ફાળો ઉઘરાવવા માટે YouTube ડોનેશનનું સેટઅપ કરવું

YouTube ડોનેશન વડે નિર્માતાઓ તેમના માટે મહત્ત્વની હોય એવી સેવાભાવી સંસ્થાને સપોર્ટ કરી શકે છે. યોગ્યતા ધરાવતી ચૅનલ તેમના વીડિયો અને લાઇવ સ્ટ્રીમમાં ડોનેશન આપવા માટેનું બટન ઉમેરીને બિનલાભકારી સંસ્થાઓ માટે ફાળો ઉઘરાવી શકે છે. દર્શકો સીધા વીડિયો જોવાના પેજ પર અથવા લાઇવ ચૅટમાં ડોનેશન આપી શકે છે.

બાળકો માટે યોગ્ય તરીકે સેટ થયેલા વીડિયો પર YouTube ડોનેશન ઉપલબ્ધ નથી. તમારા ફાળો ઉઘરાવનારમાં વીડિયો ઉમેરતી વખતે બાળકો માટે યોગ્ય તરીકે સેટ થયેલા વીડિયો તમને દેખાશે નહીં. યોગ્યતા અને ઉપલબ્ધતા વિશે વધુ વિગતો માટે YouTube ડોનેશનના સામાન્ય પ્રશ્નો પર જાઓ.

લાઇવ ચૅટ પર ફાળો ઉઘરાવવાની રીત તરીકે Super Chat for Goodને બદલે હવે લાઇવ ચૅટ ડોનેશન છે. લાઇવ ચૅટ સાથેના તમારા શેડ્યૂલ્ડ લાઇવ સ્ટ્રીમમાં ફાળો ઉઘરાવનાર ઉમેરવા માટે નીચેની સૂચનાઓ જુઓ.

પાત્રતાની જરૂરિયાતો

YouTube ડોનેશન વડે ફાળો ઉઘરાવવા માટે યોગ્ય ઠરવા, તમારી ચૅનલ નીચેની જરૂરિયાતો પૂરી કરતી હોવી જરૂરી છે:
  • ચૅનલ ઉપલબ્ધ લોકેશનમાંથી કોઈ એક લોકેશનમાં હોવી જોઈએ
  • ચૅનલના ઓછામાં ઓછા 10k સબ્સ્ક્રાઇબર હોવા જોઈએ
  • ચૅનલ YouTube પાર્ટનર પ્રોગ્રામનો ભાગ હોવી જોઈએ
  • ચૅનલ બાળકો માટે યોગ્ય તરીકે સમર્પિત હોવી જોઈએ નહીં
નોંધ: તમે ઉપરોક્ત યોગ્યતાના માપદંડ સિવાયની કેટલીક ચૅનલ પર ફાળો ઉઘરાવવામાં આવતો હોવાનું જોઈ શકો છો. અમારો ભવિષ્યમાં YouTube ડોનેશનને વધુ વ્યાપક રીતે ઉપલબ્ધ કરાવવાનો પ્લાન છે.

ઉપલબ્ધ લોકેશન

જો તમે નીચેના દેશો/પ્રદેશોમાંથી કોઈ એકમાં નિવાસ કરતા હો, તો તમે YouTube ડોનેશન ફાળો ઉઘરાવનારનું સેટઅપ કરી શકો છો.

  • આર્જેન્ટિના
  • ઑસ્ટ્રિયા
  • બેલ્જિયમ
  • બોલિવિયા
  • કેનેડા
  • કોલમ્બિયા
  • ક્રોએશિયા
  • એસ્ટોનિયા
  • ફ્રાન્સ
  • જર્મની
  • ઘાના
  • હોંગકોંગ
  • આઇસલેન્ડ
  • ઇન્ડોનેશિયા
  • આયર્લૅન્ડ
  • ઇઝરાઇલ
  • ઇટાલી
  • કુવૈત
  • લેટવિયા
  • લિથુઆનિયા
  • લક્ઝમબર્ગ
  • મલેશિયા
  • મેક્સિકો
  • મૉન્ટેનેગ્રો
  • નૅધરલેન્ડ્સ
  • ન્યૂઝીલૅન્ડ
  • નૉર્વે
  • પેરુ
  • ફિલિપિન્સ
  • પોલેન્ડ
  • પોર્ટો રિકો
  • રોમાનિયા
  • સ્લોવાકિયા
  • સ્પેન
  • સ્વીડન
  • સ્વિટ્ઝરલેન્ડ
  • થાઇલૅન્ડ
  • ટર્કી
  • યુનાઇટેડ કિંગડમ
  • USA

ફાળો ઉઘરાવવા માટે YouTube ડોનેશન બનાવવું

તમે ફાળો ઉઘરાવવા માટે YouTube ડોનેશન બનાવી તેને તમારા વીડિયો અથવા લાઇવ ટ્રીમમાં ઉમેરી શકો છો. ત્યાર બાદ ચાહકો ઉમેરેલા વીડિયો કે લાઇવ ચૅટ પર દાન કરવા માટેના બટનમાંથી ડોનેશન આપી શકે છે.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કમાણી અને પછીડોનેશન પસંદ કરો.
  3. શરૂ કરો અને પછી ફાળો ઉઘરાવનાર બનાવો પર ક્લિક કરો.
  4. તમારે સપોર્ટ કરવો હોય તે, ઉપલબ્ધ 501(c)(3) યુએસ બિનલાભકારી સંસ્થા પસંદ કરો. તમારે સપોર્ટ કરવો હોય તે, 501(c)(3) યુએસ બિનલાભકારી સંસ્થા સૂચિમાં ન હોય તો બિનલાભકારી સંસ્થા બાબતે વિનંતી કરો પસંદ કરો. ઉપલબ્ધ બિનલાભકારી સંસ્થાઓ વિશે વધુ જાણો.
  5. ફાળો ઉઘરાવનારમાં શીર્ષક, વર્ણન અને સહયોગીઓ જેવી વિગતો ઉમેરવા માટે સૂચનાઓ ફૉલો કરો. ફાળો ઉઘરાવનારનો ઉદ્દેશ અને અવધિ સેટ કરો તેવું પણ અમારું સૂચન છે. તમે આમાં કોઈપણ સમયે ફેરફાર કરી શકો છો.
  6. દાન કરવા માટેનું બટન દર્શાવતા વીડિયો અથવા શેડ્યૂલ્ડ લાઇવ સ્ટ્રીમ ઉમેરો.
  7. પબ્લિશ કરો પસંદ કરો.

તમે વિગતવાર સેટિંગ અંતર્ગત લાઇવ નિયંત્રણ રૂમમાં તમારા લાઇવ સ્ટ્રીમનું સેટઅપ કરતી વખતે પણ તમારા ફાળો ઉઘરાવનારનું સેટઅપ કરી શકો છો. અહીં વધુ જાણો.

નોંધ: ફાળો ઉઘરાવનારની શરૂ થવાની તારીખ પછી, દાન કરવા માટેનું બટન તમારા વીડિયોના જોવાના પેજ પર અથવા લાઇવ ચૅટમાં સપાટી પર આવશે. તમે ફાળો ઉઘરાવનાર બનાવ્યું હોય અને તમારું ઑડિયન્સ બાળકો માટે યોગ્ય તરીકે સેટ થયેલું હોય તો દાન કરવા માટેનું બટન તમારા વીડિયો કે લાઇવ ચૅટમાં દેખાશે નહીં.

તમારે તમારી અસર વધારવી હોય, તો સમુદાય માટે ફાળો ઉઘરાવનાર બનાવો. "સહયોગીઓ"નો વિભાગ અપડેટ કરવાથી YouTube ડોનેશનનો ઍક્સેસ ધરાવતી કોઈપણ ચૅનલ તમારા ફાળો ઉઘરાવનારમાં જોડાઈ શકશે.

તમારું ફાળો ઉઘરાવનાર શરૂ થાય એટલે દાન કરવા માટેનું બટન તમારા જોવાના પેજ અથવા લાઇવ ચૅટમાં સપાટી પર આવશે.

પ્રવર્તમાન ફાળો ઉઘરાવનારમાં જોડાઓ

તમે અન્ય નિર્માતાના સમુદાય માટે ફાળો ઉઘરાવનારમાં પણ જોડાઈ શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કમાણી અને પછીડોનેશન પસંદ કરો.
  3. શરૂ કરો અને પછી ફાળો ઉઘરાવનારમાં જોડાઓ પર ક્લિક કરો.
  4. સમુદાય માટે ફાળો ઉઘરાવનારની ઉપલબ્ધ સૂચિમાંથી પસંદ કરો.
  5. દાન કરવા માટેનું બટન દર્શાવતા વીડિયો અથવા શેડ્યૂલ્ડ લાઇવ સ્ટ્રીમ ઉમેરો.
  6. પબ્લિશ કરો પસંદ કરો.
નોંધ: ફાળો ઉઘરાવનારની શરૂ થવાની તારીખ પછી, દાન કરવા માટેનું બટન તમારા જોવાના પેજ પર અથવા લાઇવ ચૅટમાં તમને દેખાવાનું શરૂ થશે.

ફાળો ઉઘરાવવા માટેના તમારા YouTube ડોનેશનને મેનેજ કરવું

ડોનેશન ટૅબમાં, ફાળો ઉઘરાવનારે કેટલા નાણાં એકઠા કર્યા છે તે તમે જોઈ શકો. તમે કોઈપણ સમયે ઝુંબેશમાં ફેરફાર કરી શકો, ઉદ્દેશની રકમ બદલી શકો અથવા ફાળો ઉઘરાવનાર કાઢી નાખી પણ શકો.

તમારા ફાળો ઉઘરાવનારની વિગતો બદલવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કમાણી અને પછીડોનેશન પસંદ કરો.
  3. તમારે બદલવું હોય તે ફાળો ઉઘરાવનારની બાજુમાં વધુ '' અને પછી ફેરફાર કરો પસંદ કરો.

તમારું ફાળો ઉઘરાવનાર ડિલીટ કરવા અને તમારા વીડિયોમાંથી દાન કરવા માટેનું બટન કાઢી નાખવા, ઉપરના પગલાં ફૉલો કરો અને ડિલીટ કરો પસંદ કરો.

ફાળો ઉઘરાવવા માટે YouTube ડોનેશનનું સેટઅપ કરવાની રીત જુઓ

How to Set Up a Fundraiser | YouTube Giving

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2341767039062103807
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false