વીડિયોમાં સમાપ્તિ સ્ક્રીન ઉમેરો

વીડિયોની છેલ્લી 5-20 સેકન્ડમાં સમાપ્તિ સ્ક્રીન ઉમેરી શકાય છે. તમે અન્ય વીડિયોનો પ્રચાર કરવા, સબ્સ્ક્રાઇબ કરવા માટે દર્શકોને પ્રોત્સાહન આપવા અને અન્ય કાર્યો માટે તેનો ઉપયોગ કરી શકો છો. સ્ટૅન્ડર્ડ 16:9નો સાપેક્ષ ગુણોત્તર ધરાવતા વીડિયો માટે તમે વધુમાં વધુ ચાર ઘટકો તમારી સમાપ્તિ સ્ક્રીનમાં ઉમેરી શકો. અન્ય સાપેક્ષ ગુણોત્તરમાં વધુ ઓછી સીમા હોઈ શકે છે.

નોંધ:

  • તમારા વીડિયોમાં સમાપ્તિ સ્ક્રીન આવે તે માટે તે ઓછામાં ઓછો 25 સેકન્ડનો હોવો જોઈએ.
  • અન્ય ક્રિયાપ્રતિક્રિયાત્મક ઘટકો, જેમ કે કાર્ડ ટીઝર અને વીડિયો વૉટરમાર્કને સમાપ્તિ સ્ક્રીન દરમિયાન દબાવી દેવામાં આવે છે.
  • YouTube Music ઍપમાં, ફ્લૅશ વીડિયોમાં, મોબાઇલ વેબમાં અથવા 360 વીડિયોમાં, બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા વીડિયોમાં સમાપ્તિ સ્ક્રીન ઉપલબ્ધ નથી.

તમારા વીડિયો માટે સમાપ્તિ સ્ક્રીન

સમાપ્તિ સ્ક્રીન ઉમેરો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમે જેમાં ફેરફાર કરવા માગો છો, તે વીડિયોના શીર્ષક અથવા થંબનેલ પર ક્લિક કરો.
  4. ડાબી બાજુના મેનૂમાંથી, એડિટર પસંદ કરો.
  5. સમાપ્તિ સ્ક્રીન  પસંદ કરો અને તમારે ઉમેરવો હોય તે ઘટક પસંદ કરો:
    • નમૂનો લાગુ કરો: નમૂનામાં ઘટકોના સમૂહો હોય છે જેને તમે સમાપ્તિ સ્ક્રીન બનાવવા માટે કસ્ટમાઇઝ કરી શકો છો.
    • વીડિયો: તમારો સૌથી તાજેતરનો અપલોડ કરેલો, દર્શક માટે શ્રેષ્ઠ હોય તે અથવા કોઈ વિશેષ વીડિયો દર્શાવો.
    • પ્લેલિસ્ટ: સાર્વજનિક YouTube પ્લેલિસ્ટ દર્શાવો.
    • સબ્સ્ક્રાઇબ કરો: તમારી ચૅનલને સબ્સ્ક્રાઇબ કરવાને પ્રોત્સાહન આપો.
    • ચૅનલ: કસ્ટમ સંદેશ વડે બીજી ચૅનલનો પ્રચાર કરો.
    • લિંક: જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો, તો તમે બાહ્ય વેબસાઇટને લિંક કરી શકશો.
      • નોંધ: ખાતરી કરો કે તમારી લિંક કરેલી વેબસાઇટ અમારા સમુદાયના દિશાનિર્દેશો અને સેવાની શરતો સહિતની અમારી પૉલિસીઓનું પાલન કરે છે. ઉલ્લંઘનના પરિણામે કાર્ડ કે લિંક કાઢી નાખવામાં, સ્ટ્રાઇક આપવામાં કે તમારા Google એકાઉન્ટને સમાપ્ત કરવામાં આવી શકે છે.

  6. સાચવો પર ક્લિક કરો. 

વધુ વિકલ્પો

  • ઘટકનો પ્રકાર કાઢી નાખો:ઘટકનો પ્રકાર કાઢી નાખવા માટે ઘટક ડિલીટ કરો પર ક્લિક કરો. તમે સ્ક્રીન સમાપ્તિ માટે બીજો ઘટક પસંદ કરવા માટે ઘટક પર ક્લિક કરી શકો છો.
  • ઘટકના સમયમાં ફેરફાર કરો: ઘટકની ક્યારે શરૂઆત થાય અને ક્યારે અંત આવે તે સેટ કરવા માટે સમયરેખાના છેડા પર ક્લિક કરીને ખેંચો. તમે ઘટક ડિલીટ કરો બટનની બાજુમાં આવેલા બૉક્સમાં વિશેષ સમય પણ દાખલ કરી શકો છો.
  • ઘટકનું સ્થાન નિયોજન બદલો: બૉક્સની અંદર ક્લિક કરીને ખેંચો. તમે ​​પ્લેયરમાં ગ્રિડ પર ક્લિક કરો જેથી તમે વીડિયોના પ્રીવ્યૂ પર ગ્રિડ બતાવી શકો. તમે તમારા ઘટકો મૂકવામાં સહાય માટે “ગ્રિડમાં સ્નૅપ કરો” અને “ઘટકમાં સ્નૅપ કરો” પણ પસંદ કરી શકો છો.
  • તમારી સમાપ્તિ સ્ક્રીનનું પ્રીવ્યૂ કરો: તમારો વીડિયો ચાલી રહ્યો હોય ત્યારે તમારી સમાપ્તિ સ્ક્રીન કેવી દેખાય છે તે જોવા માટે, વીડિયો પ્લેયર પરનું ચલાવો બટન પસંદ કરો.
  • સમાપ્તિ સ્ક્રીનના મેટ્રિક જુઓ: તમે YouTube Analyticsમાં વિગતવાર રિપોર્ટમાં તમારી સમાપ્તિ સ્ક્રીનનું કાર્યપ્રદર્શન જોઈ શકો છો.

સમાપ્તિ સ્ક્રીનને કસ્ટમાઇઝ કરો

ઘટકો કન્ટેન્ટના એ ભાગ છે જેને તમે તમારી સમાપ્તિ સ્ક્રીનમાં ઉમેરો છો. તમારી સમાપ્તિ સ્ક્રીનમાંના ઘટકોને કસ્ટમાઇઝ કરવાની ઘણી રીતો છે. તમે નમૂના લાગુ કરી શકો, તમારા ઘટકોના સમય બદલી શકો અને તમારા વીડિયોમાં ઘટકો ક્યાં દેખાય તે નક્કી કરી શકો.

નમૂનો લાગુ કરો

નમૂનામાં ઘટકોના સમૂહો હોય છે જેને તમે સમાપ્તિ સ્ક્રીન બનાવવા માટે કસ્ટમાઇઝ કરી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમારે જેમાં ફેરફાર કરવો હોય તે વીડિયો પર ક્લિક કરો.
  4. ડાબી બાજુના મેનૂમાંથી, એડિટર પસંદ કરો.
  5. તમારો નમૂનો લાગુ કરવા માટે ઘટક ઉમેરો  પર ક્લિક કરો.
  6. સાચવો પર ક્લિક કરો.

ઘટકનો પ્રકાર કાઢી નાખો

  1. એડિટરની સમાપ્તિ સ્ક્રીનની પંક્તિમાં ઘટક પર ક્લિક કરીને તેને પસંદ કરો.
  2. તમારા વીડિયોની ડાબી બાજુએ, ઘટક ડિલીટ કરો પર ક્લિક કરો.
  3. સ્ક્રીન સમાપ્તિ માટે બીજો ઘટક પસંદ કરવા માટે ઘટક ઉમેરો  પર ક્લિક કરો.
  4. સાચવો પર ક્લિક કરો.

ઘટકનો સમય બદલો

તમારા વીડિયોમાં તમારા સમાપ્તિ સ્ક્રીનના ઘટકો ક્યારે દેખાય તે તમે પસંદ કરી શકો છો. સમાપ્તિ સ્ક્રીનના ઘટકો ડિફૉલ્ટ રૂપે એકસમાન સમયે દેખાશે. તમે એકલ ઘટકને વિવિધ સમયે બતાવવા માટે કસ્ટમાઇઝ કરી શકો છો.

  1. એડિટરની સમાપ્તિ સ્ક્રીનની પંક્તિમાં ઘટક પર ક્લિક કરીને તેને પસંદ કરો.
  2. તમારા વીડિયોની ડાબી બાજુએ, સમાપ્તિ સ્ક્રીન સમય ધરાવતા બૉક્સ શોધો.
  3. ઘટકનો આરંભ સમય અને સમાપ્તિ સમય અપડેટ કરો.
  4. સાચવો પર ક્લિક કરો.

તમે તમારી સમાપ્તિ સ્ક્રીનના ઘટકનો સમય પણ બદલી શકો છો, જેના માટે એડિટરની સમાપ્તિ સ્ક્રીનની પંક્તિ પર તેને ખેંચી લાવવા માટે ઍરોનો ઉપયોગ કરી શકો છો.

ઘટકનું પ્લેસમેન્ટ બદલો

  1. એડિટરની સમાપ્તિ સ્ક્રીનની પંક્તિમાં ઘટક પર ક્લિક કરીને તેને પસંદ કરો.
  2. વીડિયો પ્લેયરમાં, ઘટકને ઇચ્છિત સ્થિતિ સુધી ખેંચી લાવો.
  3. સાચવો પર ક્લિક કરો.
ટિપ: પ્લેયરમાં ગ્રિડ  પર ક્લિક કરો જેથી તમે વીડિયોના પ્રીવ્યૂ પર ગ્રિડ બતાવી શકો. તમે તમારા ઘટકો મૂકવામાં સહાય માટે “ગ્રિડમાં સ્નૅપ કરો” અને “ઘટકમાં સ્નૅપ કરો” પણ પસંદ કરી શકો છો.

તમારી સમાપ્તિ સ્ક્રીનનું પ્રીવ્યૂ કરો

તમારો વીડિયો ચાલી રહ્યો હોય ત્યારે તમારી સમાપ્તિ સ્ક્રીન કેવી દેખાય છે તે જોવા માટે, વીડિયો પ્લેયર પરનું ચલાવો  બટન પસંદ કરો.

તમારી સમાપ્તિ સ્ક્રીન શું બતાવી શકે

ઘટકો કન્ટેન્ટના એ ભાગ છે જેને તમે તમારી સમાપ્તિ સ્ક્રીનમાં ઉમેરો છો. વધુ માહિતી આપવા માટે કેટલાક ઘટકોને મોટા કરી શકાય છે અથવા કર્સરને તેના પર લઈ જઈ શકાય છે. તમે સ્ટૅન્ડર્ડ 16:9 સાપેક્ષ ગુણોત્તર ધરાવતા વીડિયો માટે તમારી સમાપ્તિ સ્ક્રીનમાં વધુમાં વધુ ચાર ઘટકો ઉમેરી શકો છો. અન્ય સાપેક્ષ ગુણોત્તરમાં વધુ ઓછી સીમા હોઈ શકે છે.

ઘટકો વિવિધ પ્રકારનું કન્ટેન્ટ દર્શાવી શકે:

  • વીડિયો અથવા પ્લેલિસ્ટ:
    • તમારો સૌથી તાજેતરનો અપલોડ કરેલો વીડિયો દર્શાવો.
    • YouTubeને તમારી ચૅનલમાંથી દર્શક માટે શ્રેષ્ઠ અનુકૂળ હોય તેવા વીડિયો પસંદ કરવાની મંજૂરી આપો.
    • તમારી અથવા અન્ય ચૅનલમાંથી કોઈપણ (સાર્વજનિક કે ફક્ત લિંક સાથે દેખાય તે) વીડિયો કે પ્લેલિસ્ટ પસંદ કરો.
  • સબ્સ્ક્રાઇબ કરો: તમારી ચૅનલને સબ્સ્ક્રાઇબ કરવાને પ્રોત્સાહન આપો.
  • ચૅનલ: કસ્ટમ સંદેશ વડે બીજી ચૅનલનો પ્રચાર કરો.
  • બાહ્ય વેબસાઇટ: જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો, તો તમે બાહ્ય વેબસાઇટને લિંક કરી શકશો.
નોંધ: ખાતરી કરો કે તમારી લિંક કરેલી વેબસાઇટ અમારા સમુદાયના દિશાનિર્દેશો અને સેવાની શરતો સહિતની અમારી પૉલિસીઓનું પાલન કરે છે. ઉલ્લંઘનના પરિણામે કાર્ડ કે લિંક કાઢી નાખવામાં, સ્ટ્રાઇક આપવામાં કે તમારા Google એકાઉન્ટને સમાપ્ત કરવામાં આવી શકે છે.
સમાપ્તિ સ્ક્રીન બનાવવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ
  • વીડિયો સાથે સુસંગત હોય તેવા ઘટકો દર્શાવો.
  • સમાપ્તિ સ્ક્રીનના વિવિધ ઘટકો માટે કૉલ-ટુ-ઍક્શનનો ઉપયોગ કરીને ક્લિક કરવા માટે દર્શકોને પ્રોત્સાહન આપો.
  • જો તમે કસ્ટમ છબીનો ઉપયોગ કરતા હો, તો અમે એવી છબીનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ જે ઓછામાં ઓછી 300 x 300 પિક્સેલની પહોળાઈ ધરાવતી હોય.
  • ખાતરી કરો કે તમે વીડિયોના અંતે સમાપ્તિ સ્ક્રીન માટે પૂરતી સ્પેસ અને સમય રાખ્યો છે. વીડિયોમાં ફેરફાર કરતી વખતે તેની છેલ્લી 20 સેકન્ડ યાદ રાખવાની ખાતરી કરો.
  • સમાપ્તિ સ્ક્રીનના વિવિધ ઘટકોને વિવિધ સમયે બતાવવા માટે સમય લાગુ કરવાનું વિચારો.
સમાપ્તિ સ્ક્રીનના મેટ્રિક ચેક કરો

તમે YouTube Analyticsના એંગેજમેન્ટ ટૅબ પર તમારી સમાપ્તિ સ્ક્રીનનું કાર્યપ્રદર્શન ચેક કરી શકશો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics પસંદ કરો.
  3. ટોચના મેનૂમાંથી, એંગેજમેન્ટપસંદ કરો.

જો તમે તમારી સમગ્ર ચૅનલ માટે વિશ્લેષણ જોઈ રહ્યા હો, તો:

  • ઘટકોના વિવિધ પ્રકારની સફળતાની તુલના કરવા માટે, "સમાપ્તિ સ્ક્રીનના ટોચના ઘટકના પ્રકારો" કાર્ડનો ઉપયોગ કરો.
  • દર્શકોએ સમાપ્તિ સ્ક્રીન ધરાવતા જે વીડિયો પર સૌથી વધુ ક્લિક કરી હોય તે જોવા માટે, "સમાપ્તિ સ્ક્રીન પર ટોચના વીડિયો" કાર્ડનો ઉપયોગ કરો.

જો તમે વિશેષ વીડિયો માટે વિશ્લેષણ જોઈ રહ્યા હો, તો:

  • દર્શકો કેટલી વાર તમારી સમાપ્તિ સ્ક્રીનના ઘટકો પર ક્લિક કરે છે તે જોવા માટે, "સમાપ્તિ સ્ક્રીનના ઘટકનો ક્લિક રેટ" કાર્ડનો ઉપયોગ કરો.

દર્શકો માટે સમાપ્તિ સ્ક્રીનની આવશ્યકતાઓ

દર્શકો આ સ્થાનો પર તમારી સમાપ્તિ સ્ક્રીન નહીં જોઈ શકે:

  • મોબાઇલ વેબ પર (અપવાદ: iPad મોબાઇલ વેબ).
  • YouTube Music અથવા YouTube Kids ઍપમાં.
  • ફ્લૅશ વીડિયોમાં.
  • 360 વીડિયોમાં.

બાળકો માટે બનાવેલા તરીકે સેટ કરેલી સમાપ્તિ સ્ક્રીન અને વીડિયો

બાળકો માટે બનાવેલા તરીકે સેટ કરેલા વીડિયો માટે સમાપ્તિ સ્ક્રીન ઉપલબ્ધ હોતી નથી.
જો તમે અગાઉ તમારા વીડિયોમાં સમાપ્તિ સ્ક્રીન ઉમેરી હોય, તો પણ તમારા ઑડિયન્સને બાળકો માટે બનાવેલું તરીકે સેટ કરેલું હોય ત્યારે દર્શકોને સમાપ્તિ સ્ક્રીન નહીં દેખાય.

નોંધ: તમારી સમાપ્તિ સ્ક્રીન કદાચ હંમેશાં ન દેખાય અથવા નિયુક્ત કર્યા કરતાં જુદી રીતે દેખાય. કાર્યપ્રદર્શન, દર્શકોની વર્તણૂક, ડિવાઇસ અને સંદર્ભના આધારે અમે સમાપ્તિ સ્ક્રીનને બહેતર બનાવીએ છીએ તેના કારણે આ તફાવત આવે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9988559114942229245
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false