ગેરકાનૂની કે પ્રતિબંધિત સામાન અથવા સેવાઓ સંબંધિત પૉલિસીઓ


 
અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.

અમુક ચોક્કસ પ્રતિબંધિત સામાન અને સેવાઓના વેચાણનો હેતુ ધરાવતા કન્ટેન્ટને YouTube પર પરવાનગી નથી.

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને એવા થોડા વીડિયો અથવા કૉમેન્ટ મળી હોય કે જેની તમે જાણ કરવા માગતા હો, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

તમે વધારાના સંસાધનો પણ શોધી શકો છો.

આ પૉલિસીનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

કન્ટેન્ટનો હેતુ જો નીચે સૂચિબદ્ધ કોઈપણ પ્રતિબંધિત સામાન અને સેવાઓના સીધા વેચાણનો, તેને લિંક કરવાનો અથવા તેને ઍક્સેસ કરવાની સુવિધા આપવાનો હોય, તો તેને YouTube પર પોસ્ટ કરશો નહીં. વિક્રેતાનો સીધો સંપર્ક કરવા માટે લિંક, ઇમેઇલ, ફોન નંબર આપવા કે અન્ય માધ્યમો પોસ્ટ કરીને આ આઇટમનું વેચાણ કરવું અથવા આ સેવાઓનો ઉપયોગ કરવાનું શક્ય બનાવવા જેવી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવતી નથી.

જ્યાંથી હાર્ડ ડ્રગની ખરીદી કરી શકાય છે અથવા પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ ખરીદી શકાય છે, તેની લિંક અથવા તેના ફોન નંબર, ઇમેઇલ ઍડ્રેસ કે સંપર્કના અન્ય માધ્યમો જેવી સંપર્ક માહિતી જો તમે તમારી ચૅનલના કન્ટેન્ટમાં આપો, તો તમારી ચૅનલને સમાપ્ત કરવામાં આવી શકે છે. નીચે ઉદાહરણો જુઓ. 

આ ઉપરાંત, નીચે જણાવેલા કન્ટેન્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી:

  • હાર્ડ ડ્રગનો ઉપયોગ અથવા તેને બનાવવાની રીત: હાર્ડ ડ્રગનો ઉપયોગ અથવા તેને બનાવવાની રીત, હાર્ડ કે સૉફ્ટ ડ્રગનું વેચાણ અથવા તેના વેચાણને સરળ બનાવવું, પ્રિસ્ક્રિપ્શન વિના નિયમન હેઠળની દવાઓના વેચાણને સરળ બનાવવું અથવા બિન-શૈક્ષણિક કન્ટેન્ટમાં સ્ટીરોઇડનો ઉપયોગ કરવાની રીત બતાવવી. 
  • ચોરી કરવાની સૂચના આપતું કન્ટેન્ટ: શૈક્ષણિક પરીક્ષામાં ચોરી કરવાની સૂચનાઓ આપતું કન્ટેન્ટ.

આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, કૉમેન્ટ, લાઇવ સ્ટ્રીમ અને YouTubeની કોઈપણ અન્ય પ્રોડક્ટ અથવા સુવિધા પર લાગુ થાય છે. ધ્યાનમાં રાખો કે આ સંપૂર્ણ સૂચિ નથી. કૃપા કરીને નોંધો કે આ પૉલિસીઓ તમારા કન્ટેન્ટમાં શામેલ બાહ્ય લિંક પર પણ લાગુ થાય છે. આમાં ક્લિક કરી શકાય એવા URL, વીડિયોમાં બોલીને વપરાશકર્તાઓને અન્ય સાઇટ પર જવા માટે કહેવું તેમજ અન્ય સ્વરૂપોનો સમાવેશ છે. 

ઉદાહરણો

અહીં એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો છે કે જેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી.

ધ્યાનમાં રાખો કે આ સંપૂર્ણ સૂચિ નથી. 

  • ઑનલાઇન જુગાર અથવા રમતના સટ્ટાની એવી સાઇટ સાથે લિંક કરવું કે જેમને મંજૂરી મળી નથી.
  • નકલી પાસપોર્ટ વેચવા અથવા નકલી આધિકારિક દસ્તાવેજો બનાવવા વિશે સૂચનાઓ પ્રદાન કરવી.
  • એસ્કોર્ટ, દેહ વ્યાપાર અથવા કામોત્તેજક મેસેજ સેવાઓની જાહેરાત કરવી.
  • ડાર્ક વેબ પર ડ્રગ ખરીદવાની રીત વિશે સૂચના આપતું કન્ટેન્ટ.
  • નકલી ક્રેડિટ કાર્ડ નંબર જનરેટ કરતા સૉફ્ટવેર વડે ખરીદી કરતા વપરાશકર્તાનો વીડિયો.
  • એવી ઑનલાઇન દવાની દુકાનની લિંક શામેલ કરવી કે જ્યાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવા મળી જાય.
  • ડ્રગ, નિકોટિન અથવા નિયંત્રિત પદાર્થ શામેલ હોય એવી પ્રોડક્ટનો પ્રચાર કરતું કન્ટેન્ટ.
  • હાર્ડ ડ્રગનો ઉપયોગ કરવાની રીત બતાવવી: શૈક્ષણિક ન હોય એવું કન્ટેન્ટ કે જેમાં કોઈ વ્યક્તિને હેરોઇન જેવા નસમાં લેવાતા ડ્રગ્સના ઇન્જેક્શન લેતા, નાક વાટે ગ્લુ લેતા કે તેને સુંઘતા કે પછી એસિડની ગોળીઓ લેતી બતાવવામાં આવી હોય.
  • હાર્ડ ડ્રગ બનાવવાની રીત: શૈક્ષણિક ન હોય એવું કન્ટેન્ટ કે જે ડ્રગ બનાવવાની રીત સમજાવતું હોય.
  • દારૂ અથવા ડ્રગનો ઉપયોગ કરતા સગીરો: સગીરોને દારૂ પીતા, વેપરાઇઝર, ઇ-સિગરેટ, તમાકુ અથવા ગાંજાનો ઉપયોગ કરતા અથવા ફટાકડાનો દુરુપયોગ કરતા બતાવવા.
  • સ્ટીરોઇડનો ઉપયોગ: શૈક્ષણિક ન હોય એવું કન્ટેન્ટ કે જે બૉડીબિલ્ડિંગ જેવા મનોરંજનના હેતુસર સ્ટીરોઇડનો ઉપયોગ કરવાની રીત બતાવતું હોય.
  • સૉફ્ટ ડ્રગનું વેચાણ: જેમ કે ગાંજો અથવા સાલ્વિયાના વેચાણની સુવિધા આપતી સાઇટની લિંક પ્રદાન કરવી.
  • હાર્ડ ડ્રગનું વેચાણ: જેમાં વેચાણ કરવાના હેતુથી હાર્ડ ડ્રગનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય. કેટલાક પ્રકારના હાર્ડ ડ્રગમાં શામેલ છે (નોંધો કે આ સંપૂર્ણ સૂચિ નથી અને આ પદાર્થો કદાચ અલગ-અલગ નામથી પણ પ્રચલિત હોઈ શકે છે):
    • ઍમ્ફેટિમિન
    • કોકેન
    • ડેક્સ્ટ્રોમેથોર્ફન (DXM)
    • ફ્યુનિટ્રેઝેપૅમ
    • ફેન્ટનિલ
    • GHB
    • હેરોઇન
    • કેટામાઇન
    • K2
    • LSD
    • MDMA/એક્સ્ટસી
    • મેસ્કલિન
    • મેથામ્ફેટમિન
    • આઇસોટોનાઇટેઝીન (ISO)
    • ઓપિઅમ
    • PCP
    • સિલોસાઇબિન અને સિલોસાઇબ (મૅજિક મશરૂમ્સ)

જ્યાંથી હાર્ડ ડ્રગની ખરીદી કરી શકાય છે અથવા પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ ખરીદી શકાય છે, તેની લિંક અથવા તેના ફોન નંબર, ઇમેઇલ ઍડ્રેસ કે સંપર્કના અન્ય માધ્યમો જેવી સંપર્ક માહિતી જો તમે તમારી ચૅનલના કન્ટેન્ટમાં આપો, તો તમારી ચૅનલને સમાપ્ત કરવામાં આવી શકે છે.

કૃપા કરીને યાદ રાખો કે આ તો માત્ર કેટલાક ઉદાહરણો છે અને જો તમને લાગે કે કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે છે, તો તેને પોસ્ટ કરશો નહીં.

વય-મર્યાદાવાળું કન્ટેન્ટ

કેટલીક વખત કન્ટેન્ટ અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતું નથી, પણ તે 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય હોઈ શકે નહીં. 

વય-મર્યાદાવાળા કન્ટેન્ટના ઉદાહરણો

  • ગાંજો વેચતી દુકાનનો પ્રચાર કરતું કન્ટેન્ટ.
  • નિકોટિન ઇ-લિક્વિડની બ્રાંડનો રિવ્યૂ કરતું કન્ટેન્ટ.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7902881293546837995
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false