તમારા YouTube Premiumના લાભ વાપરવા

YouTube Premium એ સશુલ્ક મેમ્બરશિપ છે જે YouTube પર તમારો અનુભવ બહેતર કરે છે. Premiumના લાભ વિશે નીચે વધુ જાણો અથવા Premiumની મેમ્બરશિપની ઑફર બ્રાઉઝ કરો.

જાહેરાતો વિના વીડિયો જુઓ

YouTube Premium વડે, તમે વીડિયો ઓવરલે જાહેરાતો સહિત વીડિયોની શરૂઆતમાં અને વીડિયો ચાલતો હોય તે દરમિયાન આવતી જાહેરાતોના વિક્ષેપ વિના લાખો વીડિયો જોઈ શકો છો. તમે ત્રીજા પક્ષની બૅનરની જાહેરાતો અને શોધ જાહેરાતો પણ જોશો નહીં.

તમને હજી પણ નિર્માતા અને પ્રમોશન કરનારી લિંક દ્વારા કન્ટેન્ટમાં શામેલ કરેલાં બ્રાંડિંગ અને પ્રમોશન તથા નિર્માતા દ્વારા કન્ટેન્ટની ફરતે ઉમેરેલ કે ચાલુ કરેલ શેલ્ફ અને સુવિધાઓ દેખાઈ શકે છે. આ લિંક, શેલ્ફ અને સુવિધાઓ તેમની વેબસાઇટ, વ્યાપારી સામાન, તેમની ચૅનલની મેમ્બરશિપ, ઇવેન્ટની ટિકિટ કે તેઓ પ્રમોટ કરતા હોય તેવા અન્ય સંબંધિત નિર્ધારિત સ્થાનો માટેની હોઈ શકે છે.

તમે તમારા Google એકાઉન્ટમાં જ્યાંથી સાઇન કરી શકો તેવા બધા ડિવાઇસ અને પ્લૅટફૉર્મ પર જાહેરાતમુક્ત વીડિયોને સપોર્ટ કરવામાં આવે છે—સુસંગત સ્માર્ટ ટીવી/ગેમિંગ કન્સોલ અને YouTube, YouTube Music તથા YouTube Kids મોબાઇલ ઍપ સહિત, જો તે તમારા લોકેશન પર ઉપલબ્ધ હોય તો.

YouTube Music Premium સમાન અનુભવ પૂરો પાડે છે, જે તમને YouTube Music ઍપમાં જાહેરાતો વિના મ્યુઝિક કન્ટેન્ટ માણવા દે છે.

ઇન્ટરનેટ વગર વીડિયો જોવા માટે તેને ડાઉનલોડ કરવો

જ્યારે તમે ઇન્ટરનેટ સાથે કનેક્ટ ન હોવ ત્યારે ઇન્ટરનેટ વગર વીડિયો અને પ્લેલિસ્ટ જોવા માટે વીડિયો ડાઉનલોડ કરો. તમે YouTube ઍપ વડે ઇન્ટરનેટ વગર જોવા માટે વીડિયો ડાઉનલોડ કરી શકો છો, YouTube Music ઍપ વાપરીને ઇન્ટરનેટ વગર સાંભળવા માટે ગીતો ડાઉનલોડ કરી શકો છો અને YouTube Kids ઍપમાં ઑટોમૅટિક ડાઉનલોડ થયેલા વીડિયો જોઈ શકો છો.

સ્માર્ટ ડાઉનલોડ વડે ઇન્ટરનેટ વગર જોવા કે સાંભળવા માટે સુઝાવ કરેલું કન્ટેન્ટ ઑટોમૅટિક રીતે તમારી લાઇબ્રેરીમાં ઉમેરવામાં આવે છે. મુસાફરીમાં વીડિયો માણો અને શોધવાની તકલીફ વિના નવું કન્ટેન્ટ શોધો. તમારા સ્માર્ટ ડાઉનલોડ મેનેજ કે બંધ કેવી રીતે કરવા તે જાણો.

આના પર ઉપલબ્ધ છે: YouTube Premium, YouTube Music Premium

બૅકગ્રાઉન્ડમાં ચલાવવું

બીજી ઍપ વાપરતી વખતે અથવા જ્યારે તમારી સ્ક્રીન બંધ હોય ત્યારે તમારા મોબાઇલ ડિવાઇસ પર વીડિયો ચલાવો. જ્યારે તમે તમારી YouTube Premium મેમ્બરશિપ વડે સાઇન ઇન કર્યું હોય ત્યારે YouTube, YouTube Music, અને YouTube Kids મોબાઇલ ઍપ પર બૅકગ્રાઉન્ડમાં ચલાવવાની સુવિધા ઉપલબ્ધ છે (જો આ ઍપ તમારા લોકેશન પર ઉપલબ્ધ હોય તો).

બૅકગ્રાઉન્ડમાં ચલાવવાની સુવિધાને બંધ કે કસ્ટમાઇઝ કરવી

જ્યારે તમે YouTube Premium મેમ્બરશિપના એકાઉન્ટ વડે સાઇન ઇન કર્યું હોય ત્યારે બૅકગ્રાઉન્ડમાં ચલાવવાની સુવિધા YouTubeની મોબાઇલ ઍપ પર ઉપલબ્ધ હોય છે. ડિફૉલ્ટ રીતે, વીડિયો હંમેશાં બૅકગ્રાઉન્ડમાં ચાલશે.

બૅકગ્રાઉન્ડમાં ચલાવવાની સુવિધા બદલવા કે બંધ કરવા માટે:

  1. સેટિંગ પર જાઓ.
  2. "બૅકગ્રાઉન્ડ અને ડાઉનલોડ" હેઠળ બૅકગ્રાઉન્ડમાં ચલાવવાની સુવિધા પસંદ કરો.
  3. તમારી પસંદગી નક્કી કરો:
    • હંમેશાં ચાલુ: વીડિયો હંમેશાં બૅકગ્રાઉન્ડમાં ચાલશે (ડિફૉલ્ટ સેટિંગ).
    • બંધ: વીડિયો ક્યારેય બૅકગ્રાઉન્ડમાં ચાલશે નહીં.
    • હૅડફોન કે બાહ્ય સ્પીકર: વીડિયો બૅકગ્રાઉન્ડમાં માત્ર તો જ પ્લે થશે જો તમારું ડિવાઇસ હૅડફોન, સ્પીકર કે કોઈ બાહ્ય આઉટપુટવાળા ઑડિયો સાથે કનેક્ટ થયેલું હોય.

આના પર ઉપલબ્ધ છે: YouTube Premium, YouTube Music Premium

YouTube Music Premium

તમારા લાભના ભાગરૂપે તમે YouTube Music Premium નું પણ ઍક્સેસ મેળવો છો. YouTube Music Premium વડે તમે આ કરી શકો છો:

  • YouTube Musicમાં જાહેરાતો વિના લાખો ગીત અને વીડિયો માણી શકો છો.
  • ઇન્ટરનેટ વગર સાંભળવા માટે તમારા મોબાઇલ ડિવાઇસ પર ગીતો અને વીડિયો ડાઉનલોડ કરી શકો છો.
  • તમે બીજી ઍપ વાપરતા હોવ ત્યારે તમારું મ્યુઝિક ચાલુ રાખવા માટે બૅકગ્રાઉન્ડમાં ચલાવવાની સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
  • વીડિયો લોડ કર્યા વિના મ્યુઝિક સાંભળવા માટે માત્ર-ઑડિયો મોડ ચાલુ કરી શકો છો.
જોવાનું ચાલુ રાખો

તમારી Premiumની મેમ્બરશિપ વડે વિક્ષેપ વિના જોવાના અનુભવ માટે તમે વીડિયો જોવાનું જ્યાંથી બંધ કર્યું હતું ત્યાંથી જ તેને જોવાનું ચાલુ રાખી શકો છો.

જો તમે કોઈ વીડિયો જોવાનું બંધ કરો છો, તો અમે તમે ક્યાંથી જોવાનું બંધ કર્યું છે, તેને સાચવીશું, જેથી તમે બહુવિધ ડિવાઇસ પર વીડિયો જોવાનું ફરી શરૂ કરી શકો.

આના પર ઉપલબ્ધ છે: YouTube Premium

Premium નિયંત્રણો વડે પ્લેબૅકમાં ફેરફાર કરો

Premiumની મેમ્બરશિપ વડે તમે બહુવિધ કાર્યો કરી શકો છો અને Premium નિયંત્રણો વડે તમારી પોતાની પસંદગીની સ્પીડ મુજબ વીડિયો માણી શકો છો. કન્ટેન્ટમાં વચ્ચે છોડવાની સુવિધા, તમારી પ્લેબૅકની સ્પીડ બદલવી અને બીજું ઘણું.

YouTube મોબાઇલ ઍપમાંથી Premium નિયંત્રણો ઍક્સેસ કરવા માટે:

  1. સાઇન ઇન કરેલા YouTube Premium એકાઉન્ટમાંથી વીડિયો ખોલો.
  2. સેટિંગ સેટિંગ પર ટૅપ કરો.
  3. વધારાના સેટિંગ પર ટૅપ કરો. 
  4. Premium નિયંત્રણો પસંદ કરો. 

તમારો વીડિયો નિયંત્રણો માટેનું મોટું મેનૂ ખોલશે જ્યાં તમે:

  • વીડિયો ચલાવી શકો છો, થોભાવી શકો છો કે છોડી શકો છો.
  • વીડિયોને +/- 10 સેકન્ડ આગળ કે પાછળ કરી શકો છો.
  • વીડિયોને પસંદ કરી શકો છો.
  • પછી જોવા માટે વીડિયો સાચવી શકો છો.
  • તમારી પ્લેબૅકની સ્પીડ બદલી શકો છો.
  • સ્ટેબલ વૉલ્યૂમ ચાલુ કે બંધ કરી શકો છો. 

Premium નિયંત્રણો Android, iPhone અને ટૅબ્લેટ પર ઉપલબ્ધ છે, પરંતુ તે હજુ ડેસ્કટૉપ પર ઉપલબ્ધ નથી.

આના પર ઉપલબ્ધ છે: YouTube Premium, YouTube Music Premium

ચિત્ર-માં-ચિત્ર (PiP)

ચિત્ર-માં-ચિત્ર (PIP) તમને તમારા મોબાઇલ ડિવાઇસ પર બીજી ઍપ વાપરતી વખતે વીડિયો જોવાની સુવિધા આપે છે. તમે YouTube Premium મેમ્બરશિપ વડે બધા વીડિયો જોવા માટે PIP વાપરી શકો છો. જો તમારી પાસે YouTube Premium ન હોય અને તમે યુએસમાં રહેતા હોવ, તો તમે મ્યુઝિક વીડિયો જેવા ચોક્કસ કન્ટેન્ટ સિવાય હજી પણ PIP વાપરી શકો છો

તમારા મોબાઇલ ડિવાઇસમાં ચિત્ર-માં-ચિત્રની સુવિધા કેવી રીતે વાપરવી, તેના વિશે વધુ જાણો.

આના પર ઉપલબ્ધ છે: YouTube Premium

મોબાઇલ ડિવાઇસ અને ટૅબ્લેટ પર વીડિયોને કતારમાં મૂકવા

તમે જે વીડિયો જોઈ રહ્યા છો, તેમાં ખલેલ પહોંચાડ્યા વિના પછી જોવા માટેના વીડિયો સેટઅપ કરો. મોબાઇલ ડિવાઇસ અને ટૅબ્લેટ પર કતારમાં રાખવાની સુવિધા માત્ર YouTube Premium પર ઉપલબ્ધ છે.

આના પર ઉપલબ્ધ છે: YouTube Premium

તમારા વીડિયોની ક્વૉલિટી બદલવી

YouTube Premium સાથે, તમે 1080p Premiumમાં વીડિયો જોઈ શકો છો.

1080p Premium એ 1080pનું વધુ સારું બનાવેલું બિટરેટ વર્ઝન છે. વધુ સારું બનાવેલું બિટરેટ પ્રતિ પિક્સેલ વધુ માહિતી પૂરી પાડે છે, જેના કારણે ઉચ્ચ ગુણવત્તામાં જોવાનો અનુભવ મળે છે. જો વીડિયોને 1080pમાં અપલોડ કર્યા હોય તો જ તે વધુ સારા બનાવેલા બિટરેટ માટે યોગ્યતા ધરાવે છે. તમને આના માટે 1080p Premiumનો વિકલ્પ મળશે નહીં:

  • લાઇવ સ્ટ્રીમ
  • Shorts
  • 1080p કરતાં વધુ કે ઓછા રિઝોલ્યુશનમાં અપલોડ કરેલા વીડિયો

જોવા માટેનો શ્રેષ્ઠ અનુભવ આપવા માટે, તમારી જોવાની પરિસ્થિતિઓના આધારે YouTube તમારા વીડિયો સ્ટ્રીમની ગુણવત્તા બદલે છે. જો તમારી પાસે Premium મેમ્બરશિપ હોય, તો તમારું રિઝોલ્યુશન ઑટોમૅટિક રીતે 1080p Premium પર સેટ કરેલું હોઈ શકે. તમે YouTube ઍપ અંતર્ગત તમારા ક્વૉલિટીના સેટિંગને અપડેટ કરી શકો છો.

આના પર ઉપલબ્ધ છે: YouTube Premium

Premium બૅજ

Premium ટેન્યર સાથે લિંક કરાયેલા બૅજ વપરાશકર્તાઓને તેમની લૉયલ્ટિ બદલ રિવૉર્ડ આપે છે, જ્યારે લાભના બૅજ વપરાશકર્તાઓને તેમની લૉયલ્ટિ બદલ રિવૉર્ડ આપે છે. તમે લાંબા ટેન્યર થકી અને તમારા Premiumના આ લાભમાં શામેલ થઈને બૅજ મેળવી શકો છો (દા.ત. આફ્ટરપાર્ટી, YouTube Music, જોવાનું ચાલુ રાખો). હાલમાં તે 18 વર્ષથી વધુ ઉંમરના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.

તમે તમારા YouTube એકાઉન્ટ પર તમારા Premiumના લાભના પેજ પર તમારા Premium બૅજ જોઈ શકો છો.

તમારા Premium બૅજ જોવા માટે:

  1. YouTube ઍપ ખોલો
  2. તમારા હોમપેજ પર જાઓ
  3. તમારા પ્રોફાઇલ આઇકન પર ટૅપ કરો 
  4. તમારા Premiumના લાભ પર ક્લિક કરો
  5. તમારા Premium બૅજ જોવા માટે પેજને સ્ક્રોલ કરીને નીચે જાઓ

કોઈપણ લૉક કરેલા બૅજ પર ક્લિક કરીને, તમે તે બૅજ મેળવવાની રીત વિશેની વધુ વિગતો મેળવી શકો છો

નોંધ

  • જોવાયાનો ઇતિહાસ થોભાવવાથી તે તમારા Premiumના આ લાભ સંબંધિત બૅજ મેળવવાથી વપરાશકર્તાઓને અટકાવશે (દા.ત. આફ્ટરપાર્ટી, YouTube Music, જોવાનું ચાલુ રાખો). 
  • જોવાયાનો ઇતિહાસ રીસેટ કરવાથી તમારા Premiumના લાભ સંબંધિત અગાઉ મેળવેલા બૅજ કાઢી નખાશે. 
  • Premium રદ કરવાનો અર્થ એ છે કે વપરાશકર્તાઓને હવે જ્યાં બૅજ સ્ટોર કરાય છે તેવા તમારા Premiumના લાભના પેજનો ઍક્સેસ નથી. 
  • Premium માટે ફરીથી સાઇન અપ કરવાથી વપરાશકર્તાઓ અગાઉ મેળવેલા બૅજ જોઈ શકે છે.

Premiumના અન્ય લાભ

YouTube Premium સભ્ય તરીકે, તમને આના સહિત માત્ર એક સભ્યની સુવિધાઓનું ઍક્સેસ હશે:

નોંધ: આમાની કેટલીક સુવિધાઓ ચોક્કસ પ્રદેશો, ડિવાઇસ, અને પ્લાન પૂરતી મર્યાદિત હોય છે. તમારો YouTube Premium અનુભવ વધારવા માટે અમે વારંવાર નવી સુવિધાઓ ઉમેરીએ છીએ, જેના વિશે તમે Premium અપડેટ પેજ પર જાણી શકો છો.
ટિપ:

તમારા Premiumના લાભ માણવા માટે સાઇન અપ કરવું

Premiumના લાભ માણવા માટે, youtube.com/premium પર સાઇન અપ કરો.

How to get YouTube Premium or YouTube Music Premium

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

નોંધ: YouTube TV, Primetime ચૅનલ, ચૅનલની મેમ્બરશિપ અને NFL Sunday Ticketનો YouTube Premium અથવા Music Premiumના લાભમાં સમાવેશ થતો નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6244970131247772544
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false