તમારી YouTube આવક ચેક કરવી

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લીધે, અમે રશિયામાં સ્થિત વપરાશકર્તાઓને Google અને YouTube જાહેરાતો બતાવવાની સેવા હંગામી રીતે થોભાવીશું. વધુ જાણો.

અમે એવું નવું બીટા વર્ઝન રજૂ કરી રહ્યાં છીએ, જે YouTube Studioની મોબાઇલ ઍપના 'કમાણી કરો' ટૅબમાં ચુકવણીની વિગતો ઉપલબ્ધ કરાવે છે. આ બીટા વર્ઝન યોગ્યતા ધરાવતા નિર્માતાઓને તેમની કમાણીનું પરિવર્તન ચુકવણીઓમાં કેવી રીતે થાય છે તે સમજવાની સરળ રીત પ્રદાન કરે છે. આ બીટા વડે તમે આ બાબતો જોઈ શકો છો:
  • તમારી આગલી ચુકવણી સંબંધિત તમારી પ્રગતિ
  • તારીખ, ચુકવેલી રકમ અને ચુકવણીના બ્રેકડાઉન સહિત, છેલ્લા 12 મહિના માટેનો તમારો ચુકવણીનો ઇતિહાસ

જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો, તો YouTube Analyticsમાં આવક ટૅબ બતાવે છે કે કયું કન્ટેન્ટ સૌથી વધારે નાણાં કમાઈ રહ્યું છે અને આવકના કયા સ્રોતો સૌથી વધુ નફાકારક છે. YouTube પર નાણાં કમાવાની રીત વિશે જાણો.

ટિપ: જેમ-જેમ અમારા કમાણી કરવાની પ્રક્રિયાના સૉર્સનો વિકાસ થતો જાય તેમ-તેમ તમને કદાચ YouTube Analyticsમાં 'આવક' ટૅબમાં ફેરફારો જોવા મળી શકે છે, જેમાં આવકના વધુ વિગતવાર બ્રેકડાઉન શામેલ છે. આ બ્રેકડાઉન મલ્ટિફૉર્મેટનો ઉપયોગ કરતા નિર્માતાઓને તેમના આવક સ્ટ્રીમ વિશે ઊંડી માહિતી મેળવવા અને તેમના વ્યવસાયની વૃદ્ધિ કરવાની રીત ઑપ્ટિમાઇઝ કરવાની તક આપે છે. વધુ માહિતી માટે આગળ વાંચો.

નોંધ: YouTube Analyticsમાં આવક બતાવવામાં 2 દિવસ લાગે છે.

તમારી આવકના રિપોર્ટ જુઓ

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics પસંદ કરો.
  3. સૌથી ઉપર આપેલા મેનૂમાંથી આવક પસંદ કરો.

તમે કેટલી કમાણી કરો છે

આ રિપોર્ટ તમને છેલ્લા 6 મહિનામાં તમારી ચૅનલે કેટલી કમાણી કરી તે બતાવે છે, આ માહિતી મહિના મુજબ વિભાજિત કરેલી હોય છે.

તમે કેટલી કમાણી કરો છો તે આ કારણોને લીધે કરેલી ગોઠવણોને આધીન છે:

જો તમારી અંદાજિત આવકમાં ફેરફાર થાય, તો તે આ ગોઠવણોને લીધે હોઈ શકે છે. YouTube Analyticsમાં કમાયેલી આવક દેખાય પછી આ ગોઠવણો બે વખત થાય છે:

  • પહેલી ગોઠવણ 1 અઠવાડિયા પછી થાય છે, જે વધુ પૂર્ણ અંદાજ આપે છે.
  • બીજી ગોઠવણ આગામી મહિનાના મધ્યમાં થાય છે અને તે તમારી એકંદર કમાણીઓ બતાવે છે.

નાણાં કમાવાની તમારી રીત

આ રિપોર્ટ આવકના દરેક સૉર્સમાંથી કેટલી અંદાજિત આવક આવી છે તેનું બ્રેકડાઉન આપે છે. આવકના સૉર્સના ઉદાહરણોમાં જોવાના પેજની જાહેરાતો, Shorts ફીડ પરની જાહેરાતો, મેમ્બરશિપ, Supers, કનેક્ટ કરેલા સ્ટોર અને Shopping આનુષંગિકોનો સમાવેશ થાય છે. તમે આવકના વિગતવાર બ્રેકડાઉન માટે સૉર્સ પસંદ કરી શકો છો.

કન્ટેન્ટનું પર્ફોર્મન્સ

આ રિપોર્ટ તમારા વીડિયો, Shorts અને લાઇવ સ્ટ્રીમથી થયેલી કમાણી બતાવે છે. રિપોર્ટમાં હજાર દર્શકો દીઠ આવક (RPM)નો સમાવેશ પણ હોય છે.

આ રિપોર્ટ તમને એ પણ બતાવે છે કે કયા કન્ટેન્ટે સૌથી વધુ અંદાજિત આવક મેળવી છે, જેનું વિભાજન ફૉર્મેટના પ્રકારો (વીડિયો, Shorts, લાઇવ સ્ટ્રીમ) મુજબ કરવામાં આવ્યું હોય છે.

તમારી કુલ કમાણી જુઓ

કુલ કમાણીઓ વિશે

  • તમારી કુલ કમાણી માત્ર તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં જોઈ શકાય છે.
  • YouTube માટે AdSenseમાં કુલ કમાણી YouTube Analyticsમાં આપેલી તમારી અંદાજીત કમાણી કરતાં અલગ હોઈ શકે. ઉદાહરણ તરીકે, ટેક્સ વિથ્હોલ્ડિંગની કદાચ તમારી કુલ કમાણી પર અસર પડી શકે છે, જો લાગુ પડતું હોય તો. ટેક્સ માટે વિથ્હોલ્ડ કરેલી કોઈપણ રકમ તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં જોઈ શકાય છે.
  • પાછલા મહિનાની કુલ કમાણી દર મહિનાની 7મી અને 12મી તારીખ વચ્ચે તમારા એકાઉન્ટ બૅલેન્સમાં ઉમેરવામાં આવે છે.

YouTube માટે AdSenseમાં તમારી કુલ કમાણી જોવા માટે:

  1. તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુએ, YouTube માટે AdSense પસંદ કરો.
  3. YouTubeથી થતી તમારી કમાણીઓ માટેનું તમારું વર્તમાન બૅલેન્સ અને તમારી છેલ્લી ચુકવણી રકમ બતાવે છે. તમે YouTubeના વિશેષ સંસાધનોને પણ ઍક્સેસ કરી શકો છો.

જાણવા જેવા મેટ્રિક

જોવાના પેજ પરની જાહેરાતની આવક પસંદ કરેલી તારીખની રેંજ તથા વિસ્તાર માટે YouTube માટે AdSense, DoubleClick જાહેરાતો અને YouTube Premiumની અંદાજીત આવક. આ સંખ્યામાં ભાગીદારે વેચેલી જાહેરાતોની આવકનો સમાવેશ થતો નથી.
Shorts ફીડ પરની જાહેરાતની આવક પસંદ કરેલી તારીખની રેંજ માટે Shorts ફીડ પરની જાહેરાતોની અને YouTube Premiumની અંદાજિત આવક.
મેમ્બરશિપથી મળતી આવક પસંદ કરેલી તારીખની રેંજ માટે મેમ્બરશિપ અને ગિફ્ટમાં મળેલી મેમ્બરશિપની અંદાજિત આવક.
Supersથી મળતી આવક Super Chat, Super Stickers અને Super Thanks જેવા Supersની અંદાજિત આવક.
Shopping આનુષંગિકથી મળતી આવક તમારા કન્ટેન્ટમાં દર્શાવેલી અન્ય બ્રાંડની પ્રોડક્ટની અંદાજિત આવક.
કુલ વેચાણ આનુષંગિક છૂટક વેપારીઓ પાસેથી મેળવેલું અંદાજિત વેચાણ.
ઑર્ડર આનુષંગિક છૂટક વેપારીઓ તરફથી કરવામાં આવેલા ઑર્ડરની અંદાજિત સંખ્યા.
પ્રોડક્ટ પરની ક્લિક ટૅગ કરેલી પ્રોડક્ટ પર દર્શકો દ્વારા પ્રોડક્ટ પર કરવામાં આવેલા ક્લિકની કુલ સંખ્યા.
લોકપ્રિય પ્રોડક્ટ પ્રોડક્ટ પર કરવામાં આવેલા ક્લિકની સંખ્યા પ્રમાણે રેંક આપવામાં આવેલી તમારી પ્રોડક્ટ.
સૌથી વધુ કમાણી કરતું કન્ટેન્ટ કમાયેલી અંદાજિત આવક પ્રમાણે રેંક આપવામાં આવેલી તમારી પ્રોડક્ટ.
પ્રોડક્ટ ટૅગિંગથી મળતી આવક પસંદ કરેલી તારીખની રેંજ માટે YouTube Shopping Fundની અંદાજિત આવક.
YouTube Player for Education શૈક્ષણિક ટેક્નોલોજી પ્લૅટફૉર્મ પર તમારું કન્ટેન્ટ જોવાયાની અંદાજિત આવક.
અંદાજિત આવક (આવક) પસંદ કરેલી તારીખની રેંજ અને વિસ્તાર માટે YouTubeના આવકના સૉર્સમાંથી તમારી કુલ અંદાજિત આવક (નેટ આવક).
અંદાજિત આવક (આનુષંગિક) અગાઉના વેચાણમાંથી મેળવેલું હજી સુધી ચુકવણી માટે મંજૂર નહીં થયેલું કમિશન. બાકી રહેલા કમિશનમાંથી વળતર બાદ કરીને આ રકમની ગણતરી કરવામાં આવે છે. વળતરનો આ સમયગાળો સામાન્ય રીતે 30થી 90 દિવસ લાંબો હોય છે.
મંજૂરીપ્રાપ્ત કમિશન અગાઉના વેચાણમાંથી મેળવેલું અને ચુકવણી માટે મંજૂર થયેલું કમિશન.

વ્યવહારો

પસંદ કરેલી તારીખની રેંજ અને વિસ્તાર માટે Supersથી મળતા વ્યવહારની સંખ્યા.

અંદાજિત કમાણીવાળા પ્લેબૅક

આ તે કમાણીવાળા પ્લેબૅક છે જ્યારે કોઈ દર્શક તમારો વીડિયો જોઈ અને તેને ઓછામાં ઓછી એક જાહેરાતની ઇમ્પ્રેશન બતાવવામાં આવે ત્યારે મળે છે. આ ત્યારે પણ બતાવવામાં આવે છે કે જ્યારે દર્શક તમારા વીડિયો સુધી પહોંચ્યા વિના શરૂઆતની જાહેરાત દરમિયાન જોવાનું છોડી દે.

વ્યૂ

તમારી ચૅનલ અથવા વીડિયો માટે કાયદેસર વ્યૂની સંખ્યા.

જોવાનો સરેરાશ સમયગાળો

પસંદ કરેલા વીડિયો અને તારીખની રેંજ માટે વ્યૂ દીઠ જોવાયાની અંદાજિત સરેરાશ મિનિટ.

જોવાયાનો સમય (કલાકો)

દર્શકોએ તમારો વીડિયો જોવામાં વિતાવેલો સમય.

જાહેરાતકર્તાઓ કેટલી ચુકવણી કરે છે જ્યારે એક કે વધુ જાહેરાતો બતાવવામાં આવે ત્યારે કમાણીવાળા 1,000 પ્લેબૅક દીઠ તમારી આવક.
જાહેરાતના પ્રકાર મુજબ કમાણીઓ જાહેરાતના પ્રકાર દ્વારા વિભાજિત કરેલી આવક, જેમ કે છોડી શકવા યોગ્ય વીડિયો જાહેરાતો, ડિસ્પ્લે જાહેરાતો, બમ્પર જાહેરાતો અને છોડી શકવા યોગ્ય ન હોય એવી જાહેરાતો.
મેમ્બરશિપ લેવલ મેમ્બરશિપનાં લેવલ, જેમ કે લાઇટનિંગ ટાયર, સુપર ફેન અને VIP દ્વારા વિભાજિત આવક.
કુલ સભ્યો કુલ સભ્યો અને સક્રિય સભ્યો માટેની તમારી આવક. કુલ સભ્યોમાંથી રદ થયેલા સભ્યોને બાદ કરીને સક્રિય સભ્યોની ગણતરી કરવામાં આવે છે. કુલ સભ્યોનું બ્રેકડાઉન શોધો, જેમાં શામેલ છે:
  • પુનરાવર્તિત મેમ્બરશિપ ધરાવતા સભ્યો
  • ગિફ્ટમાં મળેલી મેમ્બરશિપ (મર્યાદિત સમય માટે) ધરાવતા સભ્યો
સભ્યો ક્યાંથી જોડાય છે કયું કન્ટેન્ટ સૌથી વધુ સંખ્યામાં મેમ્બરશિપ લાવે છે તે ચેક કરો અને ચૅનલના સભ્યોને “ફક્ત સભ્યો માટે” બૅજ પ્રદાન કરો.
મેમ્બરશિપ રદ કરવાનું કારણ પોતાની મેમ્બરશિપ રદ કરતી વખતે પર્યાપ્ત સંખ્યામાં દર્શકો સર્વેક્ષણનો જવાબ આપે છે કે નહીં તે વિશે જાણકારી મેળવો.
Supersની નાણાં કમાવાની રીત Super Chat, Super Stickers અને Super Thanks મુજબ વિભાજિત આવક.
લોકપ્રિય પ્રોડક્ટ તમે પ્રચાર કરેલી કઈ પ્રોડક્ટને સૌથી વધુ ક્લિક મળી.
કનેક્ટેડ સ્ટોર પર ઇમ્પ્રેશન તમારા કનેક્ટેડ સ્ટોર પર કેટલી ઇમ્પ્રેશન હતી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12476298022739292373
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false