હિંસક અતિવાદી કે અપરાધિક સંસ્થાઓ સંબંધિત પૉલિસી


અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.

હિંસક અતિવાદી કે અપરાધિક સંસ્થાઓની પ્રશંસા કરતા, પ્રચાર કરવા કે સહાય કરવાના હેતુ ધરાવતા કન્ટેન્ટને YouTube પર પરવાનગી નથી. આ સંસ્થાઓને ભરતી સહિતના કોઈપણ હેતુ માટે YouTubeનો ઉપયોગ કરવાની પરવાનગી નથી.

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને એવા થોડા વીડિયો અથવા કૉમેન્ટ મળી હોય કે જેની તમે જાણ કરવા માગતા હો, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

જો તમને કોઈ વ્યક્તિ તાત્કાલિક જોખમમાં મૂકાતી જણાય, તો પરિસ્થિતિની જાણ કરવા માટે તમારે તાત્કાલિક રીતે તમારી સ્થાનિક કાનૂની અમલીકરણ એજન્સીનો સંપર્ક કરવો જોઈએ.

તમારા માટે આનું શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

નીચે જણાવેલા કોઈપણ વર્ણન સાથે જો તે કન્ટેન્ટ બંધબેસતું હોય, તો તેને YouTube પર પોસ્ટ કરશો નહીં.

  • કન્ટેન્ટ કે જે હિંસક અતિવાદી, અપરાધિક અથવા આતંકવાદી સંસ્થાઓ દ્વારા બનાવાયેલું હોય
  • કન્ટેન્ટ કે જે અન્ય લોકોને હિંસક કૃત્યો કરવા પ્રોત્સાહિત કરવા માટે કુખ્યાત આતંકવાદીઓ, અતિવાદીઓ અથવા અપરાધીઓના વખાણ કરતું કે તેમને યાદ કરતું હોય
  • કન્ટેન્ટ કે જે હિંસક અતિવાદી, અપરાધિક અથવા આતંકવાદી સંસ્થાઓ દ્વારા કરાયેલા હિંસક કૃત્યોના વખાણ કરતું અથવા તેનું સમર્થન કરતું હોય
  • કન્ટેન્ટ કે જે હિંસક અતિવાદી, અપરાધિક અથવા આતંકવાદી સંસ્થાઓમાં નવા સભ્યોની ભરતી કરવાનું લક્ષ્ય ધરાવતું હોય
  • કન્ટેન્ટ કે જે બંધકોનું ચિત્રણ કરતું હોય અથવા અપરાધિક, અતિવાદી અથવા આતંકવાદી સંસ્થા વતી માગણી કરવાના, ધમકાવવાના અથવા ધાક બેસાડવાના હેતુથી પોસ્ટ કરવામાં આવ્યું હોય
  • કન્ટેન્ટ કે જે હિંસક અતિવાદી, અપરાધિક અથવા આતંકવાદી સંસ્થાઓની પ્રશંસા કરવા અથવા તેમનો પ્રચાર કરવા માટે ચિહ્નો, લોગો કે પ્રતીકોનું ચિત્રણ કરતું હોય
  • કન્ટેન્ટ કે જે સ્કૂલમાં ગોળીબાર જેવી હિંસક ઘટનાઓના વખાણ કે પ્રચાર કરતું હોય

કોઈ સંગઠન ગુનાહિત છે કે આતંકવાદી તે નિર્ધારિત કરવા માટે YouTube, વિવિધ દેશોની સરકાર તથા આંતરરાષ્ટ્રીય સંગઠનોની ઘોષણાઓ સહિત અન્ય ઘણા પરિબળો પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, અમે એવી કોઈપણ ચૅનલ બંધ કરી શકીએ છીએ જેના વિરુદ્ધ અમને વાજબી માહિતી મળે છે કે એ ચૅનલના એકાઉન્ટ ધારક ફૉરિન ટેરરિસ્ટ ઑર્ગેનાઇઝેશન (યુએસ) અથવા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આતંકવાદી સંગઠનોમાંના કોઈ આતંકવાદી સંગઠનના સભ્ય છે.

જો શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક હેતુથી આતંકવાદ અથવા ગુના સંબંધિત કન્ટેન્ટ પોસ્ટ કરતા હો, તો દર્શકો સંદર્ભ સમજી શકે તે માટે વીડિયો અથવા ઑડિયોમાં તેનાથી સંબંધિત પૂરતી માહિતી પ્રદાન કરવાનું ધ્યાન રાખો. પર્યાપ્ત સંદર્ભ સાથે ગ્રાફિક કે વિવાદાસ્પદ ફૂટેજ ઉંમર પ્રતિબંધો અથવા ચેતવણી સ્ક્રીનને આધીન હોઈ શકે.

આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, કૉમેન્ટ, લાઇવ સ્ટ્રીમ અને YouTubeની કોઈપણ અન્ય પ્રોડક્ટ અથવા સુવિધા પર લાગુ થાય છે. ધ્યાનમાં રાખો કે આ સંપૂર્ણ સૂચિ નથી. કૃપા કરીને નોંધો કે આ પૉલિસીઓ તમારા કન્ટેન્ટમાં શામેલ બાહ્ય લિંક પર પણ લાગુ થાય છે. આમાં ક્લિક કરી શકાય એવા URL, વીડિયોમાં બોલીને વપરાશકર્તાઓને અન્ય સાઇટ પર જવા માટે કહેવું તેમજ અન્ય સ્વરૂપોનો સમાવેશ છે.

ઉદાહરણો

અહીં એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો છે કે જેને YouTube પર પરવાનગી નથી.

  • આતંકવાદી, અપરાધિક કે અતિવાદી સંસ્થાઓ દ્વારા બનાવાયેલા કન્ટેન્ટને જેમ છે એમ જ અને કોઈ ફેરફાર કર્યા વિના ફરી અપલોડ કરવું
  • ગીતો ગાઈને અથવા યાદ કરીને આતંકવાદી નેતાઓની અથવા તેમના ગુનાઓની ઉજવણી કરતું હોય
  • ગીતો ગાઈને અથવા યાદ કરીને આતંકવાદી અથવા અપરાધિક સંસ્થાઓની ઉજવણી કરતું હોય
  • વપરાશકર્તાઓને એવી સાઇટ પર મોકલવા કે જે આતંકવાદી વિચારધારાને અપનાવતી હોય, જેનો પ્રતિબંધિત કન્ટેન્ટનો પ્રચાર કરવા માટે ઉપયોગ થતો હોય અથવા ભરતી કરવા માટે ઉપયોગ થતો હોય
  • ગુનેગાર દ્વારા કોઈ પ્રાણઘાતક કે મોટી હિંસક ઘટના દરમિયાન ફિલ્માવવામાં આવેલા ફૂટેજ કે જેમાં શસ્ત્રો, હિંસા અથવા ઘાયલ વ્યક્તિઓ દેખાતી હોય અથવા તેમનો અવાજ સંભળાતો હોય
  • હિંસક હુમલાખોરોની જાહેરનામા શામેલ હોય તેવી બાહ્ય સાઇટની લિંક
  • હિંસક ઘટના, તેના ગુનેગારો અથવા હિંસક અતિવાદી, અપરાધિક અથવા આતંકવાદી સંસ્થાઓની પ્રશંસા કરવા માટે વિકસિત અથવા સંશોધિત કરાયું હોય એવું વીડિયો ગેમ કન્ટેન્ટ (“સુધારો કરાયેલું”)
  • નાગરિકો વિરુદ્ધ થતી હિંસાઓના વખાણ કરતું હોય
  • હિંસક અપરાધિક, અતિવાદી અથવા આતંકવાદી સંસ્થાઓ માટે ફાળો ઉઘરાવતું હોય

કૃપા કરીને યાદ રાખો કે આ તો માત્ર કેટલાક ઉદાહરણો છે અને જો તમને લાગે કે કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે છે, તો તેને પોસ્ટ કરશો નહીં.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને ઇમેઇલ મોકલીશું.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે. જો પહેલું ઉલ્લંઘન ન હોય, તો અમે તમારી ચૅનલ વિરુદ્ધ સ્ટ્રાઇક જારી કરી શકીએ છીએ. જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ સમાપ્ત કરવામાં આવશે. તમે અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે અહીં વધુ જાણી શકો છો.

અમારી YouTube ચૅનલ પર કમાણી કરવાની પૉલિસીઓ અનુસાર, આ પૉલિસીઓનું ઉલ્લંઘન કરવાથી તમારા કોઈપણ એકાઉન્ટ પર કમાણી કરવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી શકે છે. આમાં ચેતવણીઓ શામેલ હોઈ શકે છે. જો તમને લાગતું હોય કે આ કોઈ ભૂલ છે, તો તમે તેના વિરુદ્ધ અપીલ કરી શકો છો. જો પૉલિસીના ઉલ્લંઘનની તકરાર પાછી લેવામાં આવે, તો એકવાર તમે કમાણી કરવા માટે જરૂરી યોગ્યતા પ્રાપ્ત કરી લો, પછી તમે YouTube Studioમાં જઈને આ પ્રક્રિયા શરૂ કરવાની અરજી કરી શકો છો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
229295225959201836
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false