ચૅનલની મેમ્બરશિપની યોગ્યતા, પૉલિસી અને દિશાનિર્દેશો

અમે YouTube પર બાળકોના કન્ટેન્ટનો ડેટા એકત્રિત કરવાની અને તેનો ઉપયોગ કરવાની પદ્ધતિમાં થોડા ફેરફાર કરી રહ્યા છીએ. પરિણામે, આ લેખમાં કેટલીક સૂચના બદલાયેલી હોઈ શકે છે. વધુ જાણો.

ચૅનલની મેમ્બરશિપ દર્શકોને માસિક ચુકવણી દ્વારા તમારી ચૅનલમાં જોડાવા અને બૅજ, ઇમોજી અને અન્ય ડિજિટલ કન્ટેન્ટ જેવા માત્ર-સભ્યો માટેના લાભો પૂરા પાડે છે. જો તમે યોગ્ય હો તો આ પૉલિસી અને દિશાનિર્દેશો તમને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદ કરશે.

ચૅનલની મેમ્બરશિપ

યોગ્યતા

ચૅનલની મેમ્બરશિપ માટેની યોગ્યતા મેળવવા માટે, પહેલા તમે ફૅન ફંડિંગ સુવિધાઓ માટેની ન્યૂનતમ જરૂરિયાતો પૂર્ણ કરતા હોવાની ખાતરી કરો. પછી એ કન્ફર્મ કરો કે તમે મેમ્બરશિપ માટે નીચે રેખાંકિત અન્ય માપદંડની પૂર્તિ કરો છો:

  • આ સુવિધા જે લોકેશનમાં ઉપલબ્ધ છે, તમે ત્યાં રહો છો.
  • તમારી ચૅનલ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલી નથી અને નોંધપાત્ર સંખ્યામાં વીડિયો બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા નથી.
  • તમારી ચૅનલમાં નોંધપાત્ર સંખ્યામાં અયોગ્ય વીડિયો નથી.
    • બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા વીડિયો અથવા મ્યુઝિક દાવા સાથેના વીડિયોને અયોગ્ય ગણવામાં આવે છે.
  • તમે (અને તમારા MCN) અમારી શરતો અને પૉલિસીઓ (સંબંધિત કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ સહિત) સાથે સંમત થયા છો અને તેનું પાલન કરી રહ્યાં છો.

કેટલીક મ્યુઝિક ચૅનલ, ચૅનલની મેમ્બરશિપ માટે યોગ્યતા ધરાવતી ન હોઈ શકે. ઉદાહરણ તરીકે, SRAV કરાર હેઠળની મ્યુઝિક ચૅનલ હાલમાં યોગ્યતા ધરાવતી નથી.

  • જો તમે ઍક્સેસ ધરાવતા હો, તો YouTube Studioના કમાણી કરો વિભાગમાં મેમ્બરશિપ ટૅબ દેખાશે.
ઉપલબ્ધતા

ચૅનલની મેમ્બરશિપ હાલમાં નીચેના લોકેશન પરના યોગ્યતા ધરાવતા નિર્માતાઓ માટે ઉપલબ્ધ છે:

  • અલ્જીરિયા
  • અમેરિકન સમોઆ
  • આર્જેન્ટિના
  • અરુબા
  • ઑસ્ટ્રેલિયા
  • ઑસ્ટ્રિયા
  • બેહરીન
  • બેલારુસ
  • બેલ્જિયમ
  • બર્મુડા
  • બોલિવિયા
  • બોસ્નિયા અને હર્ઝેગોવિના
  • બ્રાઝિલ
  • બલ્ગેરિયા
  • કેનેડા
  • કેયમેન આઇલેન્ડ્સ
  • ચિલી
  • કોલંબિયા
  • કોસ્ટા રિકા
  • ક્રોએશિયા
  • સાયપ્રસ
  • ચેક રિપબ્લિક
  • ડેનમાર્ક
  • ડોમિનિકન રિપબ્લિક
  • એક્વાડોર
  • ઇજિપ્ત
  • ઍલ સાલ્વાડોર
  • એસ્ટોનિયા
  • ફિનલૅન્ડ
  • ફ્રાંસ
  • ફ્રેન્ચ ગયાના
  • ફ્રેંચ પોલિનેશિયા
  • જર્મની
  • ગ્રીસ
  • ગ્વાડેલોપ
  • ગ્વામ
  • ગ્વાટેમાલા
  • હોન્ડુરસ
  • હોંગકોંગ
  • હંગેરી
  • આઇસલૅન્ડ
  • ભારત
  • ઇન્ડોનેશિયા
  • આયર્લૅન્ડ
  • ઇઝરાઇલ
  • ઇટાલી
  • જાપાન
  • જોર્ડન
  • કેન્યા
  • કુવૈત
  • લાતવિયા
  • લેબનોન
  • લિકટેંસ્ટેઇન
  • લિથુઆનિયા
  • લક્ઝમબર્ગ
  • મલેશિયા
  • માલ્ટા
  • મેક્સિકો
  • મોરોક્કો
  • નેધરલૅન્ડ્સ
  • ન્યૂઝીલૅન્ડ
  • નિકારાગુઆ
  • નાઇજીરિયા
  • ઉત્તર મેસેડોનિયા
  • નોર્ધર્ન મારિયાના આઇલૅન્ડ્સ
  • નૉર્વે
  • ઓમાન
  • પનામા
  • પપુઆ ન્યૂ ગિની
  • પેરાગ્વે
  • પેરુ
  • ફિલિપિન્સ
  • પોલૅન્ડ
  • પોર્ટુગલ
  • પોર્ટો રિકો
  • કતાર
  • રોમાનિયા
  • રશિયા
  • સાઉદી અરેબિયા
  • સેનેગલ
  • સર્બિયા
  • સિંગાપુર
  • સ્લોવાકિયા
  • સ્લોવેનિયા
  • દક્ષિણ આફ્રિકા
  • દક્ષિણ કોરિયા
  • સ્પેઇન
  • સ્વીડન
  • સ્વિટ્ઝરલૅન્ડ
  • તાઇવાન
  • થાઇલૅન્ડ
  • તુર્કી
  • તુર્ક્સ અને કાઇકોસ આઇલૅન્ડ્સ
  • યુ.એસ વર્જિન આઇલેન્ડ્સ
  • યુગાંડા
  • યુક્રેન
  • યુનાઇટેડ અરબ અમીરાત
  • યુનાઇટેડ કિંગડમ
  • યુનાઇટેડ સ્ટેટ્સ
  • ઉરુગ્વે
  • વિયેતનામ

ચૅનલની મેમ્બરશિપ માટેની પૉલિસીઓ અને દિશાનિર્દેશો

ચૅનલની મેમ્બરશિપ માટેની પૉલિસીઓ

ચૅનલની મેમ્બરશિપ ફૅન ફંડિંગ સુવિધા છે. તેથી, સહભાગી નિર્માતાઓ (અને તેમના MCNs) YouTubeની ફૅન ફંડિંગ સુવિધાઓ પર લાગુ થતી તમામ પૉલિસીઓને આધીન હોય છે.
તમારી ચૅનલ અમારા ચૅનલની મેમ્બરશિપ માટે કન્ટેન્ટ અને લાભના દિશાનિર્દેશો અનુસરતી હોય તે મહત્ત્વનું છે. તમારા સભ્યોને ઑફર કરવામાં આવતા તમામ લાભ અથવા ફાયદા આ પૉલિસીઓને આધીન છે, પછી ભલે તમારી ઑફર વિન્ડોમાં સૂચિબદ્ધ હોય અથવા અન્ય માધ્યમો દ્વારા ઑફર કરવામાં આવે. અમે સમય સમય પર આ પૉલિસીઓને અપડેટ કરી શકીએ છીએ.
ચૅનલની મેમ્બરશિપના કન્ટેન્ટ અને લાભના દિશાનિર્દેશો

બૅજ, ઇમોજી, લાભ, વીડિયો, લાઇવ ચૅટ અને અન્ય કન્ટેન્ટ સહિતના તમે ઑફર કરો છો તે તમામ ચૅનલની મેમ્બરશિપના લાભ મેમ્બરશિપ પૉલિસીઓ અને દિશાનિર્દેશોને આધીન છે.

જ્યારે તમે તમારા સભ્યોને વિશેષ અનુભવ કરાવે તેવા લાભો ઑફર કરી શકો છો, ત્યારે અમારી પૉલિસીઓ અને શરતો હેઠળ નીચેના માત્ર-સભ્યોના લાભ મળશે નહીં:

  • YouTube પર ઉપલબ્ધ કન્ટેન્ટના ડાઉનલોડ (મ્યુઝિક સહિત)
  • રૂબરૂ 1:1 મીટિંગ
  • તમારા સભ્યોમાંથી એક અથવા અમુક (પરંતુ બધા નહીં) જે કંઈપણ રેન્ડમ મેળવવા માટે પસંદ કરવામાં આવે છે, જેમાં આ શામેલ છે પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી:
    • સ્પર્ધા
    • લોટરી
    • સ્વીપસ્ટેક્સ
  • લાભ કે જેનું માર્કેટિંગ, નિર્દેશન અથવા લક્ષ્યાંક બાળકો માટે અથવા તે બાળકોને આકર્ષિત કરી શકે અથવા બાળકો માટે અયોગ્ય હોય
  • બાળકોને તેમના માતા-પિતાને તમારી ચૅનલની મેમ્બરશિપમાં જોડાવાનું કહેવા માટે પ્રોત્સાહિત કરતા લાભ

પૉલિસી દિશાનિર્દેશોનું ઉલ્લંઘન

થોભાવેલો મોડ
તમારી ચૅનલ પરની મેમ્બરશિપ "થોભાવેલા મોડ"માં દાખલ થશે જો:

જ્યારે તમારી ચૅનલ થોભાવેલા મોડમાં હોય ત્યારે શું થાય છે

થોભાવેલા મોડમાં, તમારા સભ્યો તમારી ચૅનલમાંથી મેમ્બરશિપ ઑફરનો ઍક્સેસ ગુમાવશે (બૅજ, ઇમોજી અને માત્ર-સભ્યો માટેની સમુદાય પોસ્ટ સહિત) અને તેમની ચુકવણીઓ થોભાવાશે. વધુમાં, તમારી ચૅનલમાંથી "જોડાઓ" બટન અદૃશ્ય થઈ જશે.
નોંધ કરો કે તમારી ચૅનલ થોભાવેલા મોડમાં હોય તો પણ સભ્યો કોઈપણ સમયે તેમની મેમ્બરશિપ રદ કરી શકે છે.

થોભાવેલા મોડમાંથી બહાર નીકળો

થોભાવેલા મોડમાંથી બહાર નીકળવા અને ચૅનલની મેમ્બરશિપ ફરી શરૂ કરવા માટે, તમારે (અથવા તમારા નવા MCNએ) studio.youtube.com/channel/UC/monetization/memberships પર જવું પડશે અને ચૅનલની મેમ્બરશિપના બૉક્સમાં ચાલુ કરો પર ક્લિક કરવું પડશે. જો તમે (અથવા તમારું નવું MCN), અમારી શરતો અને પૉલિસીઓ (કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ સહિત) સાથે સંમત થાઓ અને તેનું પાલન કરતા હો તો જ તમે મેમ્બરશિપ ચાલુ કરી શકો છો.

એકવાર તમે મેમ્બરશિપ ફરી શરૂ કરી લો તે પછી, તમારા સભ્યો તમારી ચૅનલની મેમ્બરશિપ ઑફરનો ફરી ઍક્સેસ મેળવશે. જો તેઓ મેમ્બરશિપ રદ નહીં કરે તો તેમની આગલી બિલિંગ સાઇકલની શરૂઆતમાં ફરીથી શુલ્ક લેવામાં આવશે.

જ્યારે તમે થોભાવેલા મોડમાં હો ત્યારે તમારા સભ્યોનું શું થાય છે

જ્યારે તમારી ચૅનલ થોભાવેલા મોડમાં હોય ત્યારે તમે તમારા કેટલાક સભ્યો ગુમાવી શકો છો.

જે સભ્યોએ youtube.com પર સાઇન અપ કર્યું હોય તેમના માટે, તમારી ચૅનલ થોભાવેલા મોડમાં હોય ત્યારે અમે તમારા સભ્યોને 120 દિવસ માટે રદ કરીશું નહીં. સભ્યો આ સમય દરમિયાન તેમની મેમ્બરશિપ રદ કરવાનું પસંદ કરી શકે છે.

જો કોઈ સભ્યએ YouTube Android અથવા iOS ઍપ પર સાઇન અપ કર્યું હોય અને તમારી ચૅનલ થોભાવેલા મોડમાં હોય ત્યારે તેમની બિલિંગ અવધિ સમાપ્ત થઈ જાય, તો તેઓ તમારી ચૅનલની મેમ્બરશિપ ગુમાવી શકે છે.

જો તમે 120 દિવસથી વધુ સમય માટે થોભાવેલા મોડમાં હો તો શું થાય છે

જો 120 દિવસની અંદર ચૅનલની મેમ્બરશિપ ફરી શરૂ કરવામાં ન આવે તો તમારી ચૅનલની મેમ્બરશિપ સમાપ્ત થઈ જશે અને તમે તમારી ચૅનલના તમામ સભ્યો ગુમાવશો. બંધ થાય ત્યારે તમારા સભ્યોને તમારી ચૅનલ પર મેમ્બરશિપ માટે ગયા મહિનાની ચુકવણી માટે ઑટોમૅટિક રીતે રિફંડ કરવામાં આવશે. જો તમારા સભ્યોને અમારે રિફંડ કરવાની જરૂર પડે તો તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાંથી તમારો હિસ્સો કાપી લેવામાં આવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10723762945577578980
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false