વીડિયો દૂર કરવા સંબંધિત સમસ્યા નિવારણ

આ કન્ટેન્ટ YouTube પરથી કાઢી નાખવામાં આવેલા વીડિયો સંબંધિત સહાય માટે છે. વીડિયો કાઢી નાખવા વિશે જો તમને સહાય જોઈતી હોય તો તમારા પોતાના વીડિયો ડિલીટ કરો અથવા અનુચિત કન્ટેન્ટની જાણ કરો સુવિધાનો ઉપયોગ કરવાની રીત વિશે જાણો.

જો તમને તમારા અપલોડ કરેલા વીડિયોમાંથી એકની બાજુમાં "વીડિયો કાઢી નાખ્યો" મેસેજ દેખાય, તો તેનો અર્થ છે કે વીડિયો અમારી પૉલિસીઑનું ઉલ્લંઘન કરતો જણાયો છે અને YouTube પરથી કાઢી નાખવામાં આવ્યો છે. સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તમે શું કરી શકો તે જાણવા માટે નીચેના વિભાગ પર ક્લિક કરો. 

કાઢી નખાયાના કારણો અને તમે લઈ શકો તે પગલાં

અનુચિત કન્ટેન્ટ

જો તમને તમારા અપલોડ કરેલા વીડિયોમાંથી એકની બાજુમાં "વીડિયો કાઢી નખાયો: અનુચિત કન્ટેન્ટ" મેસેજ દેખાય, તો તેનો અર્થ છે કે વિવાદાસ્પદ વીડિયો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા જણાયા છે.

સમસ્યાનું નિરાકરણ કરવાની રીત

સેવાની શરતોનું ઉલ્લંઘન

જો તમને તમારા અપલોડ કરેલા વીડિયોમાંથી એકની બાજુમાં "વીડિયો કાઢી નખાયો: ઉપયોગની શરતોનું ઉલ્લંઘન" મેસેજ દેખાય, તો ઉપયોગની શરતો અથવા કૉપિરાઇટના ઉલ્લંઘનના કારણે વીડિયોનો અસ્વીકાર થયો હોઈ શકે છે. વધુ માહિતી માટે અમારી સેવાની શરતો અને આ કૉપિરાઇટના મૂળભૂત મુદ્દાને રિવ્યૂ કરો.

કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટનો સમાવેશ હોવો

જો તમને તમારા વીડિયોમાંથી એકની બાજુમાં નીચેના મેસેજ દેખાય, તો તેનો અર્થ છે કે કન્ટેન્ટના માલિકે YouTubeની Content ID સિસ્ટમનો ઉપયોગ કરીને તમારા વીડિયોમાંના કન્ટેન્ટનો દાવો કર્યો છે.

  • કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ શામેલ છે
  • કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટના કારણે મ્યૂટ કર્યો છે
  • વિશ્વભરમાં બ્લૉક કર્યો છે
  • કેટલાક દેશો/પ્રદેશોમાં બ્લૉક કર્યો છે

તમારા વીડિયોની બાજુમાં દેખાતી ટેક્સ્ટ પસંદ કરો. આ લિંક તમને તમારા વીડિયોને અસર કરતા કૉપિરાઇટના દાવા વિશે વધુ વિગતો આપતા પેજ પર લઈ જશે. "કૉપિરાઇટની વિગતો" હેઠળ, તમારા વીડિયોમાં ઓળખવામાં આવેલા કન્ટેન્ટ વિશેની માહિતી તમે જોઈ શકો છો. 

Content IDના દાવા શું છે અને તે તમારા વીડિયોને કઈ રીતે અસર કરે છે તે જાણો.

વીડિયો કાઢી નખાયાની સ્થિતિ

તમારો વીડિયો કાઢી નાખવામાં આવ્યો કારણ કે કૉપિરાઇટના માલિકે તેને દૂર કરવા માટે અમને સંપૂર્ણ કાનૂની વિનંતી મોકલી છે. તમને પણ કૉપિરાઇટ સ્ટ્રાઇક મળી છે. કઈ રીતે કૉપિરાઇટ સ્ટ્રાઇક તમારા એકાઉન્ટને અસર કરે છે તે જાણો. 

તમારી કૉપિરાઇટ સ્ટ્રાઇકનું નિરાકરણ કરવાની ત્રણ રીતો છે. સ્ટ્રાઇક ધરાવતા વીડિયોને ડિલીટ કરવાથી તમારી સ્ટ્રાઇકનું નિરાકરણ થશે નહીં.

ટ્રેડમાર્કની સમસ્યા

જો તમને "વીડિયો કાઢી નાખ્યો - ટ્રેડમાર્ક સંબંધિત સમસ્યા" મેસેજ દેખાય, તો તેનો અર્થ છે કે વીડિયો દ્વારા અમારી ટ્રેડમાર્ક પૉલિસીનું ઉલ્લંઘન થયું છે.

અમારી ટ્રેડમાર્ક સંબંધિત પૉલિસીઓને રિવ્યૂ કરો જેથી YouTube પર અપલોડ કરવા માટે કયું કન્ટેન્ટ સ્વીકારવા યોગ્ય હોય છે એ તમે સમજો છો તેની ખાતરી કરી શકાય.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4309690114302703398
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false