ચૅનલની મેમ્બરશિપને ચાલુ અથવા બંધ કરવી

ચૅનલની મેમ્બરશિપ
નોંધ કરો કે ચૅનલની મેમ્બરશિપનો ઉપયોગ કરતી વખતે YouTubeની શરતો અને પૉલિસી તેમજ લાગુ પડતા તમામ કાયદા અને નિયમોનું પાલન કરવા માટે તમે જવાબદાર છો.

તમારી ચૅનલ માટે મેમ્બરશિપ

ચૅનલની મેમ્બરશિપને યોગ્ય ચૅનલ ચાલુ કરી શકે છે

ચૅનલની મેમ્બરશિપમાંથી આવક મેળવવા માટે, તમે (અને તમારું MNC) પહેલા કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ (CPM) સ્વીકારે તે જરૂરી છે. CPM વિશે વધુ માહિતી માટે, અમારી YouTube કૉમર્સ પ્રોડક્ટ વડે કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત પૉલિસીઓ જુઓ. 

ચૅનલની મેમ્બરશિપ ચાલુ કરવા માટે તમારે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવો હોય, તો: 

  1. કમ્પ્યુટર પર, YouTube Studio માં સાઇન ઇન કરો.
  2. ડાબા મેનુમાં, કમાઓ પર ક્લિક કરો.
  3. સભ્યપદ ટેબ પર ક્લિક કરો. જો તમારી ચેનલ પાત્ર હશે તો જ આ ટેબ દેખાશે.
  4. પ્રારંભ કરો પર ક્લિક કરો અને ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.
  5. જો તમે મેમ્બરશિપ વિભાગમાં પહેલી જ વાર આવ્યા હો, તો કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ (CPM) પર સહી કરવા માટે, ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.

ચૅનલની મેમ્બરશિપ ચાલુ કરવા માટે તમારે તમારા મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરવો હોય, તો:

  1. YouTube Studio મોબાઇલ ઍપ ખોલો.
  2. સ્ક્રીન પર સૌથી નીચે, કમાણી કરો પર ટૅપ કરો.
  3. મેમ્બરશિપ કાર્ડ પર ટૅપ કરો અને ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો. જો મેમ્બરશિપ કાર્ડ ન દેખાય, તો “મેમ્બરશિપ” વિભાગમાં શરૂઆત કરો પર ટૅપ કરો.
  4. જો તમે પહેલી જ વાર મેમ્બરશિપ ચાલુ કરતા હો, તો કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ (CPM) પર સહી કરવા માટે, ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.

યોગ્યતા અને ચૅનલની મેમ્બરશિપ મેનેજ કરવાની રીત વિશે વધુ જાણો.

ચૅનલની મેમ્બરશિપ બંધ કરવી

નોંધ: જ્યારે ચૅનલની મેમ્બરશિપ બંધ હોય, ત્યારે સભ્યો દ્વારા કરવામાં આવેલી તમામ પુનરાવર્તિત ચુકવણીઓ રદ કરવામાં આવશે. આ સભ્યોને ઑટોમૅટિક રીતે રિકવર કરી શકાતા નથી. દર્શકોએ સ્વેચ્છાથી તમારી ચૅનલની મેમ્બરશિપમાં ફરીથી જોડાવું આવશ્યક છે.
  1. કમ્પ્યૂટર પર, તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. મેમ્બરશિપ પેજ પર જાઓ.
  3. સેટિંગ  અને પછી મેમ્બરશિપ બંધ કરો અને પછી બંધ કરો પર ક્લિક કરો.

ધ્યાનમાં રાખો કે જો તમે ચૅનલની મેમ્બરશિપ બંધ કરશો, તો લેવલ અને લાભ સાચવવામાં આવશે નહીં.

ચૅનલ દ્વારા મેમ્બરશિપની સમાપ્તિ, YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી કાઢી નાખવાના કારણે અથવા દુરુપયોગ, કપટ અથવા અમારી શરતો અથવા પૉલિસીઓનો ભંગ કરવાના પરિણામે જો ચૅનલ પર મેમ્બરશિપ સમાપ્ત કરવામાં આવે, તો તમામ સક્રિય સશુલ્ક સભ્યોને તેમના છેલ્લા મહિનાની ચુકવણીનું રિફંડ મળશે. ચૅનલની આવકના હિસ્સાને રિફંડ આપવામાં આવશે અને તે ચૅનલમાંથી કાપવામાં આવશે.

તમારા નેટવર્ક માટે ચૅનલની મેમ્બરશિપ

નેટવર્કને ચૅનલની મેમ્બરશિપ ચાલુ કરવાની મંજૂરી આપવી

  1. કમ્પ્યૂટર પરથી, YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. સેટિંગ પર જાઓ.
  3. "કરારો” પર ક્લિક કરો અને કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ સ્વીકારો.

રદ્દીકરણ, સમાપ્તિ અને રિફંડ

જો કોઈ સભ્ય રિફંડની વિનંતી કરે, તો તે દાવાની માન્યતા માત્ર YouTube તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી નક્કી કરશે. જ્યારે અમે સભ્યોને રિફંડ આપીએ છીએ, ત્યારે તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાંથી તમારો હિસ્સો કાપવામાં આવશે જેથી રિફંડ મેળવતા સભ્યોને રકમ પરત ચુકવી શકાય. શુલ્કવાળી ચૅનલની મેમ્બરશિપ માટે YouTubeની રિફંડ પૉલિસી વિશે જાણો.

જો ચૅનલ દ્વારા સમાપ્તિને કારણે કોઈ ચૅનલ પર મેમ્બરશિપ બંધ કરવામાં આવે તો તમામ સક્રિય સશુલ્ક સભ્યને તેમની છેલ્લી ચુકવણીનું રિફંડ મળશે. અન્ય રિફંડપાત્ર કારણોમાં YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી અથવા દુરુપયોગ, કપટ અથવા અમારી શરતો અથવા પૉલિસીના ભંગના પરિણામે ચૅનલ કાઢી નાખવાનો સમાવેશ થાય છે. ચૅનલની આવકના હિસ્સાને રિફંડ આપવામાં આવશે અને તે ચૅનલમાંથી કાપવામાં આવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1236722362447105331
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false