YouTube પર કલાકાર તરીકે તમારું પર્ફોર્મન્સ સમજવું

કલાકારો માટે YouTube Analytics થકી તમે અને તમારી ટીમ ખાસ તમારા મ્યુઝિક કન્ટેન્ટ માટે બનાવાયેલું વિશ્લેષણ જોઈ શકો છો. સમગ્ર YouTube પર - જ્યાં પણ તમારું મ્યુઝિક રજૂ થતું હોય ત્યાં - તમારા પર્ફોર્મન્સને સમજો.

જો તમને ઓછામાં ઓછી બે આધિકારિક કલાકાર ચૅનલને મેનેજ કરવા માટે ઍક્સેસ હોય, તો તમે તમારા સમગ્ર કલાકારો વચ્ચે નૅવિગેટ કરવા અને જાણકારી જોવા માટે કલાકાર રૉસ્ટર ટૂલનો ઉપયોગ કરી શકો છો. તમારા રૉસ્ટરને મેનેજ કરવાની રીત જાણો અને શરૂઆત કરો.

શેના કારણે કલાકાર માટેનું Analytics અનન્ય બને છે?

કલાકારો માટેના Analytics સાથે, તમારું મ્યુઝિક અને વીડિયો YouTube પર કેવું પર્ફોર્મ કરે છે તે તમે સમજી શકો. તમારા વિશ્લેષણ અંતર્ગત તમને મળી શકે:

  • બધા જ લાંબા વીડિયો અને Shorts માટે ગીતનું વિશ્લેષણ
  • તમારી માલિકીની ચૅનલ અને તમારું મ્યુઝિક રજૂ થતું હોય તેવી અન્ય ચૅનલની આંકડાકીય માહિતી
  • રિઅલ-ટાઇમ જાણકારી (માત્ર YouTube Studio ઍપમાં)

ગીતનું વિશ્લેષણ તમારા ગીતના પર્ફોર્મન્સનો સર્વગ્રાહી વ્યૂ એવા બધા જ વીડિયો માટે આપે છે જે:

  • તમારું આખું અથવા મોટા ભાગનું ગીત ધરાવતા હોય
  • તમારા રેકોર્ડિંગને પ્રાથમિક ઘટક તરીકે રજૂ કરતા હોય
  • વપરાશકર્તા દ્વારા પ્રદાન કરાતા મેટાડેટામાં તમારા નામ, આલ્બમ અથવા ગીતના શીર્ષકનો ઉલ્લેખ કરતા હોય

કલાકારો માટેના Analytics સાથે શરૂઆત કરો

કલાકારો માટેના Analyticsને ઍક્સેસ કરવા માટે તમે આધિકારિક કલાકાર ચૅનલની માલિકી ધરાવતા અથવા તેને મેનેજ કરતા હો તે જરૂરી છે. આધિકારિક કલાકાર ચૅનલ બનાવવાની રીત જાણો અથવા તમારી ચૅનલની પરવાનગીઓ અપડેટ કરો જેથી અન્ય લોકો તમારું વિશ્લેષણ જોઈ શકે.

કલાકારો માટે YouTube Analytics મેળવવા:

  1. બ્રાઉઝરમાંથી અથવા Android કે Apple ડિવાઇસ પર YouTube Studio મોબાઇલ ઍપમાંથી YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics પસંદ કરો.

કલાકાર સંબંધિત વિશ્લેષણોની સુવિધાઓ

તમારા પર્ફોર્મન્સનો ઓવરવ્યૂ

ઓવરવ્યૂ ટૅબ YouTube પર તમારા પર્ફોર્મન્સનો સારાંશ બતાવે છે. આ ટૅબમાં, તમને આ માટેના રિપોર્ટ મળે છે:

  • તમારું એકંદર પર્ફોર્મન્સ: તમારા ગીત અને વીડિયોનો કુલ જોવાયાનો સમય, વ્યૂ અને વિશિષ્ટ દર્શકો.
  • રિઅલ-ટાઇમ પ્રવૃત્તિ: નવા રિલીઝનું પર્ફોર્મન્સ માપો. છેલ્લી 60 મિનિટ અથવા 48 કલાક અંતર્ગત તમારા ગીત અને વીડિયોના અંદાજિત વ્યૂને સમજવા માટે સમયગાળો પસંદ કરો.
  • એકત્રિત સબ્સ્ક્રાઇબર: સમય જતાં તમારા સબ્સ્ક્રાઇબરની કુલ સંખ્યા જુઓ.

કન્ટેન્ટ

કન્ટેન્ટ ટૅબ તમારા વિશ્લેષણને ફૉર્મેટ અણસાર વિભાજીત કરે છે - વીડિયો, ગીતો, Shorts, લાઇવ, પોસ્ટ અને પૉડકાસ્ટ. આ ટૅબમાં અગાઉ પહોંચ અને એંગેજમેન્ટ ટૅબમાં જોવા મળતી માહિતીનો સમાવેશ થાય છે, જેમ કે:

માત્ર મોબાઇલ પર:

કન્ટેન્ટ ટૅબમાં ગીતના વિશ્લેષણનો પણ સમાવેશ થાય છે. ગીતના વિશ્લેષણમાં સત્તાવાર મ્યુઝિક વીડિયો, આર્ટ ટ્રૅક, લિરિક વીડિયો અને અન્ય વપરાશકર્તા દ્વારા જનરેટ થયેલા વીડિયોમાંથી મળેલા ડેટાનું સંયોજન હોય છે. વીડિયોનો ગીતના વિશ્લેષણમાં તો સમાવેશ થાય છે જો:

  • વીડિયોમાં તમારું આખું અથવા મોટા ભાગનું સાઉન્ડ રેકોર્ડિંગ હોય
  • મોટા ભાગનો UGC (યુઝર જનરેટેડ કન્ટેન્ટ) વીડિયો તે ગીતનો બનેલો હોય
  • વીડિયોની વિગતોમાં તમારું નામ, આલ્બમ અથવા ગીતના શીર્ષકનો ઉલ્લેખ થયો હોય
  • ગીતનું તમારું પર્ફોર્મન્સ Shortનું પ્રાથમિક ઘટક હોય

તમારા ગીતનું વિશ્લેષણ શોધવા માટે,

  1. તમારા મોબાઇલ ડિવાઇસમાંથી YouTube Studio ઍપ ખોલો.
  2. કન્ટેન્ટ > ગીતો પર જાઓ.
  3. રિવ્યૂ કરવા માટે સૂચિમાંથી ગીત પસંદ કરો.

ઑડિયન્સ

ઑડિયન્સ ટૅબ તમારું મ્યુઝિક કોણ જોઈ અને સાંભળી રહ્યું છે તે બતાવે છે. તમારા સબ્સ્ક્રાઇબર જુઓ અથવા પરત થતા, નવા અને વિશિષ્ટ દર્શકો વિશેની માહિતી મેળવો. તમને આ માટેના રિપોર્ટ પણ મળી શકે:

  • ટોચના દેશ અથવા પ્રદેશો જ્યાં તમારું ઑડિયન્સ નિવાસ કરતું હોય
  • સબટાઇટલ/CCની ટોચની ભાષાઓ
  • ઑડિયન્સની વય અને લિંગ
  • તમારું ઑડિયન્સ YouTube પર ક્યારે હોય છે
નોંધ: ઑડિયન્સ ટૅબ તમારા ટ્રાફિકનું સંપૂર્ણ દૃશ્ય રજૂ ન કરે તેમ બની શકે. આ ટૅબમાં દર્શાવાતો ડેટા તમારા દર્શકોના એક પેટાસમૂહનું પ્રતિનિધિત્વ કરતો હોય તેમ બની શકે.

આવક

આવકનું ટૅબ YouTube પર તમારી કમાણી સમજવામાં તમારી સહાય કરે છે. આ ટૅબ YouTube પાર્ટનર પ્રોગ્રામમાં જોડાયેલા નિર્માતાઓ માટે ઉપલબ્ધ છે અને તમે અપલોડ કરેલા વીડિયો માટેની આવક બતાવે છે.

આવકનો ઓવરવ્યૂ તમારી અંદાજિત આવક, તમારી માલિકી હોય તેવા કમાણી કરતા વીડિયોની સંખ્યા અને દર હજાર વાર ચલાવાય ત્યારે થતી અંદાજિત સરેરાશ કુલ આવક બતાવે છે. તેમાં આ માટેના રિપોર્ટ પણ હોય છે:

  • માસિક અંદાજિત આવક: છેલ્લા 6 મહિનામાં તમારી ચૅનલે કેટલી કમાણી કરી. ચાલુ આવકના રિપોર્ટ અંદાજિત છે અને ફેરફારને આધીન છે.
  • સૌથી વધુ કમાણી કરતા વીડિયો: જે-તે સમયગાળામાં સૌથી વધુ અંદાજિત આવક ધરાવતા વીડિયો.
  • આવકના સૉર્સ: YouTube પર તમે કેવી રીતે કમાણી કરી રહ્યા છો તેનું બ્રેકડાઉન.
  • જાહેરાતના પ્રકારો: તમારી જાહેરાતોનું ફૉર્મેટ અને તમે સ્પષ્ટ કરેલું ખરીદીનું પ્લૅટફૉર્મ. આ બ્રેકડાઉન માત્ર YouTubeની જાહેરાતની આવક અને ઇમ્પ્રેશન-આધારિત મેટ્રિક માટે ઉપલબ્ધ છે.
  • વ્યવહારની આવક: વ્યાપારી સમાન અને Super Chat જેવા વ્યવહારોમાંથી થતી અંદાજિત ચોખ્ખી આવક. આ વ્યૂમાંથી ભાગીદાર દ્વારા ચાર્જ થતા રિફંડ કપાય છે.

તમારો ડેટા ફિલ્ટર કરો

તમારા ડેટાને સેગ્મેન્ટમાં મૂકવા અને તમારા ઑડિયન્સને સમજવા ફિલ્ટરનો ઉપયોગ કરો. નીચે આપેલા ફિલ્ટર વ્યૂ વિવિધ ચૅનલ, વીડિયોના પ્રકાર અથવા YouTube પ્રોડક્ટ પર તમારા પર્ફોર્મન્સની તુલના કરવામાં સહાય કરે છે.

ફિલ્ટરનો ઉપયોગ કરવા માટે, YouTube Studioમાં તમારા Analytics ટૅબમાં ઉપર આવેલા મેનૂમાંથી કોઈ વ્યૂ પસંદ કરો.

કુલ પહોંચ

તમારી કુલ પહોંચ YouTube પર તમારા પર્ફોર્મન્સનો સર્વગ્રાહી ઓવરવ્યૂ આપે છે, જેમાં સમાવિષ્ટ છે:

  • તમારા અથવા તમારા લેબલ દ્વારા અપલોડ કરાયેલા વીડિયો
  • અન્ય ચૅનલ પર અપલોડ કરેલું તમારું મ્યુઝિક રજૂ કરતા સહયોગ
  • તમારા મ્યુઝિક સાથે ચાહકો દ્વારા અપલોડ કરાયેલા વીડિયો.
નોંધ: અન્ય રીતે સ્પષ્ટ કરેલું ન હોય તો તમારું વિશ્લેષણ ડિફૉલ્ટ તરીકે તમારી કુલ પહોંચ લેશે.

આધિકારિક કલાકાર ચૅનલ

આ ફિલ્ટર તમારી આધિકારિક કલાકાર ચૅનલ, VEVO અથવા લેબલ પર અપલોડ કરાયેલા મ્યુઝિક અને બિન-મ્યુઝિક વીડિયોની આંકડાકીય માહિતી બતાવે છે. YouTube આર્ટ ટ્રૅક મેટ્રિકનો પણ સમાવેશ થાય છે.

અન્ય ચૅનલ

સમગ્ર YouTube ની અન્ય ચૅનલ પર તમારા મ્યુઝિકનું પર્ફોર્મન્સ કેવું હતું તે સમજવા માટે આ ફિલ્ટરનો ઉપયોગ કરો. આ ફિલ્ટરમાં સમાવિષ્ટ છે:

  • અન્ય કલાકારો સાથેના સહયોગ
  • અન્ય કોઈ દ્વારા અપલોડ કરાયેલા વીડિયો જેમાં તમારા આખા અથવા લગભગ આખા સાઉન્ડ રેકોર્ડિંગનો સમાવેશ થતો હોય
  • વીડિયો કે જેમાં તમારું ગીત પ્રાથમિક ઘટક હોય અને વીડિયોની વિગતોમાં તમારું નામ, આલ્બમ અથવા ગીતના શીર્ષકનો ઉલ્લેખ થતો હોય

ગીતનું એકંદર પર્ફોર્મન્સ

ગીતનું એકંદર પર્ફોર્મન્સ YouTube પર ગીતનું ઍગ્રિગેટ પર્ફોર્મન્સ બતાવે છે. આ ફિલ્ટરમાં સમાવિષ્ટ છે:

  • સત્તાવાર મ્યુઝિક વીડિયો
  • આર્ટ ટ્રૅક
  • લિરિક વીડિયો
  • લાઇવ પર્ફોર્મન્સ
  • અન્ય કોઈ દ્વારા અપલોડ કરાયેલા વીડિયો જેમાં તમારા આખા અથવા લગભગ આખા સાઉન્ડ રેકોર્ડિંગનો સમાવેશ થતો હોય
  • વીડિયો કે જેમાં તમારું ગીત પ્રાથમિક ઘટક હોય અને વીડિયોની વિગતોમાં તમારું નામ, આલ્બમ અથવા ગીતના શીર્ષકનો ઉલ્લેખ થતો હોય
નોંધ: ગીતના એકંદર પર્ફોર્મન્સ વ્યૂમાં અન્ય વર્ઝન અને રિમિક્સને અલગ ગીત તરીકે ગણવામાં આવે છે.

તમારું ગીતનું એકંદર પર્ફોર્મન્સ જોવા માટે, કલાકારો માટેના Analytics અંતર્ગત વિગતવાર પર ક્લિક કરો.

YouTube Music

તમારા YouTube Musicના પર્ફોર્મન્સને YouTubeથી અલગ પાડવા YouTube Music ફિલ્ટરનો ઉપયોગ કરો. આ સેવા આધારિત ફિલ્ટર YouTube Music ઍપમાંથી આવતો તમારો જોવાયાનો સમય અને વ્યૂ સમજવામાં તમારી સહાય કરે છે.
નોંધ: YouTube Music ડેટા ફિલ્ટર કરવાનું માત્ર માર્ચ 2021થી વર્તમાન તારીખ સુધી ઉપલબ્ધ છે. અગાઉના ડેટામાં YouTube મેટ્રિકનો પણ સમાવેશ થાય છે.
તમારા કલાકાર Recap વડે હાઇલાઇટ શોધો અને આખા વર્ષના તમારા માઇલસ્ટોનની ઉજવણી કરો. YouTube પર ચાહકો તમારા મ્યુઝિક સાથે કેવી રીતે જોડાય છે, તે વિશે જાણો. પછી, કસ્ટમ ડેટા કાર્ડનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર તમારી સિદ્ધિઓ શેર કરો.
વર્ષના અંતે મળનારું તમારું Recap જોવાની અને તેને શેર કરવાની રીત જાણો.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3253123902435342747
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false