મેન્યુઅલ દાવો એટલે શું?

અમે હાલમાં વીડિયો કૉપિરાઇટની વિગતોના પેજમાં 2 ફેરફારોને સાર્વજનિક ધોરણે રિલીઝ કરી રહ્યાં છીએ:

  1. પેજની ડિઝાઇન: અમે પેજનું લેઆઉટ અપડેટ કર્યું છે. જો તમે દાવેદારનું નામ અને દાવાની પૉલિસીની વિગતો શોધતા હો, તો કર્સરને "વીડિયો પર અસર" પંક્તિની ઉપર લઈ જાઓ.
  2. કૉપિરાઇટ ટૅબ: વીડિયોની વિગતોના પેજ પર, અમે નવું કૉપિરાઇટ ટૅબ બનાવ્યું છે, જેથી તમે કોઈપણ વીડિયોના વિગતો પેજ પરથી કૉપિરાઇટની માહિતી સરળતાથી ઍક્સેસ કરી શકો.

યાદ રાખો કે ઉપલબ્ધ માહિતી અને દાવાઓનો પ્રત્યુત્તર આપવા માટેના વિકલ્પો બદલાયા નથી.

જ્યારે કૉપિરાઇટના માલિક તેમના YouTube પરના કન્ટેન્ટ જેનો તેમની પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવ્યો છે તેના માટે મેન્યુઅલ દાવો કરવાનું ટૂલનો ઉપયોગ કરે છે ત્યારે વીડિયો મેન્યુઅલ દાવો મેળવી શકે છે.

મેન્યુઅલ દાવાઓ વિશે શું જાણવું જોઈએ

  • મેન્યુઅલ દાવાઓ ઑટોમૅટેડ Content IDના દાવાઓ કરતા અલગ હોય છે. YouTubeની Content ID સિસ્ટમમાં અપલોડ કરવામાં આવેલો વીડિયો કોઈ બીજા વીડિયો (અથવા વીડિયોના સેગ્મેન્ટ) સાથે મેળ ખાતો હોય ત્યારે Content IDના દાવાઓ ઑટોમૅટિક રીતે જનરેટ થાય છે.
  • જે કૉપિરાઇટના માલિકોને આ ટૂલની જરૂર છે અને જેઓ Content IDનું અદ્યતન જ્ઞાન ધરાવે છે, તેઓ મેન્યુઅલ દાવો કરવાના ટૂલનો ઉપયોગ છે. આ ટૂલ કૉપિરાઇટના માલિકોને Content ID દ્વારા મેળ ખાતા ન હોય તેવા વીડિયોનો મેન્યુઅલ દાવો કરવાની રીત આપે છે.
  • મેન્યુઅલ દાવાઓમાં ચોક્કસ ટાઇમસ્ટેમ્પ હોવા આવશ્યક છે જેથી કરીને નિર્માતાઓને ખબર પડે કે કયા કન્ટેન્ટ પર દાવો કરવામાં આવી રહ્યો છે. કૉપિરાઇટના માલિકો અન્ય કોઈ હેતુ માટે મેન્યુઅલ દાવો કરવાના ટૂલનો ઉપયોગ કરી શકતા નથી.
કૉપિરાઇટના માલિકો કે જેઓ વારંવાર અચોક્કસ ટાઇમસ્ટેમ્પ પસંદ કરે છે તેમનું મેન્યુઅલ દાવો કરવાના ટૂલનું ઍક્સેસ રદ કરવામાં આવી શકે છે અથવા જો લાગુ હોય તો, YouTube સાથેની તેમની ભાગીદારી સમાપ્ત થઈ શકે છે. જો તમને લાગે કે તમારા વીડિયોમાં દાવો કરવામાં આવેલા ટાઇમસ્ટેમ્પ અચોક્કસ છે, તો તમે અમારી નિર્માતા સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો.

જો મારા વીડિયો પર મેન્યુઅલ દાવો હોય તો મારે શું કરવું?

Tools to Resolve Manual Content ID Claims - Copyright on YouTube

પરિસ્થિતિના આધારે, જો તમારા વીડિયો પર મેન્યુઅલ દાવો હોય તો તમારી પાસે થોડા વિકલ્પો છે:

તેને જેમ છે એમ છોડી દો
જો તમને લાગે કે દાવો માન્ય છે, તો તમે કંઈ ન કરી શકો અને તમારા વીડિયો પરનો દાવો છોડી દો. તમે તમારો વિચાર પછીથી બદલી શકો છો.
જેના પર દાવો કરવામાં આવ્યો છે તે કન્ટેન્ટ કાઢી નાખો

જો તમને લાગે કે દાવો માન્ય છે, તો તમે નવો વીડિયો અપલોડ કર્યા વિના જેના પર દાવો કરવામાં આવ્યો છે તે કન્ટેન્ટ કાઢી નાખી શકો છો. જો આ સફળતાપૂર્વક થઈ જાય, તો આમાંથી કોઈપણ વિકલ્પ દાવો ઑટોમૅટિક રીતે કાઢી નાખશે:

  • સેગ્મેન્ટને ટ્રિમ કરો: તમે તમારા વીડિયોનાં જે સેગ્મેન્ટ પર દાવો કરાયો છે તેમાં ફેરફાર કરી શકો છો.
  • ગીત બદલો: જો તમારા વીડિયોમાં ઑડિયો પર દાવો કરાયો હોય, તો તમે તમારા ઑડિયો ટ્રૅકને YouTube ઑડિયો લાઇબ્રેરીના અન્ય ઑડિયો સાથે બદલી શકો છો.
  • ગીત મ્યૂટ કરો: જો તમારા વીડિયોના ઑડિયો પર દાવો કરાયો હોય, તો જેના પર દાવો કરાયો છે તે ઑડિયોને તમે મ્યૂટ કરી શકો છો. વીડિયોમાં માત્ર ગીતને કે આખા ઑડિયોને મ્યૂટ કરવું છે તે તમે નક્કી કરી શકો છો.
આવક શેર કરો
જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હોવ અને તમારા વીડિયોના મ્યુઝિક પર દાવો કરાયો હોય, તો તમે મ્યુઝિક પબ્લિશર સાથે આવક શેર કરી શકો છો.
દાવા સામે મતભેદ કરો

જો તમને વિશ્વાસ હોય કે તમારી પાસે જેના પર દાવો કરાયો છે તે કન્ટેન્ટનો ઉપયોગ કરવાના જરૂરી અધિકારો છે અને જો તમને લાગે કે દાવો અમાન્ય છે, તો દાવા સામે મતભેદ કરી શકો છો.

જો તમે કોઈ દાવા સામે મતભેદ કરવાનું વિચારી રહ્યા હો અને તમારા વીડિયોથી કમાણી કરી રહ્યાં હતા, તો મતભેદ દરમિયાન કમાણી કરવાની પ્રક્રિયાની કાર્ય કરવાની રીત સમજી લેવાની ખાતરી કરો. ધ્યાનમાં રાખો કે YouTube કૉપિરાઇટના મતભેદોની મધ્યસ્થતા કરતું નથી.

જો તમે માન્ય કારણ વિના દાવા સામે મતભેદ કરશો, તો કૉપિરાઇટના માલિક તમારો વીડિયો કાઢી નાખવાની વિનંતી કરી શકે છે. જો અમને તમારા વીડિયો માટે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી મળે તે માન્ય હોય, તો તમારા એકાઉન્ટને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7557222774636475844
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false