તમારા લાઇવ સ્ટ્રીમમાંથી કમાણી કરો

નવીનતમ અપડેટ

તમે તમારા લાઇવ સ્ટ્રીમ પર આ રીતે આવક મેળવી શકો છો:

અમુક ચૅનલમાં તેમના દર્શકો માટે ચૅનલની મેમ્બરશિપનો ઍક્સેસ પણ હોઈ શકે છે.
નોંધ: બાહ્ય સાઇટ પર ઑટોમૅટિક શરૂ થાય તે રીતનું પ્લેયર શામેલ કરેલું હોય, તો તમારા લાઇવ સ્ટ્રીમ માટે જાહેરાતો બંધ કરી દેવાશે.

લાઇવ સ્ટ્રીમ પર જાહેરાતો

તમારી ચૅનલમાંથી કમાણી થતી હોય અને તમારું લાઇવ સ્ટ્રીમ યોગ્યતા ધરાવતું હોય, તો YouTube તમારા કન્ટેન્ટ પર રજૂ કરવા માટે જાહેરાતો ટ્રિગર કરશે. જાહેરાત સેવાની કોઈ ગૅરંટી નથી અને અમુક દર્શકોને જાહેરાત ન આવે તેમ બની શકે છે. લાઇવ સ્ટ્રીમ આ માટે યોગ્યતા ધરાવતા હોઈ શકે:

  • શરૂઆતની જાહેરાતો લાઇવ સ્ટ્રીમ પહેલાં આવે. આ જાહેરાતો મોબાઇલ અને કમ્પ્યૂટર પર જોઈ શકાય છે. લાઇવ સ્ટ્રીમ માટે શરૂઆતની જાહેરાતો ઑટોમૅટિક રીતે ચાલુ કરાય છે.
  • વીડિયોના મધ્યભાગની જાહેરાતો લાઇવ સ્ટ્રીમ દરમિયાન આવે. આ જાહેરાતો ઑટોમૅટિક રીતે અથવા મેન્યુઅલી દાખલ કરી શકાય છે.
  • ડિસ્પ્લે જાહેરાતો કન્ટેન્ટની બાજુમાં અથવા તેની ઉપર આવે. આ જાહેરાતો કમ્પ્યૂટર પર જોઈ શકાય છે.

વીડિયોના મધ્યભાગની જાહેરાતો દાખલ કરવી

લાઇવ સ્ટ્રીમ માટે વીડિયોના મધ્યભાગની જાહેરાતો દાખલ કરો:

  1. YouTube Studio ખોલો.
  2. બનાવો અને પછી લાઇવ જાઓ પર ક્લિક કરો.
  3. સ્ટ્રીમ ટૅબમાંથી હવે લાઇવ સ્ટ્રીમ ચાલુ કરો અથવા મેનેજ ટૅબમાંથી લાઇવ સ્ટ્રીમ શેડ્યૂલ કરો.
  4. ટોચ પરથી, ફેરફાર કરો અને પછી કમાણી કરો પર ક્લિક કરો.
  5. કમાણી કરોનો વિકલ્પ ચાલુ પર સેટ કરેલો હોવાની ખાતરી કરો.
  6. તમારી લાઇવ જાહેરાતના સેટિંગ પસંદ કરો:
    1. YouTube તમારા માટે જાહેરાતો દાખલ કરે તેમ કરો: લાઇવ સ્ટ્રીમ દરમિયાન YouTube અનુકૂળ પળે દર્શકોને વીડિયોના મધ્યભાગની જાહેરાતો રજૂ કરે છે અને તમારે જાહેરાત વિરામોનું ફ્રિક્વન્સી લેવલ પસંદ કરવાનું હોય છે:
      1. સંરક્ષિત: ન્યૂનતમ ફ્રિક્વન્સી અને કમાણીની ન્યૂનતમ ક્ષમતા
      2. સંતુલિત: મધ્યમ લેવલની ફ્રિક્વન્સી અને કમાણીની મધ્યમ ક્ષમતા
      3. આક્રમક: ઉચ્ચતમ ફ્રિક્વન્સી અને કમાણીની ઉચ્ચતમ ક્ષમતા
      4.  નોંધ: આમ છતાં, દર્શકોને જાહેરાત ક્યારે દેખાવાની છે તેની અમે તમને જાણ કરીશું, આથી તમે ઇચ્છો તો તે જાહેરાત છોડી દઈ શકો
    2. જાહેરાતો કેવી રીતે દેખાય તે પસંદ કરો: તમે વીડિયોના મધ્યભાગની જાહેરાતનો દરેક વિરામ મેન્યુઅલી પસંદ કરી શકો અથવા બે જાહેરાતો વચ્ચે તમારે કેટલો સમય પસાર કરવો છે તે પસંદ કરી શકો. તમે ટાઇમસ્ટેમ્પ પ્રમાણે જાહેરાતો સેટ કરવાનું પસંદ કરો, તો તમે 6, 12, 18, 24 અથવા 30 મિનિટમાંથી પસંદ કરી શકો છો.
      1. નોંધ: YouTube તમારા માટે જાહેરાતો દાખલ કરે તેની સરખામણીએ તમારી કમાણીની ક્ષમતા ઓછી રહે તેમ બને.
  7. તમારા લાઇવ સ્ટ્રીમનું સેટઅપ કરવાનું ચાલુ રાખવા માટે આગળ પર ક્લિક કરો.
નોંધ:
  • બધા દર્શકોને વીડિયોના મધ્યભાગની જાહેરાત આવે જ તેવી ગૅરંટી નથી. કોઈ જાહેરાત ચાલતી નહીં હોય, તો દર્શકો તમારું લાઇવ સ્ટ્રીમ જોવાનું ચાલુ રાખશે.  
  • કોઈ દર્શક જાહેરાત છોડી દે અથવા જાહેરાત પૂરી થાય, તો તેઓ લાઇવ સ્ટ્રીમમાં ફરીથી જોડાશે.

વીડિયોના મધ્યભાગની જાહેરાતને વિલંબિત કરો

YouTube વીડિયોના મધ્યભાગની જાહેરાતો દાખલ કરે તેમ તમે પસંદ કરો, તો જે મહત્ત્વપૂર્ણ પળોએ દર્શકોને વિક્ષેપ ન પડે તેમ તમે ઇચ્છતા હો ત્યાં વીડિયોના મધ્યભાગની જાહેરાતોને વિલંબિત કરી શકો છો.

લાઇવ નિયંત્રણ રૂમમાં, સૌથી ઉપર જમણી બાજુએ જાઓ અને જાહેરાતો વિલંબિત કરો પર ક્લિક કરો. વીડિયોના મધ્યભાગની જાહેરાતો દર્શકોને બતાવવાનું 10 મિનિટ માટે વિલંબિત કરાય છે. જાહેરાતો ફરી શરૂ થાય તે પહેલાં LCRમાં 5 સેકન્ડનું કાઉન્ટડાઉન આવશે.

નોંધ: જાહેરાતો વિલંબિત કરવાની સુવિધા ચાલુ કરાઈ હશે તો પણ મેન્યુઅલી મૂકાયેલી વીડિયોના મધ્યભાગની જાહેરાતો દેખાશે.

વીડિયોના મધ્યભાગની જાહેરાતો માટે ચૅનલ લેવલના સેટિંગ

અધિકારોના મેનેજમેન્ટ વિનાની કમાણી કરતી ચૅનલ, ચૅનલ લેવલે ભાવિ લાઇવ સ્ટ્રીમ માટે વીડિયોના મધ્યભાગની જાહેરાતના ડિફૉલ્ટ સેટ કરી શકે છે. ચૅનલ લેવલના સેટિંગ થકી તમે કમાણી કરવાની પ્રક્રિયાના સેટિંગ પસંદ કરી શકો છો જે કોઈપણ નવા બનાવેલા લાઇવ સ્ટ્રીમ માટે ડિફૉલ્ટ બનશે.

તમારા ચૅનલ લેવલના સેટિંગ પસંદ કરવા માટે: લાઇવ નિયંત્રણ રૂમ ખોલો અને પછી નીચે ડાબી બાજુના ખૂણામાં, સેટિંગ પર ક્લિક કરો.

લાઇવ સ્ટ્રીમથી જાહેરાતની આવક

તમે YouTube Analyticsમાં તમારા લાઇવ સ્ટ્રીમ અને લાઇવ રિપ્લેમાંથી થયેલી જાહેરાતની આવકનું બ્રેકઆઉટ જોઈ શકો છો. લાઇવ સ્ટ્રીમમાંથી થયેલી તમારી જાહેરાતની આવકનું બ્રેકઆઉટ જોવા માટે, લાઇવ ફિલ્ટર પસંદ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1470614107726023889
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false