિત હકીકતની તપાસ કરો. તમારા કન્ટેન્ટની માહિતી આપવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ (CDC), અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા જેવી સંસ્થાઓના પ્રતિષ્ઠિત સૉર્સનો ઉપયોગ કરો. 
  • આ એક ચાલુ વૈશ્વિક મહામારી છે તે હકીકત પ્રત્યે સંવેદનશીલ બનો. અમે કહીએ છીએ કે જો તમે COVID-19 સંબંધિત-કન્ટેન્ટ શેર કરવાનું પસંદ કરો તો તેમાં તમે શ્રેષ્ઠ હેતુને ધ્યાનમાં રાખો. કૃપા કરીને પ્રોડક્ટ અથવા સેવાના વેચાણ અથવા પ્રચાર માટે આ ઇવેન્ટનો લાભ ન ઉઠાવો.
  • જાહેરાતકર્તા માટે અનુકૂળ અને સમુદાયના દિશાનિર્દેશો બંનેને અનુસરો. તમામ કમાણી માટેનું કન્ટેન્ટ અમારા જાહેરાત માટે અનુકૂળ દિશાનિર્દેશો અને સમુદાયના દિશાનિર્દેશોને આધીન છે. જો તમારૂં કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય તો તેને દૂર અથવા મર્યાદિત કરવામાં આવશે અથવા તેને કોઈ જાહેરાતો પ્રાપ્ત થશે નહીં. COVID-19 સંબંધિત કન્ટેન્ટના વિશિષ્ટ ઉદાહરણો માટે જે કમાણી માટે યોગ્ય નથી તેઓ, આ સહાયતા કેન્દ્રના લેખને તપાસે. 
જો તમારું કન્ટેન્ટ આ દિશાનિર્દેશોનું પાલન ન કરતું હોય તો અમે તમારા COVID-19-સંબંધિત કન્ટેન્ટ પરની કમાણીને મર્યાદિત કરી શકીએ છીએ અથવા દૂર્લભ કેસમાં, તમારી ચૅનલ પર કમાણી કરવાની પ્રક્રિયાને અસ્થાયી રૂપે બંધ કરી શકીએ છીએ. નોંધ: તમે હજી પણ નવા અપલોડ પર પીળા આઇકન જોઈ શકો છો કારણ કે આ સિસ્ટમ શિખાઉ છે અને એને કોરોના વાયરસના કન્ટેન્ટ સંબંધિત વ્યાપક કમાણી કરવાની મંજૂરી આપવા માટે ટ્યુન કરવામાં આવી છે. કૃપા કરીને જો તમને લાગતું હોય કે તમારું કન્ટેન્ટ અમારી અપડેટ કરેલી પૉલિસી સાથે સુસંગત છે તો અપીલ કરો, અમારી ટીમ રિવ્યૂ કરીને તે મુજબ અપડેટ કરી શકે છે.

[16:27 UTC 25 માર્ચ 2020] અપેક્ષિત વિલંબ - વ્યાપારી સામાનની શેલ્ફ આઇટમ રિવ્યૂ: 

  • જો તમે YouTube પર વ્યાપારી સામાનને લઈને નવા છો, તો કૃપા કરીને નોંધ કરશો કે જ્યાં સુધી અમારી રિવ્યૂ ક્ષમતા સામાન્ય ન થાય ત્યાં સુધી તમે વ્યાપારી સામાનની શેલ્ફ અને સંબંધિત સુવિધાઓ ચાલુ કરી શકશો નહીં.

  • જો તમે પહેલેથી જ વ્યાપારી સામાનની શેલ્ફ સાથે લાઇવ હો અને નવા વ્યાપારી સામાનની આઇટમ ઉમેરવા અથવા અસ્તિત્વમાં છે તેનાં નામ અથવા વર્ણનમાં ફેરફાર કરવા માગતા હો, તો તમારે તે આઇટમનો રિવ્યૂ કરવા અને તમારી ચૅનલ પર પ્રદર્શિત કરવા માટે મંજૂર કરવા માટે સામાન્ય કરતાં વધુ સમય રાહ જોવી પડી શકે છે.

[16:53 UTC 20 માર્ચ 2020] અપેક્ષિત વિલંબ - YPP ઍપ્લિકેશન રિવ્યૂ:  જેમ અમે પહેલાં શેર કર્યું તેમ, અમે અમારા વિશાળ કર્મચારીવર્ગના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે જરૂરી પગલાં લઈ રહ્યાં છીએ, જેમાં COVID-19ના ફેલાવાને ઘટાડવા માટે, અમુક સાઇટમાં ઑફિસમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો સમાવેશ થાય છે. પરિણામે, YPP માટે તમારી ઍપ્લિકેશન વિશે જવાબ આવતાં એક મહિના કરતાં વધુ સમય લાગી શકે. દરમિયાન તમે અહીં તમારી ઍપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકો છો. 

અમે અમારી પાર્ટનર કંપનીઓ સાથે કામ કરી રહ્યા છીએ જેથી શક્ય હોય ત્યાં અમારા વિશાળ કર્મચારીવર્ગ ઘરે બેઠાં ઑનલાઈન કામ કરી શકે, જેમાં વિશ્વભરમાં લૅપટૉપ શિપિંગનો સમાવેશ થાય છે અને તેઓ ઈન્ટરનેટ સાથે જોડાયેલા છે તેની ખાતરી કરે છે. અમે અમારા વિશાળ કર્મચારીવર્ગના સ્વાસ્થ્યને સપોર્ટ કરવા માટે જરૂરી પગલાં લઈએ છીએ, અમે શક્ય તેટલા વધુ વીડિયોના રિવ્યૂ કરવા અને શક્ય તેટલી ઍપ્લિકેશન પર પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરીશું. અમે આ પડકારજનક સમય દરમિયાન દરેકની ધીરજની પ્રશંસા કરીએ છીએ અને તેમાં જેમ પ્રગતિ થશે તેમ અમે અપડેટ લાવતા રહીશું.  
 

[19:00 UTC 18 માર્ચ 2020] ચૅનલ મેમ્બરશિપના લાભના રિવ્યૂ: અમે અમારા વિશાળ કર્મચારીવર્ગની સુખાકારીને પ્રાથમિકતા આપવા માટે પગલાં લઈએ છીએ, તેથી નિર્માતાના તેમના ચૅનલ મેમ્બરશિપ માટેના લાભોના રિવ્યૂમાં સામાન્ય કરતાં ઘણો વધારે સમય લાગી શકે છે. આનો અર્થ છે કે:  
  • જ્યાં સુધી અમારી રિવ્યૂની ક્ષમતા સામાન્ય ન થાય ત્યાં સુધી તમે મેમ્બરશિપ લૉન્ચ કરી શકશો નહીં.
  • જો તમે પહેલેથી જ લૉન્ચ કરી દીધી હોય અને તમારા લાભ બદલવા માગતા હો, તો તમારે તે ફેરફાર મંજુર થવા માટે સામાન્ય કરતાં વધુ સમય રાહ જોવી પડી શકે છે.
જે ચૅનલને ચૅનલ મેમ્બરશિપના લાભમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો તમે વીડિયો અને/અથવા સમુદાય પોસ્ટ દ્વારા તમારા ઑડિયન્સને ફેરફારની જાણ કરી શકો છો. તમે પરિચયનો વીડિયો પણ બનાવી કે અપડેટ કરી શકો છો. ભલે તે તમારી ઑફર સ્ક્રીન પર સૂચિબદ્ધ લાભોમાં શામેલ હોય કે ન હોય પરંતુ તમે ઑફર કરો છો તે તમામ ચૅનલના મેમ્બરશિપ લાભ મેમ્બરશિપ પૉલિસી અને દિશાનિર્દેશોને આધીન છે.
[14:40 UTC 16 માર્ચ 2020] COVID-19-સંબંધિત કન્ટેન્ટની કમાણી કરવી: અમે વધુ નિર્માતા અને સમાચાર સંસ્થાઓ માટે COVID-19નો ઉલ્લેખ કરતા અથવા દર્શાવતા કન્ટેન્ટની કમાણી કરવાની પ્રક્રિયાનો વિસ્તાર કરી રહ્યા છીએ. જો તમે નિર્માતા હો તો તમારી ચૅનલ માટે આ ફેરફાર અમલમાં આવશે ત્યારે તમને YouTube Studioમાં એક નોટિફિકેશન મળશે.
અહીં COVID-19-સંબંધિત કન્ટેન્ટ અપલોડ કરવા માટેના કેટલાક દિશાનિર્દેશો છે:

અમે તમારા દર્શકોને આ વિષય પર ઉચ્ચ-ગુણવત્તાવાળું કન્ટેન્ટ પ્રદાન કરવામાં તમારી સહાય કરવા માંગીએ છીએ, અને ઉપરોક્ત દિશાનિર્દેશોને અનુસરવાથી તમને આમ કરવામાં મદદ મળશે. 

જો તમારું કન્ટેન્ટ આ દિશાનિર્દેશોનું પાલન ન કરતું હોય તો અમે તમારા COVID-19-સંબંધિત કન્ટેન્ટ પરની કમાણીને મર્યાદિત કરી શકીએ છીએ અથવા દુર્લભ કેસમાં, તમારી ચૅનલ પર કમાણી કરવાની પ્રક્રિયાને અસ્થાયી રૂપે બંધ કરી શકીએ છીએ.
 

[16:00 UTC 11 માર્ચ 2020] કોરોના વાયરસ-સંબંધિત કન્ટેન્ટની કમાણી કરવાની પ્રક્રિયા માટેના અપડેટ: હાલમાં, કોરોના વાયરસ પરિસ્થિતિને "સંવેદનશીલ ઇવેન્ટ" ગણવામાં આવે છે. અમારી સંવેદનશીલ ઇવેન્ટ સંબંધિત પૉલિસી કુદરતી આપત્તિ જેવી નોંધપાત્ર તીવ્રતાની ટૂંકા ગાળાની ઘટનાઓ પર લાગુ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. આ પરિસ્થિતિની વર્તમાન પ્રકૃતિને કારણે, અમે મર્યાદિત સંખ્યામાં ચૅનલો પર કોરોના વાયરસ વિશે ચર્ચા કરતા કન્ટેન્ટ માટે જાહેરાતોને ચાલું કરવાનું શરૂ કરીશું. આમાં એવા નિર્માતાઓનો સમાવેશ થશે કે જેઓ ચોક્કસાઈપૂર્વક સ્વ-પ્રમાણિત કરે છે અને શ્રેણીબદ્ધ સમાચાર સંબંધિત ભાગીદારોની સાથે, વધુ ચૅનલોને પણ સમાવવામાં આવશે. અમે આગામી અઠવાડિયામાં વધુ નિર્માતા અને સમાચાર સંસ્થા સુધી કમાણી કરવાની પ્રક્રિયાને વિસ્તૃત કરવા માટે અમારી પૉલિસી અને અમલીકરણ સંબંધિત પ્રક્રિયાઓ તૈયાર કરી રહ્યાં છીએ.

 

પૉલિસી અને કૉપિરાઇટ 
[17:38 UTC 20 મે 2020] COVID-19 ખોટી માહિતીની પૉલિસી: YouTube COVID-19 ખોટી માહિતી પર એક પેજ શામેલ કરવા માટે તેના સમુદાયના દિશાનિર્દેશોને અપડેટ કર્યા છે, જે જોવા મળશે.

[17:00 UTC 16 માર્ચ 2020] પાર્ટનર અને અમારા વિશાળ કર્મચારીવર્ગનું રક્ષણ: અમારી પાસે YouTube પર ટીમ તેમજ પાર્ટનર કંપનીઓ છે જે અમને વપરાશકર્તા અને નિર્માતાના પ્રશ્નોના જવાબ આપનારા લોકોથી લઈને જેઓ સંભવિત પૉલિસીના ઉલ્લંઘન માટે વીડિયોનું મૂલ્યાંકન કરે છે તેવા રિવ્યૂઅર સુધીના YouTubeના સમુદાયને સમર્થન અને રક્ષણ કરવામાં મદદ કરે છે. અમે અમારા કર્મચારીઓ, વિશાળ કર્મચારીવર્ગ અને તેઓ જ્યાં રહે છે તે સમુદાયની સુખાકારીને પ્રાથમિકતા આપવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છીએ, જેમાં ચોક્કસ સાઇટ પર સ્ટાફને ઘટાડવા સહિતનો સમાવેશ થાય છે.

આ ફેરફાર સાથે, અમે સામાન્ય રીતે રિવ્યૂઅર દ્વારા કરવામાં આવતા કેટલાક કાર્યોમાં મદદ કરવા માટે ટેક્નોલોજી પર વધુ આધારીત રહીશું. આનો અર્થ એ છે કે ઑટોમેટિક સિસ્ટમ માનવ રિવ્યૂ વિના કેટલાક કન્ટેન્ટને દૂર કરવાનું શરૂ કરશે. અમે આમ કરવા સાથે, વપરાશકર્તા અને નિર્માતાને કદાચ પૉલિસીનું ઉલ્લંઘન ન કરતા હોય તેવા કેટલાક વીડિયો સહિતના વીડિયો દૂર કરવામાં વધારો જોવા મળી શકે છે. અમે આ કન્ટેન્ટ પર સ્ટ્રાઇક જારી કરીશું નહીં, સિવાય કે તે ઉલ્લંઘનકારી હોવાનો અમને ભારે વિશ્વાસ હોય એવા કિસ્સાઓ.

મોટાભાગના કિસ્સાની જેમ, જો તમે માનતા હો કે તમારું કન્ટેન્ટ ભૂલથી કાઢી નાખવામાં આવ્યું છે, તો તમે અપીલ કરી શકો છો, પરંતુ નોંધ લો કે અમારા કર્મચારીઓની સાવચેતીને કારણે અપીલના રિવ્યૂમાં પણ વિલંબ થઈ શકે છે. 

કોરોના વાયરસ સાથેની પરિસ્થિતિ દિવસેને દિવસે બદલાતી રહે છે અમે અમારી ટીમ અને તેઓ જ્યાં રહે છે તે સમુદાયોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખીશું. આ YouTube વપરાશકર્તા અને નિર્માતા માટે સપોર્ટ અને રિવ્યૂના વધારાના પ્રકારોને અસર કરી શકે છે, જેમ કે YouTube પાર્ટનર પ્રોગ્રામ માટેની ઍપ્લિકેશનો અથવા સોશિયલ મીડિયા પરના પ્રતિસાદો. અમે અમારા કર્મચારીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લઈએ ત્યારે તમારી ધીરજ જાળવી રાખવા બદલ આભાર. 

નિર્માતા માટે સપોર્ટ 

[18:00 UTC 19 માર્ચ 2020] હું YouTube નિર્માતા છું, હું કેવી રીતે મદદ કરી શકું? ઘણા નિર્માતાએ અમને પૂછ્યું છે કે તમે આગળ વધી રહેલી COVID-19 પરિસ્થિતિમાં કેવી રીતે મદદ કરી શકો, અને અત્યારે તમે તમારી જાતને, તમારા કુટુંબીજનો અને મિત્રોને અને તમારા સમુદાયને આગામી દિવસોમાં મદદ કરવા માટે શું કરી શકો તેમાંથી એક કરવા જેવી શ્રેષ્ઠ બાબત એ છે કે આગામી દિવસોમાં ચેપનો દર ધીમો કરવા શક્ય તેટલું ઘરે રહો. 

YouTube નિર્માતા તરીકે, તમે હવે આટલું કરી શકો છો → ફેલાવાને રોકવા માટે આ શબ્દને ફેલાવો - #StayHome. 

જો તમે લોકોને #StayHome માટે વિનંતી કરતું કન્ટેન્ટ શેર કરવા માટે YouTubeનો ઉપયોગ કરવાનું પસંદ કરતા હો તો વીડિયો મદદરૂપ, મનોરંજક અને માહિતીપ્રદ હોય તે જોવું અને #StayHome અને ___ #WithMeને ટૅગ કરો (દા.ત. #StayHome અને કુક #WithMe અથવા #StayHome અને શીખો #WithMe). પ્રેરણા માટે, અમારી ચેનલ ચેકઆઉટ કરો

અમે #StayHome અને ___ #WithMe ઝુંબેશમાં ભાગ લેતા નિર્માતાના કન્ટેન્ટ માટે શોધખોળ કરો ટૅબ પર એક નિર્ધારિત સ્થાનનું પેજ પણ ઉમેરી રહ્યા છીએ. જેમણે આ સમય દરમિયાન લોકોને શીખવા, કનેક્ટ થવા અને મનોરંજન પૂરું પાડવામાં સહાય કરવા માટે વીડિયોનો ઉપયોગ કર્યો છે તેવા અમારા કેટલાક નિર્માતાને આ પેજ હાઇલાઇટ કરશે.


ઇવેન્ટ અને Spaces 
[22:35 UTC 18 ફેબ્રુઆરી 2021] YouTube સ્પેસ પર અપડેટ: મહામારીને કારણે ગયા વર્ષની શરૂઆતમાં અમારી ભૌતિક YouTube સ્પેસને અસ્થાયી રૂપે બંધ કરવાની ઘોષણા કરી ત્યારથી, અમે અમારા પાર્ટનર પ્રોગ્રામિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને વર્ચ્યુઅલ ઇવેન્ટ દ્વારા વધુ નિર્માતા અને કલાકારો સુધી પહોંચવાનો પ્લાન બનાવ્યો છે. ભવિષ્યમાં અમારા સતત વિકસતા સમુદાયની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવા માટે, અમે YouTube સ્પેસની ફરી કલ્પના કરી રહ્યાં છીએ. નવીનતમ માહિતી્ને અમારા બ્લૉગમાં વાંચો.
સશુલ્ક પ્રોડક્ટ સપોર્ટ 

[23:48 UTC 17 માર્ચ 2020] સપોર્ટમાં સામાન્ય કરતાં લાંબો પ્રતિસાદ સમય: COVID-19 સંબંધિત તાજેતરના વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટને કારણે, અમે મર્યાદિત ટીમ સાથે કામ કરી રહ્યા છીએ. સપોર્ટ આપતા નિષ્ણાતોનો સંપર્ક કરવા માટેના તમારા વિકલ્પો જુઓ અથવા સહાયતા કેન્દ્રનો સંપર્ક કરો.

દર્શકો માટેના અપડેટ

[17:00 UTC ઑગસ્ટ 10, 2020] હતાશા અને વ્યગ્રતાની માહિતી પૅનલ વધુ દેશોમાં ઉપલબ્ધ છે27 વધુ દેશોમાં હતાશા અને વ્યગ્રતા સ્વાસ્થ્ય સંબંધિત માહિતી ધરાવતી પૅનલ શરૂ કરવા માટે અમે આધિકારિક સોર્સ જેવા કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે ભાગીદારી કરી છે. આ દેશોની સૂચિ અને અમે જેની સાથે ભાગીદારી કરી છે તે આધિકારિક સોર્સ માટે, અમારો સ્વાસ્થ્ય સંબંધિત માહિતી ધરાવતી પૅનલ વિશેનો લેખ જુઓ. COVID-19 મહામારી દરમિયાન વપરાશકર્તાઓને આધિકારિક માનસિક સ્વાસ્થ્ય માહિતીની સરળ ઍક્સેસ આપવા માટે આ માહિતીની પૅનલ સૌપ્રથમ 13 જુલાઈ, 2020ના રોજ USમાં રજૂ કરવામાં આવી હતી. હતાશા અને વ્યગ્રતા સંબંધિત લક્ષણો અને સારવારના વિકલ્પો જેવી માહિતી આ પૅનલમાં દેખાય છે. આ માહિતી વપરાશકર્તાઓને સહાય મેળવવા સંબંધિત અથવા તબીબી સંભાળ લેવી કે કેમ તેના વિશે જ્ઞાત નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. અમે ટૂંક સમયમાં વધુ દેશો/પ્રદેશોમાં પૅનલ ઉપલબ્ધ કરાવવાનું ચાલુ રાખવાની આશા રાખીએ છીએ.

[16:30 UTC 13 જુલાઈ 2020] હતાશા અને વ્યગ્રતા માટે નવી સ્વાસ્થ્ય સંબંધિત માહિતી ધરાવતી પૅનલ: COVID-19 મહામારી માત્ર શારીરિક સ્વાસ્થ્યને જ અસર કરતી નથી, તે માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. લોકોને આધિકારિક માહિતીનો વધુ સરળતાથી ઍક્સેસ મળે તેમાં મદદ કરવા માટે, અમે YouTube શોધમાં હતાશા અને વ્યગ્રતા સ્વાસ્થ્ય સંબંધિત માહિતી ધરાવતી પૅનલ રજૂ કરી રહ્યાં છીએ. અમે પૅનલો શરૂ કરવા માટે Mayo Clinic સાથે ભાગીદારી કરી છે, જે હતાશા અને વ્યગ્રતાના લક્ષણો અને સારવારના વિકલ્પો વિશેની માહિતી દર્શાવે છે. યુ.એસ.માં, હતાશા અને વ્યગ્રતા સ્વાસ્થ્ય પૅનલ તબીબી રીતે માન્ય Google સેલ્ફ-અસેસ્મેન્ટ સાથે લિંક કરે છે. સેલ્ફ-અસેસ્મેન્ટ વપરાશકર્તાઓને તેમના માટે કયા પ્રકારની સહાય અથવા તબીબી સંભાળ યોગ્ય હોઈ શકે છે તેના પર વધુ માહિતી આપે છે. પૅનલ અને સેલ્ફ-અસેસ્મેન્ટ હાલમાં યુ.એસ.માં ઉપલબ્ધ છે અને અમે ટૂંક સમયમાં વધુ દેશો/પ્રદેશોમાં પૅનલ ઉપલબ્ધ કરાવવાની આશા રાખીએ છીએ.

[23:15 UTC 11 જૂન 2020] COVID-19 સ્વાસ્થ્ય પૅનલ સેલ્ફ-અસેસ્મેન્ટ માટે અપડેટ: એપ્રિલમાં, અમે YouTube શોધમાં અમારી COVID-19 સ્વાસ્થ્ય પૅનલમાં COVID-19 સેલ્ફ-અસેસ્મેન્ટ શરૂ કર્યું. COVID-19 સેલ્ફ-અસેસ્મેન્ટ હવે Googleના સેલ્ફ-અસેસ્મેન્ટ સ્ક્રીનર સાથે લિંક કરે છે, જે CDC માર્ગદર્શિકા પર આધારિત છે. સેલ્ફ-અસેસ્મેન્ટ સ્ક્રીનર વપરાશકર્તાઓને તેમના માટે કયા પ્રકારની સહાય અથવા તબીબી સંભાળ યોગ્ય હોઈ શકે છે તેના પર વધુ માહિતી આપે છે. તે યુ.એસ.માં ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં વધુ દેશોમાં સાર્વજનિક રિલીઝ થશે.

[23:34 UTC 30 એપ્રિલ 2020] COVID-19 સ્વાસ્થ્ય પૅનલ સેલ્ફ-અસેસ્મેન્ટ: લોકોને યોગ્ય તબીબી સંભાળ મેળવવા અંગે નિર્ણય લેવામાં મદદ કરવા માટે, અમે અમારા COVID-19માં શોધમાં સ્વાસ્થ્ય પૅનલમાં COVID-19 સેલ્ફ-અસેસ્મેન્ટની લિંક લૉન્ચ કરી છે. અમે સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ સાથે ભાગીદારી કરીને તેને યુ.એસ.માં શરૂ કરી રહ્યાં છીએ, અને ટૂંક સમયમાં વધુ દેશોમાં સાર્વજનિક રિલીઝ કરીશું. COVID-19 સ્વાસ્થ્ય પૅનલ CDC વેબસાઇટ પર CDCના સેલ્ફ-અસેસ્મેન્ટ સ્ક્રીનર સાથે લિંક કરે છે, જ્યાં વપરાશકર્તાઓ કયા પ્રકારની તબીબી સંભાળ યોગ્ય હોઈ શકે તે અંગે સૂચનો જણાવવા પ્રશ્નોના જવાબ આપી શકે છે.

[16:00 UTC એપ્રિલ 1, 2020] COVID-19 સ્વાસ્થ્ય પૅનલ: આજથી, અમે COVID-19 માટે વધારાની સ્વાસ્થ્ય પૅનલ લૉન્ચ કરી રહ્યાં છીએ જે COVID-19 સંબંધિત શોધને શોધ પરિણામોમાં દર્શાવે છે. આ પૅનલમાં WHO અને NHS તરફથી ટેક્સ્ટ-આધારિત સ્વાસ્થ્ય માહિતી અને લક્ષણો, નિવારણ અને સારવાર જેવા કન્ટેન્ટનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન, અમે સ્થાનિક સ્વાસ્થ્યના સૉર્સને પ્રાધાન્ય આપવાનું ચાલુ રાખવા માંગીએ છીએ, જેથી તમે સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓની લિંક સાથેની માહિતી પૅનલ અને COVID-19 સ્વાસ્થ્ય પૅનલ બંને જોઈ શકો.

[13:30 UTC 24 માર્ચ 2020] ગોઠવણ કરેલી બૅન્ડવિડ્થ વપરાશ અંગે અપડેટ: ગયા અઠવાડિયે, અમે YouTube પરના તમામ વીડિયોને યુરોપિયન યુનિયન (EU), યુનાઇટેડ કિંગડમ (UK) અને સ્વિટ્ઝર્લૅન્ડ (CH)માં સ્ટૅન્ડર્ડ વ્યાખ્યા મુજબ અસ્થાયી રૂપે ડિફૉલ્ટ કર્યા છે. આ કટોકટીની વૈશ્વિક પ્રકૃતિને જોતાં, અમે આજથી વૈશ્વિક સ્તરે તે પરિવર્તનનો વિસ્તાર કરી રહ્યા છીએ. આ અપડેટની ધીમી ગતિએ સાર્વજનિક રિલીઝ થઈ રહી છે. તમે કમ્પ્યૂટર, ટીવી અથવા મોબાઇલ ડિવાઇસ પર જોઈ રહ્યાં છો તે કોઈપણ વીડિયોની વીડિયો ગુણવત્તા તમે મેન્યુઅલી ગોઠવણ કરી શકો છો. અમે સભ્ય રાજ્ય સરકારો અને નેટવર્ક ઑપરેટરો સાથે સિસ્ટમ પરનો તણાવ ઓછો કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું, સાથે સારો વપરાશકર્તા અનુભવ પણ આપીશું.

[21:16 UTC 20 માર્ચ 2020] સમાયોજિત બૅન્ડવિડ્થ વપરાશ: જેમ COVID-19 પરિસ્થિતિ સતત વિકસિત થઈ રહી છે, તેમ વધુ લોકો આધિકારિક સમાચાર, લર્નિંગ કન્ટેન્ટ શોધવા અને સંપર્કો બનાવવા માટે YouTube પર આવે છે. ઓછી નેટવર્ક ક્ષમતાનો ઉપયોગ કરવા માટે અમારી સિસ્ટમની ઑટોમેટિક ગોઠવણ કરવા માટે અમારી પાસે માપદંડો છે. અમે યુરોપિયન યુનિયન (EU), યુનાઇટેડ કિંગડમ (UK) અને સ્વિટ્ઝર્લૅન્ડ (CH)ના તમામ ટ્રાફિકને સ્ટૅન્ડર્ડ ડેફિનિશનમાં અસ્થાયી રૂપે ડિફૉલ્ટ કરી રહ્યાં છીએ. તમે કમ્પ્યૂટર, ટીવી અથવા મોબાઇલ ડિવાઇસ પર જોઈ રહ્યાં છો તે કોઈપણ વીડિયોની વીડિયો ગુણવત્તા તમે મેન્યુઅલી ગોઠવણ કરી શકો છો. અમે સભ્ય રાજ્ય સરકારો અને નેટવર્ક ઑપરેટરો સાથે સિસ્ટમ પરનો તણાવ ઓછો કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું, સાથે સારો વપરાશકર્તા અનુભવ પણ આપીશું.

[21:35 UTC 19 માર્ચ 2020] COVID-19 સમાચારની શેલ્ફ: COVID-19 સમાચારની શેલ્ફ હવે YouTube હોમપેજ પર દેખાઈ શકે છે. શેલ્ફમાં અમારા પ્લેટફોર્મ પર આધિકારિક ન્યૂઝ પબ્લિશર અને સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓના COVID-19 વિશેના સમાચાર વીડિયોનો સમાવેશ થાય છે. આ શેલ્ફમાંનું કન્ટેન્ટ COVID-19 સાથે કેટલું સંબંધિત છે, તે કેટલું અપ-ટૂ-ડેટ છે અને પ્રદેશ સહિત સેંકડો સિગ્નલનો ઉપયોગ કરીને ઍલ્ગોરિધમ સાથે રચાયેલું છે. જો બ્રેકિંગ ન્યૂઝ અથવા ટોપ ન્યૂઝ શેલ્ફ પહેલેથી જ દેખાઈ રહ્યાં હોય, તો તમે કદાચ COVID-19 ન્યૂઝ શેલ્ફ જોઈ શકશો નહીં. તમે હોમપેજ પરથી COVID-19 ન્યૂઝ શેલ્ફને કાઢી નાખી શકો છો.

[16:00 UTC માર્ચ 11 2020] માહિતી પૅનલ: ફેબ્રુઆરીથી અમે માહિતી પૅનલ લૉન્ચ કરી છે જે વપરાશકર્તાઓને વિશ્વ આરોગ્ય સંસ્થા અથવા એવા સ્થાનિક સંસાધનો તરફ લઈ જાય છે જે સ્થાનિક સરકારના દિશાનિર્દેશોને રજૂ કરે છે. પૅનલ YouTube હોમપેજ પર, કોરોના વાયરસ સંબંધિત પ્રશ્નોની શોધમાં, તેમજ કોરોના વાયરસ સંબંધિત વીડિયો માટેના જોવાના પેજ પર દેખાશે. અમે શિક્ષણ અને માહિતી માટે ઉપયોગ કરવા માટે અસરગ્રસ્ત પ્રદેશોમાં સરકારો અને NGOને જાહેરાત ઇન્વેન્ટરી દાન કરીશું.

સમુદાય અને કૉમેન્ટ

[20:20 UTC 20 માર્ચ 2020] સમુદાય પોસ્ટ: અમારા કર્મચારીઓ પર કોરોના વાયરસ (COVID-19)ની અસરને કારણે, સમુદાય પોસ્ટ કેટલીક ચૅનલ પર અસ્થાયી રૂપે અનુપલબ્ધ છે. આનાથી તમારા એકાઉન્ટ પર કોઈ નવા સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક અથવા દંડ થશે નહીં.

વપરાશકર્તાઓ અથવા અમારી ઑટોમેટિક સિસ્ટમ દ્વારા ફ્લૅગ કરાયેલી કેટલીક સમુદાય પોસ્ટ અમારા રિવ્યૂઅર દ્વારા ઝીણી નજરથી જોવાની રાહ દરમિયાન હોમપેજ પર અથવા સૂચનોમાં ઉપલબ્ધ ન હોય એવું બની શકે. પરિણામે, આ પોસ્ટ સામાન્ય કરતાં ઓછું એંગેજમેન્ટ મેળવી શકે છે.

સામાન્ય પ્રશ્નો

જો મારે કોરોના વાયરસ (COVID-19) વિશે વધુ માહિતી જોઈતી હોય તો મારે ક્યાં જવું જોઈએ? 

વિશ્વ આરોગ્ય સંસ્થાની વેબસાઇટ પર કોરોના વાયરસ મહામારી વિશે માહિતી અને માર્ગદર્શન આપેલું છે. અમે નીચે વધારાના સ્થાનિક રીતે સંબંધિત સૉર્સ પણ પ્રદાન કર્યા છે:

દેશ / પ્રદેશ સૉર્સ
ઑસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા સરકારનો આરોગ્ય વિભાગ
બેલ્જિયમ ફેડરલ પબ્લિક સર્વિસ (FPS) હેલ્થ, ફૂડ ચેઈન સેફ્ટી ઍન્ડ ઍન્વાયર્નમેન્ટ
બ્રાઝિલ Ministério da Saúde
કેનેડા કેનેડાની જાહેર આરોગ્ય એજન્સી
ફ્રાંસ Gouvernement.fr
જર્મની ફેડરલ સેન્ટર ફૉર હેલ્થ એજ્યુકેશન
હોંગ કોંગ સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન
ઇઝરાયેલ આરોગ્ય મંત્રાલય
ભારત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, સરકાર ભારત
ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા આરોગ્ય મંત્રાલય
ઇટાલી આરોગ્ય મંત્રાલય
આયર્લૅન્ડ આરોગ્ય વિભાગ
જાપાન જાપાન કેબિનેટ સચિવાલય
મલેશિયા મલેશિયા આરોગ્ય મંત્રાલય
નેધરલૅન્ડ્સ આરોગ્ય, કલ્યાણ અને રમતગમત મંત્રાલય
નૉર્વે હેલ્થ નૉર્વે
સિંગાપુર આરોગ્ય મંત્રાલય
દક્ષિણ કોરિયા કોરિયન આરોગ્ય અને કલ્યાણ મંત્રાલય
સ્પેન આરોગ્ય મંત્રાલય
સ્વીડન સ્વીડનની જાહેર આરોગ્ય એજન્સી
સ્વિટ્ઝર્લૅન્ડ ફેડરલ ઑફિસ ઑફ પબ્લિક હેલ્થ FOPH
તાઇવાન તાઇવાન CDC
થાઇલૅન્ડ થાઇલેન્ડ જાહેર આરોગ્ય મંત્રાલય
વિયેતનામ વિયેતનામ આરોગ્ય મંત્રાલય
યુકે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા
યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ
કોરોના વાયરસ (COVID-19) અંગે અમે જે વધારાના ફેરફારો કરીએ છીએ તેના વિશે YouTube મને કેવી રીતે માહિતગાર કરતું રહેશે? 
કોરોના વાયરસની સ્થિતિ દરરોજ વિકસિત થઈ રહી છે, અને અમે તમને અપડેટ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જેમાં અમારી પ્રક્રિયા અને સપોર્ટ સિસ્ટમને અસર કરી શકે તેવા કોઈપણ ફેરફારોનો સમાવેશ થાય છે. 

આ ફેરફારોથી તમે કેવી રીતે પ્રભાવિત થઈ શકો છો તેના પર માહિતગાર રહેવા માટે, આ લેખ જોતા રહો. અમે તેને નિયમિતપણે અપડેટ કરીશું.
કોરોના વાયરસ (COVID-19) વિશેની ખોટી માહિતી સામે YouTube કેવી રીતે લડી રહ્યું છે?
અમે આ નિર્ણાયક સમયે સમયસર અને મદદરૂપ માહિતી પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જેમાં શોધ અને સુઝાવમાં આધિકારિક સૉર્સ ઉભા કરવા અને માહિતી પૅનલ બતાવવા, સંબંધિત વીડિયો પર WHO જેવા સ્થાનિક રૂપે સંબંધિત સૉર્સ સાથે લિંક કરવાનો સમાવેશ થાય છે. અમે અમારી પૉલિસીનું ઉલ્લંઘન કરતા ચિહ્નિત કરવામાં આવતા વીડિયોને ઝડપથી દૂર કરવાનું પણ ચાલુ રાખીશું, જેમાં એવા વીડિયોનો સમાવેશ થાય છે જે લોકોને તબીબી સારવાર મેળવવાથી નિરાશ કરે છે અથવા હાનિકારક પદાર્થોના સ્વાસ્થ્ય લાભો હોવાનો દાવો કરે છે. ભરોસાપાત્ર કન્ટેન્ટ શોધવું એ વિશેષ મહત્વપૂર્ણ છે કારણ કે બ્રેકિંગ સમાચારો આવતા હોય છે, અને અમે ખાતરી કરવાનું ચાલુ રાખીશું કે YouTube અમારા વપરાશકર્તાઓ માટે ચોક્કસાઈપૂર્વકની માહિતી પહોંચાડે.
હું YouTube નિર્માતા છું, હું કેવી રીતે મદદ કરી શકું?

ઘણા નિર્માતાઓએ અમને પૂછ્યું છે કે તમે વિકસતી COVID-19 પરિસ્થિતિમાં કેવી રીતે મદદરૂપ થઈ શકો અને અત્યારે તમારી જાતને, તમારા કુટુંબીજનો અને મિત્રોને અને તમારા સમુદાયને આગામી દિવસોમાં મદદ કરવા માટેની એક શ્રેષ્ઠ બાબત એ છે કે આગામી દિવસોમાં ચેપનો રેટ ધીમો કરવા શક્ય તેટલું ઘરમાં રહેવું. આ તે જ છે "સોશિયલ ડિસ્ટન્સિંગ" જાળવવું અને "વળાંકને સપાટ કરવા" જેના વિશે તમે સાંભળતા રહો છો (વધુ અહીં વાંચો).

અલબત્ત એવી વ્યક્તિઓ છે, જેમાં આરોગ્યસંભાળ અને સરકારી કર્મચારીઓ (જેમાંના કેટલાક પોતે નિર્માતાઓ છે), જેઓ અમારા સમુદાયોમાં સપોર્ટ સિસ્ટમ જાળવવા માટે મહત્વપૂર્ણ છે જેમને હજુ પણ કામ પર જવા અને મુસાફરી કરવા માટે તેમના ઘર છોડવાની જરૂર પડે છે, અને આ સમય દરમિયાન તેઓ જે કરી રહ્યાં છે તેના માટે અમે તેમનો આભાર માનીએ છીએ.

આપણામાંના બાકીના લોકો માટે તે વ્યક્તિગત કામગીરી છે જે સૌથી સંવેદનશીલ લોકોનું રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. આધિકારિક આરોગ્ય અને સલામતી સંસ્થા લોકોને શક્ય હોય તો ઘરે રહેવા વિનંતી કરી રહી છે, જેથી અમે એવા લોકો માટે સુરક્ષિત વાતાવરણ બનાવી શકીએ કે જેમને વાયરસથી સૌથી વધુ જોખમ છે.

તેથી ગંભીરતાપૂર્વક, કૃપા કરીને ઘરે રહો.

અહીં તમે મદદ કરી શકો છો → ફેલાવાને રોકવા માટે આ શબ્દ ફેલાવો - #StayHome

જો તમે YouTubeનો ઉપયોગ કરવાનું પસંદ કરોતા હો તો ઘરે રહેવા વિશે વાત ફેલાવો, તમારી કન્ટેન્ટ પોસ્ટ કરવા માટે અહીં કેટલીક ઝડપી ટિપ છે:

  • #StayHome અને ___ #WithMe આઇડિયા. સહાયક, મનોરંજક, માહિતીપ્રદ કન્ટેન્ટને ધ્યાનમાં લો અને તે પ્રમાણે કરી રહેલા અન્ય લોકો સાથે જોડાવા માટે #StayHome અને ____ #WithMe ને ટૅગ કરો દા.ત. #StayHome અને રાંધો #WithMe અથવા #StayHome અને શીખો #WithMe. તમારા જેવા નિર્માતાઓ પાસેથી પ્રેરણા માટે, અમારી ચૅનલ તપાસો
  • તમારા કામ સંબંધિત હકીકતની તપાસ કરો. તમારા કન્ટેન્ટની માહિતી આપવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ (CDC), અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા જેવી સંસ્થાઓના પ્રતિષ્ઠિત સૉર્સનો ઉપયોગ કરો. 
  • આ એક ચાલુ વૈશ્વિક મહામારી છે તે હકીકત પ્રત્યે સંવેદનશીલ બનો. અમે કહીએ છીએ કે જો તમે COVID-19 સંબંધિત-કન્ટેન્ટ શેર કરવાનું પસંદ કરો તો તેમાં તમે શ્રેષ્ઠ હેતુને ધ્યાનમાં રાખો. કૃપા કરીને પ્રોડક્ટ અથવા સેવાના વેચાણ અથવા પ્રચાર માટે આ ઇવેન્ટનો લાભ ન ઉઠાવો.
  • કમાણી કરવાની પ્રક્રિયા માટે, અમે હજી પણ આ કન્ટેન્ટ પર કમાણી કરવા માટે અમારી અપડેટ કરેલી પૉલિસી બહાર પાડી રહ્યાં છીએ – તેથી તમારા શીર્ષક અથવા વર્ણનમાં સ્પષ્ટપણે "COVID-19" અથવા "કોરોના વાયરસ" શામેલ કરવાનું ટાળો; "તમારી દાદીને સુરક્ષિત રાખો - ઘરે રહો!" જેવા શીર્ષકોને ધ્યાનમાં લો! અથવા "ઘરે કેવી રીતે સક્રિય રહેવું" 
  • જાહેરાતકર્તા-મૈત્રીપૂર્ણ અને સમુદાયના દિશાનિર્દેશો બંનેને અનુસરો. તમામ કમાણી માટેનું કન્ટેન્ટ અમારા જાહેરાત મૈત્રીપૂર્ણ દિશાનિર્દેશો અને સમુદાયના દિશાનિર્દેશોને આધીન છે. જો તમારૂં કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય તો તેને દૂર અથવા મર્યાદિત કરવામાં આવશે અથવા તેને કોઈ જાહેરાતો પ્રાપ્ત થશે નહીં. ઉદાહરણ તરીકે, એવું કન્ટેન્ટ હોય જે હાનિકારક પદાર્થો અથવા સારવારમાં સ્વાસ્થ્ય લાભો હોવાનો દાવો કરે અથવા અમારી હિંસક અથવા ગ્રાફિક કન્ટેન્ટ પૉલિસીનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ ઉલ્લંઘનકારી માનવામાં આવે છે અને તેને દૂર કરવામાં આવશે.
હું કોરોના વાયરસ (COVID-19) વિશે ખોટી માહિતીનો રિપોર્ટ કેવી રીતે કરી શકું? 
અમારા સમુદાયના દિશાનિર્દેશોમાં એવી પૉલિસીનો સમાવેશ થાય છે જે પ્રતિબંધિત કન્ટેન્ટ છે જે દાવો કરે છે કે હાનિકારક પદાર્થો અથવા સારવારથી સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. 

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ મળે, તો કૃપા કરીને તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને ઘણા બધા એવા વીડિયો, કૉમેન્ટ અથવા નિર્માતાની સમગ્ર ચૅનલ મળે કે જેની તમે જાણ કરવા માગો છો, તો અમારા રિપોર્ટિંગ ટૂલની મુલાકાત લો.
શા માટે મારા કન્ટેન્ટને કમાણી કરતા બંધ કરવામાં આવી રહ્યું છે? તે કોરોના વાયરસ (COVID-19) વિશે નથી.
જો તમે YouTube પર કમાણી કરી રહ્યા હો તો તમારી ચૅનલ YouTube કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓ અનુસરે તે મહત્વનું છે, જેમાં YouTubeના સમુદાયના દિશાનિર્દેશો, સેવાની શરતો, કૉપિરાઇટ અને Google AdSense પ્રોગ્રામ પૉલિસીઓનો સમાવેશ થાય છે. અમે ચૅનલની કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસી શા માટે લાગુ કરીએ છીએ તે વિશે વધુ જાણો. જો તમે જાહેરાતો સાથે વીડિયોની કમાણી કરવા માંગતા હો, તો તે અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાને પણ પૂરી કરે તે આવશ્યક છે.

અમારી પૉલિસી તમારા કન્ટેન્ટના તમામ ભાગો (વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમ, થંબનેલ, શીર્ષક, વર્ણન અને ટૅગ) પર લાગુ પડે છે. 

અમારી સિસ્ટમ હંમેશાં સાચી નથી પડતી, પણ તમે અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ દ્વારા કરાયેલા નિર્ણયોના માનવ રિવ્યૂઅરની વિનંતી કરી શકો છો.

હું ઑનલાઈન COVID-19 સ્કૅમને કેવી રીતે ટાળી શકું

જ્યારે પણ તમે ઑનલાઇન હો ત્યારે અમે તમને સુરક્ષિત રાખવા માંગીએ છીએ. એટલા માટે અમે જે પણ બનાવીએ છીએ તે શક્તિશાળી બિલ્ટ-ઇન સુરક્ષા તકનીકોથી સુરક્ષિત છે જે જોખમ તમારા સુધી પહોંચે તે પહેલાં તેને શોધવા અને બ્લૉક કરવામાં મદદ કરે છે. સામાન્ય પ્રકારનાં સ્કૅમ અને તેનાથી કેવી રીતે બચવું તેના વિશે વધુ માહિતી માટે, અમારું Google સુરક્ષા કેન્દ્ર તપાસો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1055518086936353194
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false