તમારા ટીવી પર YouTube ઍપનો ઉપયોગ કરતા શીખવું

YouTube ઍપ ઘણા સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ ડિવાઇસ અને ગેમ કન્સોલ પર ઉપલબ્ધ છે. તમે ઍપમાં સાઇન ઇન કરી શકો છો, તમે સબ્સ્ક્રાઇબ કરેલી ચૅનલ જોઈ શકો છો, કન્ટેન્ટ શોધી શકો છો અને તમારા મોબાઇલ ડિવાઇસનો રિમોટ તરીકે ઉપયોગ કરી શકો છો.

તમારા દેશમાં YouTube ઍપ ઉપલબ્ધ છે કે નહીં તે ચેક કરો.

એવા લોકેશન જ્યાં ઉપલબ્ધ છે

આર્જેન્ટિના

લક્ઝમબર્ગ

ઑસ્ટ્રેલિયા

મલેશિયા

ઑસ્ટ્રિયા

માલ્ટા

અઝરબૈજાન

મેક્સિકો

બેહરીન

મૉન્ટેનેગ્રો

બાંગ્લાદેશ

મોરોક્કો

બેલારુસ

નેપાળ

બેલ્જિયમ

નેધરલૅન્ડ

બોલિવિયા

ન્યૂઝીલૅન્ડ

બોસ્નિયા અને હર્ઝેગોવિના

નિકારાગુઆ

બ્રાઝિલ

નાઇજીરિયા

બલ્ગેરિયા

ઉત્તર મેસેડોનિયા

કેનેડા

નૉર્વે

ચિલી

ઓમાન

કોલંબિયા

પાકિસ્તાન

કોસ્ટા રિકા

પનામા

ક્રોએશિયા

પાપુઆ ન્યુ ગિની

સાયપ્રસ

પેરાગ્વે

ચેકિયા

પેરુ

ડેનમાર્ક

ફિલિપિન્સ

ડોમિનિકન રિપબ્લિક

પોલૅન્ડ

એક્વાડોર

પોર્ટુગલ

ઇજિપ્ત

પોર્ટો રિકો

ઍલ સાલ્વાડોર

કતાર

એસ્ટોનિયા

રોમાનિયા

ફિનલૅન્ડ

રશિયા

ફ્રાંસ

સાઉદી અરેબિયા

જ્યોર્જિયા

સેનેગલ

જર્મની

સર્બિયા

ઘાના

સિંગાપોર

ગ્રીસ

સ્લોવાકિયા

ગ્વાટેમાલા

સ્લોવેનિયા

હોન્ડુરસ

દક્ષિણ આફ્રિકા

હોંગ કોંગ

દક્ષિણ કોરિયા

હંગેરી

સ્પેઇન

આઇસલૅન્ડ

શ્રીલંકા

ભારત

સ્વીડન

ઇન્ડોનેશિયા

સ્વિટ્ઝર્લૅન્ડ

ઇરાક

તાઇવાન

આયર્લૅન્ડ

ટાન્ઝાનિયા

ઇઝરાઇલ

થાઇલૅન્ડ

ઇટાલી

ટ્યુનિસિયા

જમૈકા

તુર્કિયે

જાપાન

યુગાંડા

જોર્ડન

યુક્રેન

કઝાખસ્તાન

યુનાઇટેડ કિંગડમ

કેન્યા

યુનાઇટેડ સ્ટેટ્સ

કુવૈત

ઉરુગ્વે

લેટવિયા

વેનેઝુએલા

લેબનોન

વિયેતનામ

લિબિયા

યેમેન

લિક્ટનસ્ટાઇન

ઝીમ્બાબ્વે

લિથુઆનિયા

 

ટીવી પર ઍપનો ઉપયોગ કરતા શીખો

YouTube ઍપમાં સાઇન ઇન કરો અથવા તેમાંથી સાઇન આઉટ કરો

તમે તમારા સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ ડિવાઇસ અથવા ગેમ કન્સોલ પર YouTube ઍપમાં સાઇન ઇન કરી શકો છો. તમે ઍપમાંથી સાઇન આઉટ પણ કરી શકો છો અથવા ઍપમાંથી એકાઉન્ટ પણ કાઢી નાખી શકો છો.

એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં સ્વિચ કરો

તમારા ટીવી પર YouTube ઍપમાં, તમે એકથી વધારે એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકો છો અને સરળતાથી એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં સ્વિચ કરી શકો છો.

નોંધ: જો તમે તમારા બાળકની પ્રોફાઇલ અથવા YouTube Kids અતિથિની પ્રોફાઇલ પસંદ કરો છો, તો તમે YouTube Kids પર જશો. આ અનુભવ વિશે વધુ જાણો.

તમારા પરિવારના સભ્યો તેમના પોતાના એકાઉન્ટ ઉમેરી શકે છે અને અતિથિઓ અતિથિના એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકે છે. સાઇન આઉટ કરેલું હોય ત્યારે તમે અતિથિના એકાઉન્ટ વડે તમારા ટીવી પર YouTubeનો ઉપયોગ કરી શકો છો અને સાઇન આઉટ કરેલું હોય ત્યારે તમે જે કન્ટેન્ટ જુઓ છો તેની અસર તમારા સાઇન ઇન કરેલા એકાઉન્ટ માટેના સુઝાવો પર પડશે નહીં.

જોવા માટેના વીડિયો શોધો

તમારી પાસે ઍપમાં વીડિયો શોધવા માટેના ઘણા વિકલ્પો છે:
શોધ દ્વારા
  • તમે ડાબી બાજુના નૅવિગેશનમાં શોધ નો ઉપયોગ કરી શકો છો.

હોમ ટૅબ પરથી

  • તમે તમારા હોમ ટૅબ પર સુઝાવ આપેલા વીડિયોની ગ્રિડમાં બ્રાઉઝ કરી શકો છો.
  • સેકન્ડરી નૅવિગેશન બાર ખોલવા માટે ડાબી બાજુનું નૅવિગેશન પસંદ કરો. તમે 'સુઝાવ આપેલું', 'વલણમાં' અથવા 'મ્યુઝિક' જેવા વિવિધ ટૅબ વિશે શોધખોળ કરી શકો છો.

સબ્સ્ક્રિપ્શન ટૅબ પરથી

  • તમારી સબ્સ્ક્રાઇબ કરેલી ચૅનલ પરથી સુઝાવ આપેલા વીડિયોની ગ્રિડમાં બ્રાઉઝ કરો.
  • ચૅનલના નવીનતમ વીડિયો અથવા પ્લેલિસ્ટ જોવા માટે સબ્સ્ક્રાઇબ કરેલી ચૅનલમાં સ્ક્રોલ કરો.

જોવાના પેજ પરથી

  • નીચે સ્ક્રોલ કરો અને શોધ પસંદ કરો.

વીડિયોને પ્લેલિસ્ટમાં સાચવો

તમે પહેલેથી જ અન્ય ડિવાઇસ પર બનાવેલા પ્લેલિસ્ટમાં વીડિયો ઉમેરી શકો છો. પ્લેલિસ્ટ બનાવવા અને મેનેજ કરવાની રીત વિશે વધુ જાણો.
પ્લેલિસ્ટમાં વીડિયો સાચવવા માટે:
  1. વીડિયોના જોવાના પેજ પર, વીડિયો સાચવો પસંદ કરો.
  2. તમે જે પ્લેલિસ્ટમાં વીડિયો સાચવવા માંગો છો તે પસંદ કરો.

તમારી લાઇબ્રેરી ઍક્સેસ કરો

લાઇબ્રેરી ટૅબ માંથી, તમે તમારો ઇતિહાસ, મારા વીડિયો, પછી જુઓ, તમારી મૂવી અને શો, અને પ્લેલિસ્ટ ટૅબ શોધી શકો છો.

તમારા સેટિંગ અપડેટ કરો

તમારા એકાઉન્ટ સેટિંગ ઍક્સેસ કરવા માટે ડાબી બાજુના નૅવિગેશનમાં, સેટિંગ પસંદ કરો. સેટિંગ માં તમે ઑટોપ્લે વીડિયો, પ્રતિબંધિત મોડ બદલી શકો છો અને તમારા ટીવીને તમારા મોબાઇલ ડિવાઇસ સાથે લિંક કરી શકો છો.

તમારા રિમોટ કન્ટ્રોલ તરીકે બીજા ડિવાઇસનો ઉપયોગ કરો

તમે તમારા ફોન, ટૅબ્લેટ અથવા કમ્પ્યુટરનો રિમોટ કન્ટ્રોલ તરીકે ઉપયોગ કરી શકો છો. તમારા ટીવી પર YouTube ઍપ સાથે ઉપયોગ કરવા માટે, તમારા ડિવાઇસને લિંક કરવાની રીત વિશે જાણો.

તમારા ટીવીની કતારને નિયંત્રિત કરો

જ્યારે તમે કાસ્ટિંગ દ્વારા ફોન, ટૅબ્લેટ અથવા કમ્પ્યુટરને તમારા ટીવી સાથે કનેક્ટ કરો છો, ત્યારે તમારા ટીવીની કતારમાં વીડિયો ઉમેરો, જુઓ અને તેને કાઢી નાખો.

તમારા ટીવીની કતારમાં વીડિયો ઉમેરો

  1. તમારે જે વીડિયો ઉમેરવો હોય તેની બાજુમાં, વધુ '' પર ટૅપ કરો.
  2. કતારમાં ઉમેરો પર ટૅપ કરો.

તમારા ટીવીની કતાર જુઓ

તમારા ફોન પર YouTube પેજ પર નીચેની બાજુ, તમારા ટીવીની કતાર નાની કરેલી વિન્ડોમાં હશે.

  • તમારી કતાર ખોલવા અને જોવા માટે નાની કરેલી વિન્ડોને ઉપર સ્વાઇપ કરો.

તમારા ટીવીની કતારમાંથી વીડિયો કાઢી નાખો

  1. તમારા ટીવીની કતાર જુઓ.
  2. તમારે જે વીડિયો કાઢી નાખવો હોય તેની બાજુમાં, વધુ '' પર ટૅપ કરો.
કતારમાંથી કાઢી નાખો પર ટૅપ કરો.

સમસ્યા નિવારણ અને પ્રતિસાદ

સમસ્યા નિવારણ

જો તમને તમારા ટીવી પર YouTube જોવામાં સમસ્યા આવી રહી હોય, તો અમારી સમસ્યા નિવારણ માટેની માર્ગદર્શિકા અનુસરો.

YouTube પર પ્રતિસાદ મોકલો

અમે હંમેશાં અમારી પ્રોડક્ટને વધુ સારી બનાવવા માટેની રીતો શોધતા હોઈએ છીએ અને તમારા પ્રતિસાદની અમે પ્રશંસા કરીએ છીએ. નવી પ્રોડક્ટના અનુભવ વિશે પ્રતિસાદ સબમિટ કરવા માટે, ફોન, ટૅબ્લેટ અથવા લૅપટૉપમાંથી https://www.youtube.com/tv_feedback પર જાઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10747166523287645386
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false