કૉમેન્ટનો રિવ્યૂ કરો અને જવાબ આપો

 કૉમેન્ટ મૉડરેટ કરવી અને તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવી એ તમારી ચૅનલ પર સ્વસ્થ સમુદાય જાળવી રાખવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

તમારા વીડિયો અને ચૅનલ પરની કૉમેન્ટ ચેક કરો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કૉમેન્ટ પસંદ કરો.
  3. તમે જેનો રિવ્યૂ કરવા માગતા હો તે ટૅબ પસંદ કરો:
    • પબ્લિશ કરેલી: એ કૉમેન્ટ જેને દરેક જણ જોઈ શકે છે.
    • રિવ્યૂ માટે હોલ્ડ પર રાખેલી: તમારા સેટિંગના આધારે રિવ્યૂ માટે હોલ્ડ પર રાખેલી કૉમેન્ટ અને સંભવિત રીતે સ્પામ હોય તેવી YouTube દ્વારા ઑટોમૅટિક રીતે હોલ્ડ પર રખાયેલી કૉમેન્ટ.

તમે જુઓ છો તે કૉમેન્ટને ફિલ્ટર કરવા માટે તમે દરેક ટૅબની ઉપર આવેલા ફિલ્ટર બાર નો ઉપયોગ કરી શકો છો. તમે શોધ, પ્રશ્નો, જવાબના સ્ટેટસ અને વધુ મુજબ ફિલ્ટર કરી શકો છો.

યોગ્યતા ધરાવતા નિર્માતાઓને તેમના કમ્પ્યૂટર પર Studioમાં "કૉમેન્ટ અને ઉલ્લેખો" દેખાશે. ઉલ્લેખોની યોગ્યતા વિશે વધુ જાણો.

પબ્લિશ કરેલી કૉમેન્ટ પર પ્રતિક્રિયા આપો

“પબ્લિશ કરેલી” ટૅબમાંથી તમે:

  • જવાબ: સીધા કૉમેન્ટનો જવાબ આપવા માટે જવાબ આપો પસંદ કરી શકો છો.
  • હૃદયનું ચિહ્ન: પ્રશંસા દર્શાવવા માટે કૉમેન્ટની નીચેનું હૃદયનું ચિહ્ન પસંદ કરી શકો છો.
  • પસંદ: કૉમેન્ટને પસંદ કરવા માટે થમ્બ્સ અપ પસંદ કરી શકો છો.
  • નાપસંદ: કૉમેન્ટને પસંદ કરવા માટે થમ્બ્સ ડાઉન પસંદ કરી શકો છો.
  • પિન કરવું: તમારા વીડિયોના જોવાના પેજ પર સૌથી ઉપર કોઈ કૉમેન્ટ હાઇલાઇટ કરવા માટે, વધુ '' અને પછી પિન કરો પસંદ કરી શકો છો. આ વિકલ્પ કોઈ વ્યક્તિગત વીડિયો પરની કૉમેન્ટ જોતી વખતે જ દેખાય છે.

ટિપ: કોણ કૉમેન્ટ કરી રહ્યું છે તે વિશે વધુ જાણવામાં તમારી સહાય કરવા માટે, YouTube Studioમાં કૉમેન્ટ કરનારાઓના નામની બાજુમાં બૅજ દેખાશે. ઉદાહરણ તરીકે, સૌથી વધુ કૉમેન્ટ કરનારાઓ , ચૅનલના સભ્યો અને સાર્વજનિક રીતે સબ્સ્ક્રાઇબ કરેલું હોય તેવા કૉમેન્ટ કરનારાઓ માટેના બૅજ હોય છે.

રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકેલી કૉમેન્ટ પર પગલું લો

“રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકેલી” ટૅબ પર તમે નીચેના પગલાં લઈ શકો છો. તમે “પબ્લિશ કરેલી” ટૅબ પર વધુ '' પર ક્લિક કરીને પણ આ વિકલ્પો શોધી શકો છો.

  • મંજૂરી આપો: કૉમેન્ટને સાર્વજનિક રીતે બતાવવા માટે 'મંજૂરી આપો' પસંદ કરો.
  • કાઢી નાખો: કૉમેન્ટ કાઢી નાખવા માટે 'કાઢી નાખો' પસંદ કરો.
  • સ્પામ અથવા દુરુપયોગની જાણ કરો: કૉમેન્ટમાં સ્પામ અથવા દુરુપયોગની જાણ કરવા માટે 'જાણ કરો' પસંદ કરો. સ્પામ કૉમેન્ટ વિશે વધુ જાણો.
  • વપરાશકર્તાને છુપાવો:  વપરાશકર્તાને ચૅનલથી છુપાવવા માટે 'છુપાવો' Maps hide icon, visibility off પસંદ કરો.​ અમુક ચોક્કસ લોકોથી કૉમેન્ટ છુપાવવા વિશે વધુ જાણો.
  • હંમેશાં મંજૂર કરો: આ વિકલ્પ ફક્ત “પબ્લિશ કરેલી” ટૅબ પર જ ઉપલબ્ધ છે. ચોક્કસ દર્શકની બધી ભાવિ કૉમેન્ટ ઑટોમૅટિક રીતે અને મંજૂર થાય અને તે સાર્વજનિક રૂપે દેખાય તે માટે, વધુ '' અને પછી આ વપરાશકર્તાની કૉમેન્ટ હંમેશાં મંજૂર કરો પસંદ કરો.

કૉમેન્ટ મૉડરેટર ઉમેરો

તમે તમારા વીડિયો અને ચૅનલ પર કૉમેન્ટ મેનેજ કરવામાં સહાય માટે મૉડરેટરને આમંત્રિત કરી શકો છો. YouTube ચૅનલ ધરાવનાર કોઈપણ મૉડરેટર બની શકે છે. YouTube Studio પર મૉડરેટર ઉમેરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પસંદ કરો.
  3. સમુદાય પસંદ કરો.
  4. “સ્ટૅન્ડર્ડ મૉડરેટર” બૉક્સમાં મૉડરેટરની ચૅનલનું URL દાખલ કરો.
  5. સાચવો પસંદ કરો.

તમે કોઈ ચોક્કસ મૉડરેટરને તેમની વીડિયો કૉમેન્ટમાંથી પણ ઉમેરી શકો છો:

  1. YouTube ઍપમાં તમારે જેમને મૉડરેટર બનાવવા છે તેમણે તમારા કોઈ વીડિયો પર કરેલી કૉમેન્ટ શોધો. 
  2. તેમની કૉમેન્ટની બાજુમાં વધુ '' પર ટૅપ કરો. 
  3. મૉડરેટર તરીકે ઉમેરો પર ટૅપ કરો. 
  4. મેનેજિંગ મૉડરેટર અથવા સ્ટૅન્ડર્ડ મૉડરેટર પસંદ કરો.

તમે મૉડરેટરને ઉમેર્યા છે તેવું નોટિફિકેશન તેમને મળશે નહીં. મૉડરેટરને જણાવો કે તેઓ હવે કૉમેન્ટ કાઢી નાખી શકે છે.

કૉમેન્ટ સંબંધી વિષયો

કૉમેન્ટ સંબંધી વિષયો, YouTube વીડિયો પરની કૉમેન્ટને ગોઠવવા માટે તેમજ તેનો સારાંશ આપવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરે છે. આ માહિતીનો ઉપયોગ કરીને, તમારા સમુદાયને કયા વિષયોમાં રુચિ છે તે તમે જાણી શકો છો, ચર્ચાઓમાં સરળતાથી જોડાઈ શકો છો અને નવા વીડિયો બનાવવાની પ્રેરણા લઈ શકો છો. 

કૉમેન્ટ સંબંધી વિષયોનો રિવ્યૂ કરવા માટે, YouTube મોબાઇલ ઍપ પર વીડિયોના કૉમેન્ટવાળા વિભાગમાં જાઓ. જો ઉપલબ્ધ હોય, તો વિષયો  પર ટૅપ કરો.

નોંધ: આ સુવિધા બધા વીડિયો પર દેખાશે નહીં. હાલમાં કૉમેન્ટ સંબંધી વિષયો, માત્ર YouTube મોબાઇલ ઍપના કૉમેન્ટના મોટા વિભાગોમાં અંગ્રેજીમાં હોય એવા વીડિયો અને કૉમેન્ટ માટે જ ઉપલબ્ધ છે. 

વિષયોનો સારાંશ માનવ દ્વારા નહીં, પરંતુ AI દ્વારા આપવામાં આવતો હોવાથી, ક્વૉલિટી અને સચોટતામાં ફરક હોઈ શકે છે.

સામાન્ય પ્રશ્નો

કૉમેન્ટ મૉડરેટર શું કરી શકે છે?

કૉમેન્ટ મૉડરેટર લઈ શકે તે ઍક્શનનો આધાર તેઓ સ્ટૅન્ડર્ડ મૉડરેટર છે કે મેનેજિંગ મૉડરેટર તેના પર રહે છે. મેનેજિંગ મૉડરેટર પાસે સ્ટૅન્ડર્ડ મૉડરેટરની સરખામણીએ વધુ વિકલ્પો ઉપલબ્ધ હોય છે. બંને પ્રકારના મૉડરેટર કૉમેન્ટને તમારા રિવ્યૂ માટે હોલ્ડ પર રાખી શકે છે.
મૉડરેટર પાસે YouTube Studioમાં તમારી ચૅનલનો ઍક્સેસ હોતો નથી. તે કૉમેન્ટ તમારી “રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકેલી” કતારમાં રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકવામાં આવશે. જ્યાં સુધી તમે તેને મંજૂર નહીં કરો ત્યાં સુધી અન્ય દર્શકો તે કૉમેન્ટ જોઈ શકશે નહીં.

કૉમેન્ટ મૉડરેટર શું કરી શકે તે વિશે વધુ જાણો.
લાઇવ ચૅટમાં કૉમેન્ટ મૉડરેશન અલગ રીતે કામ કરે છે. લાઇવ ચૅટ માટે મૉડરેટરની સોંપણી કરવાની રીત જાણો.

હું કૉમેન્ટ મૉડરેટરને કેવી રીતે કાઢી શકું?

કૉમેન્ટ મૉડરેટર ઉમેરવાના ઉપર આપેલા પગલાં ફૉલો કર્યા બાદ કાઢી નાખવાનો વિકલ્પ પસંદ કરીને તમે તમારા મોડરેટરને મેનેજ કરી શકો છો.

જ્યારે હું દર્શકોની કૉમેન્ટ પર હૃદયનું ચિહ્ન આપું, તેને પસંદ કરું, નાપસંદ કરું, પિન કરું અથવા તેનો જવાબ આપું, ત્યારે શું તેમને જાણ કરવામાં આવે છે?

જ્યારે તમે કોઈ કૉમેન્ટ પર હૃદયનું ચિહ્ન આપો, તેને પિન કરો અથવા તેનો જવાબ આપો, ત્યારે કૉમેન્ટ કરનારને તેમના નોટિફિકેશનના સેટિંગના આધારે, તમે પ્રત્યુત્તર આપ્યાનું નોટિફિકેશન મળી શકે છે.
પસંદ અને નાપસંદ અનામી હોય છે. જો તમે કોઈ કૉમેન્ટ પસંદ કરો, તો કૉમેન્ટ કરનારને એવું નોટિફિકેશન મળી શકે છે કે, “કોઈએ તમારી કૉમેન્ટ પસંદ કરી." જ્યારે તમે દર્શકોની કૉમેન્ટ નાપસંદ કરો છો ત્યારે દર્શકોને નોટિફિકેશન મળતું નથી.

હું કોઈ કૉમેન્ટ અનપિન કેવી રીતે કરું?

જો તમે જોવાના પેજની સૌથી ઉપર કોઈ કૉમેન્ટ પિન કરી હોય, પણ હવે તમને તે ત્યાં ન જોઈતી હોય, તો તમે તેને અનપિન કરી શકો છો. કૉમેન્ટની બાજુમાં, વધુ '' અને પછી અનપિન કરો પસંદ કરો.
તમે કોઈ અલગ કૉમેન્ટ પણ પિન કરી શકો છો, જે પહેલાંની કૉમેન્ટને અનપિન કરશે.

હું કોઈ કૉમેન્ટને સ્પામ તરીકે માર્ક કરું તો શું થશે?

કૉમેન્ટને તમારી ચૅનલ પરથી કાયમ માટે છુપાવવામાં આવશે. સ્પામની ભાળ મેળવવા માટે YouTube, કૉમેન્ટ અને કૉમેન્ટ કરનારની વર્તણૂકનો પણ રિવ્યૂ કરી શકે છે.

કૉમેન્ટ સંબંધી વિષયોનો સારાંશ કેવી રીતે આપવામાં આવે છે અને શું હું તેમાં ફેરફાર કરી શકું કે?

કૉમેન્ટ સંબંધી વિષયો માટે કૉમેન્ટના મોટા વિભાગો ધરાવતા YouTube વીડિયો પર માનવ દ્વારા રિવ્યૂ વિના, કૉમેન્ટને ગોઠવવા અને તેમનો સારાંશ આપવા Googleની માલિકીના AI મૉડલનો ઉપયોગ કરવામાં આવે છે. કૉમેન્ટ સંબંધી વિષયો ત્યારે જ બનાવવામાં આવે છે, જ્યારે કોઈ થીમ રજૂ કરવા માટે પર્યાપ્ત કૉમેન્ટ હોય. 

કૉમેન્ટ સંબંધી વિષયો એવી સુવિધા છે જેના માટે નાપસંદ કરવાનો કોઈ વિકલ્પ નથી. જો તમે અમુક ચોક્કસ વિષય હેઠળ દેખાતી કૉમેન્ટ કાઢી નાખો, તો તે વિષય કાઢી નાખવામાં આવશે. 

રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકવામાં આવેલી, બ્લૉક કરેલા શબ્દો શામેલ હોય એવી કે પછી છુપાવેલા વપરાશકર્તાઓની કૉમેન્ટ પરથી વિષયો બનાવવામાં આવશે નહીં. 

કૉમેન્ટ સંબંધી વિષયો પર પ્રતિસાદ આપવા માટે: 

  1. YouTube ઍપ પરના કોઈ વીડિયોનો કૉમેન્ટ વિભાગ ખોલો.
  2. વિષયો  પર ટૅપ કરો.
  3. વધુ '' પર ટૅપ કરો.
  4. પ્રતિસાદ મોકલો પર ટૅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5863090777889529185
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false